13 ફેબ્રુઆરીનું અંક ભવિષ્ય / ગુરૂવારનો ભાગ્ય અંક 1 છે, અંક 5 ધરાવતાં જાતકો માટે દિવસ અતિશુભ રહેશે

Daily Numerology predictions of 13 February 2020, DR kumar Ganesh

Divyabhaskar.com

Feb 12, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 1-4 ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 1 ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 2ની અંક 1-3-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8 ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 3 સાથે પરસ્પર મિત્ર યુતિ.

અંકઃ-1
પિતૃદોષ ધરાવતાં ઠેકેદારો માટે મામલો પક્ષનો રહી શકે છે. પહેલવાનોને સન્માન મળી શકે છે. જૂનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- હનુમત સ્તવનનો પાઠ કરો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-2
મીઠાઈના કારોબારીઓએ પરેશાની ભોગવવી પડી શકે છે. કોઇને આપેલું ધન પાછું મેળવવામાં મુશ્કેલી આવશે. બ્લડ શુગરના શિકાર વ્યક્તિઓએ સંભાળીને રહેવું.

શું કરવુંઃ- આદિત્ય હ્રદયસ્ત્રોતનો પાઠ કરો અને સૂર્ય ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-3
સરકારી પક્ષનો નિર્ણય તમારી વિરૂદ્ધ જઇ શકે છે. મધ્યસ્થ લોકો માટે સમય સંભાળીને રહેવાનો છે.

શું કરવુંઃ- પીળા રંગની રસદાર મીઠાઈ દાન કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4
તમારા કામને ફરી વ્યવસ્થિત કરવા માટે જોડાઇ જાવ. કરિયરની દ્રષ્ટિએ કોઇ વરિષ્ઠના માધ્યમથી સારા સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- સંતાનને રસદાર મીઠાઈ ખવડાવો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5
જો વ્યવસાય તમારા નામે છે તો ધન સંબંધી ઉલ્લેખનીય મામલો પક્ષમાં આવી શકે છે. આવકવેરાના અધિકારીઓ માટે સમય અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. માનસિક આરામની જરૂરિયાત છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરીને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6
પ્રશાસનિક અધિકારી બનવા માટે પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરતા લોકોને લાભ મળી શકે છે. ફિયાન્સ પાસેથી સુખ મળી શકે છે.

શું કરવુંઃ- મહિલા પિતૃઓને પારંપરિક ભોગ ધરાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7
વારસાગત કામ કરતાં લોકોને શુભ સમાચાર મળી શકે છે. વારસાગત સંપત્તિ સંબંધિત ખાસ કામ કરી શકો છો. ખોટી ભાગદોડથી બચવું.

શું કરવુંઃ- શનિ ભગવાનને કાળા કપડાં ભેટ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8
કોઇ મોટો નિર્ણય લેવો નહીં. મોટા ભાઈ અથવા કાકા સાથે વિવાદથી બચો. માનસિક મુંજવણ રહી શકે છે.

શું કરવુંઃ- ગાયને રોટલી આપો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9
પ્રશાસનિક અધિકારીઓ માટે ધૈર્ય રાખવાનો સમય છે. ધન સંબંધી મામલાઓમાં સાવધાની જાળવો. બ્લડ પ્રેશરના શિકાર વ્યક્તિઓએ આ દિશામાં બેદરકારી કરવી નહીં.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સરસિયાના તેલમાં સિંદૂર મિક્સ કરીને ચઢાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

X
Daily Numerology predictions of 13 February 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી