12 ફેબ્રુઆરીનું અંક ભવિષ્ય / બુધવારે અંક 9 ધરાવતાં જાતકોએ ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરવો

Daily Numerology predictions of 12 February 2020, DR kumar Ganesh

Divyabhaskar.com

Feb 11, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 3 સાથે અંક 2ની પ્રબળ મિત્ર/મિત્ર યુતિ, અંક 5ની પ્રબળ વિરોધી/મિત્ર યુતિ, અંક 8ની પરસ્પર મિત્ર યુતિ અને અંક 9 ની પ્રબળ મિત્ર યુતિ. અંક 9 ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 5 સાથે વિરોધી/ પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 ની અંક 2-9 સાથે મિત્ર યુતિ અને અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1
યાત્રા ટાળી દો. દવા કારોબારીઓ માટે સંભાળીને રહેવાનો દિવસ છે. કમરનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- આદિત્ય હ્રદયસ્ત્રોતનો પાઠ કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2
તમારા વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન મળવાથી કોઇ ખાસ મુંજવણ દૂર થઇ શકે છે. અસમંજસની સ્થિતિ સમાપ્ત થઇ શકે છે.

શું કરવુંઃ- રસદાર મીઠાઈ ખાવી.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3
તમારો જ કોઇ નિર્ણય બદલવો પડે તો બદલી લો. લાભમાં જ રહેશો. સ્થાન-પરિવર્તનના યોગ છે.

શું કરવુંઃ- હનુમાનજી સામે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4
નોકરીને લઇને સારા સમાચાર મળી શકે છે. ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યા છો તો મામલો પક્ષનો રહેશે. નાક-ગળા સંબંધી સમસ્યાનો ઉકેલ મળશે.

શું કરવુંઃ- ભગવાન શિવનો દૂધથી અભિષેક કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5
જનસંપર્ક અધિકારીઓ માટે લાભકારી સમય રહેશે. મિત્રો સાથે વધારે સમય વિતી શકે છે. હાંફવાની ફરિયાદ રહેશે.

શું કરવુંઃ- બટુક ભૈરવ બાબને દૂધ ચઢાવો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-6
સંતાન પક્ષ માટે ખાસ ખર્ચ કરવો પડી શકે છે. નવા રોકાણ માટે આગળ વધશો નહીં.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7
પિતૃ અંક ધરાવતાં રાજનેતાઓનું પ્રમોશન થઇ શકે છે. ગાયકોને સારા અવસર મળી શકે છે. શ્વાસ સંબંધી સમસ્યા પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- વાછરડાને રોટલી ખવડાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8
સમયની કૃપા મળી શકે છે. મનોબળ વધી શકે છે. સ્થાનીય યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- શનિ ભગવાનને તલનું તેલ ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9
નજીકના સંબંધો વધારે ગાઢ સંબંધમાં બદલાઇ શકે છે. તમારા મિત્રોનો વાતો ઉપર ધ્યાન આપો. આંખ સંબંધી પરેશાની રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

X
Daily Numerology predictions of 12 February 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી