11 જાન્યુઆરીનું અંક ભવિષ્ય / શનિવારે અંક 7 ધરાવતાં જાતકોએ શનિદેવ સામે તલના તેલનો દીવો પ્રગટાવવો

Daily Numerology predictions of 11 January 2020, DR kumar Ganesh

Divyabhaskar.com

Jan 10, 2020, 02:57 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 1 ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2-7 માં પરસ્પર વિરોધી યુતિ અને અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8 ની અંક 2-7 સાથે મિત્ર યુતિ.

અંક 1:-

જીવનસાથીના કરિયરના મામલે વિશેષ વાત થઇ શકે છે. સંતાનનો સહયોગ મળી શકે છે. માથાનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

અંક 2:-

રોમાન્સના અવસર મળી શકે છે. આજે કોઇ વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચાડશો નહીં. નાક-કાનનું ધ્યાન રાખો.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

અંક 3:-

કોઇ પાસેથી ભેટ મળી શકે છે. કોઇ નજીક પરિચિત વ્યક્તિનું ખાસ કામ પૂર્ણ થવાથી આનંદ થશે.

શું કરવુંઃ- ભૈરવ બાબને સિંદૂરનું તિલક કરો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

અંક 4:-

ભાગેદારીમાં ચાલી રહેલું કામ લાભ મળી શકે છે. કામનો વિસ્તાર વધારવાનું વિચારી રહ્યા છો તો થાક વધારે રહેશે.

શું કરવુંઃ- કીડીને દાણા નાખો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો

અંક 5:-

આઉટસોર્સિંગ ઉપર કામ કરતાં લોકો માટે સારો અવસર આવી શકે છે. હાડકાનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ધ્ય આપો અને દેશી ઘીનો દીવો પ્રગટાવો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

અંક 6:-

સ્ટેશનરીનું કામ કરતાં લોકો માટે લાભની સ્થિતિ બની શકે છે. પેઇન્ટરોને સારું કામ મળી શકે છે. માનસિક સ્થિતિ વિચલિત થશે.

શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

અંક 7:-

તમારી ગુપ્ત વાત કોઇને કહેવામાં સાવધાન રહો. લોકો ઉપર સરળતાથી વિશ્વાસ કરશો નહીં. શારીરિક દુર્બળતા ઘેરી શકે છે.

શું કરવુંઃ- શનિદેવ સામે તલના તેલનો દીવો પ્રગટાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

અંક 8:-

ઓટો મોબાઈલના પાર્ટ્સના નિર્માતાઓ માટે સારો સમય છે. સાયકલનું વેચાણ કરતાં લોકોને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

અંક 9:-

આસપાસના વાતાવરણથી નિરાશા ઘેરી શકે છે. નજીકના લોકો દુઃખી કરી શકે છે. કમરનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

X
Daily Numerology predictions of 11 January 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી