11 ફેબ્રુઆરીનું અંક ભવિષ્ય / મંગળવારનો ભાગ્ય અંક 8 રહેશે, આ દિવસે અંક 2 સાથે અંક 8ની મિત્ર યુતિ રહેશે

Daily Numerology predictions of 11 February 2020, DR kumar Ganesh

Divyabhaskar.com

Feb 10, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 2 સાથે અંક 8ની મિત્ર યુતિ અને અંક 9ની વિરોધી યુતિ અને અંક 8 ની અંક 9 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1
કામમાં ભાગેદારી બદલવા માંગો છો તો બદલી લો. મહિલાના નામથી કરવામાં આવતો કારોબાર ઝટકો આપી શકે છે. ચિંતાઓ ઘેરાયેલી રહેશે.

શું કરવુંઃ- શનિ ભગવાન સામે તલના તેલનો દીવો પ્રગટાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2
અતિ નજીકના વ્યક્તિનો વ્યવહાર દુઃખી કરી શકે છે. દરેક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં. કમરમાં દુખાવો રહેશે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ઇમરતી ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-3
કોઇ મહત્ત્વપૂર્ણ પારિવારિક જવાબદારી નિભાવી શકો છો. નજીકના પરિચિત વ્યક્તિની મદદ કરવી પડી શકે છે. માનસિક અસ્થિરતા ઉપર નિયંત્રણ રાખો.

શું કરવુંઃ- દેવીના ચરણોમાં પ્રસાદ ચઢાવો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4
ધન સંબંધી યાત્રાનું પરિણામ પ્રતિકૂળ આવી શકે છે. વિભાગીય તપાસનો સામનો કરી રહ્યા છો તો મામલો વિરૂદ્ધ જઇ શકે છે. લેવડ-દેવડમાં કાગળિયા કાર્યવાહી પૂર્ણ કરી લો.

શું કરવુંઃ- કૂતરાને રોટલી ખવડાવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5
સામાજિક સીમામાં કોઇ ખાસ આયોજનમાં સામેલ થઇ શકો છો. જોબના સિલસિલામાં યાત્રા કરી શકો છો. પેટને લઇને સાવધાન રહો.

શું કરવુંઃ- જળમાં દૂર્વા રાખીને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-6
પરિવારના વાતાવરણને તણાવગ્રસ્ત બનવાથી બચાવો. નજીકના લોકોની વાતોને સાંભળો. બ્લડ પ્રેશરના દર્દીઓએ સાવધાની રાખવી.

શું કરવુંઃ- કુળદેવીને પારંપરિક ભોગ ધરાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7
અંગત સહાયકના પદ પર કાર્યરત લોકોને વધારે અનુકૂળતા અનુભવ થઇ શકે છે. લગ્ન યોગ્ય લોકોને શુભ સમાચાર મળશે. આંખનું ધ્યાન રાખો.

શું કરવુંઃ- રસદાર મીઠાઈ ખાવી અને દાન કરવી.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8
જીવનસાથીનો વ્યવહાર પ્રતિકૂળ રહેશે. મહિલા અધિકારીઓએ સંભાળીને રહેવાનો સમય છે. નાક-કાન-ગળા સાથે સંબંધિત સાવધાની રાખો.

શું કરવુંઃ- હનુમાનજીને મોટી બુંદીના લાડવા ચઢાવો.
શુભ અંકઃ-3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9
સમય દરેક પ્રકારે પક્ષનો રહેશે. કોઇ અટવાયેલાં મહત્ત્વપૂર્ણ કામમાં નિર્ણાયક પ્રગતિ થઇ શકે છે. કોઇ વિશેષ કામ ઉપર ધ્યાન એકાગ્ર કરી શકો છો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો

X
Daily Numerology predictions of 11 February 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી