9 ઓક્ટોબરનું રાશિફળ / બુધવારે ગણેશજીની કૃપાથી વૃશ્ચિક જાતકોને કોઇ સારા સમાચાર મળી શકે છે

daily astrology predictions of 9th October 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Oct 09, 2019, 08:43 AM IST

ધર્મ ડેસ્કઃ 9 ઓક્ટોબર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.


મેષઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ સારો રહેશે. કાર્યોમાં સફળતા અને ધનલાભની સ્થિતિ રહેવાથી દિવસ સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રતિયોગિતાની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. કોઇ નવી જવાબદારી મળી શકે છે.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચ વધવાથી તણાવમાં રહી શકો છો. માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડશે. કામ વધારે હોવાથી થાકનો અનુભવ થઇ શકે છે. સમજી-વિચારીને કામ કરવું.

લવઃ- આ સમય પ્રેમ સંબંધોમાં સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે.
વ્યવસાયઃ- ઓફિસ અને બિઝનેસનું મોટાભાગનું કામ પૂર્ણ થઇ જશે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કઠોર પરિશ્રમથી બધા કાર્ય સફળ થશે અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે, દાપત્ય જીવન સારું રહેશે. ધર્મ-ધ્યાનમાં રસ વધશે. માંગલિક આયોજનમાં સામેલ થઇ શકો છો. વિચારેલાં કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકો છો.

નેગેટિવઃ- આ સમય અનેક પ્રકારની ચુનોતિઓનો સામનો કરવો પડી શકે છે, માટે ધૈર્યથી કામ કરવાની જરૂર છે. વાણી પર સંયમ રાખીને વિવાદોને ટાળી શકો છો. વાહન ચલાવતી સમયે સાવધાની રાખો.

લવઃ- તમારો અહંકારને છોડશો તો તમે એક સારા સાથી સાબિત થઇ શકો છો.
વ્યવસાયઃ- વેપારમાં ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યના મામલે દિવસ સારો રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. આર્થિક મામલે ધ્યાન આપશો અને બધા કાર્યોમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. સાહિત્યિક વસ્તુઓને વાંચવાનું મન થશે, જેનાથી જીવનમાં આગળ વધવા માટે નવા વિચાર આવી શકે છે.

નેગેટિવઃ- સફળ કરિયરમાં સીનિયર્સનું મહત્ત્વપૂર્ણ યોગદાન હશે. તેમની સલાહ અને આઇડિયા તમારી માટે સારી સાબિત થશે પરંતુ તમારા સહકર્મિઓથી થોડું સાવધાન રહો.

લવઃ- જીવનસાથી સાથે તમારા સંબંધ ખૂબ જ સારા થઇ જશે.
વ્યવસાયઃ- વેપાર-ધંધામાં સારો નફો અને નોકરીમાં ઉન્નતિના યોગ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધી કોઇ પરેશાની આવી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. રાજનીતિક ક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઠોસ સંગઠન સાથે જોડાવાના યોગ છે. જીવન ધ્યેય પૂર્ણ કરવાના અવસર મલશે, પદ લાભ મળશે. પોતાને માનસિક રૂપથી શાંત અનુભવ કરશો.

નેગેટિવઃ- વાદ-વિવાદ કે બૌદ્ધિક ચર્ચાથી દૂર રહો. ખર્ચ વધારે થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરવા માટે આકરી મહેનત કરવી પડશે. મનોરંજનમાં ધન વ્યય થશે.

લવઃ- પ્રિય વ્યક્તિઓ સાથે મુલાકાત આનંદદાયક રહેશે.
વ્યવસાયઃ- કારોબારમાં મંદી જોવા મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ સારી રીતે પસાર થશે. સંપત્તિ સંબંધી કાર્ય બનશે, કાર્યક્ષેત્રમાં વડીલોનો સહયોગ મળશે. શારીરિક અને માનસિક પ્રસન્નતા રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકો છો. સંબંધીઓની સાથે મુલાકાત આનંદિત કરશે.

નેગેટિવઃ- તમારે આજે કોઇ સમજોતો કરવો પડે તો કરી લો. પરિજનોનો સહયોગ મળશે, પરંતુ ક્લેશ થવાની સંભાવના રહેશે. આજે તમે ઇચ્છશો તો પણ કાર્યમાં સફળ થઇ શકશો નહીં.

લવઃ- પ્રેમ-સંબંધોમાં મધુરતા આવશે.
વ્યવસાયઃ- વેપાર લાભદાયક રહેશે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાનનું ધ્યાન રાખવું.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ સામાન્ય રહેશે. કાર્યોમાં સફળતાથી મનોબળમાં વૃદ્ધિ થશે. ધનલાભ અને પ્રતિષ્ઠાનો લાભ મળશે. જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ લાભદાયક સિદ્ધ થશે. ધનપ્રાપ્તિના નવા માર્ગ ખુલશે. મહેનત કરનાર લોકોને બધા જ કાર્યોમાં સફળતા મળશે.

નેગેટિવઃ- ગુસ્સાના કારણે પરિવારમાં ક્લેશ થવાની સંભાવના છે. માટે સાવધાન રહેવું. નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. સ્વભાવમાં કઠોરતા પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

લવઃ- જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઇ શકો છો.
વ્યવસાયઃ- વેપારી એવી યોજનાના ભાગીદાર બનશે જે કરિયરની દિશા બદલી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું.
--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- મહેનત કરવાથી કામ જલ્દી પૂર્ણ કરશો, શાસન-સત્તાનો સહયોગ મળશે. શેર બજાર અને પ્રોપર્ટીમાં રોકાણ ફાયદાકારક રહેશે. કોઇ એવી વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે જે કોઇ મહત્ત્વપૂર્ણ સલાહ આપી શકે છે.

નેગેટિવઃ- બિનજરૂરી કાર્યો પર ખર્ચ કરવો પડી શકે છે, જેનાથી આર્થિક પરેશાની થશે. કોઇ વાતને લઇને પરેશાન રહી શકો છો. સંતાનની ચિતા થશે.

લવઃ- પ્રેમ સંબંધોને લઇને આ સમય સ્થિતિઓ અનુકૂળ રહેશે.
વ્યવસાયઃ- નોકરીના નવા અવસર મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ સારા સમચાર સાંભળવા મળી શકે છે. આ સમાચારાથી કોઇ મોટી સમસ્યાનો અંત આવી શકે છે. કાર્યમાં સફળતા અને યશ તથા કીર્તિ પ્રાપ્ત થવાની સંભાવના રહેશે. ધાર્મિક વ્યક્તિના દાર્શનિક વિચારોને સાંભળશો તો શાંત અને સહજ રહેશો.

નેગેટિવઃ- કાર્યોમાં અપેક્ષાનુરૂપ સફળતા ન મળવાથી મન વ્યથિત રહેશે અને કાર્યભાર વધારે હોવાથી દબાવ અનુભવ કરશો. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી ઉપર સંયમ રાખો.

લવઃ- જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત ન થવાથી કામકાજના ક્ષેત્રોમાં બાધા ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- કારોબારના વિસ્તારની નવી યોજનાઓ બનશે.
સ્વાસ્થ્યઃ- બિનજરૂરી કાર્યો ઉપર ખર્ચ કરવો પડી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ સારો રહેશે. જરૂરી કામ બનવાથી લાભદાયક અવસરની પ્રાપ્તિ થશે. અટકાયેલું ધન પાછું મળશે. સારા સમાચાર પણ મળી શકે છે. ઉચ્ચ પદાધિકારી અને વડીલ વર્ગની કૃપાદ્રષ્ટિ થશે. બધા જ કામ સરળતાથી સંપનન થતાં જણાશે.

નેગેટિવઃ- ઉતાવળમાં નિર્ણય લેવાથી બચવું. કાર્યક્ષેત્રમાં સંધર્ષ કરવો પડી શકે છે. વાહનનો ઉપયોગ સાવધાની પૂર્વક કરો. શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ થશે.

લવઃ- તમારી બેદરકારી તમારા પાર્ટનરનું દિલ તોડી શકે છે.
વ્યવસાયઃ- નોકરિયાત વર્ગમાં ઉત્સાહ બની રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવાની જરૂર છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. ભાઈ-બંધુઓ સાથે સારા સંબંધ રહેશે તથા તેમની સાથે બેસીને ઘર વિશે ચર્ચા થઇ શકે છે. કોઇ નાના ધાર્મિક સ્થળ પર જવાનું આયોજન થશે.

નેગેટિવઃ- થોડી પરિસ્થિતિઓ એવી બની શકે છે, જે તણાવ વધારશે. મિત્રો સાથે વાદ-વિવાદ કરવાથી બચવું. ધાર્મિક કાર્યો પાછળ ધન ખર્ચ થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મનમુટાવ થઇ શકે છે.
વ્યવસાયઃ- કારોબારમાં જોખમ લેવું નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેવાથી મન પ્રસન્ન રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કાર્ય સફળતા અને ઉચ્છ પદાધિકારીઓની કૃપાદ્રષ્ટિના કારણે મન પ્રસન્ન રહેશે. વારસાગત સંપત્તિથી લાભ થઇ શકે છે. દૈનિક કાર્યોથી સમય કાઢીને પૂજા-પાઠ અને ધાર્મિક કાર્યોમાં સામેલ થઇ શકો છો.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગશે નહીં. કાર્યભાર વધવાથી માનસિક અને શારીરિક રૂપથી થાકનો અનુભવ કરશો. મિત્રો સાથે મનમુટાવ થઇ શકે છે.

લવઃ- જે લોકો કોઇ પ્રેમ સંબંધમાં છે તેમને વિવાદથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
વ્યવસાયઃ- કારોબાર અને નોકરીમાં સંપૂર્ણ સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- તમારી માતા, જીવનસાથી તથા સંતાનના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઇ સમસ્યા આવી શકે છે.
--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- વડીલોની સલાહ લઇને કામ કરશો તો સફળતા સાથે લાભના અવસર મળશે. પરિજનો સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો તો સારું રહેશે. મનમાં ઉત્સાહ અને શરીરમાં નવી ઊર્જાનો અનુભવ કરશો.

નેગેટિવઃ- કારોબારમાં ઉતાર-ચઢાવ રહેશે અને ખોટાં કાર્યોમાં વધારે સમય ખરાબ થઇ શકે છે. અનૈતિક રૂપથી ધન કમાવાના પ્રયાસ લાભ આપશે. કોઇ અશુભ સમાચારથી નિરાશ થઇ શકો છે.

લવઃ- પ્રેમ લગ્ન માટે સમય ખૂબ જ સારો છે.
વ્યવસાયઃ- નોકરિયાત લોકોને સ્થાન પરિવર્તન સાથે ઉન્નતિ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

X
daily astrology predictions of 9th October 2019, Bejan daruwalla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી