9 નવેમ્બરનું રાશિફળ / વૃષભ જાતકોને આજે ભાગ્યનો સાથ મળશે નહીં, કન્યા જાતકોનો દિવસ શુભ રહેશે

daily astrology predictions of 9th November 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Nov 09, 2019, 09:29 AM IST

ધર્મ ડેસ્કઃ 9 નવેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સાથે સંબંધિત નવા પ્રોજેક્ટ અને અસાઇનમેન્ટ તૈયાર કરવાનો અનુકૂળ સમય છે. નવા કાર્યની શરૂઆત માટે સમય સારો છે. વ્યવસાયમાં વિસ્તાર અથવા કાર્યમાં સારા પરિણામ વિશે ગંભીરતાથી પ્રયત્ન કરશો.

નેગેટિવઃ- જીવનસાથી અને બાળકોની ચિંતા રહેશે. થોડાં મામલે બાળકો તમારી સલાહને માન આપશે નહીં. તમે વ્યાવસાયિક કાર્યો ઉપર ધ્યાન આપશો અને વડીલો તરફથી સહયોગ મળવાથી તમારા કામ સમયે પૂર્ણ થશે.

લવઃ- પારિવારિક પરેશાનીઓ અને સામાન્ય વિવાદથી તમે નિરાશ રહેશો.
વ્યવસાયઃ- તમારા વ્યવસાય અંગે નિર્ણય લેવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- બીમારીના કારણે અસહજતા અનુભવ થશે.

---------------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી બૌદ્ધિક પ્રતિભા અને કર્તવ્ય નિષ્ઠા તમને કોઇપણ સ્થિતિમાં પ્રગતિ કરવામાં સક્ષમ બનાવશે. તમે આ મહિને પ્રિયજનો અથવા બાળકોના સુખ માટે ખર્ચ કરશો. આજે તમે વધારે કલ્પનાશીલ બની રહેશો.

નેગેટિવઃ- નોકરિયાત લોકોને અધિકારીઓની નિરાશા ભોગવવી પડી શકે છે. વેપાર-ધંધામાં વધારે ખર્ચ થઇ શકે છે. સંતાન સાથે કોઇ વાત ઉપર મતભેદ થઇ શકે છે. ગણેશજી કહે છે કે, આ સમયે ભાગ્ય તમારો સાથ આપશે નહીં.

લવઃ- સંબંધોમાં થોડી નિરાશા રહેશે.
વ્યવસાયઃ- તમે આજે તમારા કાર્યોમાં સફળ થશો.
સ્વાસ્થ્યઃ- એસિડિટી, આંખમાં બળતરા અને માથાના દુખાવામાં રાહત મળશે.

---------------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સામાજિક, આર્થિક અને પારિવારિક ક્ષેત્ર સારું રહેશે. મિત્રો તરફથી લાભ મળશે. આ સમયે તમે ઘર સજાવવાની કોઇ વસ્તુની ખરીદારી કરી શકો છો. વિદ્યાર્થી જાતક ઉત્સાહ સાથે અભ્યાસમાં આગળ વધશે.

નેગેટિવઃ- નોકરિયાત લોકો ઉપર કામકાજનો ભાર વધારે રહેશે. ઉપરી અધિકારી તમારા કામથી સંતુષ્ટ રહેશે નહીં. આગળ વધવા માટે ઉતાવળ કરવી નહીં. ઉચ્છ અભ્યાસ કરતાં લોકો પ્રોજેક્ટ વર્ક અથવા અસાઇનમેન્ટનું કામ પૂર્ણ કરી શકશે.

લવઃ- તમારા પ્રેમ સંબંધોમાં ખૂબ જ ઉત્સાહ અને જોશ જોવા મળશે.
વ્યવસાયઃ- સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઇ જૂની બીમારી ફરીથી હુમલો કરી શકે છે.

---------------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા સન્માનમાં વૃદ્ધિ થશે. સરકારી કામ સરળતાથી થવા લાગશે. સામાજિક ક્ષેત્રમાં તમે ખૂબ જ માન-સન્માન પ્રાપ્ત કરશો. સમાજસેવા અને લોકહિતના કામમાં તમે વધારે ધ્યાન આપશો.

નેગેટિવઃ- આજે તમે તમારી ઉપર વધારે વિશ્વાસ કરો તથા તમારા કામકાજ પ્રત્યે જાગરૂત રહો. સમય અને પરિસ્થિતિને જોતાં દરેક કાર્ય કરશો તો લાભ મળશે.

લવઃ- પરિવાર સાથે મોજ-મસ્તી અને આનંદપૂર્ણ સમય વ્યતીત થશે.
વ્યવસાયઃ- સાહસ અને પરાક્રમ સાથે પદ પોઝિશન પ્રાપ્તિનો યોગ પણ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- કામના બોજને કારણે તમને થાકનો અનુભવ થશે.

---------------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ માટે આ ચરણ સામાન્ય કરતાં વધારે સારું રહેશે. ઉચ્ચ ડિગ્રી સંબંધી અભ્યાસ અથવા વિદેશમાં અભ્યાસ સંબંધી ગતિવિધિઓમાં ગતિ આવશે. તમે પોતાને ફ્રેશ રાખી શકશો. મનમાં તાજગીનો અનુભવ થશે.

નેગેટિવઃ- હાલ તમારી પાસે આવક તો રહેશે પરંતુ વાસ્તવમાં તમારા હાથમાં આવતાં લાભમાં ઘટાડો આવવાથી અનિશ્ચિતતા વધવાની સંભાવના છે.

લવઃ- પારિવારિક સભ્યો અથવા પ્રેમીજન સાથે કોઇ કારણ મનમુટાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- તમારે તમારા કાર્ય પ્રત્યે જાગરૂત રહેવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- નિયમિત રૂપે કસરત કરવાની જરૂર છે.

---------------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કાર્યાલયમાં સહયોગનું વાતાવરણ રહેશે. લાંબા સમયથી અટકાયેલાં કાર્યો પૂર્ણ થવાના કારણે તમારા મનમાં અલગ પ્રકારની સંતુષ્ટિનો અહેસાસ થશે. ભાગીદારી સાથે સંબંધ સારો રહેશે. ભાગ્યવૃદ્ધિના અવસર પણ મળશે.

નેગેટિવઃ- કોઇ પાસેથી ઉધાર લેતી વખતે તમારા શબ્દોમાં ઉગ્રતા આવવાથી વિત્તીય લેણ-દેણમાં સમસ્યા આવી શકે છે. વર્તમાનમાં શેર બજારમાં નુકસાન થવાની સંભાવના વધારે રહેશે.

લવઃ- કુંવારા લોકોને જીવનસાથીની શોધ પૂર્ણ થવાનો યોગ છે.
વ્યવસાયઃ- ધન સંબંધી કોઇપણ પ્રકારના કાર્યોમાં સજાગ રહેવું.
સ્વાસ્થ્યઃ- જે લોકોને પગની સમસ્યા છે તેમણે વધારે ધ્યાન આપવું.

---------------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- થોડાં કાર્યોના સારા પરિણામ મળવાથી તમારો આત્મવિશ્વા વધશે. મનોરંજન પર ખર્ચ વધારે થશે. ઘર અને વિદેસમાં મિત્રો અને પરિવારના સભ્યો સાથે ભોજનનો આનંદ લઇ શકશો. આ સમયે તમે લાંબા સમયગાળા માટે રોકાણ કરી શકો છો.

નેગેટિવઃ- આ સમયે તમારા મનમાં આવતાં નેગેટિવ વિચારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તમે રૂપિયાનું મહત્ત્વ સમજો છો, પરંતુ રોકાણ કે બચત માટે તમે ગંભીરતાથી વિચારી શકો છો.

લવઃ- પરિવાર સાથે વિવાદ કરવાથી બચવું.
વ્યવસાયઃ- આ સમયે તમે વ્યવસાયની યોજના બનાવી રહ્યા છો તો સફળ થઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- તમને દાંત, આંખ કે ખંભા સંબંધિત કોઇ સમસ્યા રહી શકે છે.

---------------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે તમારા ઘરની સજાવટ અથવા તમારી આસપાસના વાતાવરણ પર વધારે ખર્ચ કરશો. નવા વાહન અથવા સંપત્તિ ખરીદવાની પણ સંભાવના છે. તમે તમારા પરિવારના સુખને સર્વોપરિ માનીને તેના માટે ખર્ચ કરી શકો છો.

નેગેટિવઃ- આવકથી વધારે ખર્ચ થશે. બાળકોના અભ્યાસ સહિત અન્ય કાર્યો ઉપર ખર્ચ કરવા માટે તૈયાર રહો. પહેલાંથી રૂપિયાની સગવડ નહીં કરો તો સંકટ ઉત્પન્ન થઇ શકે છે. કોશિશ કરો કે કોઇ સામે તમારે હાથ ફેલાવાની જરૂર પડે નહીં.

લવઃ- તમારા સંબંધોમાં મીઠાસ વધશે.
વ્યવસાયઃ- આવકનો એક સ્થિર સ્ત્રોત બનાવવા માટે મનમાં ચાલી રહેલા વિચારોને અમલમાં મુકો.
સ્વાસ્થ્યઃ- કામ અને આરામની વચ્ચે સંતુલન જાળવી રાખો.

---------------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- નોકરિયાત લોકોને પ્રગતિના વિશેષ અવસર પ્રાપ્ત થઇ શકશે. તમે આજે થોડાં મૂડમાં રહેશો અને તમારા કરિયરને લઇને થોડાં ગંભીર રહેશો. પરાવિજ્ઞાનમાં રસ રાખતાં લોકોને કંઇક નવું શીખવાનો અવસર મળશે.

નેગેટિવઃ- આવકના સાધન સીમિત હશે અને ખર્ચ વધારે. આ કારણે તમને રૂપિયાની કોઇ કમી અનુભવાશે નહીં. પરિવારના સભ્યો અને સહયોગિઓ તરફથી પૂછવામાં આવતાં વિવિધ પ્રશ્નોના કારણે તમે પરેશાન રહેશો.

લવઃ- આ સમય પ્રેમ સંબંધોમાં અનિશ્ચિતતા રહેશે.
વ્યવસાયઃ- લોખંડ, તેલ, ભારે વાહન સંબંધી કાર્યોમાં ગતિ ધીમી રહેશે.
સ્વાસ્થ્યઃ- ચામડી સંબંધી બીમારી, પેટની ગરમી અને તાવ વગેરે થવાની સંભાવના છે.

---------------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારા સન્માનમાં વૃદ્ધિ થશે. સરકારી કામ સરળતાથી થવા લાગશે. સામાજિક ક્ષેત્રમાં તમે ખૂબ જ માન-સન્માન પ્રાપ્ત કરશો. સમાજસેવા અને લોકહિતના કામમાં તમારું ધ્યાન વધારે રહેશે. સામાજિક, આર્થિક અને પારિવારિક ક્ષેત્ર સારું રહેશે.

નેગેટિવઃ- અનિષ્ટથી બચવા માટે તમારે તમારા ગુસ્સાને નિયંત્રિત કરવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે સમય સામાન્ય રહેશે. સંયુક્ત ઉપક્રમમાં સામેના વ્યક્તિ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરશો નહીં.

લવઃ- તમે કળાત્મક અને શાનદાર રીતે તમારી વાત જાહેર કરશો.
વ્યવસાયઃ- કામકાજના સિલસિલામાં ખર્ચની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- તમને ત્વચા સંબંધિત કોઇ તકલીફ થઇ શકે છે.

---------------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- હાલ કામ પ્રત્યે તમારો ઉત્સાહ ખૂબ જ વધારે રહેશે અને તમે રચનાત્મક વિચાર સાથે સારી પ્રગતિ કરશો. વિશેષ રૂપથી સૌંદર્ય પ્રસાધન, વાહન અને સંપત્તિની ખરીદી-વેચાણમાં સારું પરિણામ મળશે.

નેગેટિવઃ- અહીં-ત્યાંની ગતિવિધિઓમાં રસના કારણે અભ્યાસની ગાડી ધીમી થઇ જશે. નોકરિયાત લોકોને અધિકારીઓની નિરાશા ભોગવવી પડી શકે છે. વેપાર-ધંધામાં વધારે ધન ખર્ચ થઇ શકે છે.

લવઃ- સંબંધોમાં નિરસતા દૂર કરવા અને વિશ્વાસ વધારવા માટે તમારે મહેનત કરવી પડી શકે છે.
વ્યવસાયઃ- તમે તમારા કાર્ય વ્યવસાય સંબંધિત સારી સફળતા પ્રાપ્ત કરવામાં સફળ થઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહેશે.

---------------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમે તમારું બેલેન્સ જાળવીને ચાલતાં વ્યક્તિ રહોશો, જે હંમેશાં આગળ પાછળનું સમજીને જ કોઇ કાર્યને પૂર્ણ કરવાની ક્ષમતા રાખો છો. એટલાં માટે તમને સફળતા મળવાની સંભાવના સારી રહેશે. સાહસ અને ઉત્સાહ સાથે સફળતા પ્રાપ્તિ માટે ભાઇ-બહેનો પાસેથી સહયોગ પ્રાપ્ત કરવાની કોશિશ કરો.

નેગેટિવઃ- નોકરિયાત લોકો ઉપર કામકાજનો ભાર વધારે રહેશે. ઉપરી અધિકારી તમારા કામથી સંતુષ્ટ રહેશે નહીં. કાર્યસ્થળ પર સહકર્મિઓના પ્રતિકૂળ વ્યવહારથી તમે હિતોત્સાહિત રહેશો.

લવઃ- પ્રેમ સંબંધો માટે શરૂઆતનો સમય સામાન્ય રહેશે.
વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ તમારી માટે અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમે હરવા-ફરવામાં અને ઉત્સાહમાં સમય વ્યતીત કરશો.

X
daily astrology predictions of 9th November 2019, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી