8 ઓક્ટોબરનું રાશિફળ / સિંહ જાતકો માટે મંગળવાર શુભ દિવસ, જમીન અને વાહનમાં રોકાણ કરવું લાભદાયક રહેશે

daily astrology predictions of 8th October 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Oct 08, 2019, 08:40 AM IST

મેષઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ સારો રહેશે. લાંબા સમયથી અટકી પડેલી યોજનાઓ શરૂ થવાની સંભાવના છે. કાર્યસિદ્ધિ અને લક્ષ્મી બંનેની પ્રાપ્તિ થઇ શકે છે. શારીરિક અને માનસિક રૂપથી તમે ઉત્સાહી તથા પ્રફુલ્લિત રહેશો. આજે તમને અટકાયેલું ધન પાછું મળી શકે છે.

નેગેટિવઃ- વાતચીતમાં થોડી સાવધાની રાખો અને બિનજરૂરી વાદ-વિવાદથી બચવાની કોશિશ કરો. ઘરની સજાવટ પર ભારે ખર્ચ થઇ શકે છે. નવા કાર્યોમાં ઉતાવળ કરવાથી બચવું.

લવઃ- કુંવારા લોકો માટે લગ્નના યોગ બનશે.
વ્યવસાયઃ- વેપારમાં લાભ મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. દુશ્મન પક્ષ નબળો રહેશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. કાર્યસ્થળ પર વાતાવરણ સારું રહેશે. કોઇ પારિવારિક સમારોહમાં જવાનું થઇ શકે છે. સંપત્તિથી આવક વૃદ્ધિ થઇ શકે છે. રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને ફાયદો મળશે.

નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં નાની-નાની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખો. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. આજે તમારા કોઇ કાર્યમાં બાધા પણ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ- લાંબા સમયથી કોઇ સાથે પ્રેમ સંબંધ છે તો તેને જીવનસાથી બનાવવાનું વિચારી શકો છો.
વ્યવસાયઃ- વ્યવસાયમાં બાધાઓ ઉત્પન્ન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારા પ્રયાસોથી અર્થ ક્ષેત્રમાં સુધાર આવશે. વ્યવહાર ઉદાર રહેશે અને વ્યવસાયિક યોજના ફલીભૂત થશે. કોઇ જગ્યાએ યાત્રા પર જઇ શકો છો. આ યાત્રા પરિવારજનો કે મિત્રો સાથે હોય શકે છે. પરિવારનું વાતાવરણ સારું રહેશે અને મધુરવાણીથી સંબંધો આગળ વધશે.

નેગેટિવઃ- પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે. કોઇ પણ મહત્વપૂર્ણ કાર્ય અથવા તેના વિષયમાં નિર્ણય લેવો ઠીક રહેશે નહીં. વિદ્યાર્થીઓએ આજે વધારે મહેતન કરવી પડી શકે છે.

લવઃ- અસ્થિર સ્વભાવના કારણે પ્રેમી કે પ્રેમિકા સાથે મતભેદ થઇ શકે છે.
વ્યવસાયઃ- નોકરીમાં ઓફિસરો સાથે મનભેદ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની સ્થિતિ નબળી રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- રાજનીતિ ક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઠોસ સંગઠન સાથે જોડાવાનો યોગ છે. જીવન ધ્યેય પૂર્ણ કરવાના અવસર મળશે અને પદ લાભ મળશે. તમારા ભવિષ્યને લઇને થોડાં વિચાર-વિમર્શ કરી શકો છો.

નેગેટિવઃ- તમારા સ્વભાવના કારણે તમારે અનેકવાર પરેશાનીઓનો સામનો કરવો પડે છે. માટે તમારે આ વાતનું ધ્યાન રાખીને કોઇપણ પ્રકારના બિનજરૂરી વિવાદોથી પોતાને દૂર રાખવા જોઇએ.

લવઃ- પ્રેમીજનનો સહયોગ દરેક પ્રકારે પ્રાપ્ત થવાની સંભાવના છે.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- હ્રદયના દર્દીઓ માટે આજનો દિવસ સંભાળીને રહેવાનો છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. આ સમાચારથી કોઇ મોટી સમસ્યા સમાપ્ત થઇ શકે છે. કાર્યોમાં સફળતાથી મનોબળમાં વૃદ્ધિ થશે. ધનલાભ અને પ્રતિષ્ઠાનો લાભ મળશે. જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ લાભદાયક સિદ્ધ થશે.

નેગેટિવઃ- આજે તમારા જીવનમાં ગેરસમજ પેદા થઇ શકે છે. કોશિશ કરો કે આજે તમે તમારા ઉચ્ચઅધિકારીઓ અને સહકર્મીઓ સાથે કોઇ વિવાદમાં ના પડો. વાણી ઉપર આજે તમારે સંયમ રાખવાની જરૂર છે.

લવઃ- કુંવારા લોકોને લગ્ન માટે નવા અવસર પ્રાપ્ત થશે.
વ્યવસાયઃ- નોકરીમાં સ્થાન બદલી શકો છો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને દરેક કાર્ય સરળતાથી થશે. જીવનમાં સાર્થકતાની શોધમાં યોગ, આધ્યાત્મ અને ધાર્મિક ગતિવિધિઓને સમય આપી શકો છો. સામાજિક અને ધાર્મિક કાર્યો પ્રત્યે રસ વધશે. પરિવારમાં માંગલિક કાર્યોનું આયોજન થઇ શકે છે.

નેગેટિવઃ- કામને લઇને ઉચ્ચ અધિકારીઓનો દબાવ રહેશે. જેનાથી તણાવનો સામનો કરવો પડી શકે છે. નવા કાર્યોની શરૂઆત માટે સમય સારો નથી. લેણ-દેણથી બચવું અને રોકાણને લઇને સમજી-વિચારીને નિર્ણય લેવો. કોર્ટ-કચેરીના મામલે વિશેષ સાવધાની રાખવી.

લવઃ- કામકાજના ક્ષેત્રોમાં જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રોમાં સફળતા મળશે અને ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારી કાર્યશૈલીથી અધિકારી પ્રસન્ન રહેશે. પરિજનો સાથે પારિવારિક સમસ્યાઓનો ઉકેલ લાવવાથી તમને સુકૂન અનુભવાશે. ઘરેલૂ વાતાવરણ અનુકૂળ બની રહેશે. જૂના મિત્રો સાથે સુખદ મિલન થશે. સંતાન માટે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે.

નેગેટિવઃ- સહયોગી કાર્યમાં વ્યવધાન ઉત્પન્ન કરી શકો છો, માટે સંભાળીને રહેવાની જરૂર છે. કામમાં વધારે અને ભાગદોડની સ્થિતિ રહેવાથી માનસિક તથા શારીરિક રૂપથી થાકનો અનુભવ કરી શકો છો.

લવઃ- બિનજરૂરી પારિવારિક વિવાદ ઉત્પન્ન થવાની સંભાવના બની શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામનો વધારો રહેશે અને સહયોગીઓની મદદથી બધા કાર્યોમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- દાંતમાં રસી થઇ હોય તો લીમડાના પાણીથી દિવસમાં બેવાર કોગળા કરવાં.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, જેથી આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે. પોઝિટિવ વિચાર અને આત્મવિશ્વાસ કાર્યમાં સફળતા અપાવશે. આજે કામ વધારે રહેશે, પરંતુ તમારી યોગ્યતા અને ક્ષમતાઓનો ભરપૂર લાભ ઉઠાવશો અને કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો.

નેગેટિવઃ- જમીન-સંપત્તિના સોદા કરતાં પહેલાં વડીલોની સલાહ માની લેવી. પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. તમારું પારિવારિક જીવન થોડું સંઘર્ષમય રહી શકે છે.

લવઃ- પરિવારમાં બધાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરવો.
વ્યવસાયઃ- બેરોજગારને રોજગારના અવસર મળશે.
સ્વાસ્થ્યઃ- પીઠના દુખાવાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પરિવારમાં મંગળ કાર્યોનું આયોજન થઇ શકે છે. વાહન અથવા કોઇ પ્રકારની સંપત્તિ પણ ખરીદવાના યોગ બની રહ્યા છે. ઘરની સજાવટ માટે નવી વસ્તુઓની ખરીદારી કરી શકાય છે. પ્રોપર્ટી અને શેર બજારમાં રોકાણ લાભદાયક રહેશે.

નેગેટિવઃ- ઘરેલૂ જીવનમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં કોઇ સભ્ય સાથે મનમુટાવ થઇ શકે છે. સંબંધોમાં મધુરતા જાણવી રાખવા માટે સંયમ રાખવું જરૂરી છે.

લવઃ- દાંપત્ય જીવનને લઇને પણ સ્થિતિ ઘણી સારી રહેશે.
વ્યવસાયઃ- વેપાર-ધંધામાં લાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેજવાબદાર રહેવું નહીં.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ સારો રહેશે. મિત્રો સાથે મુલાકાત થશે અને તેમનો સહયોગ મળશે. લેખનકાર્ય માટે સમય સારો છે. આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો. વ્યક્તિગત જીવનમાં તાજગીનો અનુભવ થશે.

નેગેટિવઃ- કારોબાર પ્રત્યે ગંભીર રહેશો. નિદ્રાનો અભાવ રહેશે. કોઇ કામમાં મન લાગશે નહીં. આજે સહયોગિઓ પાસેથી મદદ મળી શકશે નહીં. તમારે તમારા મહત્ત્વપૂર્ણ પેપર સંભાળીને રાખવા પડશે.

લવઃ- પરિવારની સ્થિતિને સુદઢ બનાવવા પણ એક મોટી જવાબદારી છે.
વ્યવસાયઃ- કરિયરમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાન ઉપર નિયંત્રણ રાખો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે કાર્યક્ષેત્રમાં નવા વિચારો ઉપર અમલ કરવાનો અવસર મળી શકે છે. તમારા મનમાં છવાયેલાં ચિંતાના વાદળ હટવાથી તમારા ઉત્સાહમાં વૃદ્ધિ થશે. આજે ઉચ્ચ અધિકારી સાથે સારો સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ ફળદાયક રહેશે.

નેગેટિવઃ- અધિકારી વર્ગ તરફથી થોડો તણાવ ઉત્પન્ન થઇ શકે છે. શરીરમાં સ્ફૂર્તિ તથા પ્રફુલ્લતાનો અભાવ રહેશે. અનેકવાર શાંત રહેવામાં જ વ્યક્તિની ભલાઈ હોય છે.

લવઃ- પ્રેમની તાકાતને આજે તમે સમજશો અને તેમાં સફળ પણ થઇ શકો છો.
વ્યવસાયઃ- કરિયરને લઇને ઉતાર-ચડાવની સ્થિતિ જોવા મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા ઉત્પન્ન થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે જે કામથી યાત્રા કરશો, તેમાં સફળતા મળી શકે છે. રાજનીતિના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. તમારા બધા જ કામ યોગ્ય ચાલી રહ્યા છે કેમ કે, તમે તમારા કામને લઇને પહેલાંથી જ યોગ્ય યોજના બનાવી રાખી છે.

નેગેટિવઃ- બેકાર વાતોથી બચવું. સંબંધો વચ્ચે કડવાશ પેદા થાય નહીં તેનું ધ્યાન રાખવું. અચાનક આવતી પરેશાનીઓના કારણે મન વ્યાકુળ રહી શકે છે. વાહન સંભાળીને ચલાવવાં. થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- આજે તમારે વાણી પર સંયમ રાખવો.
વ્યવસાયઃ- નોકરી કરતાં લોકો અધિકારી વર્ગથી સાવધાન રહે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.

X
daily astrology predictions of 8th October 2019, Bejan daruwalla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી