8 નવેમ્બરનું રાશિફળ / શુક્રવારે મેષ જાતકોના અધૂરા કાર્યો પૂર્ણ થશે, ધન રાશિના લોકો માન-સન્માન પ્રાપ્ત કરશે

daily astrology predictions of 8th November 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Nov 08, 2019, 08:04 AM IST

ધર્મ ડેસ્કઃ 8 નવેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારા અધૂરા કાર્યો પૂર્ણ થશે. કામ કરવા માટે તમારું જુનૂન પણ વધશે. અત્યાર સુધી તમારા દ્વારા કરેલાં કઠોર પરિશ્રમના કારણે તમારું કાર્ય સિદ્ધ થશે અને સારી ઉપલબ્ધિ હાંસલ થશે. સફળતાના કારણે ઘરમાં તમારું સન્માન વધશે.

નેગેટિવઃ- તમારે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું પડશે. આવક વધવાથી તમારો ખર્ચ વધશે. તમારે બિનજરૂરી ખર્ચાથી દૂર રહેવાની જરૂર છે. આ સમયે વિરોધી સક્રિય રહેશે.

લવઃ- કાર્યસ્થળ પર વિપરિત લિંગ તરફ આકર્ષણ વધશે.
વ્યવસાયઃ- વેપારમાં વ્યસ્ત હોવા છતાં તમને આરામનો અનુભવ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેવાથી તમે કોઇપણ કાર્ય કરવામાં સક્ષમ રહેશો.

---------------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આજે તમે નિઃસ્વાર્થ ભાવથી સામાજિક કાર્યોમાં તન, મન, ધનથી તમારું યોજદાન આપશો. વ્યવસાયમાં તમે ધીમી પરંતુ સ્થિક ગતિથી આગળ વધશો.

નેગેટિવઃ- અસંતોષની ભાવના વધારે રહેશે. તમે ઘણુંબધું કામ કરવાની ઇચ્છા રાખો છો, જેના માટે શારીરિક શક્તિ પણ વધારે રાખવી પડશે. આ સમયે તમારે ધીરજથી કામ કરવાની જરૂર છે.

લવઃ- અંતિમ ચરણમાં પ્રેમનો પ્રસ્તાવ આપવા અથવા હ્રદયની ભાવનાઓને વ્યક્ત કરવા માટે સ્થિતિ અનુકૂળ રહેશે.
વ્યવસાયઃ- આર્થિક લાભ થશે.
સ્વાસ્થ્યઃ- શરીર અને મનમાં બેચેનીના કારણે તમારી પ્રગતિ થોડી ધીમી થશે.

---------------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- અટકાયેલાં કાર્યો અથવા પ્રશ્નોનું નિરાકરણ થશે. ઘરમાં કોઇ નવા સભ્ય અથવા મહેમાનનું આગમન થશે. નોકરિયાત લોકો ફાયદામાં રહેશે. તમારા સ્પર્ધીઓ અથવા વિરોધીઓ તમારી વિરૂદ્ઘ કોઇ ચાલ ચાલી શકે છે.

નેગેટિવઃ- તમારો જોશ અથવા ઉત્સાહ વધારે રહેશે. તમારી અંદર રચનાત્મકતા સારી હોવાના કારણે તમે વેપારમાં સારી પ્રગતિ પ્રાપ્ત કરી શકશો.

લવઃ- હાલ તમારા હ્રદયમાં પ્રેમની ભાવના સારી રહેશે.
વ્યવસાયઃ- તમારો ખર્ચ વધારે રહેશે, પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી.
સ્વાસ્થ્યઃ- એલર્જી, ત્વચા અને ગુપ્ત ભાગની બીમારી થઇ શકે છે.

---------------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે કામકાજ અને નોકરીના વ્યસ્ત સમય વચ્ચે પણ થોડો સમય કાઢીને મનોરંજન ઉપર ધ્યાન આપી શકો છો. આ સમયે તમે આવકમાં વૃદ્ધિ ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરશો અને તેના ઉપર અમલ પણ કરશો.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓએ થોડી મહેનત કરવાની જરૂર છે. તમારા ગુસ્સા અને આવેશના કારણે ભાગેદારીના કાર્ય ખરાબ થઇ શકે છે. પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલાં જાતકોને કામકાજમાં પરિવર્તનની જરૂર છે.

લવઃ- પ્રેમ સંબંધ અથવા દાંપત્ય સંબંધ માટે સાવચેત રહેવાનો સમય છે.
વ્યવસાયઃ- હાલ તમે કોઇ લાભની આશા રાખી શકો છો.
સ્વાસ્થ્યઃ- યાત્રા દરમિયાન ખાનપાનથી દૂર રહો.

---------------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- મિત્રો અને કુંટુંબીજનો સાથે તમરા બહારગામના કાર્યક્રમ બની શકે છે. નવા વસ્ત્ર, મોજ-મસ્તીની વસ્તુઓમાં ખર્ચ વધારે થશે. આ સમયે તમે ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને વાહન ખરીદી શકો છો.

નેગેટિવઃ- ટાર્ગેટ વધારે રહેવાથી નોકરિયાત લોકો પણ પરેશાન થશે. તમારે તમારા કામ કરવાની રીત બદલવી જોઇએ. સહકર્મીઓ તમારા વ્યવહારથી પરેશાન રહેશે. આ સમયે તમે વાણી ઉપર નિયંત્રણ રાખો.

લવઃ- તમારી અંદર અંહકાર અને જિદ્દી સ્વભાવને નિયંત્રિત કરવાની જરૂર છે.
વ્યવસાયઃ- શેર બજાર અથવા કોઇપણ સટ્ટા ગતિવિધિથી દૂર રહો.
સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યમાં સતત બદલાવ આવતાં રહેશે.

---------------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સરકારી કાર્યો, પ્રિંટિંગ, દવા, કેમિકલ્સ વગેરેમાં કાર્ય ધીમી ગતિથી થશે. વાહન, મશીનરી, રિયલ એસ્ટેટ વગેરેમાં ફાયદો થઇ શકે છે. મનોરંજન અને વૈભવી જીવનશૈલી પાછળ ખર્ચ થાય તેવી સંભાવના છે.

નેગેટિવઃ- અચાનક ખર્ચ વધવાથી તમે પરેશાન રહી શકો છો. નવું કામ શરૂ કરવા માટે હાલ સમય શુભ નથી. કોસ્મેટિક્સ, સજાવટનો સામાન, વાહનની ખરીદી, લાલ રંગની વસ્તુઓ, ડેકોરેશન, હોટલ અને બ્યૂટી પાર્લર જેવા કાર્યોમાં મંદી રહેશે.

લવઃ- આ સમયે પ્રેમ સંબંધોમાં અચાનક બદલાવનો સમય છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારી સૂઝ-બૂઝ સારી હોવાના કારણે તમે હાલ જે કામ કરો છો, તેમાં આગળ વધી શકશો.
સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ, છાતિમાં દુખાવો હોય તો આ સમયે સાવધાન રહેવું.

---------------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- વારસાગત સંપત્તિ, સરકારી કામકાજ અથવા કાનૂન દ્રષ્ટિકોણથી સારો ફાયદો છે. પરિવાર સાથે કોઇ નાની યાત્રા પર જવાનો કાર્યક્રમ બની શકે છે. પોતાની સંભાળ અથવા વસ્ત્ર, ઘરેણાં વગેરેની ખરીદારી પર ખર્ચ કરવાની પ્રબળ સંભાવના છે.

નેગેટિવઃ- તમારે તમારો આત્મવિશ્વાસ અને ઉત્સાહને વધારવાનો રહેશે. કામકાજના સિલસિલામાં ગ્રહોની સ્થિતિ સારી છે. આજે તમારા હાથે લાગતાં અવસર હાથમાંથી છૂટી શકે છે.

લવઃ- તમારા ગુસ્સાને અંકુશમાં રાખો.
વ્યવસાયઃ- પ્રોફેશનલ દ્રષ્ટિએ છેલ્લાં થોડાં સમયથી તમારું પરફોમન્સ ઘણું સારું રહેશે.
સ્વાસ્થ્યઃ- વીજળીનો કરંટ લાગે તેવી સંભાવના છે.

---------------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત અથવા કોઇ વરિષ્ઠ વ્યક્તિ સાથે સંબંધોમાં ઘનિષ્ઠતા બાંધીને તમે કાર્યોમાં ગતિ લાવી શકો છો. તમે એકસાથે અનેક મોટી ગુત્થીઓ ઉકેલી શકો છો.

નેગેટિવઃ- તમારી આવક હાલ ખૂબ જ ધીમી ગતિથી આગળ વધી રહી છે અને થોડાં સમયથી કાનૂની ખર્ચ, સરકારી પ્રશ્નો, ટેક્સ, વડીલો અથવા વરિષ્ઠો વગેરેના કાર્યોમાં ખર્ચ વધી રહ્યા છે.

લવઃ- આ સમયે મિત્રો અને સાર્વજનિક જીવનમાં પરિચિતોની સંખ્યા વધવાની વિશેષ સંભાવના છે.
વ્યવસાયઃ- તમે સૌંદર્ય પ્રસાધન, વસ્ત્ર, આભૂષણ, બ્યૂટી ટ્રીટમેન્ટ વગેરે ઉપર ખર્ચ કરવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય આજે સારું રહેશે.

---------------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારી સ્થિતિમાં સુધાર આવશે. તમે આ મહિને ભરપૂર માન-સન્માન પ્રાપ્ત કરશો. દાંપત્યજીવન ખુશહાલ બની રહેશે. વેપાર કે નોકરીમાં તમે વધારે રચનાત્મક રૂપથી આગળ વધી શકો છો. વિદેશી અને દૂર સ્થાનના કાર્યોમાં ધ્યાન આપવાની જરૂર છે.

નેગેટિવઃ- નોકરિયાત લોકોને વરિષ્ઠ લોકોનો સહયોગ ઓછો મળશે. તમારી આવક ખૂબ જ સીમિત રહેશે અને જ્યાંથી અપેક્ષા છે ત્યાંથી રૂપિયા મળી શકશે નહીં.

લવઃ- પારિવારિક સભ્યો અને બાળકો સાથે કોઇ વાતને લઇને નિરાશા રહેશે.
વ્યવસાયઃ- તમારો દૈનિક આવકનો સ્ત્રોત સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે તમારે સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડશે.

---------------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો તમે તીર્થયાત્રા પર ક્યાંક બહાર જવા માંગો છો તો તમારી આ ઇચ્છા સમયે પૂર્ણ થઇ શકે છે. તમને એક બ્રેક મળશે, જેનાથી તમારું મન હળવું થઇ જશે. તમારી ઉપર લાગૂ થતાં અનેક વિષયો જેવા, માં, માતૃભૂમિ, અચલ સંપત્તિ, પરિવહન કૌશલ વગેરે ઉપર આત્મવિશ્વાસ સાથે કામ કરશો.

નેગેટિવઃ- ગુસ્સો કરવાથી નુકસાન થવાની આશંકા બની રહેશે. આજે તમારી કોઇ બદનામી કરે તેવું કામ કરશો નહીં. આજે ગેરસમજના કારણે કોઇ સાથે તમારે ઝગડો થઇ શકે છે.

લવઃ- સ્ત્રી મિત્રો સાથે આ મહિને તમારી મુલાકાત સારી રહેશે.
વ્યવસાયઃ- નવા કાર્યની શરૂઆત માટે અન્ય લોકો ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- બીમાર જાતકોને કોઇપણ પ્રકારના ઓપરેશનથી દૂર રહેવું જોઇએ.

---------------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- અધૂરા કાર્યો પૂર્ણ થશે. નોકરી અને વ્યવસાયમાં સહકર્મિઓનો સંપૂર્ણ સહયોગ મળશે. નોકરી અને વ્યવસાય સ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે અને આવકમાં વૃદ્ધિના પણ યોગ છે.

નેગેટિવઃ- નોકરી કરતાં જાતકોને સહકર્મિઓનો સહયોગ મળશે. ટાર્ગેટ પૂર્ણ ન થવાથી અધિકારી તમારાથી નિરાશ થઇ શકે છે. ધીમે-ધીમે તમારી સ્થિતિમાં સુધાર થશે. વિરોધી તમને પરાજિત કરવા માટે નવી-નવી રીત શોધશે.

લવઃ- સામાજિક સ્તર પર પણ તમે ખૂબ જ સક્રિય રહેશો.
વ્યવસાયઃ- વ્યાવસાયિક પ્રગતિ માટે સમય અનુકૂળ છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક સ્વાસ્થ્ય ખરાબ રહેશે.

---------------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- વિત્તિય સ્થિતિ અને સ્વાસ્થ્યમાં સુધારથી તમને આનંદ અનુભવ થશે. પ્રારંભિક બાધાઓ બાદ તમને સફળતા મળશે. તમે પરિવારના કામ પર વધારે ધ્યાન આપ્યા બાદ શાંતિ અનુભવ કરશો.

નેગેટિવઃ- આવક કરતાં ખર્ચ વધારે હોવાના કારણે હંમેશાં વિત્તીય સંકટની સ્થિતિ રહેશે. પારિવારિક સભ્યો સાથે કોઇ વાતને લઇને મન નિરાશ રહેશે. તેની પાછળ આકસ્મિક ખર્ચ થવાથી તમારી સ્થિતિ ડગમગી શકે છે.

લવઃ- દાંપત્યસુખ ઉત્તમ રહેશે.
વ્યવસાયઃ- તમને તમારા કાર્યથી થોડો થાક અનુભવ થશે.
સ્વાસ્થ્યઃ- અનિદ્રાની ફરિયાદ છે તો મેડિટેશન કરો

X
daily astrology predictions of 8th November 2019, Bejan daruwalla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી