7 ઓક્ટોબરનું રાશિફળ / બેજાન દારૂવાલા પ્રમાણે, સપ્તાહની શરૂઆત બારેય રાશિના જાતકો માટે અતિ શુભ રહેશે

daily astrology predictions of 7th October 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Oct 07, 2019, 08:35 AM IST

ધર્મ ડેસ્કઃ 7 ઓક્ટોબર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ સારો રહેશે. મિત્રો સાથે મુલાકાત થશે અને તેમનો સહયોગ મળશે. લેખનકાર્ય માટે સમય સારો છે. તમે તમારી આસપાસ પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. કાર્યશૈલીમાં રચનાત્મકતા તમને કાર્યજીવનમાં પ્રગતિ માટે પ્રરિત કરી શકે છે.

નેગેટિવઃ- આકસ્મિક ખર્ચ વધવાથી તમે તણાવ અનુભવ કરશો. બિનજરૂરી ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. નવા કાર્યની શરૂઆત કરવી નહીં. સારા સમયની રાહ જોવી.

લવઃ- મૂડ ફ્રેશ કરવા માટે જીવનસાથીને ક્યાંક ફરવા અથવા સિનેમા બતાવવા માટે લઇ જાવ.
વ્યવસાયઃ- તમે વેપારના કાર્યમાં વ્યસ્ત રહેશો અને વેપારમાં લાભ મળશે.
સ્વાસ્થ્યઃ- બીમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધાર થશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સમજી-વિચારીને લીધેલો નિર્ણય તમારા જીવનમાં પોઝિટિવ બદલાવ લઇને આવશે. ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ પ્રમોશન સ્વરૂપે મળી શકે છે. કોઇ જૂના સાથી સાથે મુલાકાત પણ આશ્ચર્યચકિત કરી શકે છે. કામકાજ માટે સમય સારો છે.

નેગેટિવઃ- સંપત્તિના રખરખાવ પર ખર્ચ વધી શકે છે. પારિવારિક જવાબદારીઓ વધશે. કાર્યસ્થળ પર કાર્યભાર રહેશે અને સફળતા મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે.

લવઃ- તમે જીવનસાથી સાથે તાલમેલ બનાવવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- નોકરી કરતાં લોકોને અધિકારી વર્ગ પાસેથી ફાયદો મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમારી માટે સારો રહેશે. તમે ખૂબ જ પ્રસન્ન રહેશો અને ભવ્યતા અને સભ્યતા પર ભાર આપશો. મહેનત અને લગનથી લક્ષ્ય પૂર્તિમાં સફળ રહેશો. કાર્યોમાં સફળતા મળશે. લાંબા સમયથી ચાલી રહેલાં કાનૂની વિવાદ પૂર્ણ થશે.

નેગેટિવઃ- કોઇ નવા કાર્યની શરૂઆત કરવી નહીં. કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં મોડું થવાથી નિરાશ થઇ શકો છો. કોર્ટ-કચેરી સાથે સંબંધિત કાર્યોમાં ભાગ લેવો પડી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં તાલમેલની સ્થિતિ બનશે.
વ્યવસાયઃ- નોકરીમાં પ્રમોશનના યોગ છે.
સ્વાસ્થ્યઃ- ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમે તમારી ભાવનાઓમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. બધા જ કાર્યો સરળતાથી પૂર્ણ થશે, જેનાથી પોતાની ઉપર વિશ્વાસ વધશે. પરિવારમાં કોઇ મોટું આયોજન થઇ શકે છે, જેમાં તમારી ઉપર વધારે જવાબદારી આવી શકે છે.

નેગેટિવઃ- શારીરિક સ્ફૂર્તિનો અભાવ થઇ શકે છે અને માનસિક રૂપથી પણ ચિંતા બની રહી શકે છે. થોડી સમસ્યાઓ આવશે, અંતમાં બધું જ ઠીક થઇ જશે. આર્થિક સ્થિતિ નબળી થઇ શકે છે.

લવઃ- નવી રિલેશનશિપમાં ક્યારેય ઉતાવળ કરવી નહીં.
વ્યવસાયઃ- વેપારને વિકસિત કરવા વિશે ધ્યાન આપવું.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- માનસિક રૂપથી આનંદની અનુભૂતિ થશે. નવી જગ્યાઓ ઉપર ભ્રમણ પર જઇ શકો છો. મિત્રોનો સાથ ઉત્સાહિત રાખશે. પ્રતિસ્પર્ધામાં આગળ રહેવું. કળા કૌશલને બળ મળશે. કારોબારમાં સારો લાભ મેળવી શકો છો. અટકાયેલાં કાર્યો પૂર્ણ થશે.

નેગેટિવઃ- ગુસ્સા ઉપર સંયમ રાખશો તો વિવાદોથી બચી શકો છો. સંબંધોના કારણે તણાવ ઉત્પન્ન થઇ શકે છે. ધાર્મિક યાત્રા પર જઇ શકો છો, જેમાં વધારે ધન ખર્ચ થવાની સંભાવના રહેશે.

લવઃ- શરૂઆતમાં પાર્ટનર ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં.
વ્યવસાયઃ- કારોબારમાં સારો નફો અને નોકરીમાં પ્રમોશનના યોગ છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહેશે.
--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- શુભ કાર્ય કરવાની પ્રેરણા મળશે અને લેખન-વાંચન જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. પરિશ્રમનું સારું પરિણામ મળશે. કામમાં તત્પરતા અને કુશળતા તમારી પ્રગતિમાં મદદગાર થશે. આધ્યાત્મ અને મેડિટેશન તરફ રસ વધશે.

નેગેટિવઃ- ખર્ચ વધવાથી તણાવમાં રહી શકો છો. વાણી ઉપર સંયમ રાખવો. વિદ્યાર્થીઓ માટે સમય મહેનત કરવાનો રહેશે. મહેનત અને ભાગ-દોડ વધારે કરવી પડશે.

લવઃ- પ્રિય વ્યક્તિ સાથે હોવાથી તમે ખુશ રહેશો.
વ્યવસાયઃ- નોકરી શોધવાનો પ્રયાસ સફળ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે ધર્મ-ધ્યાનમાં સમય વિતાવવો. મિત્રો સાથે મુલાકાત સારી રહેશે. પરિસ્થિતિઓ પ્રમાણે તમે પોતાને ઢાળવાની કોશિશ કરો. સ્વાભિમાની સ્વભાવ લોકપ્રિયતા અપાવામાં મદદગાર થશે. કોર્ટમાં કોઇ જૂનો મામલો ચાલી રહ્યો છે તો તેનો જલ્દી ઉકેલ આવી શકે છે.

નેગેટિવઃ- નેગેટિવ વિચારોને છોડીને તમારી ક્ષમતાઓનો પૂર્ણ ઉપયોગ કરો. સમજી-વિચારીને કોઇ નિર્ણય લેશો તો સારું રહેશે. કોઇ નવું કામ શરૂ કરશો નહીં.

લવઃ- વ્યક્તિગત સંબંધ પરિવારમાં વિવાદનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં નવા રોકાણનો અવસર મળશે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાન ઉપર વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.
--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- વેપારમાં વિકાસ થવાથી મનમાં આનંદ છવાયેલો રહેશે. કાર્યમાં પ્રતિકૂળતાઓમાં વૃદ્ધિ થશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે અને પરિજનોનો ભરપૂર સહયોગ મળશે. આનંદ-પ્રમોદ તથા મનોરંજક પ્રવૃત્તિથી મન ખુશ રહેશે.

નેગેટિવઃ- કારોબારમાં થોડી પરેશાનીઓનો સામનો કરવો પડશે. ધનનો ખર્ચ વધારે થવાથી મન દુઃખી રહેશે. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખવો.

લવઃ- તમારી સાથી આ સમયે તમને ખુશ કરવાની કોશિશ કરી શકે છે.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે અને આર્થિક લાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ કારોબારીઓ માટે સારો રહેશે. આર્થિક લાભના પ્રબળ યોગ બની રહ્યા છે. પારિવારિક વાતાવરણ આનંદદાયક રહેશે. કાર્યક્ષેત્ર સાથે સંબંધિત યાત્રા પર જવાનું થઇ શકે છે, જે સફળ રહેશે. ધાર્મિક કાર્યોમાં રસ લેશો. સમાજમાં પ્રતિષ્ઠા વધશે.

નેગેટિવઃ- ઘરમાં પરેશાનીઓ આવી શકે છે, પરંતુ સાથીને નાની-નાની વાતો માટે સંભળાવવાનું ટાળો. કામકાજમાં વધારે તણાવના લીધે પરિવારની જરૂરિયાતો અને ઇચ્છાઓને મારવી નહીં. આધ્યાત્મિકતાનો આશ્રય લેવાથી મન શાંત રહેશે.

લવઃ- પરણિતાઓ તેમના જીવનસાથીને કોઇ સરપ્રાઇઝ આપવા વિશે વિચારી શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં નવા સોદા થાય તેવી સંભાવના બનશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકશો નહીં.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કામમાં મન લાગશે અને મહેનત પ્રમાણે પરિણામ મળશે. અટકાયેલાં કાર્યો શરૂ થશે, જેનાથી મનમાં ઉત્સાહ રહેશે. દાંપત્ય જીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થશે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં રસ લઇ શકશો. આર્થિક વિષયોને વ્યવસ્થિત રૂપથી આયજોન કરી શકશો.

નેગેટિવઃ- વાણી ઉપર સંયમ રહેશે નહીં તો મન દુઃખી થશે. તમારો ઉગ્ર અને અસંયમિત વ્યવહાર તમારી માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. સંબંધીઓ સાથે કોઇ અનિષ્ટ ઘટના બની શકે છે.

લવઃ- પ્રેમ સબંધને લઇને સ્થિતિ સારી રહેશે.
વ્યવસાયઃ- વેપારમાં પ્રમોશનના યોગ છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમે બાળકોની ઉપચાર કરવાની શક્તિ મહેસૂસ કરશો. તેઓ આધ્યાત્મિક રીતે ધરતી ઉપર સૌથી વધારે તાકાતવર અને ભાવનાત્મક લોકો છે. તેમની સાથે તમે પોતાને ઊર્જાથી ભરપૂર મેળવશો. આજના દિવસે શરૂ કરેલું નિર્માણ કાર્ય સંતોષજનક રૂપથી પૂર્ણ થશે.

નેગેટિવઃ- મનોરંજનના કાર્યોમાં ધન ખર્ચ થઇ શકે છે. તમારો ગુસ્સો અને ઉતાવળના કારણે નુકસાન ઊઠાવવું પડી શકે છે. જો તમે નિષ્ણાતોની સલાહ વિના રોકાણ કરશો, તો નુકસાન થશે જ.

લવઃ- જીવનસાથી સાથે સંવાદ કાયમ કરવો મુશ્કેલ સિદ્ધ થશે.
વ્યવસાયઃ- કારોબારમાં આર્થિક લાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મિશ્રિત ફળદાયી છે. દિવસ રોમાંચક બનાવવા માટે નજીકના મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવશો. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે, જે લાભદાયક સિદ્ધ થશે. સંતાનની પ્રગતિના સમાચાર મળશે. સામાજિક અને ધાર્મિક કાર્યો પ્રત્યે રસ વધશે.

નેગેટિવઃ- કામ વધારે રહેશે, જેનાથી ભાગદોડ કરવી પડશે. લેણ-દેણમાં સાવધાની રાખવી અને કોર્ટ-કચેરીના કાર્યોથી બચવું. વાહન સંભાળીને ચલાવવું. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે નહીં.

લવઃ- એકબીજા પ્રત્યે ભાવ-વિભોર થઇ શકો છો.
વ્યવસાયઃ- નોકરીમાં આગળ વધવાના અવસર પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.

X
daily astrology predictions of 7th October 2019, Bejan daruwalla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી