7 નવેમ્બરનું રાશિફળ / ગુરૂવારનો દિવસ સિંહ જાતકો માટે અતિશુભ રહેશે, અચાનક ધનલાભ થઇ શકે છે

daily astrology predictions of 7th November 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Nov 07, 2019, 09:04 AM IST

ધર્મ ડેસ્કઃ 7 નવેમ્બર, ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- વેપારીઓ માટે દિવસ સારો રહેશે. જીવનસાથી પાસેથી સહયોગ મળશે. પરિવારનું વાતાવરણ સુખમય રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નોકરિયાત લોકોમાં ઉત્સાહ બની રહેશે. જીવનસાથી સાથે મધુર સંબંધ બંધાશે. માતા-પિતા સાથે સંબંધ અને ભાઇ-બહેન વગેરે સાથે સંબંધ સારા થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇપણ નિર્ણય લેવામાં ઉતાવળ કરવાથી બચો. નોકરિયાત લોકોને પ્રતિદ્વંદ્વિઓ અને હિતશુત્રુઓથી પરેશાની થશે, પરંતુ તમે તમારી કર્તવ્યનિષ્ટાથી તમારો રસ્તો બનાવી લેશો. આર્થિક બાબતોને લઇને ચિંતા કરવાની જરૂર નથી.

લવઃ- તમારે ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે.
વ્યવસાયઃ- કારોબારમાં આર્થિક લાભના અવસર મળશે.
સ્વાસ્થ્યઃ- લાંબી બીમારીથી પીડિત લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પરિવારનું વાતાવણ સારું રહેશે. જીવનસાથી પાસેથી સહયોગ પ્રસન્નતા મળશે. કારોબારમાં સારો નફો અને નોકરીમાં ઉન્નતિ મળવાની સંભાવના રહેશે. આકસ્મિક ધનલાભના યોગ પણ રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. ઘરમાં માંગલિક કાર્ય થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ લાંબી યોજનાઓને અંજામ આપવાની કોશિશ તમે કરશો નહીં. બિનજરૂરી વિચારોના કારણે થોડી પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે. તમે તમારા લક્ષ્યનો પીછો કરવાનો પ્રયાસ કરતાં રહો.

લવઃ- સાથી તમારાથી નિરાશ થાય નહીં તેનું ધ્યાન રાખવું.
વ્યવસાયઃ- કારોબારમાં લાભકારી સોદા થશે.
સ્વાસ્થ્યઃ- માઇગ્રેન, આંખમાં બળતરા અને જીભમાં છાલાની સમસ્યા થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- લાંબા સમયથી પ્રયાસરત કાર્યોમાં સફળતા મળશે. આવકમાં વૃદ્ધિ થવાથી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. ખર્ચ વધશે. પરિવારના સુખ માટે ખર્ચ કરવાની પ્રબળ સંભાવના છે.

નેગેટિવઃ- માનસિક અશાંતિ અને તણાવપૂર્ણ સ્થિતિ પણ ઉત્પન્ન થઇ શકે છે. મન વિચલિત થવાના કારણે કાર્ય ક્ષેત્રમાં વ્યવધાન ઉત્પન્ન થઇ શકે છે તથા તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો.

લવઃ- જીવનસાથી સાથે મધુર ક્ષણ વિતાવવાનો અવસર મળશે.
વ્યવસાયઃ- વેપારીઓને થોડી મુશ્કેલીઓ આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- એસિડિટી અને પગના તળિયામાં સોજા વધી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પારિવારિક જવાબદારી પૂર્ણ કરશો. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. શેર બજારથી લાભ મળવાની સંભાવના રહેશે. મહેનતથી કાર્યોમાં સફળતા મળશે. હળવા વિષયોના કારણે અભ્યાસમાં મન લાગશે. અચાનક ધનલાભના યોગ બનશે.

નેગેટિવઃ- નવું રોકાણ કરવાથી બચવું. જૂના રોકાણથી લાભ મળશે. ધન અચલ સંપત્તિને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહી શકે છે. કાર્ય વ્યવસાયને લઇને સજાગ રહેવું.

લવઃ- પ્રેમ સંબંધને મધુર બનાવવા માટે તમારે વધારે પ્રયાસ કરવા પડશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડું પરેશાન થવું પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- જે લોકોને પગની સમસ્યા છે તેમને રાહત મળશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આકસ્મિક ધનલાભના યોગ બનશે. જૂનું રોકાણ, જૂના મિત્રો અથવા સંબંધોથી લાભ મળી શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી સારો નફો થશે. નોકરીમાં સ્થિતિ સારી રહેશે નહીં. પરિવારની સમસ્યા પણ વધારે રહેશે.

નેગેટિવઃ- તમારા સગા-સંબંધીઓ સાથે મધુર સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરો. જેથી સમય પ્રમાણે તેમની સેવા અને સહયોગ મેળવી શકાય. તમે જાતે જ કોઇ કાર્યને સફળ બનાવવાનો પ્રયાસ કરી શકો છો.

લવઃ- કુંવારા લોકોને માનસિક તણાવમાં વૃદ્ધિ થઇ શકે છે.
વ્યવસાયઃ- પરિવાર અને કામની ગતિવિધિઓ વચ્ચે એક સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરો.
સ્વાસ્થ્યઃ- ભારે વજન ઉઠાવવું નહીં.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કારોબારમાં મોટો સહયોગ પ્રાપ્ત થશે. નવી યોજનાઓ લાભ આપશે. ઉતાવળમાં લીધેલાં નિર્ણય નુકસાન કરાવી શકે છે. તમે આ મહિને તમારા ભાવનાત્મક અને વ્યક્તિગત મામલે ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં.

નેગેટિવઃ- કોઇ કાર્ય વ્યવસાયમાં એકબીજા ઉપર વિશ્વાસ કરવો તથા પૂર્ણ વિશ્વાસ સાથે કાર્ય કરવું સફળતા તરફ લઇ જશે. તમે આ મહિને ધન અચલ સંપત્તિ પ્રાપ્ત કરી શકશો.

લવઃ- પ્રિયતમ તમારી ભાવનાઓની કદર કરશે અને દરેક જરૂરી કામમાં તે તમારી સાથે ઊભા રહેશે.
વ્યવસાયઃ- તમે કોઇપણ કાર્યને જવાબદારી પૂર્વક કરશો.
સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો તથા ત્વચા સાથે સંબંધિત ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારા કરિયર અને વ્યવસાયમાં નવી ઊંચાઇઓ સુધી પહોંચવા માટે તમે તૈયાર રહેશો. જોકે, આ બધું તમારા આયોજન કૌશલ અને દ્રષ્ટિકોણ ઉપર નિર્ભર કરે છે. એકવાર જ્યારે તમે તમારું લક્ષ્ય નક્કી કરી લેશો અને તેને હાંસલ કરવા માટે આગળ વધશો ત્યારે તમને કોઇ રોકી શકશે નહીં.

નેગેટિવઃ- ક્યારેક કોઇ ઉપર બિનજરૂરી શંકા કરવાના કારણે તમારી માટે અનેક પ્રકારની પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે. તમે તમારા કામકાજને લઇને પણ શંકાશિલ રહી શકો છો જે તમારી માટે નુકસાનદાયક રહેશે.

લવઃ- પરિણત લોકોને જીવનસાથી તરફથી કોઇ પ્રકારનો લાભ મળશે.
વ્યવસાયઃ- ઉચ્ચ શ્રેણીના લોકો સાથે મુલાકાત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- શરદી-તાવ વગેરે બીમારી રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારે ઉપલબ્ધ અવસરોનો સર્વોત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઇએ. જો તમે એક ઉચ્ચ શિક્ષા અને તમારા ગમતાં વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ સુરક્ષિત કરવા માંગો છો તો તે અંગે યોજના બનાવવા માટે સમય સારો છે.

નેગેટિવઃ- માનસિક પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે. કોઇપણ કાર્યને સમજી-વિચારીને કરવાનો પ્રયત્ન કરો. જેમાં તમને સારી સફળતા મળે. માનસિક પરેશાનીઓ આજે વધી શકે છે.

લવઃ- તમારે પ્રેમ સંબંધોમાં થોડું સંભાળીને ચાલવું પડશે.
વ્યવસાયઃ- તમારી આક્રમકતા ચરમ પર રહેશે.
સ્વાસ્થ્યઃ- માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા ઉત્પન્ન થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- નોકરી કરતાં લોકોને સારી વેતન વૃદ્ધિ અને પ્રમોશન મળવાની આશા છે. આ સિવાય તમે આજે કોઇ મોટો નિર્ણય લઇ શકો છો. તમે એક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા માટે આકરી મહેનત કરશો અને તમારું સંપર્ક ક્ષેત્ર તે બાબતે એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

નેગેટિવઃ- કાર્ય વ્યવસાયને લઇને ઉતાર-ચઢાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે પરંતુ અચાનક ધન પ્રાપ્ત થવાની સંભાવના વધારે છે. તમે તમારી ઉપર વિશ્વાસ રાખીને કામકાજને દિશા આપવાનો પ્રયાસ કરો.

લવઃ- આ સમયે તમારે તમારા દાંપત્ય જીવનને ગંભીરતાથી લેવાની જરૂર છે.
વ્યવસાયઃ- આર્થિક લાભના યોગ બનશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આવકનો પ્રવાહ થોડો ઓછો થઇ શકે છે. તમારી વિત્તીય સ્થિતિ અને અન્ય ક્ષેત્રોમાં સુધાર થશે. તમે જરૂરી બાબતો ઉપર ખર્ચ કરવા માટે સક્ષમ રહેશો અને વિલાસિતાના સામાન ઉપર પણ થોડો ખર્ચ કરશો.

નેગેટિવઃ- ભૂમિ વાહન વગેરેની સુખ-સુવિધામાં વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે. રાજનૈતિક ક્ષેત્રમાં તણાવ ઉત્પન્ન થવાની સાથે-સાથે વિવાદ પણ ઉત્પન્ન થઇ શકે છે. આ સમયે તમારે સામાન્ય વ્યવહાર રાખવો.

લવઃ- સાથી આજે તમારી પાસે કોઇ ડિમાન્ડ કરી શકે છે.
વ્યવસાયઃ- ધનની બચત કરવામાં કોઇ પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને કોઇ ચિંતા કરવાની જરૂર નથી.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. કારોબારમાં આર્થિક લાભની સંભાવના છે. સહકર્મિઓનો સહયોગ મળશે. પરિજનો સાથે ધન ખર્ચ થવાની સંભાવના રહેશે. નવા કાર્યોની શરૂઆત કરી શકો છો.

નેગેટિવઃ- બિનજરૂરી કોઇ પ્રકારના ઘરેલૂ વિવાદમાં પડવાની કોશિશ કરશો નહીં. ધન પ્રોપર્ટીને લઇને કોઇ મોટો વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. વિવાદ ઊભો થાય તે પહેલાં જ તેનો ઉકેલ લાવવાની કોશિશ કરો.

લવઃ- વૈવાહિક જીવનમાં જીવનસાથીને તમારી કોઇ વાત ઉપર ગુસ્સો આવી શકે છે.
વ્યવસાયઃ- લાભ મેળવવા માટે ઉતાવળે કોઇ કાર્ય કરવું નહીં.
સ્વાસ્થ્યઃ- આ સમયે વાહન વગેરેનો ઉપયોગ સાવધાની પૂર્વક કરો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- જો તમે સહનશીલ પ્રવૃત્તિ રાખશો તો કોઇ ખાસ પરેશાની રહેશે નહીં. દૂર રહેતાં લોકો સાથે તમે સંચારના આધુનિકા માધ્યમો જેમ કે, ફેસબૂક કે વ્હાટ્સે દ્વારા વાત કરી શકો છો.

નેગેટિવઃ- ઘરમાં બધા સાથે સારું સામંજસ્ય જાળવી રાખવાનો પ્રયત્ન કરો. પારિવારિક સ્થિતિઓ પ્રતિકૂળ રહી શકે છે, જેના કારણે બિનજરૂરી જ કોઇ પ્રકારનો વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ- દાંપત્ય સુખ માટે સમય સારો છે.
વ્યવસાયઃ- સાહસ અને પરાક્રમ સાથે કરેલાં કાર્યોથી સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- લોહી સંબંધી કોઇ વિકાર ઉત્પન્ન થઇ શકે છે.

X
daily astrology predictions of 7th November 2019, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી