તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Daily Astrology Predictions Of 7 February 2020, Bejan Daruwalla

શુક્રવારે દેવી કૃપાથી મકર જાતકોનું ઘર કે ગાડી લેવાનું સપનું પૂર્ણ થશે, રાજનૈતિક લાભ મળશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 7 ફેબ્રુઆરી, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- એકબીજા સાથે ઘર-પરિવારમાં સામંજસ્ય સારું થઇ શકે તેનો પ્રયાસ સફળ થઇ શકે છે. પારિવારિક સ્થિતિઓ અનુકૂળ રહેશે. રાજનીતિ સાથે જોડાયેલાં લોકો રાજનૈતિક લાભ પ્રાપ્ત કરી શકે છે. 

નેગેટિવઃ- મનોદશ બદલતી રહેશે જેના કારણે કોઇ ગંભીર નિર્ણય લેવાથી બચવું. જીવન પ્રત્યે પોઝિટિવ દ્રષ્ટિકોણ તમને દરેક સ્થિતિમાં સફળતા અપાવશે. યાદ રાખો દરેક દિવસ સારો હોતો નથી.

લવઃ- પ્રેમીજન તરફથી કોઇ સારી ભેટ પ્રાપ્ત થઇ શકે છે.
વ્યવસાયઃ- આ સમયે તમે કોઇ એવા કામને શોધશો જે તમને સંતુષ્ટિ પ્રદાન કરશે.
સ્વાસ્થ્યઃ- રોગમાંથી છુટકારો મેળવવા માટે ધન ખર્ચ કરવું પડી શકે છે.
--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આધ્યાત્મિક ક્ષેત્રમાં વિકાસ થઇ શકે છે. ધર્મ-કર્મમાં રસ વધવાથી કામકાજના ક્ષેત્રમાં મન એકાગ્રચિત રહેશે. જેનાથી આર્થિક લાભ પ્રાપ્ત થવાની સંભાવના સારી બની શકે છે.

નેગેટિવઃ- સમજી-વિચારીને જોખમ ઉઠાવો. આજે તમારું જીવન વ્યસ્ત રહેશે. એક કુશળ કાર્યકર્તા સ્વરૂપે તમારું પ્રાથમિક લક્ષ્ય વિના રોકાણ કે ઊર્જાના નુકસાન વિના લાભ વધારનાર રહેશે.

લવઃ- સમય પ્રમાણે તમારા મનની વાત કરો.
વ્યવસાયઃ- રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવાનું વિચારો, ભવિષ્યમાં ફાયદો થશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઇ પરેશાનીનું કારણ બની શકે છે.
--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારા માટે આજનો દિવસ ભાવનાત્મક રૂપથી સંતોષજનક થશે. ઘરેલુ મામલાઓમાં સમય પસાર કરવાથી આનંદ મળશે. આ સમયે તમારું મન અને હ્રદય માત્ર તમારા નિવાસ સ્થાન ઉપર કેન્દ્રિત છે.

નેગેટિવઃ- આજે ફાલતૂ ખર્ચ તમને ભારે પડી શકે છે. આજે ભૌતિક સુખ તમને આનંદ આપશે. તમારી અંદર આવકથી વધારે ખર્ચ કરવાની પ્રવૃતિ વિકસિત થઇ શકે છે.

લવઃ- તમારા ફાલતૂ ખર્ચને ઓછા કરો અને લાલચ અથવા ભાવુક અસુરક્ષાથી સંબંધ ખરાબ કરશો નહીં.
વ્યવસાયઃ- હવે તમારી ક્ષમતા અને વ્યક્તિત્વ સંપૂર્ણ આકર્ષણમાં રહેશે.
સ્વાસ્થ્યઃ- ઈજા પહોંચી શકે છે.
--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારો નિસ્વાર્થ પ્રેમ, ઉત્સાહ અને યોગ્યતાની બધા પ્રશંસા કરશે. તમારા માતા-પિતા અથવા તેની સમાન કોઇ વ્યક્તિ સાથે તમારા સંબંધમાં સંતુષ્ટિ અનુભવ કરશો. તમારા દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન તમારી યોજનાઓને આગળ વધારવામાં મદદ કરશે.

નેગેટિવઃ- સંઘર્ષો ભરેલાં જીવનના આ ચરણમાં તમે પોતાને અચાનક નિરાશ અનુભવ કરી શકો છો. જો તમે તમારા અતીતમાંથી બહાર આવવામાં સમર્થ છો, તો તમે તમારા જીવનની દરેક સમસ્યાથી બહાર આવી શકશો.

લવઃ- આજે તમે આરામ અથવા મનોરંજનના મૂડમાં છો.
વ્યવસાયઃ- નવા અવસર તમારી રાહ જોઇ રહ્યા છે.
સ્વાસ્થ્યઃ- ભયના કારણે પરેશાની થઇ શકે છે.
--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સુસ્ત રહેવું અને આરામ કરવું આ સમયે તમને આકર્ષિત કરી રહ્યું છે. તમે તમારા રચનાત્મક પક્ષને સામે લાવવા માટે તૈયાર છો. આજે તમે એવું અનુભવ કરશો કે તમારી આસપાસ કોઇ અલૌકિક શક્તિ છે જે તમને દરેક બાધાથી બચાવી શકે છે.

નેગેટિવઃ- અતીતની થોડી વાતો પરેશાન કરી શકે છે. દુશ્મન સાથે વિવાદ કરવાથી બચો. આજે અડધા રસ્તેથી પાછા ફરવાનો કોઇ ફાયદો નથી. આગળ વધશો તો લક્ષ્ય સુધી પહોંચી શકશો.

લવઃ- કુંવારા લોકો આજે કોઇનો સાથ મેળવી શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં તમારા ગ્રાહકોને જરૂરી સેવા પ્રદાન કરો.
સ્વાસ્થ્યઃ- રોગ ઉપર નિયંત્રણ રાખી શકશો.
--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી એકાગ્રતા અને કામ પ્રત્યે તમારો પોઝિટિવ દ્રષ્ટિકોણ તમને તે સ્થિતિ સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે જેનું સપનું તમે હંમેશાંથી જોઇ રહ્યા છો. દઢ સંકલ્પ તમારો સૌથી સારો ગુણ છે.

નેગેટિવઃ- કાર્ય અથવા અંગત મામલે કૂટનીતિ તમારા માટે લાભદાયક સિદ્ધ થશે. કૂટનીતિથી કામ કરો અને મૂર્ખતાપૂર્ણ જોખમ ઉઠાવશો નહીં. પરિવારનો કોઇ સભ્ય તમારું માર્ગદર્શન કરી શકે છે.

લવઃ- તમારું અતીત તમને પરેશાન કરી શકે છે.
વ્યવસાયઃ- ભાગ્ય તમારો સારો સાથ આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- રોગ, ઘાવ અથવા ઋણની સ્થિતિથી બચવા માટે સાવધાન રહો.
--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઇ પ્રકારના આકસ્મિક ધન પ્રાપ્તિ માટે યોગ બની રહ્યા છે. તમે જે રોઇ કાર્ય કરશો તે કાર્ય સાથે સંબંધિત ધન પ્રાપ્ત થવાની સંભાવના છે. એકબીજા સાથે હળમળીને કામ કરવાનું ઇચ્છતા લોકોને આજે સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- નોકરીમાં પરેશાની રહેશે. ભાઈ-બહેનોના સહયોગમાં મુશ્કેલીઓ આવી શકે છે. માતા સાથે સામંજસ્ય ઓછું રહેશે. ભૌતિક સંસાધનોની ઉપલબ્ધતા હોવા છતાં ઉપભોગમાં મુશ્કેલી આવશે.

લવઃ- પ્રેમ મેળવવા તમે જે માર્ગને પસંદ કર્યો છે તેમાં વિઘ્નો વધારે રહેશે.
વ્યવસાયઃ- કાર્ય યોજનાઓનો વિસ્તાર કરવાનો પ્રયાસ સફળ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- રોગ ઉપર નિયંત્રણ રાખો.
--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- પારિવારિક પરિસ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે. પારિવારિક સહયોગથી ભાગ્ય ઉન્નતિના યોગ બની રહ્યા છે. કામકાજના ક્ષેત્રમાં પરિવારનો સહયોગ મળશે. 

નેગેટિવઃ- આજે તમે કાર્ય અને ઘરેલુ જીવન વચ્ચે લટકાયેલાં અનુભવ કરશો. કોઇ મોટો નિર્ણય લેતાં પહેલાં બેવાર વિચાર કરી લેવો. કાર્યસ્થળના વિવાદ અનિયંત્રિત થઇને તમારી માટે ચિંતાનું કારણ બની શકે છે.

લવઃ- તમારી દરેક યોજનાની ચર્ચા તમારા જીવનસાથી સાથે કરો.
વ્યવસાયઃ- પિતા અને અધિકારીઓનો સહયોગ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- દુર્ઘટનાથી સાવધાન રહો.
--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સંતાન પક્ષને લઇને સ્થિતિ સારી રહેશે. સંતાનના કરિયર અભ્યાસ બાબતે સારું થઇ શકે છે. સંતાન પાસેથી પણ સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. તમારો પ્રયાસ પ્રોત્સાહનને કાબેલ હશે.

નેગેટિવઃ- આજે તમારો પરિવાર અને ઓફિસ બંને તમારી પાસે સમયની માંગ કરશે. તમારી સંવેદનશીલતા તમને જૂના દિવસની યાદ કરાવી શકે છે. સમજી-વિચારીને જ કોઇ કાર્ય કરવું.

લવઃ- પ્રેમ સંબંધોમાં સુખ મળશે.
વ્યવસાયઃ- ભાગ્યનો સાથ મળશે. માતા અને ભૌતિક સંસાધનોનું સુખ પણ મળશે.
સ્વાસ્થ્યઃ- ચામડીનો રોગ થવાની સંભાવના છે.
--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ગાડી અથવા ઘર લેવાનો કોઇ પ્રયાસ છે તો તે સફળ થવાની સંભાવના છે. જો તમે રાજનીતિ સાથે જોડાયેલાં છો તો રાજનૈતિક લાભ મળવાના અવસર પ્રાપ્ત થઇ શકે છે. બહારની યાત્રા તથા દાંપત્ય જીવનને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરી શકો છો.

નેગેટિવઃ- સ્વયંસેવીકરણ અથવા અન્યની સેવા કરવી તમારા માટે સોનેરી અવસર રહેશે. જરૂરિયાત પ્રમાણે પરિવારની સલાહ લેવાનું ભુલશો નહીં. સાર્વજનિક દુશ્મન અથવા રાજનૈતિક વિપક્ષી આજે તમારું નુકસાન કરાવાની યોજના બનાવી શકે છે.

લવઃ- એક નવા સંબંધની શરૂઆત થઇ શકે છે.
વ્યવસાયઃ- વિરોધીઓના કારણે સંતાપ ભોગવવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા ઉત્પન્ન થઇ શકે છે.
--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- અચાનક ધન પ્રાપ્તિના સાધન વધશે અને નોકરીમાં ઉન્નતિના અવસર પ્રાપ્ત થઇ શકે છે. ધાર્મિક કાર્યો તરફ રસ વધશે. કોઇ મિત્રના સહયોગથી નવું કામ શરૂ થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થઇ શકે છે.

નેગેટિવઃ- પરિવારનો સહયોગ મળશે તથા સહયોગ કરવો પણ પડી શકે છે. કાર્યોમાં સ્વભાવ પ્રમાણે જોખમ બની રહેશે. જીવનસાથી સાથે સામંજસ્ય બનાવીને ચાલવાનો પ્રયાસ કરો.

લવઃ- કૂલ વ્યવહાર અને મચ્યોર સ્વભાવ તમને આકર્ષણનું કેન્દ્ર બનાવશે.
વ્યવસાયઃ- કાર્યોમાં જોખમ રહેશે.
સ્વાસ્થ્યઃ- ઊંઘમાં ઘટાડો પરેશાન કરશે.
--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- માતા-પિતા સાથે સંબંધ મધુર થવાની સંભાવના છે. મિત્ર સાથે સારો વ્યવહાર હોવાથી કામકાજના ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. સાસરિયા પક્ષથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે.

નેગેટિવઃ- જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. પરંતુ વૈચારિક મતભેદ થવાની સંભાવના ઉત્પન્ન થઇ શકે છે. જેના કારણે એકબીજા સાથે તણાવ થઇ શકે છે. મધુર સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરો.

લવઃ- પરિવાર સાથે સંબંધિત સંઘર્ષોનો સામનો કરવા માટે સમય સર્વ શ્રેષ્ઠ છે.
વ્યવસાયઃ- જે કાર્ય કરશો તેમાં સારી સફળતા મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- રોગ ઉપર નિયંત્રણ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો