6 નવેમ્બરનું રાશિફળ / બુધવારે વૃશ્ચિક જાતકોને માતા-પિતાનો સહયોગ મળવાથી ભાગ્યમાં ઉન્નતિ થશે

daily astrology predictions of 6th November 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Nov 06, 2019, 08:23 AM IST

ધર્મ ડેસ્કઃ 6 નવેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સમય પ્રમાણે તમને લાભ પ્રાપ્ત થઇ શકે છે. ધન-ધાન્ય અચલ સંપત્તિ પ્રાપ્ત થવાની સંભાવના છે. ઘરમાં એકબીજા સાથે સામંજસ્ય મધુર થવાથી દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે.

નેગેટિવઃ- વ્યવસાય પણ સારો ચાલશે, પરંતુ નાની-નાની પરેશાનીઓ આવી શકે છે. સરકારી કાર્યોમાં સફળતા મળશે અને ધનલાભ પણ થઇ શકે છે, જેનાથી મનોબળ પણ વધશે.

લવઃ- લવ પાર્ટનર સાથે વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આધ્યાત્મિકતા પ્રત્યે રસ વધશે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ભાગ લઇ શકો છો, જેથી સમાજમાં સન્માન વધશે. આકસ્મિક ધનનું આગમન થઇ શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તન સાથે ઉન્નતિના યોગ રહેશે.

નેગેટિવઃ- પરિવારનું વાતાવરણ સારું રહેશે, પરંતુ ધ્યાન રાખો કે તમારી વાતોથી કોઇને ઠેસ પહોંચે નહીં. બિનજરૂરી ખર્ચ વધારે થવાની સંભાવના રહેશે. આનંદ-પ્રમોદ પાછળ ધન ખર્ચ કરશો નહીં.

લવઃ- જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે અને ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાનનું ધ્યાન રાખો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- પારિવારિક સહયોગથી આર્થિક લાભ પ્રાપ્ત થવાના સારા અવસર પ્રાપ્ત થશે. કોઇ ફેમિલી બિઝનેસ સફળ થઇ શકે છે. એકબીજા પ્રત્યે સહયોગની ભાવના ઉત્પન્ન થઇ શકે છે. એકબીજા સાથે રહેણી-કરણી પણ સારી રહેશે.

નેગેટિવઃ- મનમાં કાલ્પનિક વિચાર આવશે, જેનાથી સર્જનાત્મક શક્તિને યોગ્ય દિશા મળી જશે. કાર્ય સમયે પૂર્ણ ન થવાથી ચિંતા વધી શકે છે.

લવઃ- પ્રેમ જીવન માટે આ સમય યોગ્ય નથી.
વ્યવસાયઃ- વેપાર-ધંધો મધ્યમ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના બની રહી છે. માતા-પિતાના આશીર્વાદથી કોઇ કાર્યમાં સફળતા સારી મળી શકે છે. પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે અને દાંપત્ય જીવનમાં સુખ આવશે.

નેગેટિવઃ- આર્થિક ગુંચવણોના કારણે મન પરેશાન થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે, જેનાથી શિથિલતાં તથા માનસિક વ્યાકુળતાનો અનુભવ થશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

લવઃ- તમારો સાથી તમારી કોઇ વાતને લઇને નિરાશ થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે તમારું આરોગ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- પારિવારિક સહયોગથી નિર્વાહ યોગ્ય આવકના સાધન બનતાં રહેશે. મંગળ ઉચ્ચ હોવાથી માન-સન્માન પ્રાપ્ત થવાની સંભાવના છે. ગાડી, ઘર વગેરે સુખ-સુવિધાઓ પણ આ સમેય મળી શકે છે.

નેગેટિવઃ- ધન અચલ સંપત્તિની દ્રષ્ટિતી સ્થિતિ સારી છે પરંતુ ધન વ્યયનો યોગ બની રહ્યો છે. બિનજરૂરી ખર્ચ થવાથી તણાવ વધી શકે છે. સગ સંબંધિઓથી મનમુટાવ તથા દગો થઇ શકે છે.

લવઃ- સંબંધોમાં સમસ્યા પેદા થશે.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- સમય પર ભોજન લેવું અને જરૂરી ઊંઘ લો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ભાગ્ય ઉન્નતિ માટે સમય સારો છે. સ્થિતિ વધારે સારી થઇ શકે છે. જો તમે રાજનિતી ક્ષેત્રમાં જવા માંગો છો તો આ સમય શુભ રહેશે. એકબીજા સાથે સામંજસ્ય તથા સહયોગ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- જો તમે નોકરી કરો છો તો તમારે જવાબદારી પૂર્ણ કાર્યો પૂર્ણ કરવા પડી શકે છે. દાંપત્ય જીવનમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત ન થવાથી કામકાજના ક્ષેત્રે ખરાબ અસર પડી શકે છે.

લવઃ- જીવનસાથી પ્રત્યે પ્રેમ વધશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં આર્થિક લાભ થશે.
સ્વાસ્થ્યઃ- માનસિક તથા શારીરિક થાક અનુભવ થશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- મિત્રો, સ્નેહીજનો પાસેથી ભેટ મળી શકે છે. પરિવારજનો અને મિત્રો સાથે આનંદદાયી ક્ષણ વિતાવવા મળશે. નોકરીમાં સ્થાન પરિવર્તન સાથે આવકમાં વૃદ્ધિના યોગ છે. પરિજનોનો ભરપૂર સહયોગ મળશે.

નેગેટિવઃ- જેવો કર્મ કરશો, તેવું ફળ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં અચાનક ફાયદો થઇ શકે છે, પરંતુ સમજી-વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું પડશે. માનસિક અને શારીરિક થાક થઇ શકે છે.

લવઃ- સાથી સાથેનો મનમુટાવ દૂર થશે.
વ્યવસાયઃ- આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે.
સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે સાવધાની રાખવી.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરના સહયોગથી તમારા કામકાજના ક્ષેત્રમાં પણ સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. માતા-પિતા સાથે ભાઈનો પણ સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. માતા-પિતાના આશીર્વાદથી તથા માતા-પિતાના સહયોગથી ભાગ્ય ઉન્નતિ થવાની સંભાવના છે.

નેગેટિવઃ- તમે સ્વભાવથી તમારા દુશ્મનો ઉપર હાવી થાવ તેવા છો પરંતુ બિનજરૂરી વિવાદથી પોતાને દૂર કરવાનો પ્રયાસ આ સમયે તમારે કરવો જોઇએ. જેનાથી તમને સારી ઉન્નતિ મળી શકે છે.

લવઃ- જો તમે સિંગલ છો તો આ સમયે તમને તમારો પ્રેમ મળી શકે છે.
વ્યવસાયઃ- કારોબારમાં ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- હ્રદયના દર્દીઓએ સાવધાન રહેવું.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જો તમે નોકરી કરો છો તો તમને સારી તક મળી શકે છે. આ સમયે તમને તમારા ભાઇ-બહેનોનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. બહારની યાત્રા તથા દાંપત્ય જીવન બંને જ સારી સ્થિતિમાં રહેશે.

નેગેટિવઃ- તમે જે નફો કમાશો, તે જ તમારી રણનીતિ અને ઉપક્રમો ઉપર નિર્ભર કરશે જેમાં તમે રોકાણ કરશો. રોકાણ સાથે સંબંધિત મામલે વિશેષજ્ઞ વિત્તીય યોજનાકારીની મદદ લેવી હંમેશાં એક સારો વિચાર છે.

લવઃ- લવ પાર્ટનર તમારી કોઇ વાતને લઇને નિરાશ થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રોમાં નાની-મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- બીમાર થાવ તેવી સંભાવના છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દૈનિક કાર્ય પણ આત્મવિશ્વાસ અને એકાગ્ર મનથી પૂર્ણ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને ધનલાભની સ્થિતિ રહેશે.

નેગેટિવઃ- પરિવારનું વાતાવરણ સારું રહેશે અને પરિજનો સાથે સમય આનંદપૂર્વક વિતશે, પરંતુ વ્યાવહારિક નિર્ણયોમાં દુવિધા રહેશે. વાણી ઉપર સંયમ રાખવાથી વાદ-વિવાદની સ્થિતિને ટાળી શકો છો.

લવઃ- આ સમય તમારા પ્રેમ સંબંધો માટે સારો વિતશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આધ્યાત્મિકતા પ્રત્યે રસ વધશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઇ શકો છો. પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે. નાની યાત્રા કરવી પડી શકે છે. પરિવાર સાથે સમય વિતશે. સામાજિક કાર્યોમાં મન લાગશે.

નેગેટિવઃ- નેગેટિવ વિચારોને મનથી દૂર કરો. નહીંતર પરેશાની ભોગવવી પડશે. વાણી ઉપર સંયમ રાખો. વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્તિમાં વિઘ્ન આવી શકે છે.

લવઃ- તમારું દાંપત્ય જીવન કુશળ અને શાનદાર રહેશે.
વ્યવસાયઃ- વેપાર મધ્યમ રહેશે.
સ્વાસ્થ્યઃ- કાનનો દુખાવો થશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે, જે લાભદાયક રહેશે. પરિજનો સાથે કોઇ રમણીય સ્થળ પર ફરવાનો કાર્યક્રમ બનાવી શકો છો.

નેગેટિવઃ- સંબંધીઓ સાથે બિનજરૂરી વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. સંતાન પક્ષને લઇને ચિંતન કરો તથા તેનો દરેક પ્રકારે સહયોગ કરવાનો પ્રયાસ કરો.

લવઃ- તમારો પ્રેમ તમારી પરીક્ષા લઇ શકે છે.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.

X
daily astrology predictions of 6th November 2019, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી