5 નવેમ્બરનું રાશિફળ / આજે મેષ રાશિના જાતકોએ પોઝિટિવ રહેવાની જરૂર છે, વૃષભ જાતકોને લાભ મળશે

daily astrology predictions of 5th November 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Nov 05, 2019, 08:30 AM IST

ધર્મ ડેસ્કઃ 5 નવેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારો સાહસ વધશે. જેથી તમે મોટાં કાર્યો કરવામાં સફળ રહેશો. પરિવારનું વાતાવરણ સારું રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રસન્નતા આપશે. અભ્યાસમાં તમારી મહેનત સફળ થશે અને પરીક્ષામાં તમને સારા પરિણામ મળશે.

નેગેટિવઃ- તમારા જીવનસાથી સાથે તમારો તણાવ વધી શકે છે. તમારે આજે તે લોકો ઉપર નજર રાખવાની જરૂર છે જેઓ તમને ખોટાં રસ્તા ઉપર લઇ જવાની કોશિશ કરી રહ્યા છે.

લવઃ- આ સમયે તમે તમારી લવ લાઇફને ખૂબ જ એન્જોય કરશો.
વ્યવસાયઃ- આ સમયે તમે પોઝિટિવ રહો અને વસ્તુઓ આપમેળે ઠીક થઇ જશે.
સ્વાસ્થ્યઃ- માતાનું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પારિવારિક જીવન મધુર રહેશે. તમે તમારા પરિવારના સુખમાં સામેલ થશો અને પરિજનો સાથે થોડાં સારા ક્ષણો વિતાવશો. ઘરમાં સુખ આવશે. પરિજનો વચ્ચે તાલમેલ જોવા મળશે. તમે પરિવારને એક સૂત્રમાં બાંધશો.

નેગેટિવઃ- કોઇ મુખ્ય કામ વચ્ચે અટકી શકે છે. આ વાત ગાંઠ બાંધી લો કે જો તમે કોઇ વિધિ વિરૂદ્ધ કાર્ય કર્યું તો તેની સજા તમને મળી શકે છે. કાર્યક્ષેત્રમાં મહેનત કરતાં રહો, જેનું ફળ ભવિષ્યમાં તમને અવશ્ય મળશે.

લવઃ- એકબીજા પ્રત્યે સન્માનની ભાવના રાખો.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- ગણેશજી કહે છે- સ્વાસ્થ્ય જ ધન હોય છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- જીવનસાથી તરફથી તમને કોઇ પ્રકારનો લાભ મળશે. તેમના દ્વારા તમને કોઇ ખુશખબરી પ્રાપ્ત થઇ શકે છે. જીવનસાથી તમારી ભાવનાઓને સમજશે અને તે ભાવનાઓની કદર પણ કરશે.

નેગેટિવઃ- ઘરના લોકો સાથે સારા સંબંધ હોવાથી દરેક પ્રકારના ક્ષેત્રોમાં સમસ્યાનું સમાધાન કરવું પડશે. માતા-પિતાનું ધ્યાન રાખવું. ઘરમાં એક બીજા પ્રત્યે સારી ભાવનાઓ રાખવી. સંતાન પક્ષ તરફથી ચિંતા રહેશે.

લવઃ- આજનો દિવસ તમારી માટે રોમેન્ટિક રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અન્યના ભરોસે રહેવું નહીં.
સ્વાસ્થ્યઃ- માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને સ્થિતિ ઉતાર-ચડાવની રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારું કરિયર ચમકશે. નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ થશે. તમને કરિયરમાં સારા પરિણામ મળશે. તમને તમારી મહેનતનું સારું ફળ પ્રાપ્ત થશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારું પ્રમોશન અથવા તમને કંપની તરફથી પ્રોત્સાહન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- સમજદારીથી કામ લેવું અને સંભવ હોય તો તેનાથી બચવું. કોઇ પ્રકારનો વિવાદ તમારી માટે મદદગાર રહેશે નહીં. આજે તમારે બીજાના મામલે દખલ કરવું નહીં.

લવઃ- આજે તમને સાચા પ્રેમનો અહેસાસ થશે.
વ્યવસાયઃ- તમારા ક્ષેત્રમાં તમને અપાર સફળતા મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારું ટ્રાન્સફર થઇ શકે છે. કંપની તમને તમારી મનગમતી જગ્યાએ મોકલી શકે છે. તેમાં વિદેશ જવાની પણ સંભાવના છે. આ સમયે તમે તમારા કાર્યક્ષેત્રમાં કુશળ પૂર્વક કાર્ય કરશો. તમારી યોજનાઓ કંપનીને લાભ અપાવશે.

નેગેટિવઃ- ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. જીવનસાથીના સહયોગથી તમારા કાર્ય વ્યવસાયમાં પણ સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે.

લવઃ- આ સમયે તમારે ધૈર્યનો પરિચય આપવો પડશે.
વ્યવસાયઃ- આર્થિક દ્રષ્ટિથી આ સમય તમારી માટે સારો છે.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ આરોગ્યની દ્રષ્ટિએ સારો રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમે મલ્ટી ટાસ્કરની ભૂમિકામાં જોવા મળી શકો છો. સંસ્થામાં સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સારા સંબંધ સ્થાપિત થશે. વેપારમાં તમારી ઉન્નતિ થશે. આ સિવાય ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદીમાં પણ તમારો રસ જાગશે.

નેગેટિવઃ- જે જાતકો બિઝનેસમાં પાર્ટનરશિપ કરી રહ્યા છે તેમણે થોડું સાવધાન રહેવાની જરૂર છે. વાંચ્યા વિના કોઇપણ ડોક્યૂમેન્ટ ઉપર સાઇન કરશો નહીં.

લવઃ- જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે.
વ્યવસાયઃ- વેપાર, સ્ટોક માર્કેટ તથા લોટરીથી તમને નફો મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- આંખની પેરશાની થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે કોઇ સારી સંસ્થામાં એડમિશન લઇ શકો છો. જો તમે શિક્ષા પ્રાપ્તિ માટે વિદેશ જવા માંગો છો તો તમને તેમાં સફળતા મળશે, પરંતુ એડમિશન લેતાં પહેલાં તે સંસ્થા વિશે સારી રીતે તપાસ કરી લો.

નેગેટિવઃ- ઘરેલૂ કામકાજમાં તમારો ખર્ચ વધી શકે છે. આવા મામલાઓને આગળ વધારશો નહીં. આંખ બંધ કરીને રોકાણ કરવાથી ધનહાનિ થઇ શકે છે.

લવઃ- પ્રેમમાં વિશ્વાસ જરૂરી છે.
વ્યવસાયઃ- ધન-સંપત્તિને લઇને કોઇ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે તો તે વિવાદ નિરાકરણ થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- ખાનપાનમાં ધ્યાન રાખવું.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. લોકોને તમારી પર્સનાલિટી આકર્ષિત કરશે. આ સિવાય તમારી સંવાદ શૈલીમાં સુધાર થશે. સમય તમારી અનુકૂળ રહેશે. તમે તમારા ગુરૂજનોનું સન્માન કરશો અને અભ્યાસમાં તમારી એકાગ્રતા બની રહેશે.

નેગેટિવઃ- જોખમી વેપાર કરવાથી બચવું અને જો તમે શેર માર્કેટમાં રોકાણ કરવા માંગો છો તો આ સમયે ઇન્વેસ્ટ કરતી વખતે સાવધાની રાખો.

લવઃ- જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
વ્યવસાયઃ- તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
સ્વાસ્થ્યઃ- જીવનસાથીના સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારા ઘરમાં કોઇ માંગલિક કાર્ય સંપન્ન થઇ શકે છે. તેમાં તમે તમારા તમામ સંબંધીઓને મળી શકશો. ઘરના વડીલ સભ્યોનો આશીર્વાદ તમારી સાથે રહેશે અને તેમના આશીર્વાદથી તમે સફળ થશો.

નેગેટિવઃ- જો તમારા રૂપિયા ક્યાંય ફસાયેલાં છે તો તેને પાછા મેળવવામાં તમને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પ્રેમના નવા અવસર પ્રદાન થશે.
વ્યવસાયઃ- પ્રોપર્ટીમાં રોકાણથી લાભ થશે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમય દરમિયાન તમે ચુનોતીઓનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેશો. શુક્રના પ્રભાવથી દાંપત્ય જીવનમાં પ્રેમની વૃદ્ધિ થશે. તમે તમારા જીવનસાથી પ્રત્યે વધારે આકર્ષિત થશો.

નેગેટિવઃ- કોઇ એવું કાર્ય કરશો નહીં જેનાથી પરિવારની પ્રતિષ્ઠામાં કોઇ દાગ લાગે. માતા-પિતાનું સન્માન કરવું અને ઘરના નાના સભ્યોને પ્રેમ કરવો. ઘરમાં ભાઇ-બહેનો વચ્ચે કોઇ વાતને લઇને મનમુટાવ થઇ શકે છે.

લવઃ- પ્રેમમાં નાના-મોટાં વિવાદ સામે આવી શકે છે.
વ્યવસાયઃ- સૂર્યનો પ્રભાવ તમને વેપારમાં લાભ કરાવશે.
સ્વાસ્થ્યઃ- હ્રદયના દર્દીઓએ સંભાળીને રહેવું.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી પ્રભાવી સંવાદ શૈલીના માધ્યમથી તમે બીજા પર છાપ છોડવામાં સફળ રહેશો. બહારની યાત્રા તથા દાંપત્ય જીવનને લઇને સ્થિતિઓ અનુકૂળ રહેશે. જો તમે વિદેશ જવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- જો તમે રાજનીતિમાં છો તો રાજનૈતિક લાભ પ્રાપ્તિ માટે તમને સંઘર્ષ કરવો પડી શકે છે. તમારા વિરોધીઓ સામે મુકાબલો કરવાની ક્ષમતાઓને પ્રકટ કરવો પડી શકે છે.

લવઃ- સાથે ટ્રિપ પર જવાનું થઇ શકે છે.
વ્યવસાયઃ- વેપાર-ધંધાનું સારું ચાલશે.
સ્વાસ્થ્યઃ- માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- રોકાણથી તમને સારા લાભ પ્રાપ્ત થશે. તમને માનસિક તણાવથી છુટકારો પ્રાપ્ત થશે અને તમે તમારી કાર્ય યોજનાઓને ગતિ આપવામાં પણ સફળ થશો. સગા-સંબંધિઓ સાથે સંબંધ સારા થઇ શકે છે તથા દરેક પ્રકારથી સન્માન પ્રાપ્ત થવાની સંભાવના છે.

નેગેટિવઃ- ઘરના બધા જ સભ્યો સાથે મેલજોલ બનાવી રાખો તથા બધાનું ધ્યાન રાખો.

લવઃ- જીવનસાથી સાથે તાલમેલ જાળવી રાખવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- તમારા પ્રયાસોથી કાર્યોમાં સફળતા મળશે અને ધનલાભ થશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્યને લઇને સાવધાન રહો.

X
daily astrology predictions of 5th November 2019, Bejan daruwalla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી