4 ડિસેમ્બરનું રાશિફળ / બુધવારે ગણેશજીની કૃપાથી મેષ જાતકોનો દિવસ પોઝિટિવ રહેશે, ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે

daily astrology predictions of 4 December 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Dec 04, 2019, 08:28 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 4 ડિસેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમને પોઝિટિવ પરિણામ મળી શકે છે. આજનો દિવસ સફળતાનો દિવસ છે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા પ્રાપ્તિના યોગ બની રહ્યાં છે. તમને અટકાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- આજના દિવસે તમારે તર્ક-વિતર્કથી દૂર રહેવાની જરૂર છે. આજના દિવસે કરેલું દાન તમને માનસિક શાંતિ આપી શકે છે. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખો. આજે તમને તમારા સહકર્મીઓ પાસેથી સહયોગ મળશે નહીં.

લવઃ- તમારા જીવનસાથીનો પ્રેમાળ વ્યવહાર તમારા દિવસને રોમાંચક બનાવી શકે છે.
વ્યવસાયઃ- વેપાર-ધંધો સારો ચાલશે અને આકસ્મિક ધનલાભના યોગ બનશે.
સ્વાસ્થ્યઃ- ગ્રહોના યોગને કારણે નાની-નાની પીડાઓ સંભવ છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરની સાજ-સજાવટમાં અને અન્ય વિષયોમાં પરિવર્તન કરવા માટે તમારો રસ વધી શકે છે. માતા સાથે સંબંધ સારા રહેશે. કાર્યાલયમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધમાં સુધાર આવી શકે છે.

નેગેટિવઃ- ગુસ્સાની માત્ર વધારે રહેવાથી કોઇ સાથે મનમુટાવ થઇ શકે છે. જેટલાં પણ પ્રયત્ન તમે કરી રહ્યા છો તે ઊંધી દિશામાં જઇ રહ્યા છે, એવું અનુભવ થશે. ઘરના સભ્યો સાથે જરૂરી ચર્ચા કરી શકો છો.

લવઃ- આજે તમારા જીવનસાથીનો તે વ્યવહાર જોવા મળશે, જે તેટલો સારો નહીં હોય.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- જાતકના ગ્રહ શારીરિક સ્વાસ્થ્યને દુરસ્ત કરશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થઇ શકે છે. આજે તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો. તમે જે કાર્યો કરશો તેમાં તમને આશા કરતાં વધારે ફાયદો આપી શકે છે. વધારે શ્રમ બાદ કાર્યમાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- આજનો દિવસ શરૂઆતમાં શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થતા અને વ્યગ્રતાનો અનુભવ થઇ શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે.

લવઃ- કુંવારા લોકોએ લવ અને લગ્નના પ્રપોઝલને લઇને સાવધાન રહેવું પડશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધારે કરવો પડશે.
સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક બંને રીતે તમે થોડી ઉત્તેજના અનુભવ કરશો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આર્થિક લાભ માટે અનુકૂળ સમય છે. આજે યાત્રાનો યોગ બની રહ્યો છે. આજે તમારું મન ખૂબ જ રાહત અનુભવ કરશે અને સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરમાં મિત્રો અને સ્નેહીઓનું આગમન આનંદદાયી રહેશે.

નેગેટિવઃ- સાંજ પછી તમારી માનસિક વ્યગ્રતામાં વૃદ્ધિ થઇ શકે છે. સંપત્તિ વિષયક દસ્તાવેજ કરવા માટે સમય અનુકૂળ નથી. કાર્ય સફળતા માટે આજે વધારે પરિશ્રમ કરવો પડી શકે છે.

લવઃ- તમારા પ્રિય વ્યક્તિને ખુશ કરવા તમારી માટે મુશ્કેલ સાબિત થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અનુકૂળ વાતાવરણ રહેશે અને કાર્યોમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- ભાવગત ગ્રહીય સંબંધ સ્વાસ્થ્ય માટે મિશ્રિત પરિણામના સંકેત આપતાં રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- નોકરીમાં સાથી કર્મચારીઓનો સહયોગ મળશે. પ્રતિસ્પર્ધિઓ અને દુશ્મનોની ચાલ નિષ્ફળ જશે. આર્થિક લાભના યોગ છે. ધન ખર્ચ થઇ શકે છે. સમય અને ધન બંન્નેની ઉપલબ્ધતાં બની રહેશે.

નેગેટિવઃ- આજે સિંહ રાશિના લોકો યાત્રા ન કરે તો સારું રહેશે. કાર્યની નિષ્ફળતા નિરાશા પેદા કરી શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે નહીંતર કામ ખરાબ થઇ શકે છે.

લવઃ- આજે વાદ-વિવાદ અને મતભેદના કારણે ઘરમાં તણાવમાં રહેશો.
વ્યવસાયઃ- કારોબાર વિસ્તારની યોજના બનાવી શકો છો.
સ્વાસ્થ્યઃ- ઉંમરલાયક લોકોને કમર અને ઘુટણના દુખાવાની સ્થિતિ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- પોઝિટિવ વિચાર રાખવા, જેથી તમારો આત્મવિશ્વાસ વધશે અને વ્યવાહર સારો રહેશે. ભય, ઈર્ષ્યા અને નફરત જેવા નેગેટિવ મનોભાવમાં પણ ઘટાડો આવશે અને સાથે જ દિવસ સારો રહેશે.

નેગેટિવઃ- આજે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખશો તો સારું રહેશે. બહાર ખાન-પાનમાં સાવધાની રાખવો. આર્થિક મામલે અથવા લેણ-દેણમાં સાવધાન રહેવું. પારિવારિક સભ્યો સાથે ઝગડો થશે.

લવઃ- અચાનક મુલાકાત તમારો દિવસ સારો બનાવી દેશે.
વ્યવસાયઃ- કારોબાર મધ્યમ રહેશે અને પરેશાનીઓનો સામનો કરવો પડશે.
સ્વાસ્થ્યઃ- નવયુવકોને દાંત અને પેટમાં વિકારની સ્થિતિ ઉત્પન્ન થવાના અણસાર રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે ધાર્મિક યાત્રાનું આયોજન થઇ શકે છે. ભાગીદારો સાથે લાભની વાત થશે. સુંદર વસ્ત્ર કે વસ્ત્રાભૂષણોની ખરીદારી કરશો. દાંપત્યસુખ અને વાહનસુખ ઉત્તમ મળશે.

નેગેટિવઃ- આજે તમારી માટે નવા કાર્ય હાથમાં લેવા તમને હાનિ પહોંચાડી શકે છે. આજે ગુસ્સા ઉપર કાબૂ રાખવો. ધન ખર્ચ થઇ શકે છે.

લવઃ- આજનો દિવસ તમારી માટે પ્રણય, રોમાન્સ, મનોરંજન અને મોજ-મસ્તીથી ભરપૂર રહેશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રે તમને નાની-નાની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સુખદ અને સારું બની રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમને દૂરના સંબંધીને ત્યાંથી આકસ્મિક સારા સમાચાર મળશે જે તમારા પરિવારમાં આનંદનું વાતાવરણ બનાવી દેશે. વેપાર અને નોકરિયાદ લોકોને પદોન્નતિની આશા રાખી શકો છો.

નેગેટિવઃ- કાનૂની અને વિદેશી મામલે સમજી-વિચારીને નિર્ણય લેવો. રૂપિયાના લેણ-દેવ કરતી સમયે સાવધાન રાખો. કાર્ય જીવન ચુનોતીઓ, અહંકાર અને સંઘર્ષથી ભરેલું રહેશે.

લવઃ- દાંપત્ય જીવનમાં માધુર્યનો આનંદ લઇ શકશો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- નિયમિત દિનચર્યાનો લાભ મળશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પારિવારિક વાતાવરણ ખુશહાલ બની રહે તેવી સંભાવના છે. મિત્રો અને સ્નેહીજનો સાથે આનંદમાં સમય વ્યતીત થશે. યાત્રાનો યોગ છે. ધનલાભ, ઉત્તમ ભોજન અને ભેટ મળવાથી તમારા આનંદમાં વૃદ્ધિ થશે.

નેગેટિવઃ- ધન રાશિના લોકો ઉપર ગુસ્સો અને નિરાશા હાવી થઇ શકે છે. વધતા ખર્ચાની ચિંતા રહેશે. વાણી ઉપર સંયમ રાખવો. પરિશ્રમ બેકાર જશે નહીં. આજે સ્વભાવમાં ગુસ્સો રહેવાના કારણે કામમાં તમારું મન લાગશે નહીં.

લવઃ- જીવનસાથી પાસેથી ભરપૂર પ્રેમ મળશે.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે અને ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- શુભ કાર્યો પ્રત્યે તમારો રસ જળવાશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઇ કામમાં મન લગાવશો તો તમે સફળ થઇ જશો. જે પણ કરવું છે, તે તમે જાતે જ કરો. કોઇ સારા સમાચાર પણ તમને મળી શકે છે. કાર્યમાં ઉત્સાહ અને ઉમંગ જળવાશે.

નેગેટિવઃ- સમજી-વિચારીને રોકાણ કરો. જોખમી નિર્ણયો લેવાનો સમય નથી. નવા કારોબારની શરૂઆત કરશો નહીં.

લવઃ- તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો.
વ્યવસાયઃ- આર્થિક લાભના સંયોગ બની રહ્યા છે.
સ્વાસ્થ્યઃ- દિવસ શારીરિક ક્ષમતાઓને વધારવાનો રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ પરિવારમાં સુખ અને આનંદનું વાતાવરણ રહેશે. નોકરી-ધંધામાં તમને લાભના સમાચાર મળી શકે છે. ઉચ્ચ પદાધિકારી તમારા કાર્યોની પ્રશંસા કરશે. આજે નજીકના લોકો ઉપર રૂપિયા ખર્ચ થઇ શકે છે.

નેગેટિવઃ- આજના દિવસે કોઇ વ્યક્તિ સાથે વાદ-વિવાદ તમારો મૂડ ખરાબ કરી શકે છે. આજે તમારે સાવધાન રહેવું. વાતચીતમાં કુશળતા આજે તમારો પક્ષ મજબૂત સાબિત કરશે.

લવઃ- જીવનસાથી સાથે ઝગડો કરવો નહીં.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં નાની-નાની પરેશાનીઓ આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ તમને સ્વાસ્થ્યની ચુસ્તી અને સ્ફૂર્તિ આપનાર રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે સારા રૂપિયા બનાવી શકશો. તમે પારંપરિક દ્રષ્ટિએ રોકાણ કરો. તમારી અંદર પરોપરકારની ભાવનાનો પણ જન્મ થશે અને તમે લોકોની મદદ કરવામાં આગળ વધશો.

નેગેટિવઃ- થોડાં લોકો માટે આકસ્મિક યાત્રા દોડભાગભર્યા અને તણાવપૂર્ણ રહેશે. થોડાં લોકોનો સાથ મળશે નહીં. વાદ-વિવાદમાં તમારા અહમને કારણે કોઇ વ્યક્તિની નિરાશા ભોગવવી પડશે.

લવઃ- કુંવારા લોકોને સારા સમાચાર મળવાના યોગ છે.
વ્યવસાયઃ- વેપાર-ધંધો સારો ચાલશે
સ્વાસ્થ્યઃ- નિયમિત કસરતની જરૂર છે.

X
daily astrology predictions of 4 December 2019, Bejan daruwalla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી