Divyabhaskar.com
Dec 03, 2019, 08:21 AM ISTધર્મ દર્શન ડેસ્કઃ 3 ડિસેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ- તમને અને તમારા જીવનસાથીને કોઇ સુખદ સમાચાર સાંભળવા મળી શકે છે. બેકાર વિચારોમાં તમારી ઊર્જાને બરબાદ થવા દેશો નહીં. આજે રોકાણના નવા અવસર તમારી સામે આવશે.
નેગેટિવઃ- કોઇ નવા અનુબંધને સમજી વિચારીને જ અપનાવો. સમય થોડો ચુનોતીદાયક રહી શકે છે. તમારા અહંકાર ઉપર નિયંત્રણ રાખો.
લવઃ- તમારા આકર્ષણ અને વ્યક્તિત્વ દ્વારા તમને થોડાં નવા મિત્ર મળી શકે છે.
વ્યવસાયઃ- તમે તમારી ઉત્તમ બુદ્ધિમત્તાની મદદથી વિરોધીઓ ઉપર હાવી થઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- નાની-નાની પરેશાનીઓ દૂર થઇ શકે છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- આજનો દિવસે તમારું જ્ઞાન અને હાસ-પરિહાસ તમારા ચારેય બાજુના લોકોને પ્રભાવિત કરી શકે છે. આજે તમે ખેલકૂદમાં ભાગ લઇ શકો છો. આજનો દિવસ પારિવારિક જીવન માટે ઉત્તમ રહેશે.
નેગેટિવઃ- આજના દિવસે તમારા પરિવારમાં કોઇ સભ્ય સાથે તમારે વિવાદ થઇ શકે છે. તમારી મહત્ત્વકાંક્ષાઓને એવા વડીલો સાથે વહેંચો, જે તમારી મદદ કરી શકે.
લવઃ- આજે સમજી-વિચારીને જ બોલવું.
વ્યવસાયઃ- તમને ભાગ્યનો ઉત્તમ સાથ મળશે અને તમે તમારા સપના પૂર્ણ કરવા માટે હિંમતથી આગળ વધશો.
સ્વાસ્થ્યઃ- ગુરૂ સાથે શનિનું ગોચર થોડી પરેશાનીની સ્થિતિ આપનાર રહેશે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- અટકાયેલું ધન મળી શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે. તમારો જીવનસાથી તમારા વખાણ કરી શકે છે અને તમારી ઉપર ખૂબ જ સ્નેહ વરસાવી શકે છે. આજનો દિવસ તમારા માટે સફળતા આપનાર રહેશે.
નેગેટિવઃ- થોડી સમસ્યાઓ આવી શકે છે અથવા કોઇ કાનૂની મામલો તમને પરેશાન કરી શકે છે. કાર્યસ્થળે માનહાનિનો સામનો કરવો પડી શકે છે.
લવઃ- ભાગદોડ વધારે હોવાથી જીવનસાથી થોડો નિરાશ રહેશે.
વ્યવસાયઃ- તમે જેટલો વધારે પરિશ્રમ કરશો તેટલું વધારે ધન મેળવશો.
સ્વાસ્થ્યઃ- તમને મિશ્રિત શારીરિક પરિણામ પ્રાપ્ત થશે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- આજે તમે ભાગ્યશાળી બની શકો છો. આજે નવા લોકો સાથે મિત્રતા થઇ શકે છે. આજે તમારી અપેક્ષાઓ પૂરી થઈ શકે છે. જૂનાં કાર્યોના સારા પરિણામ પણ મળી શકે છે. તમારા જીવનમાં પરિવારના સભ્યોનું વિશેષ મહત્વ રહેશે.
નેગેટિવઃ- તમારે કોઈ બહારગામની યાત્રા પર જવું પડી શકે છે જેનાથી તમે કંટાળા અને તણાવ અનુભવી શકો છો. પરંતુ આ યાત્રા આર્થિક ફાયદાકારક સાબિત થશે.
લવઃ- પ્રેમના દ્રષ્ટિકોણથી તમારી માટે દિવસ સારો રહેશે.
વ્યવસાયઃ- આજે કોઇ નવી બિઝનેસ ડીલ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- રોગ કે પીડા દૂર થવાના અણસાર છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ રોકાણ માટે ખૂબ જ સારો છે. થોડાં લોકોને વ્યાપારિક અને શૈક્ષિક લાભ મળી શકે છે. વેપારીઓ માટે આજનો દિવસ સારો રહેશે.
નેગેટિવઃ- આજના દિવસે રોજમર્રાના કાર્યો પૂર્ણ થવામાં થોડી પરેશાની અને વિવાદ સામે આવી શકે છે. આજે તમારી કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે ગેરસમજ ઊભી થઇ શકે છે. બીજા ઉપર નિર્ભર રહેવાની જગ્યા જાતે જ પ્રયાસ કરવાનું રાખો.
લવઃ- આજે પરિસ્થિતિથી ભાગવું નહીં.
વ્યવસાયઃ- નોકરી અને બિઝનેસમાં કોશિશ કરશો તો ફાયદો મળશે.
સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્ય સાથ આપશે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- સમય ધન એકઠું કરવા માટે ઉત્તમ રહેશે અને આ દરમિયાન તમે બચત કરવામાં સફળ રહેશો. જો તમે કોઇ અલ્પકાલીન રોકાણ કરવા માંગો છો તો તેમાં તમને લાભ મળશે.
નેગેટિવઃ- આજે તમે કોઇ મુખ્ય નિર્ણય લેશો નહીં. આજે દોડભાગ પણ વધારે કરવી પડી શકે છે. ફાલતૂ ખર્ચ વધી શકે છે. અંગત જીવન અને રૂપિયાના મામલે કોઇ નવો નિર્ણય લેશો નહીં.
લવઃ- આજે તમને તમારા પ્રિય વ્યક્તિની યાદ આવી શકે છે.
વ્યવસાયઃ- આજના દિવસે તમે બિઝનેસમાં કંઇ નવું કરવાના ચક્કરમાં પડશો નહીં.
સ્વાસ્થ્યઃ- ખાન-પાનને સંતુલિત રાખો.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- ધન સંબંધિત અથવા વારસાગત સંપત્તિ સંબંધિત કોઇ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે અથવા કોઇ કેસ કોર્ટમાં લંબાઈ રહ્યો છે તો તે તમારા પક્ષમાં રહેશે. તમે તમારી સુખ-સુવિધા ઉપર આજે ખર્ચ કરી શકો છો.
નેગેટિવઃ- સહકર્મિઓ પાસેથી સહયોગ મળવાની સંભાવના ઓછી છે. તમારી ઊર્જાને વ્યક્તિત્વ-વિકાસના કાર્યોમાં લગાવશો તો સારું રહેશે.
લવઃ- આજે પ્રેમમાં પડતાં પહેલાં સાવધાન રહો.
વ્યવસાયઃ- બિઝનેસ કરતાં લોકો રોકાણ કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- ઉત્તમ સ્વાસ્થ્ય હોવાથી તમે તમારા કાર્યોમાં મન લગાવીને કામ કરી શકશો.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- પરિવાર અને બાળકો સાથે વિતાવેલો સમય ફરીથી તમારામાં ઊર્જા ભરી દેશે. ભાગેદારીમાં કરેલાં કાર્યો ફાયદો આપી શકે છે. ઘરેણાં અને એન્ટિકમાં રોકાણ ફાયદાકારક રહી શકે છે.
નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં અચાનક તમારી ઊર્જાનું સ્તર ખૂબ જ નીચે જઇ શકે છે. પારિવારિક સમારોહમાં નવા મિત્રો બની શકે છે.
લવઃ- આજે પ્રેમ બાબતે તમારો દિવસ આનંદમયી વિતશે.
વ્યવસાયઃ- આજે બિઝનેસના મામલે નવી યોજનાઓ ઉપર કામ થશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી તમે પરેશાન રહેશો.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. આજે તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ રહેશે. નિર્ધારિત કરેલા કાર્યોને પ્રેરણા મળી શકે છે. પારિવારિક અને વ્યવસાયિક ક્ષેત્ર મામલે દિવસ સારો રહેશે.
નેગેટિવઃ- માનસિક દ્રષ્ટિએ મજબૂતી હાંસલ કરવા માટે ધ્યાન અને યોગની મદદ લેવી. આજનો દિવસ બધાનું ધ્યાન તમારી ઉપર રહેશે અને તમે સફળતા સુધી પહોંચી શકશો.
લવઃ- આજનો દિવસ તમારી માટે વધારે સંવેદનશીલ રહેશે.
વ્યવસાયઃ- કારોબારમાં વિવાદની સ્થિતિ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારે તમારા ખાન-પાન અને સાફ-સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખવું.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ સુખ રહેવા માટે છે. તમને આજે ભેટ પણ મળી શકે છે. આજે તમે તમારા જરૂરી કાર્યોના નિર્ણય લેશો અને નવા કાર્યની શરૂઆત કરશો.
નેગેટિવઃ- અચાનક આવેલાં અપ્રત્યાશિત ખર્ચાઓ તમારી ઉપર આર્થિક બોજ નાખી શકે છે. આજે સમજી-વિચારીને પગલા ભરવાની જરૂર છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે મતભેદના કારણે ઘરમાં ક્લેશ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- કરિયરમાં ઉન્નતિના અવસર મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાઓ વધી શકે છે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- આજે તમારું મન કામકાજમાં લાગશે. જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે. આજે ધન ખર્ચ થઇ શકે છે. કોઇ રોચક સમાચાર પણ આજે તમને મળી શકે છે.
નેગેટિવઃ- ઘરના વાતાવરણના કારણે તમે નિરાશ થઇ શકો છો. જીવનસાથીના કારણે તમારી યોજના અથવા કાર્ય ગડબડી શકે છે. ધૈર્ય જાળવી રાખવું.
લવઃ- કોઇ નવો સંબંધ લાંબાં સમય સુધી કાયમ રહેશે.
વ્યવસાયઃ- આજના દિવસે તમારે નોકરી અને બિઝનેસમાં મોટાં નિર્ણય લેવા પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની ક્ષમતાઓ બની રહેશે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ તમે કોઇ વિષેય પર વિચાર કરી શકો છો. ઘર, કુટુંબ અને વ્યવસાયિક ક્ષેત્રમાં સમાધાનકારી વ્યવહાર અપનાવવાથી વાતાવરણ તમારા પક્ષમાં રહેશે. વાણી ઉપર સયંમ રાખો.
નેગેટિવઃ- કામને લઇને તમારા મનમાં તણાવ અને અશાંતિ પણ રહેશે. જોખમી કાર્યો આજના દિવસે કરશો નહીં. આજે તમે કોઇ ચિંતામાં રહી શકો છો. બિઝનેસમાં થોડી નવી યોજનાઓ ઉપર કામ શરૂ કરતાં પહેલાં સલાહ લેવી.
લવઃ- પરિવારના સભ્યોની જરૂરિયાતો ઉપર ધ્યાન આપવું.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં જટિલ સમસ્યાઓનો ઉકેલ મળશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક સ્થિતિ સારી જળવાઇ રહેશે.