23 જાન્યુઆરીનું રાશિફળ / ગુરૂવારનો દિવસ કુંભ જાતકો માટે લાભદાયી રહેશે, માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે

daily astrology predictions of 23 January 2020, Bejan daruwalla

Divyabhaskar.com

Jan 22, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 23 જાન્યુઆરી, ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- પારિવારિક સહયોગથી સારી ઉન્નતિ થવાની સંભાવના છે. જો તમે આ સમયે કોઇ પ્રકારની તૈયાર અથવા કોઇ પ્રકારના સારા પદ-પોઝિશન પ્રાપ્તિનો પ્રયાસ કરી રહ્યા છો તો ઘરના સહયોગથી તે પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- દુશ્મન પક્ષ તણાવ ઉત્પન્ન કરી શકે છે. બહારગામની યાત્રા સફળ થઇ શકે છે પરંતુ વિધ્ન ઉત્પન્ન થવાની સંભાવના બની રહી છે. કોઇ પ્રકારના વિવાદમાં ગુંચવાઇ શકો છો.

લવઃ- તમે અચાનક તમારા પ્રેમ સંબંધ વિશે ફરીથી વિચાર કરી શકો છો.
વ્યવસાયઃ- તમે સાહસી તથા પરાક્રમી વ્યક્તિ છો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સ્થિતિ અનુકૂળ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- અચલ સંપત્તિ પ્રાપ્તિ માટે કરેલાં પ્રયાસ સફળ થઇ શકે છે. કોઇ સગા-સંબંધીઓનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. મિત્રોનો સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ધન-ધાન્ય અચલ સંપત્તિ પ્રાપ્તિની દ્રષ્ટિએ સારો યોગ બની રહ્યો છે.

નેગેટિવઃ- દાંપત્ય જીવનમાં તણાવપૂર્ણ સ્થિતિ રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના ઓછી છે. તમારા કાર્ય વ્યવસાયને આત્મવિશ્વાસ સાથે કરવું ફળદાયક રહેશે.

લવઃ- પારિવારિક જરૂરિયાતો અને તમારા સંબંધો આસપાસના કોઇપણ મોહને દૂર કરીને તમારા પ્રયાસો ઉપર ધ્યાન કેન્દ્રિત થશે.
વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ આરોગ્યમાં તમારા માટે અનુકૂળ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘરમાં સુખનું વાતાવરણ હોવાની સાથે-સાથે થોડાં શુભ માંગલિક કાર્યો પણ સંપન્ન થવાની સંભાવના છે. ઘરમાં એકબીજા સાથે સામંજસ્ય સારું હોવાથી કોઇપણ કાર્યને સારું કરી શકાય છે.

નેગેટિવઃ- ધન વ્યય થવાનો યોગ બની રહ્યો છે. કોઇપણ કાર્યને સાવધાનીપૂર્વક કરવું લાભદાયક રહેશે. કોઇપણ પ્રકારની બિનજરૂરી યાત્રાઓ પણ કરવી પડી શકે છે. માનસિક પરેશાનીઓ વધી શકે છે.

લવઃ- તમે તમારા સંબંધને એક અલગ દ્રષ્ટિથી જોવા માંગો છો.
વ્યવસાયઃ- વ્યાવસાયિક દ્રષ્ટિથી સ્થિતિ અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ- વિના કારણે યાત્રા તમને થાકનો અનુભવ કરાવશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પારિવારિક સ્થિતિઓ અનુકૂળ રહેશે. ઘર-પરિવારના સહયોગથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. આ સમય ઘરના લોકોનો સહયોગથી કોઇપણ કાર્યને સફળ બનાવી શકાય છે.

નેગેટિવઃ- તમારા કાર્યોમાં કોઇ નજીકના સંબંધીને જોડવાનો પ્રયાસ કરવો નહીં. જે પણ હોય સ્વયં કરો. જેનાથી તમારે આર્થિક નુકસાન ઉઠાવવું પડે. સમય અને પરિસ્થિતિને જોતાં કાર્ય કરવું જોઇએ.

લવઃ- તમારા અને તમારા પરિવારના સંબંધ માટે એક સારો સમય છે.
વ્યવસાયઃ- બૃહસ્પતિનું ગોચર અનુકૂળ ન હોવાના કારણે નાના કાર્યો માટે પણ વધારે મહેનત કરવી પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારની બિમારીથી દૂર રહેવાની કોશિશ કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘરમાં સુખની સંપન્નતા હોઇ શકે છે. ઘર-ગૃહસ્થીનો વિકાસ તથા સ્વયંનો વિકાસ થવાની સંભાવના છે. એકબીજા સાથે તાલમેલ જાળવી રાખવું. પારિવારિક સહયોગથી ગાડી ઘરનું સુખ પ્રાપ્ત થવાની સંભાવના છે.

નેગેટિવઃ- આ સમયમાં કરેલાં પ્રયાસ વિફળ થવાની સંભાવના છે. આ સમયે કોઇપણ પ્રકારનું શુભ કાર્ય અથવા કોઇ પ્રકારનું મહત્ત્વપૂર્ણ કાર્ય કે વિશેષ કાર્ય કરવું નુકસાન દાયક રહેશે.

લવઃ- આ સમયગાળામાં તમારે વધારે ધૈર્ય રાખવાની જરૂર છે.
વ્યવસાયઃ- ભાગ્ય તમને સારો સાથ આપશે.
સ્વાસ્થ્યઃ- પેટની તકલીફ પરેશાન કરી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા પ્રયાસથી તમને સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે તથા સામાજિક સન્માન પ્રાપ્ત થઇ શકે છે. થોડાં સામાજિક કાર્યોથી તમારી ઓળખ બની શકે છે. નોકરી કરતાં લોકોને પ્રમોશન મળવાની આશા છે.

નેગેટિવઃ- પરિવાર અને ફાયનાન્સ તમારા ધ્યાનનું કેન્દ્ર રહેશે. યુવા મહિલા સાથે ભાગેદારીનો સંબંધ અચાનક તૂટી શકે છે.

લવઃ- તમે પ્રેમના મામલે વધારે ગંભીર રહેશો.
વ્યવસાયઃ- તમને કોઇ પ્રોપર્ટી પ્રાપ્ત થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- તમારી શારીરિક ઊર્જા ધીમે-ધીમે ઓછી થઇ રહી છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારા ઘરના સભ્યો સાથે મેલજોલ રાખીને કોઇપણ કાર્યને સફળ બનાવી શકો છો. માતા-પિતાના સંબંધ મામલે સ્થિતિ અનુકૂળ રહી શકે છે. માતા-પિતાનો સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થશે નહીં. મોટાભાગનો સમય ખોટા કાર્યોમાં વ્યતીત થઇ શકે છે. સગા-સંબંધિઓ સાથે સંબંધ સામાન્ય રહેવાની સંભાવના છે.

લવઃ- થોડાં લોકો એક પરિપક્વ અથવા ગંભીર રોમેન્ટિક સાથીને મળી શકે છે.
વ્યવસાયઃ- કામ કરવાથી ધન મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ અનુકૂળ છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓને શિક્ષાના ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. જો કોઇ પ્રકારના કોર્સની તૈયારી કરી રહ્યા છો તો તેમાં તમને સારી સફળતા મળવાની સંભાવના છે. ભાગ્ય ઉન્નતિ સાથે તૈયારીઓમાં સારી સફળતા મળશે.

નેગેટિવઃ- સગા-સંબંધીઓ સાથે સંબંધ ઓછા રહેશે. તમારે તમારા જ લોકોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. તમારી સમજદારી અને તમારા પ્રયાસ સારી સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે.

લવઃ- સામાન્યથી વધારે અંતર્મુખી અને સંબધો માટે ઓછા ઉત્સુક રહેશો.
વ્યવસાયઃ- કોઇ નવો પ્રોજેક્ટ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઇ વિશેષ બિમારી થવાના યોગ નથી.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘરમાં થોડાં માંગલિક કાર્ય સંપન્ન થવાની સંભાવના છે. જેનાથી ઉત્સાહમાં વૃદ્ધિ થઇ શકે છે. આર્થિક સ્થિતિઓ અનુકૂળ રહેશે. ભાગ્ય સારો સાથ આપશે તથા ધન-ધાન્યની દ્રષ્ટિથી સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે.

નેગેટિવઃ- ધનની લેવડ-દેવડ કરતી સમયે સાવધાન રહો. બિનજરૂરી ધનની લેવડ-દેવડ કરવી નહીં. કોઇ પ્રકારની પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે. જેના કારણે તણાવ ઊભો થઇ શકે છે.

લવઃ- પ્રેમ સંબંધ માટે સમય મિશ્રિત ફળદાયી રહેશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક દ્રષ્ટિએ સ્થિતિ સારી થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઇ કામમાં મળેલી અસફળતાના કારણે ચિંતા તમને થકવી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- માતા-પિતા પાસેથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. માતા-પિતાના આશીર્વાદ પણ પ્રાપ્ત થઇ શકે છે. એકબીજા સાથે તાલમેલ સારું હોવાથી શુભ કાર્યને કરવામાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- સગા-સંબંધીઓ સાથે સંબંધ હોવાથી બિનજરૂરી ધન ખર્ચ થવાની સંભાવના છે. ભાગદોડ પણ કરવો પડી શકે છે. સમય અને પરિસ્થિતિને જોતાં કાર્ય કરો.

લવઃ- કોઇ વ્યક્તિ તમારી તરફ આકર્ષિત થઇ શકે છે.
વ્યવસાયઃ- તમારું કાર્ય સફળ થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- ચિંતા મુક્ત રહો અને વાહન સાવધાનીથી ચલાવો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- પિતાનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. આર્થિક લાભના સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે. સામાજિક માન-સન્માન પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાની સંભાવના સારી છે. આ સમયે ભવન-વાહન ખરીદવાનો વિચાર સફળ થઇ શકે છે.

નેગેટિવઃ- યાત્રામાં બાધા ઉત્પન્ન થઇ શકે છે. તમારા કામકાજના ક્ષેત્રોમાં વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે. જો કોઇ યાત્રાનો પ્લાન બનાવી રહ્યા છો તો તેમાં સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- તમારા સંબંધનો ખુલાસો હાલ પરિવાર સામે કરવો નહીં.
વ્યવસાયઃ- નોકરીમાં ઉન્નતિની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાન ઉપર સંયમ રાખો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ધન અચલ સંપત્તિની દ્રષ્ટિએ સ્થિતિ ઉન્નતિદાયક રહી શકે છે. સગા-સંબંધિઓ સાથે સંબંધ સામાન્ય રહેવાની સંભાવના છે. આ સમયે તમે રાજનૈતિક લાભ પ્રાપ્ત કરી શકો છો.

નેગેટિવઃ- બિનજરૂરી સમસ્યાઓથી દૂર રહો. ખોટી સંગતિથી દૂર રહો. બિનજરૂરી ભાગદોડ કરવાથી બચો. આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. ગંભીરતા પૂર્વક કાર્ય કરવાથી સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પરણિતા લોકો માટે આ સમય સામાન્ય રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સારો લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને ચિંતા કરવાની જરૂર નથી.

X
daily astrology predictions of 23 January 2020, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી