22 જાન્યુઆરીનું રાશિફળ / બુધવારે મીન જાતકો પરિવાર સાથે સારો સમય પસાર કરશે, ધનલાભના યોગ બની રહ્યા છે

daily astrology predictions of 22 January 2020, Bejan daruwalla

Divyabhaskar.com

Jan 22, 2020, 08:04 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 22 જાન્યુઆરી, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે અને આ દરમિયાન તમને આશા પ્રમાણે પરિણામની પ્રાપ્તિ થશે. થોડાં લોકોને તેમના મકાનના સ્થાને કોઇ ભાડાના મકાનમાં સુખ મળી શકે છે.

નેગેટિવઃ- પારિવારિક જીવન ઉતાર-ચઢાવભર્યું રહી શકે છે. ગ્રહોની સ્થિતિ તમને પૂર્ણ સ્વરૂપે ઘરનું સુખ માણવા દેશે નહીં. તમે કામમાં વધારે વ્યસ્ત રહી શકો છો. આ સમયગાળા દરમિયાન કોઇપણ પ્રકારનું લેણ-દેણ કરવું નહીં.

લવઃ- તમે નવા સંબંધમાં પ્રવેશ કરી શકો છો.
વ્યવસાયઃ- વધારે લાભ કમાવાની ઇચ્છા પૂર્ણ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત મિશ્રિત પરિણામની પ્રાપ્તિ થશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ વાહન ખરીદવા માંગો છો અથવા ભવનનું નિર્માણ કરવાનું વિચારો છો તો તમારી આ ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. પરિવારના સુખમાં રૂપિયા ખર્ચ થઇ શકે છે. તમે રોકાણ કરવા વિશે વિચાર કરી શકો છો.

નેગેટિવઃ- તમે પ્રોપર્ટીને ભાડા પર આપીને સારો લાભ કમાઇ શકો છો. તમને તમારા પરિવારમાં માંગલિક કાર્યો ઉપર પણ ધન ખર્ચ કરવાની સ્થિતિ રહેશે.

લવઃ- તમે તમારી લવ લાઇફને ફરી જીવિત કરવાનું વિચારી શકો છો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં નાની-નાની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આધ્યાત્મિકતા તરફ રસ વધશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે અને પરિજનોનો સહયોગ મળશે. મિત્રો-સ્વજનો સાથે થયેલી ભેટથી મન આનંદિત રહેશે. પરિજનો સાથે પારિવારિક પ્રશ્નોની ચર્ચા થશે.

નેગેટિવઃ- આજનો દિવસ સામાન્ય રહેશે. નેગેટિવ વિચારોને મનમાંથી કાઢી નાખશો, નહીંતર પરેશાનીનું કારણ બનશે. વાણી ઉપર સંયમ રાખો. વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત કરવામાં વિઘ્ન આવી શકે છે.

લવઃ- તમારી અંદર અન્યને પ્રેરિત કરવાની ક્ષમતા સારી રહેશે.
વ્યવસાયઃ- કાર્યોમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે.
સ્વાસ્થ્યઃ- માનસિક રૂપથી તમે સંતુષ્ટ રહેશો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે નવા કોર્સમાં સાઇન-અપ કરી શકો છો. નોકરી પ્રશિક્ષણ માટે જઇ શકો છો અને નવા કૌશલ પ્રાપ્ત કરી શકો છો. પરિવેશમાં બદલાવની સંભાવના છે. નોકરીમાં સ્થાળાંતરણ અથવા ઘરમાં કોઇ પરિવર્તન આવી શકે છે.

નેગેટિવઃ- આજનો દિવસ મિશ્રિત રહેશે. તમારા પ્રયાસોથી કાર્યોમાં સફળતા મળશે, પરંતુ માનસિક અને શારીરિક રૂપથી થાકનો અનુભવ થશે. ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ જાળવો.

લવઃ- તમારા સંબંધને સુધારવા માટે થોડો સમય કાઢો.
વ્યવસાયઃ- અંગત અને વ્યાવસાયિક બંને રીતે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ રહેશે.
સ્વાસ્થ્યઃ- આરામ કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમે ભાવનાત્મક રૂપથી વધારે સુરક્ષિત અનુભવ કરશો. તેના કારણે તમને તમારા જીવનસાથી સાથે થોડો સારો સમય વિતાવવા મળશે. એક બાળકની યોજના બનાવવા માટે દિવસ સારો છે.

નેગેટિવઃ- જમીન-જાયદાદના મામલાઓમાં પડવાથી બચવું. કામનો ભાર વધારે રહેશે. લેણ-દેણથી બચવું. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

લવઃ- તમારો પાર્ટનર તમારા પ્રત્યે અધિકારાત્મક વ્યવહાર કરી શકે છે.
વ્યવસાયઃ- બોસ, પાર્ટનર અને સુપરવાઇઝર અથવા ગ્રાહકો સાથે મતભેદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સ્તર સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા પરિવાર અને સંબંધો ઉપર રહેશે. તમારા દેખભાળના વ્યવહારના કારણે ઘરના વડીલો તમને પ્રેમ અને આશીર્વાદ આપશે.

નેગેટિવઃ- વિદેશી સંપર્કો અને પારિવારિક કનેક્શનના માધ્યમથી આવક થશે. તમારા ખર્ચને તમારી આવક સાથે સંતુલન જાળવી રાખવાની કોશિશ કરો અને તમારી પાસે જે ધન છે તેનો ઉપયોગ સાવધાની પૂર્વક કરો.

લવઃ- કોઇ નવા સંબંધમાં પ્રવેશ કરવા માટે આ સમય સારો છે.
વ્યવસાયઃ- આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે.
સ્વાસ્થ્યઃ- શાંત રહેવા માટે યોગ અને ધ્યાનમાં મગ્ન રહો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- શંકાઓ દૂર થશે અને સફળતાની નવી ઊંચાઇ સુધી પહોંચવા માટે તમે તમારી ક્ષમતાનો પૂર્ણ પ્રયોગ કરી શકો છો. આ સમયે તમને સરળતાથી ધન મળશે જેથી તેનું યોગ્ય રોકાણ કરો.

નેગેટિવઃ- તમારી અંદર અનેક સંસાધન છે, જોકે, તમે હંમેશાં બેદરકાર રહેતાં હોવ તેવું પ્રતીત થઇ રહ્યું છે. કાર્યક્ષેત્રમાં નાની-નાની પરેશાનીઓ આવી શકે છે. પરંતુ કઠોર પરિશ્રમથી કાર્યોમાં સફળતા મળશે.

લવઃ- તમે તમારા પાર્ટનરને સમજશો.
વ્યવસાયઃ- વેપાર અને ફાયનાન્સ સાથે સંબંધિત ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પગલા ઉઠાવવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- જરૂરી આરામ કરવો જેથી ઊર્જાનું સ્તર જળવાયેલું રહે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે પરિવારમાં બધા પ્રત્યે સ્નેહ તથા પ્રેમનો વ્યવહાર રાખશો અને તેનાથી સંબંધમાં સુધાર થશે. આજે તમે અલગ-અલગ લોકોને મળશો અને તેમના માધ્યમથી તમે ઘણું શીખી શકશો.

નેગેટિવઃ- તમારે તમારા ખર્ચમાં પ્રાથમિકતાઓને સેટ કરવાની જરૂરિયાત છે. ધનની લાલચ તમને તે માર્ગમાં લઇ જઇ શકે છે જ્યાં તમે પરેશાનીઓનો સામનો કરી શકો છો.

લવઃ- રોમાંચક ભાવનાઓ અને મનોભાવ તમારા મનમાં છે.
વ્યવસાયઃ- કાર્યસ્થળ ઉપર સમસ્યાઓનો સામનો કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- શરીરને સંતુલિત આહાર સાથે જરૂરી પોષણ આપો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારા સામાજિક જીવન અને નોકરી સાથે સંબંધિત પહેલુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. સમય તમારા પારિવારિક જીવન માટે ખૂબ જ સારો રહેશે અને આ સમયગાળામાં તમે કોઇ વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવી શકો છો.

નેગેટિવઃ- તમારી આર્થિક સ્થિતિ હાલ સુનિયોજિત પરિસ્થિતિમાં નથી. તમને સરળતાથી અમીર થવાના શોર્ટકટ મળશે પરંતુ તે અનૈતિક રીતોની પસંદગી કરશો નહીં.

લવઃ- સિંગલ વ્યક્તિઓને આજે સાથી મળી શકે છે.
વ્યવસાયઃ- પરિવારના સભ્યોમાં મોટાભાગના લોકો એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- જૂની બિમારીઓ દૂર થશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઉચ્ચ શિક્ષા માટે વિદ્યાર્થીઓ સફળતા અર્જિક કરશે અને તેમને મનગતમાં સંસ્થાનોમાં પ્રવેશ મળી જશે. સિવિલ એન્જીનિયરિંગ, કાનૂન, સામાજિક વિષય, સમાજ સેવા તથા આધ્યાત્મિક વિષયોના શિક્ષા લેતાં વિદ્યાર્થીઓ માટે વર્ષ ઉન્નતિદાયક રહેશે.

નેગેટિવઃ- પરિસ્થિતિઓ જે તમારી આવક અને કરિયરમાં અસ્થિરતાનો સંકેત આપે છે. તમને સ્થાયી આર્થિક સ્થિતિને લઇને યોગ્ય રીત શોધવાની જરૂરિયાત છે.

લવઃ- પ્રેમમાં લિપ્ત લોકો એક ખુશહાલ રોમાન્સ અને હુકઅપની અપેક્ષા કરી શકે છે.
વ્યવસાયઃ- પરિજનો અને મિત્રનો પણ સહયોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમે ફરી કસરત કરવાનું શરૂ કરશો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. સ્થાન પરિવર્તન થવાની સાથે આવક પણ વધી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વ્યવહારકુશળતાના કારણે અધિકારીઓ પાસેથી સન્માન મળી શકે છે.

નેગેટિવઃ- પારિવારિક મામલાઓ અને સામાજિક સર્કલમાં થઇ રહેલી ચુગલી અથવા નિંદા તરફ ધ્યાન આપો અને લોકો સાથે થઇ રહેલાં મતભેદનો ઉકેલ કરવા માટે કાર્ય કરો.

લવઃ- તમે પ્રેમ સંબંધો વિશે એક અલગ દ્રષ્ટિકોણથી વિચારી શકો છો.
વ્યવસાયઃ- કારોબાર વિસ્તાર માટે નવું કાર્ય શરૂ કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કોઇ જૂની અથવા રહસ્યમયી બિમારી સામે આવી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- પરિજનો સાથે દિવસ સારો વિતશે. કોઇ સમારોહ અથવા ધાર્મિક આયોજનમાં સામેલ થઇ શકો છો. અભ્યાસના મામલાઓમાં સ્થિતિ સારી રહેશે. પ્રોફેશનલ સ્તરે મળી રહેલાં અવસરનો જલ્દી જ ફાયદો મળશે.

નેગેટિવઃ- આજનો દિવસ મિશ્રિત રહેશે. કામકાજ સારું ચાલશે અને ધનલાભના યોગ પણ રહેશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. તમારા દિમાગમાં ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને છુપાયેલી પ્રતિભાઓને શોધો.

લવઃ- એક ગુપ્ત અફેરના કારણે તમારે તમારા પતિ-પત્ની-પ્રતિસ્પર્ધી સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
વ્યવસાયઃ- તમારા સારા વ્યવહારથી કાર્યક્ષેત્રનું વાતાવરણ સામાન્ય બનાવવામાં સફળ રહેશો.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

X
daily astrology predictions of 22 January 2020, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી