21 જાન્યુઆરીનું રાશિફળ / મંગળવારે વૃષભ રાશિના લોકોએ કોઇ નવું કાર્ય શરૂ કરવું નહીં, વૃશ્ચિક જાતકોને ધનલાભ થશે

daily astrology predictions of 21 January 2020, Bejan daruwalla

Divyabhaskar.com

Jan 21, 2020, 08:06 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 21 જાન્યુઆરી, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- જે વિદ્યાર્થી તેમના શૈક્ષિક સપનાને આગળ વધારવા માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છો, તે સફળ થઇ શકે છે. તેમને મહાન અવસર મળી શકે છે જે તેમની વૃદ્ધિ અને વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

નેગેટિવઃ- તમારે તમારા આસપાસની સ્થિતિને નિયંત્રિત કરવાની કોશિશ કરવી નહીં. ગુસ્સો વધારે રહેશે. વાણી ઉપર સંયમ રાખશો તો પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લાવી શકશો.

લવઃ- એક સંતુલિત જીવન જીવવા માટે સમય સારો છે.
વ્યવસાયઃ- પ્રાથમિકતાઓમાં બદલાવ અને પોતાનામાં પરિવર્તનથી ફાયનાન્સ પ્રભાવિત થશે.
સ્વાસ્થ્યઃ- પૌષ્ટિક આહાર અને કઠોર વ્યાયામ પ્રણાલીના કારણે તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા ખૂબ જ સારી રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- યાત્રા તમને સમૃદ્ઘ પુરસ્કાર અને ગ્રાહકો સાથે સારી રીતે સંપર્ક જાળવી રાખવામાં મદદ કરશે. તમારી શીખવાની ક્ષમતા ખૂબ જ તીવ્ર રહેશે અને તેનાથી તમારી વૃદ્ધિ અને વિકાસ ખૂબ જ તેજ થશે.

નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં કામકાજ વધારે રહેશે અને કઠોર પરિશ્રમથી સફળતા મળશે. બિનજરૂરી ધન ખર્ચ ખશે. નવા કાર્યની શરૂઆત માટે સમય સારો નથી.

લવઃ- જે લોકો સંબંધોમાં વ્યસ્ત નથી, તેઓ નવા મિત્રો બનાવશે.
વ્યવસાયઃ- પરિશ્રમ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- કોઇ બિમારીથી છુટકારો મળશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘરના નવીકરણ ઉપર ખર્ચ કરી શકો છો. તમારી રચનાત્મકતા ચરમ પર રહેશે. તમારે યાત્રા કરવી પડશે અને તે તમારી પ્રતિભા પ્રદર્શિત કરવાનો અવસર રહેશે.

નેગેટિવઃ- તમારો પ્રયાસ સામંજસ્યપૂર્ણ અને શાંતિપૂર્ણ સંબંધોને જાળવી રાખવો જોઇએ. તમે શાંત અને સંયમિત રહો. ઘરની સજાવટ ઉપર ભારે ખર્ચ થઇ શકે છે.

લવઃ- પાર્ટનર સાથે સારો સમય વિતશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પ્રોફેશનલ દ્રષ્ટિએ તમે ચમત્કાર કરશો અને તમારા આધીનસ્થ તમારી ચિંતાઓ અને પ્રશ્નો માટે તમારી મદદ લેશે. આજે તમે અન્ય લોકોને પણ મદદ કરશો.

નેગેટિવઃ- નવા કામની શરૂઆત ન કરો. થોડાં વધારે જ સંવેદનશીલતાનો અનુભવ કરશો. માનસિક રૂપથી વ્યગ્રતાનો અનુભવ થશે. આજે ધાર્મિક વિચારો સાથે ધાર્મિક કાર્યોમાં ખર્ચ થશે.

લવઃ- આ સમયે તમે જીવનના અદભૂત રોમેન્ટિક ચરણને અનુભવ કરી શકો છો.
વ્યવસાયઃ- કારોબારમાં ધનલાભ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે નહીં.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમારી પાસે જે છે તેનાથી સંતુષ્ટ રહો. પૈતૃક ધન તમારી આર્થિક સ્થિતિને બદલી શકે છે. બાળકોને તેમના માતા-પિતાના સારા સામંજસ્યનો આનંદ મળશે. ઘરમાં શાંતિનું વાતાવરણ છવાયેલું રહેશે.

નેગેટિવઃ- ધનને લઇને આ વર્ષે તમારો હાથ થોડો તંગ રહેશે. કોઇ દગો થાય તેવી સંભાવનાઓ છે. ઉતાવળમાં કોઇ નિર્ણયમાં સામેલ થવું નહીં.

લવઃ- સાથી સાથે તર્ક-વિતર્કથી બચો.
વ્યવસાયઃ- કાર્યોમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- દઢ નશ્ચિય અને જોશ સાથે તમે વિકાસની રાહ પર આગળ વધશો. તમારા ઉચ્ચ અધિકારીઓ તમને પ્રમોશન આપવા વિશે વિચારી શકે છે. પરિવાર સાથે સમય સુખપૂર્વક વિતશે.

નેગેટિવઃ- ગણેશજી તમને આકરી મહેનત કરવા વિશે સૂચવે છે. તમારે તમારા કરિયરમાં વધારે પ્રશંસા મળવાની સંભાવના છે. આજે ધનનો ઉપયોગ સમજી-વિચારીને કરવો.

લવઃ- અધિકાર, ઈર્ષ્યા અને તમારી મરજી સાથે સંબંધિત મુદ્દાનો ઉકેલ લાવવા માટે સારા દ્રષ્ટિકોણની જરૂર છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- શરીરને સારું પોષણ આપવાની જરૂર છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- અંગત અને પ્રોફેશન બંને ક્ષેત્રમાં વધારે બેઠક અને અવસરથી તમારા જીવનમાં થોડાં મહત્ત્વપૂર્ણ લોકોના આવવાનો સંકેત મળી રહ્યો છે. રચનાત્મક લેખન, વેપાર અને વાણિજ્ય જેવા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો.

નેગેટિવઃ- કાર્ય-સ્થળમાં મતભેદ આ સમયે અનિવાર્ય છે અને આ મતભેદ તમારા બોસ, પાર્ટનર અને સુપરવાઇઝર વચ્ચે હોઇ શકે છે. કમાણી માટે નવી ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- તમારા વૈવાહિક જીવનમાં તમને મિશ્રિત પરિણામ મળવાની આશા છે.
વ્યવસાયઃ- વેપાર-ધંધો સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અંગે બેદરકારી કરશો નહીં.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે શિક્ષાના ઉદેશ્યથી કોઇ વિદેશી દેશમાં જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે તે ખૂબ જ લાભકારી રહેશે. તમારા સંપર્કો અને સંબંધોમાં સુધાર થશે. કરિયર આગળ વધતું રહેશે.

નેગેટિવઃ- આજે તમે વિકાસ પથ પર રહીને અન્ય લોકોની મદદ કરી શકશો. બધા સાથે સારા સંબંધ જાળવી રાખવા ઉપર ધ્યાન આપો અને ક્યારેય અન્ય સાથે ખરાબ વ્યવહાર કરવો નહીં.

લવઃ- તમારો પ્રેમ દરેક બાધા દૂર કરવામાં મદદ કરશે.
વ્યવસાયઃ- કારોબારમાં ધનલાભ અને નોકરીમાં ઉન્નતિની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- કોઇ બિમારીના શિકાર થઇ શકો છો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમે થોડાં ઉદ્યોગ નિષ્ણાંતોને મળી શકશો અને તેમની સલાહથી તમને ખૂબ જ મદદ મળશે. આ મહિનો ગ્રાહકો સાથે સંપર્ક જાળવી રાખવા માટે યોગ્ય છે.

નેગેટિવઃ- ભવિષ્યવાણી તે વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે જેઓ તેમની શિક્ષાનું અનુસરણ કરી રહ્યા છે. જો તમે ઉચ્ચ શિક્ષા પાઠ્યક્રમમાં પ્રવેશ મેળવવાનું લક્ષ્ય બનાવ્યું છે તો તેમાં સફળ થશો.

લવઃ- તમારું પ્રેમ જીવન અનુકૂળ રહેશે.
વ્યવસાયઃ- આજનો દિવસ સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- પરિવારના સભ્યોને કોઇ બિમારીનો સામનો કરવો પડી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- યાત્રાની દ્રષ્ટિથી આ દિવસ એક આશાજનક દિવસ છે. તમને તમારી યાત્રાથી ખૂબ જ સારો લાભ મળી શકે છે અને તમે એક મજબૂત સંપર્ક ક્ષેત્ર વિકસિત કરી શકો છો. નક્ષત્રો આજના દિવસે અનુકૂળ સ્થિતિમાં છે.

નેગેટિવઃ- ભવિષ્યમાં બુદ્ધિમત્તાવાળું રોકાણ કરવાના અવસરોની શોધમાં રહો. તણાવના કારણે તમે તમારી ઉપર નિયંત્રણ રાખી શકશો નહીં.

લવઃ- પ્રિય વ્યક્તિ સાથે સારો સમય વ્યતીત થશે.
વ્યવસાયઃ- ગ્રહોની સ્થિતિ તમારી અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક સ્વાસ્થ્યને જાળવી રાખો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારું ધ્યાન તમારા સપના ઉપર રહેશે. તમારા પ્રયાસ તમારી મહત્ત્વકાંક્ષાઓની શોધમાં નિર્દેશિત રહેશે અને તેમાં તમે સફળ થશો. તમે કાર્યસ્થળ પર ખૂબ જ સન્માન અને પ્રશંસા અર્જિત કરશો.

નેગેટિવઃ- તમે તમારા પ્રયાસો સિવાય તમારા અભ્યાસના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો નહીં. નક્ષત્રો અનુકૂળ સ્થિતિમાં રહેશે નહીં. માટે સાવધાન રહો.

લવઃ- સાથીનો પ્રેમ મેળવીને તમે પોતાને ભાગ્યશાળી અનુભવ કરી શકો છો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- સંતુલિત ભોજન લેવું.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- નક્ષત્રો એક અનુકૂળ સ્થિતિમાં છે અને તમને સારી માત્રામાં રૂપિયા બનાવવાના અવસર મળશે. તમને વિત્તીય પ્રયાસોને આગળ વધારવા માટે તમારે તમારા પરિવાર, મિત્રો અને અન્ય લોકોની મદદ મળશે.

નેગેટિવઃ- રાશિફળ તમને તમારા ખર્ચ અને બજેટ ઉપર નજર રાખવાની સલાહ આપે છે. ઉચ્ચ અભ્યાસના ઉદેશ્યથી વિદેશ યાત્રાની યોજના બનાવી રહ્યા છો તો હાલ ટાળી દો.

લવઃ- જીવનસાથી સાથે સારા ક્ષણ વિતાવી શકશો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સ્તર સારું રહેશે.

X
daily astrology predictions of 21 January 2020, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી