તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુક્રવારે મીન રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે, ધનની બાબતોને લઇને સાવધાન રહેવું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 20 માર્ચ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારા જીવનમાં અત્યારે બધું શાંતિથી ચાલી રહ્યું છે અને તમે પણ ખૂબ જ શાંત છો. તમે કાર્યમાં આકરી મહેનત કરી રહ્યો છો અને ઉન્નતિ મેળવી રહ્યા છો. કરિયરમાં બદલાવ પણ જલ્દી જ થશે.

નેગેટિવઃ- માર્ગદર્શન અને અંતદ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે પિતા સમાન કોઇ વ્યક્તિની સલાહ લેવી જોઇએ. આ સમયે અનેક લોકો તમને ઓળખશે અને તમારું સન્માન પણ કરશે.

લવઃ- આ સમય પાર્ટી કરવાનો છે.
વ્યવસાયઃ- માર્ગદર્શન માટે નવી આધ્યાત્મિક અંતદ્રષ્ટિ સાથે જોડાવવું.
સ્વાસ્થ્યઃ- તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારા આધ્યાત્મિક પક્ષના સંપર્કમાં રહો. તે બધાનું ધ્યાન રાખો જેઓ તમારા ઉપર નિર્ભર છે. આકરી મહેનત અને પ્રામાણિકતાથી તમે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરી શકો છો. 

નેગેટિવઃ- આ સમય પિતા અથવા પિતા સમાન કોઇ વ્યક્તિ સમસ્યાનો અનુભવ કરી શકે છે. તમારી આધ્યાત્મિક અંતદ્રષ્ટિ અને વિશ્વાસ સાથે જોડાવા માટે યાત્રાનો ઉપયોગ કરો.

લવઃ- આ સમયે તમે ફાઇનાન્સ અને સંબંધ બંને સાથે સંતુષ્ટ રહેશો.
વ્યવસાયઃ- કરિયરમાં પરિવર્તન થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો.
--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સંબંધો અથવા સહકર્મીઓની કંપનીમાં હાલ એક નાની યાત્રા સંભવ છે. આ અનુભવનો પ્રયોગ આત્મિક ઉન્નતિ અને નવા આધ્યાત્મિક વિશ્વાસના સંપર્કમાં આવતાં અવસર સ્વરૂપે કરો. 

નેગેટિવઃ- તમારી અસુરક્ષાની ભાવનાને છોડીને આત્મવિશ્વાસી બનો. નવા સલાહકાર અથવા શિક્ષક સાથે જોડાવા માટે યોગ્ય સમય છે. જીવનમાં બદલાવ હંમેશાં રોમાંચક હોય છે.

લવઃ- પાર્ટી, ફિલ્મ, સંગીતનો આનંદ ઉઠાવો.
વ્યવસાયઃ- આ સમયે તમે ઊર્જાવાન રહેશો.
સ્વાસ્થ્યઃ- દુર્ઘટનાથી બચવા માટે તમારું ધ્યાન રાખો.
--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે એક નવી અને અજ્ઞાત દિશા તરફ આગળ વધી રહ્યા છો. આ સમયે તમે મિત્રો સાથે બહાર જઇને આનંદ માણી શકો છો. આ ગતિવિધિ તમને ચિંતા અને તણાવથી દૂર લઇ જશે.

નેગેટિવઃ- આ સમયે કોઇ લાંબી યાત્રા થવાની સંભાવના છે. કોઇપણ મોટો કાનૂની અથવા વ્યાવસાયિક નિર્ણય લેતાં પહેલાં તમારા પાર્ટનર અથવા નજીકના સહયોગીઓ સાથે વાત કરો.

લવઃ- કોઇ વિશેષ વ્યક્તિ સાથે તમારા સંબંધ મજબૂત કરવા માટે આ સમયગાળો સારો છે.
વ્યવસાયઃ- ઈમેલ, ટેક્સ્ટ, પત્ર અથવા અંગત વાતચીતની જરૂરિયાત રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીનો જાતે ઉકેલ લાવવાની કોશિશ કરશો નહીં.
--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- જો તમે કોઇ અવસરનો લાભ ઉઠાવવા માટે ઇચ્છુક છો તો કરિયરમાં બદલાવ પણ હાલ સંભવ છે. બદલાવની યોજના અથવા એક નવા રસ્તા અને નવી દિશામાં આગળ વધો. 

નેગેટિવઃ- લેખન અને તમારા વિચારોને સ્વતંત્રરૂપથી વ્યક્ત કરવાં તમારા માટે જરૂરી છે. કળા અને આધ્યાત્મિક વિચાર તમને શાંતિ આપશે. 

લવઃ- થોડી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે.
વ્યવસાયઃ- તમારા સાથીના પરિવારને કોઇ દગો આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમય અને સ્થાનની જરૂરિયાત છે.
--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે પોતાને શાંત રાખો, તેનાથી તમે અલગ જ આનંદનો અનુભવ કરશો. તમે યોગ્ય વ્યક્તિ સાથે વાતચીત કરીને તમારો કંટાળો દૂર કરી શકો છો. સંબંધોમાં વિકાસ તમારા મૂડને સારો રાખશે.

નેગેટિવઃ- ઓફિસમાં તણાવના બોજના કારણે તમને થાક લાગી શકે છે. તમે જે ઇચ્છો છો તે વાતનું ધ્યાન રાખો અને તેને વ્યક્ત કરો.

લવઃ- આ સમયે તમારો સંબંધ મજબૂત થશે.
વ્યવસાયઃ- જીવનમાં નવી સંભાવનાઓ શોધવાની કોશિશ કરો.
સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે સાવધાની રાખો.
--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારા નેતૃત્વ કૌશલ તમારા બિઝનેસ અને હ્રદયના મામલામાં યોગ્ય રીતે સેવા પ્રદાન કરશે. તમારી મહેનત તમને ઓળખ સાથે આર્થિક લાભ પણ અપાવશે. આ સમયે તમારે ધૈર્ય અને નિરંતર પ્રયાસની જરૂરિયાત છે.

નેગેટિવઃ- હાલમાં જ આવેલી ધનની કમીના કારણે ઉત્પન્ન થયેલાં મામલાઓનો ઉકેલ લાવવાની કોશિશ કરો. તમારા સંબંધોની સ્થિતિ પ્રત્યે સાવધાન રહો.

લવઃ- આ સમયે તમારે તમારા પ્રેમીને વધારે મહત્ત્વ આપવું જોઇએ.
વ્યવસાયઃ- આ સમયે ઉતાવળમાં કોઇપણ નિર્ણય લેવાથી બચવું.
સ્વાસ્થ્યઃ- ઘરેલુ ઉપચાર તમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકે છે.
--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારા કામને પ્રોત્સાહન મળશે અને તમારી મહેતનનું ફળ પણ તમને મળશે. અન્ય લોકો જેમા તમારા અધિકારી અને નજીકના સંબંધીઓ સામેલ છે, આ સમયે તેઓ તમારા નેતૃત્વ અને ગુણોની નોટિસ કરશે.

નેગેટિવઃ- હાલ તમે અનેક મીટિંગ્સમાં સામેલ થવાનું ઇચ્છશો. થોડાં લોકો તમારા કામના પ્રદર્શન ઉપર ચર્ચા કરી શકે છે. આકરી મહેનત કરવાનું શરૂ રાખો અને ગોસિપ અથવા ઓફિસના પોલિટિક્સમાં પડવું નહીં.

લવઃ- આ સમયે તમારે એક સુંદર સંબંધ માટે તૈયાર રહેવાની જરૂર છે.
વ્યવસાયઃ- હાલ તમારી આસપાસ બધા જ શુભ ચિંતક છે, તેમનો ભરપૂર લાભ ઉઠાવો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.
--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમને અન્યની મદદ કરવાનો વ્યવહાર તમારા વિકાસમાં મદદગાર છે. તેમાં કોઇ શંકા નથી. તમારા પ્રયાસ તમને સફળ થવામાં મદદ કરશે. તમારા કૌશલ તમને કાર્ય અને આવકમાં સારા પરિણામ આપનાર રહેશે.

નેગેટિવઃ- આ સમયે બધા જ નિર્ણયો સમજી-વિચારીને લેવાં. આ સમય દરમિયાન તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. આ સમય કોઇપણ ખરીદી કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.

લવઃ- આ સમયે તમારે તમારા પ્રેમીની આશા વિશે વિચારવું જોઇએ.
વ્યવસાયઃ- યાત્રાની યોજનાઓ તમારા પ્રમાણે રહેશે નહીં.
સ્વાસ્થ્યઃ- આ સમયે પગની સમસ્યા પરેશાન કરી શકે છે.
--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઇ વ્યક્તિનું મૃત્યુ અથવા પ્રાપ્ત થયેલ ખજાનો તમને જીવનનો એક નવો દ્રષ્ટિકોણ પ્રદાન કરશે. કોઇ ક્લબનો ભાગ બનો અથવા નવા લોકો સાથે વાતચીત કરવું પણ તમારા માટે સારું રહેશે.

નેગેટિવઃ- આકરી મહેનત કરવા છતાં, તમારે હાનિનો સામનો કરવો પડી શકે છે. આ એક અસ્થાયી ચરણ હશે અને તમે તેમાં શાંતિ મેળવશો. આ સિવાય તમારે તમારી વસ્તુઓના ઉજ્જળ પક્ષને જોવો જોઇએ.

લવઃ- આ સમયે તમારા વ્યવહારને પોઝિટિવ રાખો.
વ્યવસાયઃ- ધનમાં રોકાણ સમજી વિચારીને જ કરો.
સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી ફિટ રહો.
--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇ મોટી કંપનીથી સારા અવસર પણ મળી શકે છે. જે પ્રકારે તમે તમારું કામ વ્યવસ્થિત કરો છો, તેના પરિણામસ્વરૂપ તમને લાભ થશે. તમે એક પ્રામાણિક વ્યક્તિ છો અને કોઇપણ તમારી પ્રામાણિકતા ઉપર શંકા કરશે નહીં.

નેગેટિવઃ- પરિવાર સાથે મળીને મુશ્કેલીઓનો ઉકેલ લાવવાની કોશિશ કરો. એક દુર્ઘટના અથવા હાનિ તમારા ઉપર હાવી થઇ રહી છે. ધૈર્ય રાખો અને ઉતાવળમાં નિર્ણય લેવાથી બચવું.

લવઃ- આ સમયે તમે તમારા સંબંધને વધારે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરશો.
વ્યવસાયઃ- આ સમયે તમે શક્તિ અને યશના મામલે સૌથી આગળ છો.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમને ખભા સાથે જોડાયેલી પરેશાની થઇ શકે છે.
--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- અન્ય લોકો તમારા ચમત્કારથી આકર્ષિત છે અને તમને ફોલો કરવા માટે તૈયાર છે. બહાર આવો અને નવા સમૂહ અથવા ક્લબમાં સામેલ થાવ. ઉદેશ્યોને શોધવા માટે નવી કંપનીથી તમને યાત્રાના અવસર મળી શકે છે.

નેગેટિવઃ- તમારા ભૂતકાળ ઉપર વધારે ધ્યાન આપશો નહીં. આ સમયે ભાગ્યનો સાથ તમને મળી રહ્યો છે. તેનો લાભ ઉઠાવવા માટે તૈયાર રહો.

લવઃ- આ સમયે તમારું આકર્ષણ કોઇ ખાસ વ્યક્તિ તરફ રહેશે.
વ્યવસાયઃ- આ સમયે તમારે તમારા ધનને લઇને સાવધાન રહેવું જોઇએ.
સ્વાસ્થ્યઃ- કોઇ એલર્જી કે ત્વચા સંબંધી રોગ તમને થઇ શકે છે.
 

અન્ય સમાચારો પણ છે...