2 ડિસેમ્બરનું રાશિફળ / સોમવારનો દિવસ કર્ક જાતકો માટે દિવસ શુભ રહેશે, વાહન સુખ મળી શકે છે.

daily astrology predictions of 2 December 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Dec 02, 2019, 08:24 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 2 ડિસેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારી કમ્યૂનિકેશન ક્ષમતા પ્રભાવશાળી સાબિત થઇ શકે છે. રૂપિયાની વસૂલની દ્રષ્ટિએ દિવસ સારો છે. કામકાજ સરળતાથી ચાલશે. જૂના વિવાદ અને ટકરાવ પણ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- મુશ્કેલ મામલાઓથી બચવા માટે તમારે તમારા સંપર્કનો ઉપયોગ કરવાની જરૂર છે. ઘરેલૂ સુખ-સુવિધાની વસ્તુઓ ઉપર વધારે ખર્ચ કરશો નહીં. તમને અસાધારણ સફળતાથી પ્રોત્સાહિત કરવામાં આવી શકે છે.

લવઃ- આજે ખોટું બોલવાથી બચવું. તે તમારા પ્રેમ સંબંધને ખરાબ કરી શકે છે.
વ્યવસાયઃ- તમે કોઇ નવા કાર્યની શરૂઆત કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- ગ્રહોની સ્થિતિ ક્યારેક-ક્યારેક તમારી જિજ્ઞાસાને વધારશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમે ઊર્જાથી પૂર્ણ રહેશો. આજે કોઇ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થઇ શકે છે. આજે તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો અને તમે જે કાર્યને કરશો, તે તમને આશાથી વધારે ફાયદો આપી શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ સાવધાન રહો. ઓવર કોન્ફિડન્સના કારણે નુકસાન પણ થઇ શકે છે. કોઇ સાથે ત્યારે જ મિત્રતા કરવી જ્યારે તેના વિશે સંપૂર્ણ જાણકારી તમે મેળવી લીધી હોય.

લવઃ- તમે તમારા પ્રેમ જીવનને નુકસાન અને પરેશાનીઓથી બચાવી શકશો.
વ્યવસાયઃ- જોબ કરતાં વ્યક્તિઓએ સ્થાળાંતરનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- ગ્રહોની સ્થિતિ શારીરિક જોશ અને ઉમંગને વધારશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમારા વિચાર અન્યથી વધારે અદભૂત રહેશે. આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળી શકે છે. આજનો દિવસ કોઇ મોટો નિર્ણય લેવા માટે ઠીક સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ- થોડી વાતોને લઇને તમારા મનમાં ડાઉટ રહેશે. તમારે આજે તમારી ભૂલ માનવી પડશે. તમે જે વ્યક્તિ ઉપર સૌથી વધારે વિશ્વાસ કર્યો છે, તે વિશ્વાસપાત્ર નથી તે વાત જાણીને તમને આજે ખૂબ જ દુઃખ થશે.

લવઃ- જીવનસાથી સાથે થોડી હસી-મજાક થશે.
વ્યવસાયઃ- તમારી રચનાત્મકતા આજે જોર પકડશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સંપૂર્ણ સાથ આપશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમારી માટે સારો રહે તેવી આશા છે. વાહન સુખ મળી શકે છે. આજના દિવસે તમે કોઇ સારા કામને શરૂ કરી શકો છો. પરિવાર સાથે સમય વિતાવી શકો છો. જેના કારણે મન ખુશ રહી શકે છે.

નેગેટિવઃ- આજે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. ચુનોતીઓ પણ આવી શકે છે, જેના માટે તમારે તૈયાર રહો. દરેક પ્રકારની સ્થિતિથી છુટકારો મેળવવામાં તમે સક્ષમ રહેશો. તમે આજે થોડાં જિદ્દી થઇ શકો છો.

લવઃ- ભય, ઈર્ષ્યા અને નફરત જેવા નેગેટિવ ભાવમાં કમી આવશે.
વ્યવસાયઃ- કારોબારીઓને ધનલાભ થશે.
સ્વાસ્થ્યઃ- કસરતની જરૂર છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે દિવસના બીજા ભાગમાં આર્થિક દ્રષ્ટિએ ફાયદો મળી શકે છે. આજે ધનલાભ થઇ શકે છે. કોઇ ગિફ્ટ પણ મળી શકે છે. આજે તમે તમારા લાંબા સમયગાળાથી ચાલી રહેલાં ઝગડાનો ઉકેલ લાવી શકશો.

નેગેટિવઃ- કોઇ વિવાદિત વ્યક્તિ સાથે વાત કરીને તમારો દિવસ ખરાબ કરશો નહીં. સમજદારીથી કામ લેવું અને સંભવ હોય તો તેનાથી બચવાનો પ્રયાસ કરો. વાતચીતમાં કુશળતા આજે તમારો પક્ષ મજબૂત કરી શકે છે.

લવઃ- પ્રેમ અને સદભાવથી મામલો ઉકેલાય શકે છે.
વ્યવસાયઃ- જે લોકો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તેમને ફાયદો થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્ય પ્રત્યે વિવિધ પરેશાની રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજના દિવસે કંઇક રચનાત્મક કાર્ય કરવા માટે તમારી ઓફિસથી જલ્દી રજા લેવી પડશે. આકસ્મિક સારા સમાચાર તમારા પરિવારમાં સુખનું વાતાવરણ લાવી શકે છે. તમારા અતીત સાથે જોડાયેલ કોઇ વ્યક્તિ આજે તમારી સાથે સંપર્ક કરી શકે છે.

નેગેટિવઃ- આજે કોઇ કાર્યના પૂર્ણ ન થવા પર મન ક્રોધિત થઇ શકે છે. આજે કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં કોઇ વ્યક્તિની સલાહ લઇ લેવી. સમજી-વિચારીને જ નિર્ણય લેવો. આજના દિવસે કારોબારને લઇને ભાગદોડ કરવી પડી શકે છે.

લવઃ- સંબંધોને લઇને તમારી જવાબદારી વધી શકે છે.
વ્યવસાયઃ- તમને ભાગ્યનો સાથ મળશે.
સ્વાસ્થ્યઃ- અનેક પ્રકારના રોગ અને પીડાની સ્થિતિના અણસાર રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજના દિવસે તમારા કરિયરમાં થોડાં બદલાવ આવી શકે છે. આજે તમારા પોઝિટિવ વિચાર લોકોને ખૂબ જ પસંદ આવશે. કારોબારમાં લાભ થઇ શકે છે. એકાગ્ર મનથી કરેલું કામ લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- આજના દિવસે તમે પારિવારિક સમસ્યાઓને લઇને પરેશાન રહી શકો છો. આજે નોકરિયાત લોકોનું ટ્રાન્સફર થઇ શકે છે. આજે તમારો આર્થિક પક્ષ સામાન્ય રહે તેવી આશા છે.

લવઃ- આજનો દિવસ લવ લાઇફ માટે ઠીક રહેશે.
વ્યવસાયઃ- ગણેશ જી તમને ધનના મામલે આગળ લઇ જવામાં સંપૂર્ણ મદદ કરશે.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ સ્વાસ્થ્યને શાનદાર જાળવશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમારી માટે અનુકૂળ રહેશે. ધન સાથે જોડાયેલ કોઇ ફાયદો થઇ શકે છે. કામકાજમાં તમારી ગતિ લાંબા સમયથી ચાલી રહી સમસ્યાનું સમાધાન કરી દેશે. કોઇ કંપનીમાં જોબ કરી રહ્યા છો તો આજે લાભના અણસાર બની શકે છે.

નેગેટિવઃ- માનસિક તણાવ વધી શકે છે. તમે પરિવારના સભ્યો સાથે સમય વિતાવી શકશો નહીં. આજે કોઇ ખાસ મામલે કન્ફ્યૂઝન વધી શકે છે.

લવઃ- આજનો દિવસ પ્રેમ-જીવનમાં આશાની નવી કિરણ લાવશે.
વ્યવસાયઃ- થોડાં કઠોર નિર્ણય લેવાની જરૂરિયાત છે.
સ્વાસ્થ્યઃ- તમારી કોઇ પીડાનો ઇલાજ આજે થઇ શકશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા મિત્રો સાથે થોડો સમય વિતાવી શકો છો. પ્રભાવશાળી લોકોનો સહયોગ તમારા ઉત્સાહને બમણો કરી દેશે. વધારે આવક માટે તમારા સર્જનાત્મક વિચારની મદદ લેવી.

નેગેટિવઃ- તમારા ઉદેશ્યો તરફ શાંતિથી વધતાં રહો અને સફળતા મળે નહીં ત્યાં સુધી તમારા પત્તા ખોલશો નહીં. ગુપ્ત દુશ્મનો તમારા વિશે અફવાહ ફેલાવી શકે છે.

લવઃ- જીવનસાથી તરફથી કોઇ સારું સરપ્રાઇઝ મળી શકે છે.
વ્યવસાયઃ- નવું કાર્ય શરૂ કરવા માટે આ સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને સુખી અને સ્વસ્થ રાખવાની કોશિશ કરશો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ અને અન્યની સલાહ સાંભળી અને તેના ઉપર અમલ કરવો મહત્ત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. પ્રખ્યાત લોકો સાથે મળવાથી નવી યોજનાઓ અને નવા આઇડિયા મળશે.

નેગેટિવઃ- આજના દિવસે રૂપિયાની લેણ-દેણ કરવાથી બચવું. ઉતાવળમાં લીધેલાં નિર્ણયો પરેશાનીમાં મુકી શકે છે. કોઇપણ નિર્ણય લેતાં પહેલાં ઠંડા દિમાગે વિચાર કરી લેવો જોઇએ.

લવઃ- તમારા પ્રિય વ્યક્તિ આજે નિરાશ રહેશે.
વ્યવસાયઃ- વિદેશી કંપનીઓ સાથે વેપારમાં પણ લાભના સંકેત છે.
સ્વાસ્થ્યઃ- આજે તમારા મનમાં નેગેટિવ ભાવ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારા બાળકનું પ્રદર્શન તમને ખૂબ જ સુખ આપશે. પરિવારના લોકોનો હસી-મજાક ભર્યો વ્યવહાર ઘરના વાતાવરણને હળવો બનાવી દેશે. આજે પારિવારિક વાતાવરણ ઠીક રહેશે.

નેગેટિવઃ- તમે તે યોજનાઓમાં રોકાણ કરતાં પહેલાં બે વાર વિચારશો જે આજે તમારી સામે આવી છે. ઇચ્છિત પરિણામ આપવા માટે તમારે તમારી કોશિશ ઉપર એકાગ્રતા જાળવી રાખવાની જરૂર છે.

લવઃ- પ્રેમની દ્રષ્ટિએ દિવસ સારો રહી શકે છે.
વ્યવસાયઃ- કાર્યસ્થળ ઉપર માન-સન્માન મળશે.
સ્વાસ્થ્યઃ- તમારા શારીરિક બળ અને પરાક્રમમાં સારી વૃદ્ધિ થશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- અટકાયેલું ધન મળી શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે. તમારી પત્ની/પતિ સાથે પિકનિક પર જવા માટે દિવસ સારો છે. આજના દિવસે તમે ઘરમાં પૂજાપાઠનું આયોજન કરી શકો છો.

નેગેટિવઃ- તમારો તણાવ દૂર કરવા માટે પરિવારના લોકો મદદ કરી શકે છે. તમારી ભાવનાઓને આજે દબાવવી.

લવઃ- તમારા પ્રેમ જીવનમાં તમારે સાથીની જરૂરિયાતો ઉપર ધ્યાન આપવું જોઇએ.
વ્યવસાયઃ- તમે તમારા અધૂરા કાર્યોને પૂર્ણ કરશો.
સ્વાસ્થ્યઃ- ગુરૂ અને અન્ય શુભ ગ્રહોના પરિણામ સ્વરૂપ સ્વાસ્થ્યને સુધારવામાં સફળ રહેશો.

X
daily astrology predictions of 2 December 2019, Bejan daruwalla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી