17 જાન્યુઆરીનું રાશિફળ / શુક્રવારે મેષ જાતકો ઉપર માતા લક્ષ્મીની કૃપા વરસશે, ધનલાભના યોગ બનશે

daily astrology predictions of 17 January 2020, Bejan daruwalla

Divyabhaskar.com

Jan 17, 2020, 08:01 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 17 જાન્યુઆરી, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- હાલ તમે પાર્ટી કરવાના મૂડમાં છો અને જીવનના આ ચરણમાં તમે સરળતાથી નેટવર્ક અને નવા મિત્રો બનાવવામાં સક્ષમ છો. તમારા કરિયર માટે અવસરનો ફાયદો ઉઠાવો અને રિસ્ક લો.

નેગેટિવઃ- આ સમયે તમે વધારે અધિકારિક હોવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે જે પણ બોલો છો અથવા કહો છો તેમાં સાવધાની જાળવો અને તમારા શબ્દોને ધ્યાનથી અને આત્મવિશ્વાસથી પસંદ કરો.

લવઃ- હાલ તમે સામાન્ય જીવનથી બહાર આવશો.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે અને ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- ખૂબ જ સાવધાનીથી ભોજનની પસંદગી કરો.

વૃષભઃ-

પોઝિટિવઃ- યાત્રા કરવી અથવા વિદેશ જવાનો અવસર પણ મળી શકે છે. શિક્ષામાં રોકાણ કરવા માટે આ ક્ષણ ખૂબ જ સુંદર છે. આ સમય વાત કરવા, સાંભળવા અને બહાર જવા માટે તમારી ઓળખ બનાવવાનો છે.

નેગેટિવઃ- તમે લાંબા સમયગાળાથી તમારા ભૂતકાળને લઇને શાંત રહેશો અને હાલ થોડાં મહત્ત્વપૂર્ણ મામલાઓ તમને બોલવા માટે મજબૂર કરી દેશે.

લવઃ- તમે તમારી સીમાઓ વિશે યોગ્ય રીતે વિચાર કરશો.
વ્યવસાયઃ- આજનો દિવસ સારો રહેશે. ધનલાભની સ્થિતિ બનશે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાનનું ધ્યાન રાખવું.

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે વાસ્તવમાં તમારી તાકાત અને ખામીઓનું આંકલન કરવામાં સક્ષમ છો. પતિ-પત્નીનું દાંપત્યજીવન ગાઢ બનશે. મિત્રો, સ્વજનો સાથે સારી મુલાકાત થશે. આજે સાંજે કોઇ સારી ફિલ્મ અથવા ભોજન કરી તમે ખુશ થઇ જશો.

નેગેટિવઃ- કાર્યમાં થોડું મોડું અથવા જટિલતાઓની સંભાવના છે. તમારું દિમાગ માત્ર અંગત મામલે અને અતીતના મુદ્રા ઉપર કેન્દ્રિત છે. તમે હાલના સવાલોના જવાબ અતીતમાં શોધી રહ્યા છો.

લવઃ- આ સમય તમારા સંબંધને બીજા સ્તરે લઇ જવાનો છે.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક શિથિલતાથી માનસિક ચિંતા બની રહેશે.

કર્કઃ-

પોઝિટિવઃ- તમારી સામાન્ય જગ્યાથી બહાર આવીને નવા લોકો સાથે મળો. અન્ય લોકો તમારી યોજનાઓની હકીકતમાં બદલાવ અને તમારા વેપારને સમર્થન આપવા માટે તૈયાર રહશે.

નેગેટિવઃ- આ સમય શાંતિથી વિચાર અને ધ્યાન માટે યોગ્ય છે. ક્યારેક લાલચ એટલી વધી જાય છે કે તેમને પ્રાપ્ત કરવાથી માનસિક પીડા થાય છે.

લવઃ- પ્રિયજનોની પરેશાનીઓ અથવા મુશ્કેલીઓ તમને એક યાત્રા માટે પ્રેરિત કરી શકે છે.
વ્યવસાયઃ- વેપાર-ધંધો મધ્યમ રહેશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહેશે.

સિંહઃ-

પોઝિટિવઃ- આચરણમાં આધ્યાત્મિકતા પણ તમારા માટે મહત્ત્વપૂર્ણ છે જેના કારણે થોડી નવી યોજનાઓ બની શકે છે અથવા જે તમને નવી રીતે સુખ પ્રદાન કરી શકે છે. આજે તમે તમારા વિચારોને અન્ય સાથે વ્યક્ત કરો.

નેગેટિવઃ- હાલમાં જ થયેલું કોઇ નુકસાન તમારા દુઃખનું કારણ બની શકે છે. ખરાબ અને જોખમી વ્યવહારથી બચવું. આકરી મહેનત કરો અને આવનાક દિવસોમાં તમને સારું ભાગ્ય મળશે.

લવઃ- આ સમયે તમારા જીવનમાં પરિવાર અને તમારા સંબંધો મુખ્ય ભુમિકા નિભાવશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને મહત્ત્વપૂર્ણ કાર્યોમાં સફળ થશો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

કન્યાઃ-

પોઝિટિવઃ- તમે લગભગ આ સમયે તમારા કરિયર અને વ્યાવસાયિક મામલાઓ વિશે વિચાર કરી રહ્યા છો. આ સમયે વધારે વાતચીત અને સંચારની જરૂરિયાત છે. લોકોને પ્રભાવિત કરવા માટે તમારા શબ્દોની શક્તિનો ઉપયોગ કરો.

નેગેટિવઃ- મહત્ત્વપૂર્ણ મામલાઓમાં લોકોની સલાહ લેવાનું ભુલશો નહીં. તમે તમારા કરિયર અને બિઝનેસના મામલાઓમાં મલ્ટીટાસ્કિંગ રહેવાનું પસંદ કરશો.

લવઃ- રોમાન્સ અને પ્રેમ માટે સમય સારો નથી.
વ્યવસાયઃ- આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે.
સ્વાસ્થ્યઃ- દુર્ઘટનાથી સાવધાન રહેવું.

તુલાઃ-

પોઝિટિવઃ- તમે હાલ કોઇ અસફળતા અથવા નુકસાનમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા છો. સમય તમને મજબૂત બનાવશે. માટે ધ્યાન અને આધ્યાત્મિક વિચારોની શોધ માટે અનુકૂળ સ્થાન શોધો.

નેગેટિવઃ- જ્યારે તમારી આશા વધારે હોય છે, ત્યારે મળેલું પરિણામ તમને ઓછું લાગશે. ધૈર્ય રાખો અને સારું પરિણામ પ્રાપ્ત કરવાની ક્ષમતા તમારા વિચારોમાં છે.

લવઃ- રોમાન્સ માટે નવી યોજનાઓ બનાવો.
વ્યવસાયઃ- આ ચરણમાં એક લાંબી દૂરની યાત્રા સંભવ છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- અન્ય લોકો સાથે તમારા વિચારોને વ્યક્ત કરો. આ સમય તમારા માટે લાભદાયક રહી શકે છે. તમે સાંભળવાની સાથે-સાથે બોલવા માટે પણ ઉત્સુક રહેશો. આ સમય નવો કોર્સ શીખવા માટે યોગ્ય છે.

નેગેટિવઃ- ધનને સાવધાનીથી ખર્ચ કરો. ઘર અથવા કામ ઉપર વધારે ભાર અનુભવ કરશો. જૂના અથવા બેકાર મુદ્દાને લાંબો કરવો અથવા અન્યના ઝગડમાં પડવાથી બચવું.

લવઃ- હાલ તમે તમારા સામાન્ય સામાજિક સમૂહથી એકલાં હોવ તેવું અનુભવ કરશો.
વ્યવસાયઃ- તમારા બોસ અથવા વરિષ્ઠ અધિકારીઓના વિચારોને ધ્યાનથી સાંભળો.
સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે સાવધાન રહો.

ધનઃ-

પોઝિટિવઃ- તમે પોતાને એક નવા વાતાવરણ સાથે તે લોકોની આસપાસ મેળવશો જે તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે અને તમારા માટે સારું વિચારશે. લોકોનો પ્રેમ, આનંદ અને મિત્રતા તમારી પ્રાથમિકતા રહેશે.

નેગેટિવઃ- અતીત ત્યાં સુધી તમારા ભવિષ્યને સુધારવામાં તમારી મદદ કરી શકે છે જ્યાં સુધી તમે તમારી ભૂલને સુધારશો નહીં. આ સમય તમને તમારી વ્યક્તિગત સીમાઓ વિશે સ્પષ્ટ રૂપથી અવગત કરાવશે.

લવઃ- તમે તમારા સાચા પ્રેમ જેટલાં જ વાસ્તવિક છો.
વ્યવસાયઃ- વ્યાવસાયિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

મકરઃ-

પોઝિટિવઃ- ધ્યાન અથવા તમારા દાદા-દાદી સમાન કોઇ સાથે વાતચીતમાં આ સમયે તમને આધ્યાત્મિક અંતદ્રષ્ટિ પ્રાપ્ત થઇ શકે છે. તમારા સાથી સાથે વિચાર કર્યા બાદ આ સમય રોકાણ અથવા ખરીદારી કરવાનો રહેશે.

નેગેટિવઃ- આ સમય કોઇ અસફળતા અથવા નુકસાનથી તમને દુઃખ થઇ શકે છે. તમારા અંગત ઇતિહાસ વિશે વિચાર કરો. તમારી ભાવનાઓ વિશે જાણવા માટે સમય કાઢો.

લવઃ- તમારા માટે આ સમય અદભૂત અને રોચક સાબિત થશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સફળતા અને વૃદ્ધિના યોગ છે.
સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે સાવધાની રાખો.

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારું મન સાવધાન, તીવ્ર અને સક્રિય છે અને તમારી પાસે અસામાન્ય અને સારા વિચારોની ક્ષમતા છે. અન્ય સાથે તમારા વિચારને વ્યક્ત કરો. તમારા સપના તમને સાર્થક દ્રષ્ટિકોણ પ્રદાન કરી શકે છે.

નેગેટિવઃ- કોઇ બાધામાંથી બહાર આવવું તમારા માટે અસંભવ રહેશે. એવામાં મિત્રો અથવા પરિવારના કોઇ વડીલની મદદ લો.

લવઃ- નવા પ્રેમમાં પડેલાં વ્યક્તિ તમને માર્ગદર્શન સાથે સાર્થક કંપની પ્રદાન કરશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામનો ભાર વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

મીનઃ-

પોઝિટિવઃ- અન્ય લોકો પણ તમારી વાતનો આનંદ ઉઠાવશે. આ સમય તમારા સુખ અને લક્ષ્યો વિશે વિચારવાનો છે. તમે અલગ-અલગ રીતે આંતરિક અને બહારના સ્તરો ઉપર કાર્ય કરી શકો છો.

નેગેટિવઃ- તમારી ચિંતાને રહસ્ય બનાવીને રાખશો નહીં. તમારા દુઃખને દૂર કરવા માટે કોઇ ખાસ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરો.

લવઃ- નવા અથવા જૂના મિત્રોને મળો.
વ્યવસાયઃ- વેપારમાં ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને સમય વિતાવવો બુદ્ધિમાનીનું રોકાણ હશે.

X
daily astrology predictions of 17 January 2020, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી