16 જાન્યુઆરીનું રાશિફળ / ગુરૂવાર કન્યા જાતકો માટે શુભ રહેશે, વેતન વૃદ્ધિ અને પ્રમોશનના યોગ બનશે

daily astrology predictions of 16 January 2020, Bejan daruwalla

Divyabhaskar.com

Jan 16, 2020, 09:48 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 16 જાન્યુઆરી, ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- એક નાની યાત્રાની સંભાવના છે. તેને નેટવર્કિંગ અને તમારા વ્યવસાયિક અવસરોને વધારવાના સ્વરૂપમાં પ્રયોગ કરો. તે મામલાઓમાં વધારે રસ ધરાવશો, જેને તમે ઘણાં સમયથી નજરઅંદાજ કરી રહ્યા હતાં.

નેગેટિવઃ- આજે તમે એવા લોકોને મળશો જે તમારા નવા વિચારોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવામાં મદદ કરી શકે છે. આ સમયગાળામાં ચર્ચા અને વિવાદની સંભાવના પણ છે.

લવઃ- આ સમયે તમારા હ્રદય સાથે જોડાયેલાં મામલાઓ મુખ્ય રહેશે.
વ્યવસાયઃ- આ સમયે તમે તમારી આસપાસના વાતાવરણનો આનંદ ઉઠાવી શકશો.
સ્વાસ્થ્યઃ- નેગેટિવ વિચારોથી મન નિરાશ થઇ શકે છે.

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયગાળામાં તમે તમારી વધતી એકાગ્રતાનો લાભ ઉઠાવી શકો છો. તમે વધારે સમય વિચારોમાં વ્યતીત કરશો. હાલ તમે તમારા અંગત મુદ્દાઓ જેમ કે, પરિવાર અને પ્રિયજનો વિશે વિચાર કરશો.

નેગેટિવઃ- તે વિત્તીય સાધનોમાં રોકાણ કરશો નહીં જે તમારી પાસે નથી. આ સિવાય આગળ વધતાં પહેલાં તમારી વાસ્તવિક શક્તિઓ અને સીમાઓનું મૂલ્યાંકન કરવા માટે સમય કાઢો.

લવઃ- પાર્ટનરની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સમય કાઢો.
વ્યવસાયઃ- આર્થિક સ્થિતમાં સુધાર થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને ભાવનાત્મક બંને રૂપથી તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન દો.

મિથુનઃ-

પોઝિટિવઃ- માતા-પિતા અથવા દાદાને મદદની જરૂરિયાત રહેશે અથવા તેમની પાસેથી મદદ મળી શકે છે. થોડી મહેનત કરવાથી ગભરાશો નહીં. ઘરમાં વિતાવેલો સમય નવી ઊર્જા અનુભવ કરાવશે.

નેગેટિવઃ- તમારું દિમાગ હંમેશાં ઘરેલુ ચિંતાઓ તરફ ફરી રહ્યું છે. માટે ઘરેલુ સ્તરે તમારો સમય વ્યસ્ત રહેશે. મહેમાનોનું વારંવાર તમારા ઘરે આવવું તમને નિરાશ કરી શકે છે.

લવઃ- તમારા સંબંધની સ્થિતિનું આંકલન કરો.
વ્યવસાયઃ- તમે તમારા કરિયર અને કમાણીમાં સારો બદલાવ જોઇ શકશો.
સ્વાસ્થ્યઃ- તમારી શારીરિક તંદુરસ્તી અને રૂપ માટે થોડો સમય કાઢો.

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમય તમને ઉત્સુકતા, શબ્દોનો યોગ્ય ઉપયોગ અને એકસાથે કામ કરવાની ક્ષમતા પ્રદાન કરી રહ્યો છે. તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમારા શબ્દોથી કોઇને પણ પ્રભાવિત કરી લેશો.

નેગેટિવઃ- તમે થોડાં જવાબને શોધો અને દુનિયાથી અલગ અનુભવ કરશો. આધ્યાત્મિકતા અથવા માર્ગદર્શન માટે સપનામાં મળેલ સંકેત વિશે વિચાર કરો.

લવઃ- હાલ તમે તે વસ્તુઓ વિશે ચિંતા કરી શકો છો જેની જરૂરિયાત નથી.
વ્યવસાયઃ- તમને લાંબા સમયગાળાની નોકરી અથવા પ્રોજેક્ટ પ્રાપ્ત કરવાનો અવસર મળશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.

સિંહઃ-

પોઝિટિવઃ- તમે તમારી ઉપસ્થિતિનું મૂલ્યાંકન કરો જેનાથી તમારી આસપાસના લોકો ઉપર અસર પડે. તમારું ધ્યાન વ્યાવસાયિક ગતિવિધિઓ ઉપર રહેશે. તમારા જુનૂનને નવી દિશા આપવા માટે કોઇપણ હદ સુધી જવું એક સારા વિજેતાની નિશાની છે.

નેગેટિવઃ- તમે તમારો સમય ફોન ઉપર વાત કરવા, ઈમેઇલ લખવા, યાત્રા, ચેટિંગ, લોકો સાથે વાતચીત કરવામાં વ્યતીત કરશો. આ ફાલતૂ બાબતો વિશે વિવાદ પણ થઇ શકે છે.

લવઃ- તમે જીવનના સાંસારિક પહેલુઓ વચ્ચે સંતુલન જાળવા રાખવા માટે ઇચ્છુક રહેશો.
વ્યવસાયઃ- તમને તમારા સહયોગી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓળખ મળશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે હોસ્પિટલ જવું જરૂરી રહેશે.

કન્યાઃ-

પોઝિટિવઃ- હાલ વેતનમાં વૃદ્ધિ અને પદોન્નતિના માધ્યમથી તમે તમારા રેન્કમાં વધારો કરી શકો છો. અન્ય લોકો ખાસ કરીને તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારી મહેનતને નોટિસ કરશે.

નેગેટિવઃ- આરામ કરો અને ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરો. તમારામાંથી થોડાં લોકો આ સમય અંગત જીવનના કારણે તણાવ કે ચિંતામાં રહી શકે છે.

લવઃ- આ સમયે તમારું ધ્યાન માત્ર તમારા કામ ઉપર જ રહેશે.
વ્યવસાયઃ- સરકાર અથવા થોડાં સંગઠનો દ્વારા માન્યતા ઉદ્યોગોને તમારા ક્ષેત્રમાં વધારે સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
સ્વાસ્થ્યઃ- અકસ્માત થવાના યોગ છે.

તુલાઃ-

પોઝિટિવઃ- ધ્યાન, પ્રકૃતિમાં સમય વિતાવો તમને નવા આધ્યાત્મિક વિશ્વાસ સાથે જોડવામાં મદદ કરશે. તમે તમારા ઘર કે સંબંધીઓના ઘરના સમારકામમાં મદદ કરી શકો છો.

નેગેટિવઃ- તણાવ વચ્ચે, તમારા ભય અને ચિંતાઓ વિશે વાત કરી તમારા જીવનના મહત્ત્વપૂર્ણ લોકો સાથે જોડવા માટે સમય કાઢો. ખોટાં નિર્ણયોથી દૂર રહો.

લવઃ- આ સમય વધારે ઉત્સાહિત અનુભવ કરી રહ્યા છો તો પરેશાન રહેશો નહીં.
વ્યવસાયઃ- તમારી કાર્યક્ષમતાનો વિકાસ પણ થશે.
સ્વાસ્થ્યઃ- તમારા અને તમારા પ્રિયજનોના સ્વાસ્થ્ય સંબંધિત મામલાઓ માટે હોસ્પિટલ જઇ શકો છો.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારા કામને બગણું કે ત્રણ ગણું કરવાનો તમારી પાસે સારો અવસર છે. શબ્દો સાથે જિજ્ઞાસા અને સુવિધા તમને અનેક કામ પહેલાં જ કરવાની અનુમતિ આપી શકશે. દાન પુણ્યમાં સામેલ થવા વિશે વિચાર કરી લેવો.

નેગેટિવઃ- તે વિચારોને ગ્રહણ કરવા માટે તૈયાર રહો જે આ ચરણમાં તમારું માર્ગદર્શન કરશે. જોખમી વેપારમાં સામેલ થવાથી બચવું.

લવઃ- કામુકતા આ સમયે તમારા માટે નવી દુનિયા સમાન રહેશે.
વ્યવસાયઃ- કામકાજી જીવનમાં તમને નવા અવસર પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમારી શારીરિક તંદુરસ્તી ઉપર ધ્યાન આપો.

ધનઃ-

પોઝિટિવઃ- ફોન ઉપર વાતો, પત્ર કે ચેટની સંભાવના છે. આ સમય તમારા માટે વ્યસ્ત રહેશે. તમારો રસ પણ વિવિધ વસ્તુઓમાં રહેશે. આ સમયગાળામાં તમને કંટાળાનો અનુભવ થશે નહીં.

નેગેટિવઃ- કોઇપણ કાર્યની શરૂઆત કરશો નહીં. કોઇ અસ્થાયી અનિશ્ચિતતા પણ ઊભી થઇ શકે છે. તમારે તમારા મૂલ્યો અને તમારી શક્તિઓ અને સીમાઓનું આંકલન કરવું.

લવઃ- લોકોને સારી રીતે ઓળખવા માટે આ સમયગાળો સારો છે.
વ્યવસાયઃ- કામકાજી જીવન આ સમયે સારું રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટમાં બળતરાની સમસ્યા રહી શકે છે.

મકરઃ-

પોઝિટિવઃ- હાલ તમે દિમાગથી કામ લેવાનું વિચારશો અને તમારો બૌદ્ધિક સ્વભાવ તમને સરળતાથી તમારા વિચારોને વ્યસ્ત કરવાની અનુમતિ આપશે. આ સમયે લોકો સાથે વાતચીત કરવી ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ- લોકો પાસે કોઇ આશા રાખશો નહીં. સારા વિચાર કરીને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા જેનાથી આવનાર સમયમાં તમારી સ્થિતિ મજબૂત થાય.

લવઃ- નેટવર્કિંગ માટે આ સમય શુભ રહેશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક રૂપથી આ સમય તમારા માટે અનુકૂળ છે.
સ્વાસ્થ્યઃ- ફળાહાર તમારા માટે સારો રહેશે.

કુંભઃ-

પોઝિટિવઃ- તમે જે ધનની રાહ જોઇ રહ્યા હતાં તે આ સમયે તમને મળશે. જેથી આર્થિક સ્થિતિ સારી બનશે. મિત્રો સાથે આ સારા સમયનો આનંદ ઉઠાવો. પરંતુ વધારે ખર્ચથી બચવું.

નેગેટિવઃ- નુકસાન કે ચોરીથી બચવા માટે કિંમતી સામાન ઉપર નજર રાખો. તમારા અંગત બજેટને સંતુલિત કરવા અને થોડાં બિલ ચૂકવવા માટે આ સમય સારો છે.

લવઃ- તમારું આકર્ષણ અને ફ્લર્ટી સ્વભાવ તમને નવા સમૂહ અને સામાજિક પરિસ્થિતિઓ એક યાત્રા તરફ લઇ જઇ શકે છે.
વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ મજબૂત થવાના અણસાર છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અને તણાવ સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મીનઃ-

પોઝિટિવઃ- તમે તમારી રોકડ રકમ, આવક અને ખર્ચાઓ ઉપર નજર રાખશો અને ફાયદા વિશે વિચાર કરશો. તમે હાલ રૂપિયા અને સંપત્તિ સાથે-સાથે વ્યક્તિગત મૂલ્યો ઉપર પણ તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

નેગેટિવઃ- તે લોકોને ઉધાર આપવું નહીં જેના ઉપર તમે વિશ્વાસ કરતાં નથી. જો તમારા સંબંધીઓ અને પાડોસીઓ તમારી પાસે કોઇ ભાવનાત્મક અથવા આર્થિક સહયોગ માટે આવે છે તો તેમના પ્રત્યે ઉદાર રહો.

લવઃ- તમારા ભાઈ-બહેન સાથે ફોન ઉપર વાત કરો અથવા તેમને લેટર લખો.
વ્યવસાયઃ- જે કાર્યોમાં મુશ્કેલીઓ આવી રહી છે જે હાલ દૂર થઇ જશે.
સ્વાસ્થ્યઃ- પેટમાં કોઇ ઈજા થઇ શકે છે અથવા પગનો દુખાવો થશે.

X
daily astrology predictions of 16 January 2020, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી