તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારે ગણેશજીની કૃપાથી મિથુન જાતકો માટે દિવસ શુભ રહેશે, નફો અને વેતન વૃદ્ધિના યોગ બનશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 15 જાન્યુઆરી, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ- 

પોઝિટિવઃ- તમે તમારી અનોખી સીમા અને બ્રેકિંગ પોઇન્ટ્સને લઇને જાગરૂત રહેશો. આ સમયે તમારું દિમાગ ધન અને સંપત્તિ ઉપર કેન્દ્રિત રહેશે અને તમે રોકાણને લઇને આવેલાં આત્મવિશ્વાસથી સારું અનુભવ કરશો.

નેગેટિવઃ- તમારા વિચારો કોઇ સમસ્યાને ઉકેલી શકે છે તો તેને વ્યક્ત કરો. બજેટ, વ્યય અથવા અન્ય મૌદ્રિક મામલાઓ વિશે કોઇ બેઠકથી બચો.

લવઃ- યાદ રાખો, લોકો તમારી સાથે તેવો જ વ્યવહાર કરશે જેવો તમે તેમની સાથે કરશો.
વ્યવસાયઃ- ભાગ્ય તમને સાથ આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- આરોગ્યમાં સમય સાથે ઉતાર-ચઢાવ જોવા મળશે.

વૃષભઃ-

પોઝિટિવઃ- બદલાવ માટે પોતાને તૈયાર કરો. મલ્ટીટાસ્કિંગ હંમેશાં સરળ રહેતું નથી. તમારા માટે વહેતા પાણી જેમ રહેશે. તમારી અંદર આવેલાં બદલાવ અને વિશ્વાસે તમને હેરાન કરી દીધા છે.

નેગેટિવઃ- આ સમય સાંસારિક અને વ્યાવહારિક મામલાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો નહીં પરંતુ તમારા દ્રષ્ટિકોણને બદલવા અને નવા વિચારોને વિચારવાનો છે.

લવઃ- તમારી લવ લાઇફને પ્રેમની જરૂર છે.
વ્યવસાયઃ- કાર્યને લગન અને મહેતનથી કરશો તો આર્થિક લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- ગણેશજી ખુશહાલ આરોગ્યનું વચન આપી રહ્યા છે.

મિથુનઃ-

પોઝિટિવઃ- આ ચરણમાં તમારી બધી જ આર્થિક ચિંતાઓ દૂર થશે. તમને હાલ તે નફો પ્રાપ્ત થશે જેની રાહ તમે છેલ્લાં કેટલાંક સમયથી જોઇ રહ્યા હતાં. તમને આકરી મહેનતના ફળસ્વરૂપે આવકમાં વૃદ્ધિ થશે.

નેગેટિવઃ- આ સમય એવી અનેક ઘટનાઓ ઘટશે જેનાથી છુટકારો મેળવવો તમારા માટે મુશ્કેલ સાબિત થઇ શકે છે. તમારી દરેક ભુલથી તમારે કંઇક શીખવું જોઇએ. 

લવઃ- તમારા પાર્ટનરને તમારી મદદની જરૂરિયાત રહેશે.
વ્યવસાયઃ- કોઇની મદદથી આર્થિક લાભ પ્રાપ્ત થવાના અવસર મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમે તણાવમુક્ત જીવન અને માનસિક રૂપથી ફિટ રહેશો.

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા દ્વારા કરવામાં આવેલી આકરી મહેનતને ઓળખ મળશે. ઉચ્ચ અધિકારીઓએ તમારા પ્રોફેશનમાં તમારી પ્રતિભા અને સમર્પણને નોટિસ કર્યું છે. દરેક સમીક્ષા અથવા મૂલ્યાંકન તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- આ સમયે તમે જે વસ્તુમાં રોકાણ કરવા જઇ રહ્યા છો, તેની સાથે સંબંધિત દરેક દસ્તાવેજને ધ્યાનથી વાંચો. 

લવઃ- પ્રેમ એકબીજાને જોવાથી થતો નથી, પરંતુ એકસાથે એક જ દિશામાં જોવાથી થાય છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આર્થિક લાભની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇ કાનૂની મામલાને લઇને નાની યાત્રા થઇ શકે છે. કોઇ શો જોવા, સંગીતની મજા લેવા અથવા કોઇ મનોરંજક સમયની યોજના માટે મળેલાં અવસરનો સદુપયોગ કરો. 

નેગેટિવઃ- તમારા સહયોગીઓ અને અધિકારીઓ સાથે થનારી બેઠકમાં સારા અને પ્રભાવી રીતે વાતચીત કરો.

લવઃ- તમે તમારા સાથી સાથે વાત કરો.
વ્યવસાયઃ- કોઇપણ પ્રકારની વિદેશી કંપનીઓ સાથે સંબંધિત કામકાજની દ્રષ્ટિથી સ્થિતિ અનુકૂળ થઇ જશે.
સ્વાસ્થ્યઃ- તમારી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને તણાવથી બચો.

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા અસ્તિત્વને સંભાળવા માટે આ સમય સારો છે. આ સમય તમે તમારા પ્રયાસથી જીવનને સુધારી શકો છો. કર્તવ્યોને પૂર્ણ કરવા માટે ઉદેશ્યપૂર્ણ દ્રષ્ટિકોણનો ઉપયોગ કરો.

નેગેટિવઃ- તમે તમારા કૌશલમાં સુધાર લાવવા વિશે વિચાર કરો. કાર્યાલયની રાજનીતિને છોડીને કામ કરો અને તણાવ ઓછો કરવા માટે ખોટી ચર્ચાઓથી દૂર રહો.

લવઃ- આ સમયે તમે ખૂબ જ સંવેદનશીલ અને ભાવુક અનુભવ કરી રહ્યા છો.
વ્યવસાયઃ- વ્યાવસાયિક દ્રષ્ટિએ સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સ્વસ્થ રહેશે.

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે તમારા પ્રિયજનો અને અન્ય લોકોનો તથા આસપાસના જાનવરોનું પણ ધ્યાન રાખો. તમે આ બધા સાથે પોતાનું ધ્યાન રાખવાનું ભુલશો નહીં. કોઇ દગાનો શિકાર થવાથી બચવું.

નેગેટિવઃ- અવાસ્તવિક યોજનાઓ બનાવવાથી બચવું અને તે કરવું જે તમે કરવા માંગો છો. આજે વસ્તુઓ તમારી અપેક્ષા પ્રમાણે ન થવાથી તમે નિરાશાનો અનુભવ કરશો.

લવઃ- તમારી રચનાત્મકતા અને રોમાન્સ અને સાહસની ભાવનાઓ યોગ્ય વ્યક્તિનું ધ્યાન આકર્ષિત કરશે.
વ્યવસાયઃ- કામકાજમાં બાધા ઉત્પન્ન થવાથી માનસિક તણાવનો સામનો કરવો પડશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારો અદ્વિતીય દ્રષ્ટિકોણ, આત્મવિશ્વાસ અને આકરી મહેનત તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. આ સમયે તમારી આસપાસ એક શક્તિશાળી અને રચનાત્મક દિવ્ય શક્તિ છે.

નેગેટિવઃ- પાડોસી અથવા સહયોગીને પ્રભાવિત કરતી કોઇ દુર્ઘટના તમને પ્રભાવિત કરશે. કામમાં મહેનત વધારો. થોડી મુશ્કેલીઓ જેમાં ઘાવ કે દુર્ઘટના સામેલ છે તે તમારી યાત્રાના રસ્તામાં બાધા બની શકે છે.

લવઃ- તમારી ભાવનાઓ અને રોમેન્ટિક કલ્પનાઓ તમારા માટે સ્વર્ગ સમાન છે
વ્યવસાયઃ- ધન ખર્ચ થવાથી તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- ધાર્મિક સાહિત્ય વાંચવાથી મનને શાંતિ મળશે.

ધનઃ-

પોઝિટિવઃ- તમે તમારા વિચારો ઉપર ગર્વ કરશો અને અન્ય સાથે વ્યક્ત કરશો. તમારા વિચારો સામાન્ય કરતાં વધારે રચનાત્મક છે. આ સમયે તમે એવી રમતોમાં રસ ધરાવશો જેમાં મનનો પ્રયોગ થતો હોય.

નેગેટિવઃ- કોઇ ઘાવ કે બાધાના કારણે તમારી યાત્રાની યોજનામાં મોડું થઇ શકે છે. તમારી નિયમિત દિનચર્યામાં વ્યસ્ત રહો. તે લોકોનું ધ્યાન રાખો જે તમારા ઉપર નિર્ભર છે.

લવઃ- તમે કોઇ પ્રત્યે આકર્ષિત છો તો તેમને તમારી પાસે આવવા દો.
વ્યવસાયઃ- સંઘર્ષપૂર્ણ સ્થિતિઓથી લાભ પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- તમારા ભાઈ/બહેન, સહકર્મી અથવા પાડોસીને પ્રભાવિત કરતી દુર્ઘટના માટે તમારે સમય અને ધન ખર્ચ કરવું પડી શકે છે.

મકરઃ-

પોઝિટિવઃ- તમારે નવા કનેક્શન બનાવવાની જરૂર છે. તમારી નજીકના મિત્ર અથવા ભાઈ-બહેન સાથે સમય વિતાવવો. યાત્રા કરતી સમયે સમસ્યાઓ ઊભી થઇ શકે છે.

નેગેટિવઃ- તમારા ખર્ચ અને આવકને સંતુલિત જાળવી રાખવાની કોશિશ કરો. જેથી તમે ઉધાર ચૂકવી શકશો અને થોડી ચિંતાઓથી પણ મુક્તિ મેળવી શકશો.

લવઃ- વધારે અધિકારભાવ તમને પરેશાન કરશે.
વ્યવસાયઃ- કોઇ નવા કાર્યની શરૂઆત કરવી અથવા કોઇ નવી યોજનાને દિશા આપવી નુકસાનદાયક સિદ્ધ થશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે.

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારા સાહસ ઉપર વિશ્વાસ રાખો. નવી શરૂઆત માટે સમય શુભ છે. મનોરંજન માટે સમય કાઢો. ખાસ કરીને બાળકો સાથે અને કોઇ ખાસ સાથે રોમાન્સને જીવંત બનાવો.

નેગેટિવઃ- તમે જે પણ કરો તેમાં આકરી મહેનત કરો. આ સમયે તમે જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તે અસ્થાયી છે અને તમને નવા વિકલ્પ મળી શકશે.

લવઃ- કોઇ ખાસ વ્યક્તિ તમારો પ્રેમ, ભેટ અથવા સ્નેહના પ્રતીકની પ્રશંસા કરશે.
વ્યવસાયઃ- કઠોર પરિશ્રમથી સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.

મીનઃ-

પોઝિટિવઃ- તમારી એકાગ્રતા અને વિવેક તમને સાથ આપશે. આ ચરણમાં તમારું દિમાગ વ્યક્તિગત મામલે, પરિવાર અને પ્રિયજનની ચારેય બાજુ ફરી રહ્યું છે, આ કારણે તમે ભુતકાળ અથવા પરિવારના મામલે ચર્ચા કરવામાં રસ ધરાવશો.

નેગેટિવઃ- હાલ તમને એવો ઉકેલ મળી શકે છે જેનાથી તમને ઠેસ પહોંચશે. પરંતુ નિરાશ થવું નહીં.  તમે આત્મવિશ્વાસ અને આકરી મહેનતથી આગળ વધો.

લવઃ- આ સમય કોઇ નવી શરૂઆત અથવા અચાનક કોઇ અંત થઇ શકે છે.
વ્યવસાયઃ- આ સમયે નવા કાર્યની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો તો કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- આ સમયગાળામાં તમને માનસિક ચિંતામાંથી રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો