મિથુન જાતકોએ આત્મવિશ્વાસ વધારવાની જરૂરિયાત છે, વિદેશી સ્ત્રોતથી ધનલાભ થઇ શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 15 ફેબ્રુઆરી, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સ્વયં સેવા અથવા ધાર્મિક કાર્યોના માધ્યમથી આ સમય સમાજ સેવાનો છે. આધ્યાત્મિક વિશ્વાસ મુશ્કેલ સ્થિતિમાં તમને માર્ગદર્શન કરી શકે છે. એકલતાની ભાવનાને વ્યસ્ત કરવા માટે પ્રિયજન સાથે સમય વિતાવો.

નેગેટિવઃ- હાલમાં થયેલી દુર્ઘટના અથવા ઘાવથી ઉત્પન્ન મુશ્કેલીઓનો ઉકેલ લાવવો આ સમયે ખૂબ જ મોડી ડીલ સાબિત થઇ શકે છે. તમારી રોજની દિનચર્યાનું પાલન કરો, જેનાથી તમને લાભ થાય.

લવઃ- તમારી પર્સનલ પરેશાનીઓને તમારી લવ લાઇફથી અલગ રાખો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અનુકૂળ પરિણામ પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહેશે.
--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે લાંબા સમયથી તમારા અતીતને લઇને શાંત છો પરંતુ હવે થોડાં મહત્ત્વપૂર્ણ વ્યાપારિક મામલાઓ તમને બોલવા માટે મજબૂર કરી દેશે. હવે તમે દિમાગથી કામ લેવાનું ઇચ્છશો.

નેગેટિવઃ- તમારી આસપાસના લોકોને જાણવાનો વિચાર સારો છે. આ સમય વાત કરવા, સાંભળ અને બહાર પોતાની એક ઓળખ બનાવવાનો છે. તમે માત્ર ખુરશી ઉપર બેસીને અને વિચારીને કશું જ કરી શકશો નહીં.

લવઃ- તમારે તમારી લવ લાઇફ ઉપર ધ્યાન આપવું જોઇએ.
વ્યવસાયઃ- અચલ સંપત્તિ પ્રાપ્ત કરવા અથવા પ્રોપર્ટી ખરીદવાના યોગ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- સારા સ્વાસ્થ્યનો આનંદ ઉઠાવો.
--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે તમારી સીમાને લઇને જાગરૂત રહેશો. પછી ભલે તે શારીરિક, ભાવનાત્મક અથવા વિત્તીય હોય. તમારા આત્મવિશ્વાસને વધારવા માટે આ પરિવેશનો સંપૂર્ણ લાભ ઉઠાવો. તમારે જેના ઉપર કામ કરવું છે તે વિશે એક યાદી તૈયાર કરો.

નેગેટિવઃ- આ સમય તમારે પ્રતિદ્વંદ્વિતા અથવા અન્ય લોકોની આલોચનાનો સામનો કરવો પડી શકે છે. લોકોની પ્રતિક્રિયાઓ તમને વિચલિત કરશે. દુનિયાની તે સમસ્યાઓનો ઉકેલ કરવા માટે સમય યોગ્ય નથી.

લવઃ- તમારી યૌન ઇચ્છાઓમાં તમે કામુક અને સાંસારિક છો.
વ્યવસાયઃ- વિદેશી સ્ત્રોતના માધ્યમથી સારું ધન કમાવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- નાની-નાની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે.
--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- હાલ કરેલાં પરિવર્તન અને નિર્ણય, ભૌતિક અથવા અન્ય રૂપથી લાંબા સમય સુધી ફાયદાકારક સાબિત થઇ શકે છે. હાલ તમે તમારી જરૂરિયાતો અને ઇચ્છાઓને ઓછી કરવા અને તેની પૂર્તિ વિશે વિચાર કરવાનું ઇચ્છશો.

નેગેટિવઃ- ઓછું બોલવું અને લો-પ્રોફાઇલ રહેવું સારો વિચાર છે. અન્ય લોકોની સમસ્યાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કરવાની જગ્યાએ તમારા જીવનને સારું બનાવવા વિશે વિચાર કરો.

લવઃ- સંબંધોની જટિલતાને દૂર કરવા માટે આ સમય ખૂબ જ સારો છે.
વ્યવસાયઃ- સોશ્યિલ મીડિયા તમારા વેપારને વૃદ્ધિ અપાવી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારા ગળામાં દુખાવાની ફરિયાદ રહેશે.
--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમે તમારી અનોખી સીમા અને બ્રેકિંગ પોઇન્ટ્સને લઇને જાગરૂત રહો. વ્યક્તિગત જીવન અને કાર્યસ્થળ પર અન્યને મળવાનો પ્રયાસ કરવા માટે આ સમય સૌથી સારો છે.

નેગેટિવઃ- બજેટ, વ્યય અથવા અન્ય મામલે કોઇ મોટી બેઠક કરવાથી બચવું. જો તમારા વિચાર કોઇ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે, તો તેને વ્યક્ત કરો.

લવઃ- તમારું કામુક થવું તમારા સંબંધોને મજેદાર બનાવી શકે છે.
વ્યવસાયઃ- સ્થિતિઓ સંપૂર્ણ રીતે અનુકૂળ થઇ જશે.
સ્વાસ્થ્યઃ- હ્રદય સંબંધિત કોઇ સમસ્યાઓ થઇ શકે છે.
--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા મિત્ર અને પરિવાર મોટાભાગે તમને તમારી જ આલોચના ન કરવા માટે જણાવે છે, પરંતુ હાલ તમારા નક્ષત્રો અલગ જ જણાવે છે, તમારા મૂલ્યાંકન માટે આ એક ઉત્કુષ્ટ સમય છે.

નેગેટિવઃ- તમે તમારી જાતને તણાવથી બચાવો અને જ્યારે પણ જરૂરિયાત હોય તમારા માટે સમય કાઢો. મિત્રોનો સાથ તમને દરેક ચિંતાથી મુક્ત કરી શકે છે. જીવનમાં સ્વયંનું આંકલન ખૂબ જ જરૂરી છે.

લવઃ- તમે લોકોને તમારી તરફ આકર્ષિત કરશો.
વ્યવસાયઃ- આજના દિવસે તમને અનેક અવસરો મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારા ચહેરા, ફિગર, સ્વાસ્થ્ય અને મેકઓવર વિશે તમે વિચારી શકો છો.
--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે આ સમયે વધારે ઉત્સુક અને સાવધાન રહેશો. સામાજિક કાર્ય તમને વ્યસ્ત રાખી શકે છે. તમારા ભાઈ-બહેન, પાડોસી, સંબંધીઓ, મિત્રો અને સહકર્મી તમારા જીવનમાં સામાન્યતી વધારે મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવશે.

નેગેટિવઃ- આ સમયે અન્ય સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવું, આંતરિક વિચારો અથવા ભાવનાઓ ઉપર વ્યક્તિગત વિશ્વાસમાં તમે નિપૂણ બનો. મહત્ત્વપૂર્ણ પત્રાચાર અને સંપર્કોને હાલ નજરઅંદાજ કરશો નહીં.

લવઃ- સંબંધોને લઇને પ્રામાણિક રહો.
વ્યવસાયઃ- તમારા બિઝનેસ પાર્ટનર સાથે વિવાદ કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- થોડીપણ સ્વાસ્થ્ય સમસ્યા થવા પર ડોક્ટર સાથે સંપર્ક કરો.
--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે સારી રીતે જાણો છો કે, તમારે જીવનમાં શું કરવું છે. તમારા બદલાયેલાં દ્રષ્ટિકોણથી જ જીવનમાં સફળતા, આનંદ અને સંતુષ્ટિ આવશે. તમે યોગ્ય રીતે જાણો છો કે, તમારા માટે શું સારું છે અને આ સમય તમે તમારા જ્ઞાનને એક્શનમાં પરિવર્તિત કરશો.

નેગેટિવઃ- પોતાના વિશે વધુ જાણવા માટે આ સમય અતિ ઉત્તમ છે. તમારા સહકર્મીઓ, અધીનસ્થો અનો બોસ સાથે સારા સંબંધ જાળવવા પણ જરૂરી છે. કાર્ય પ્રણાલીને ચુનોતી આપવા માટે આ સમય ઉપયુક્ત નથી.

લવઃ- તમારે તમારા વ્યક્તિગત સ્તરની તપાસ કરવી જોઇએ અને તેમાં સુધાર લાવવાની કોશિશ કરવી જોઇએ.
વ્યવસાયઃ- તમે દુનિયાને તમારા બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી વિશે જણાવવા માંગો છો તો સોશ્યિલ મીડિયાની મદદ લો.
સ્વાસ્થ્યઃ- સમય મળે તો મેડિટેશન કરો.
--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- અમુક મામલાઓ તમારું ધ્યાન આકર્ષિત કરશે અને સંપત્તિ ખરીદવા, રોકાણ અને રોકડની લેવડદેવડની પણ સંભાવના છે. આ બધાથી તમને લાભ થશે પરંતુ ઉતાવળમાં કોઇપણ કામ કરવાથી બચવું.

નેગેટિવઃ- આ સમયે તમારે તમારી કહેલી વાતોનું સંપૂર્ણ રીતે પાલન કરવાની જરૂરિયાત છે. તમારા અહંકારના કારણે તમને તમારા કરિયર અથવા વ્યક્તિગત લાભના મામલે હાનિ થઇ શકે છે.

લવઃ- ઉતાવળમાં લીધેલાં નિર્ણયનું પરિણામ ખતરનાક થઇ શકે છે.
વ્યવસાયઃ- સમજદારીથી આગળ વધો અને લોકોની સલાહ લો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે.
--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમય દઢ રહેવા અને તમારી પાસે શું છે અને તમે શું ઇચ્છો છો તેમાં વિશ્વાસ કરવાનો છે. તમારા પારસ્પરિક સંબંધોમાં સુધાર કરવા માટે સમય અને પ્રયાસોનુ રોકાણ કરો.

નેગેટિવઃ- હાલ તમને ધન સંબંધિત જરૂરિયાત પડી શકે છે. તમારી સંપત્તિ, ભાડું, રોકાણ, રોકડ, લેણદેણ અને તમારી બધી જ સંપત્તિઓનું મૂલ્યાંકન કરો. આ પહેલુઓ ઉપર તમારે ધ્યાન આપવું જોઇએ.

લવઃ- અહંકાર તમને લાંબા સમય સુધી પરેશાન કરશે.
વ્યવસાયઃ- તમારી નોકરીમાં કોઇ સમસ્યા દેખાતી નથી.
સ્વાસ્થ્યઃ- નાની-મોટી સમસ્યાઓ તમને પીડિત કરી શકે છે.
--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમય રૂપિયાનું વિશ્લેષણ કરવા માટે યોગ્ય છે. આ સમય તમારું દિમાગ ધન અને સંપત્તિ ઉપર કેન્દ્રિત છે અને તમે રોકાણને લઇને આવેલાં આત્મવિશ્વાસથી સારું અનુભવ કરી રહ્યા છો.

નેગેટિવઃ- લોકોના સંપર્કમાં રહેવા માટે તમે ફેસબૂક જેવી સોશ્યિલ નેટવર્કિંગ સાઇટ્સનો પ્રયોગ કરો છો પરંતુ તેમને મળી શકશો નહીં. કામ અને અન્ય કાગળિયાનું કાર્ય આ સમયે તમને વ્યસ્ત રાખી શકે છે.

લવઃ- તમારે અન્ય લોકો સારા સંબંધ જાળવતાં શીખવું જોઇએ.
વ્યવસાયઃ- તમારા અધિકારીઓ તમને નોકરીમાં સંપૂર્ણ સહયોગ કરશે.
સ્વાસ્થ્યઃ- ગળામાં ટોન્સિલની સમસ્યા રહેશે.
--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમય કોઇ નવી શરૂઆતની સંભાવના છે. તે બેઠકોનો ભાગ બનો જ્યાં તમે અનુબંધ પર હસ્તાક્ષર કરશો અથવા કાનૂની દસ્તાવેજ ઉપર કામ કરવામાં આવશે. તમારા પરિવાર અને નજીકના સાથી સાથે સમય વિતાવી શકો છો.

નેગેટિવઃ- જો તમે દુષ્પરિણામોથી બચવા માંગો છો તો પોતાને અન્ય સભાઓ કે બેઠકો માટે ફ્રી રાખો અને તમારી જીભ ઉપર નિયંત્રણ રાખો. અન્યને સમજો અને તેમને સાંભળો.

લવઃ- તમારી ઇચ્છાઓને મેળવવા માટે ભાવનાઓ ઉપર વિશ્વાસ કરો.
વ્યવસાયઃ- આ સમયે તમને નોકરી બદલવાનો વિચાર આવી શકે છે. 
સ્વાસ્થ્યઃ- તમને ફૂડ પોઇઝનિંગ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...