તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણનો દિવસ 12માંથી 5 રાાશિના લોકો માટે શુભ રહેશે, ભાગ્યનો સાથ મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 14 જાન્યુઆરી, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ- 

પોઝિટિવઃ- તમારા જ્ઞાનનો વિસ્તાર કરવો સારો વિચાર છે અને તેનાથી તમારું પ્રદર્શન સારું થશે. કોઇ સાથે લાંબી બેઠક અને વાર્તાલાપનો પણ યોગ છે. આ સમયે તમારા ભાગ્યમાં ઘણું છે જેને તમે સરળતાથી સંભાળી શકશો.

નેગેટિવઃ- તમારી જરૂરિયાત ઘરમાં પડી શકે છે. તમારા ઉદેશ્યની ભાવનાને પુરસ્કૃત કરવામાં આવશે. તમારા માર્ગમાં આવતાં નવા વિચારો માટે તમારા દિમાગને ખુલ્લું રાખો.

લવઃ- રોમાન્સ માટે સમય કાઢો અને સ્પેશિયલ વ્યક્તિને તેમનું મહત્ત્વ શું છે તે જણાવો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કઠોર પરિશ્રમથી બધા કાર્યોમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વૃષભઃ-

પોઝિટિવઃ- હાલ તમે રચનાત્મકતા દ્રષ્ટિકોણથી ઉત્સાહિત અનુભવ કરી રહ્યા છો અને તેને આગળ વધારવા માટે કંઇપણ કરવા તૈયાર છો. આ એક યાત્રા અથવા ઉચ્ચ શિક્ષાના નવા અવસરને મેળવવાનો માર્ગ હોઇ શકે છે.

નેગેટિવઃ- આ સમય પોતાને યાદ અપાવો કે, એક એકલો વ્યક્તિ ખેલ જીતી શકે છે. પરંતુ ટીમવર્ક અને બુદ્ધિમતાથી ચેમ્પિયનશિપ જીતી શકાય છે.

લવઃ- આજે તમે કોઇ ખાસ વ્યક્તિને મળી શકો છો જે તમારી રચનાત્મકતા અને સમજદારીની પ્રશંસા કરશે.
વ્યવસાયઃ- કારોબાર અથવા ઓફિસ સાથે જોડાયેલાં કામને લઇને યાત્રા પર જઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને પરેશાન થવું પડશે.

મિથુનઃ-

પોઝિટિવઃ- વિત્તીય યોજના અને રણનીતિ માટે આ સમય યોગ્ય છે. આ સમયે તમે તમારા જ્ઞાનનો પૂર્ણ પ્રયોગ કરી રહ્યા છો. જે વિષય વિશે તમે લાંબા સમયગાળાથી વાત કરવા માંગો છો તેના માટે આ સમય યોગ્ય છે.

નેગેટિવઃ- માર્ગદર્શન માટે તમારા અંગત ઇતિહાસને જોવો પરંતુ તેને ભવિષ્ય નિર્ધારિક કરવા દેશો નહીં. તમારી સામે જે છે તેના વિશે વિચારવાની જગ્યાએ તમારી પાસે જ છે તેનાથી સંતુષ્ટ રહો.

લવઃ- આ સમય તમે તમારા જીવનમાં રોમાન્સ અને આનંદની ભાવના શોધી શકો છો.
વ્યવસાયઃ- નોકરી અને બિઝનેસમાં અચાનક મોટાં નિર્ણયો લેવા પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સામાન્ય ઉતાર-ચઢાવ આવી શકે છે.

કર્કઃ-

પોઝિટિવઃ- તમે આર્થિક મુદ્દાને પણ સંભાળી શકશો. આ સમયે નવા અવસર પ્રાપ્ત થશે. આ સમયે તમે અન્યની જરૂરિયાત અને ઇચ્છાઓ પ્રમાણે કામ કરશો. વિત્તીય રોકાણની યોજના બનાવશો.

નેગેટિવઃ- જરૂરી સમારકામ અથવા દેખરેખ કરનાર વ્યક્તિની જરૂરિયાતોને પૂર્ણ કરીને ઘરમાં શાંતિ સ્થાપિત કરો. યાત્રાની યોજના છે, તો તેમાં મોડું અથવા ગડબડી માટે તૈયાર રહો.

લવઃ- લક્ષ્ય તરફ આગળ વધો અને તમારા સંબંધને વધારે મજબૂત બનાવો.
વ્યવસાયઃ- તમને ખેલકૂદમાં પ્રદર્શન કરવાનો અવસર મળશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.

સિંહઃ-

પોઝિટિવઃ- અચાનક આવક અથવા વારસામાં મળેલી સંપત્તિથી તમારી આર્થિક સ્થિતિ સારી થઇ શકે છે. આ ધનનું સમજી-વિચારીને રોકાણ કરો. તમારા હાલના કૌશલને નિખારવા અને નવા કૌશલને પ્રાપ્ત કરવા માટે કોઇ કોર્સમાં જોડાવું સારું રહેશે.

નેગેટિવઃ- વ્યવસાય સંબંધિત લોકોએ થોડો વિચાર કરવાની જરૂરિયાત છે. કોઇ નુકસાનમાંથી બહાર આવવા માટે પ્રિયજનો પાસેથી સલાહ અને સાંત્વના મળી શકે છે.

લવઃ- મિત્રતા, રોમેન્ટિર અફેર્સ અને મનોરંજન તમારી પ્રાથમિકતા રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે નવી ઉપલબ્ધિ હાંસલ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- પીઠમાં દુખાવાની ફરિયાદ રહેશે.

કન્યાઃ-

પોઝિટિવઃ- તમે તમારા રોજના કાર્યો અને વિચારોથી કંટાળી ચૂક્યા છો અને આ સમયે કંઇક મોટું કરવા ઇચ્છુક છો. હાલ તમે તમારા જીવનમાં સારી સંભાવનાઓને શોધી શકો છો.

નેગેટિવઃ- તમારે થોડી જરૂરી વિત્તીય યોજના બનાવવાની પણ જરૂરિયાત છે. હાલ તમારી અંગત વાતોને પોતાના સુધી જ રાખશો. 

લવઃ- એકબીજ સાથે રહેવાની વાસ્તવિક ઇચ્છા બંનેને આકર્ષિત કરશે.
વ્યવસાયઃ- તમારા વિરોધી તમારા ઉપર હાવિ થવાની કોશિશ કરશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.

તુલાઃ-

પોઝિટિવઃ- હાલ તમે દરેક મુદ્દામાં ફાયદા અને નુકસાન વિશે વિચારશો અને ત્યાર બાદ જ નિર્ણય લેશો. તમે તમારા શિક્ષક અથવા ગુરૂ સાથે લાંબી યાત્રા તમને નવા આધ્યાત્મિક અથવા શૈક્ષિક દ્રષ્ટિકોણ સાથે જોડી શકો છો.

નેગેટિવઃ- ઓફિસની રાજનીતિના પરિણામસ્વરૂપ પરેશાનીઓ તમારી યાત્રાની યોજનામાં મોડું કરી શકે છે. તમારું કરિયર હાલ બદલાઇ જશે.

લવઃ- આ સમયે તમે તમારા જીવનમાંથી કોઇ ખાસ કનેક્શનને જવા દેશો અને સંબંધનો અંત લાવવ તૈયાર રહેશો.
વ્યવસાયઃ- કોઇપણ કાર્યને જવાબદારી પૂર્વક પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત પરેશાની રહેશે.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે લોકો સાથે વાતચીત કરવા માટે તૈયાર છો. અન્ય સાથે વાતચીતથી તમારા વિચાર સ્પષ્ટ થઇ શકે છે. તમારા સાથી અથવા મિત્રો સાથે સમય વિતાવા માટે આ ચરણ સારું છે.

નેગેટિવઃ- આ સમયે કાર્યસ્થળની સમસ્યાઓ અથવા નિર્માણ સંબંધી મુદ્દાઓ તમારું ધ્યાન આકર્ષિત કરશે. કોઇ અસ્થાયી બાધા પણ આવી શકે છે. તમારું અનુસંધાન અને રચનાત્મક વિચાર કાર્યમાં પ્રોજેક્ટ અને અસાઇનમેન્ટ મેળવવામાં મદદ કરશે.

લવઃ- તમારી વાતચીત તમને નિર્ણય લેવામાં મદદ કરશે.
વ્યવસાયઃ- આર્થિક લાભ પ્રાપ્ત થવાનો સારો અવસર મળશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય એકદમ સારું રહેશે.

ધનઃ-

પોઝિટિવઃ- કોઇ પીઆરનું કામ અથવા પરામર્શ, વાર્તા અથવા મધ્યસ્થતા પણ તમારા ભવિષ્યમાં છે અને તમારે આ કાર્યોને ખુશ થઇને કરવા જોઇએ. તમે અન્યને સારી સલાહ આપવા માટે શબ્દોની શક્તિનો ઉપયોગ કરી શકો છો.

નેગેટિવઃ- આ સમય કોઇપણ નિર્ણય લેતાં પહેલાં તેના સારા અને ખરાબ પક્ષો વિશે જાણી લો. ભૂતકાળ અને કોઇ અસફળ કનેક્શનમાં અટકવું નહીં. 

લવઃ- રોમાન્સ જીવનને રોમાંચક બનાવવા માટે ખૂબ જ જરૂરી છે.
વ્યવસાયઃ- ભાગ્ય સારો સાથ આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારા શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને સુધારવા માટે ડોક્ટરને મળો.

મકરઃ-

પોઝિટિવઃ- ઔપચારિક વ્યવસ્થા માટે તમે બેઠકમાં ભાગ લઇ શકો છો અથવા જે ધનની તમે રાહ જોઇ રહ્યા છો તેને પણ સુરક્ષિત કરી શકો છો. કળાત્મક અભિવ્યક્તિમાં તમે હાલ રસ ધરાવી શકો છો.

નેગેટિવઃ- નજર અથવા દ્રશ્યમાં પરિવર્તન માટે એક નાની યાત્રા કરવી બુદ્ધિમાની રહેશે. કોઇ નાજુક પારિવારિક પરિસ્થિતિ ઉપર ધ્યાન આપો. ઘરનું જરૂરી સમારકામ કરવામાં મોડું કરશો નહીં.

લવઃ- પરિવાર અને મિત્રો તમને સારી કંપની આપી શકે છે.
વ્યવસાયઃ- ખર્ચાઓ વધશે પરંતુ આવકમાં થતો વધારો બધું જ સંતુલિત કરી દશે.
સ્વાસ્થ્યઃ- તણાવપૂર્ણ સ્થિતિના કારણે મન વિચલિત થઇ શકે છે.

કુંભઃ-

પોઝિટિવઃ- તમે કામ કરવા માટે ઇચ્છુક છો અને તેને યોગ્ય રીતે કરવા માટે કાર્યોની યાદી બનાવો અને મામલાઓ ઉકેલો. તમે તમારા કૌશલને સુધારવા માટે ઇચ્છુક છો. આજે કાર્યોમાં વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ- પ્રતિબદ્ધતા, કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે અને આકરી મહેનત તમને સફળતા અપાવશે. તણાવ અને વધારે વ્યસ્ત રહેવાથી બચવું. તમારા નજીકના લોકોને સમય આપવાનું ભુલશો નહીં.

લવઃ- જીવનના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે તમારા રહસ્યો પ્રત્યે પ્રામાણિક રહો.
વ્યવસાયઃ- તમારે તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધ જાળવી રાખવા પડશે.
સ્વાસ્થ્યઃ- રસ્તા ઉપર ગાડી ચલાવતી વખતે સાવધાન રહેવું.

મીનઃ-

પોઝિટિવઃ- તમે અન્ય લોકોની જરૂરિયાત ઉપર ધ્યાન આપતાં સામાન્ય કરતાં વધારે વિચારશીલ બનશો. પ્રિયજન પાસેથી મદદ મેળવવાની તમારી ઇચ્છા તમને સહયોગ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરશે.

નેગેટિવઃ- જીવનમાં નાની વસ્તુઓને સારી બનાવવા માટે પ્રયાસ કરો. વધારે કામ કે તણાવથી બચવું. પોતાના માટે સમય કાઢવો. 

લવઃ- તમારે તમારી લવ લાઇફને લઇને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે.
વ્યવસાયઃ- જે લોકો ઘરથી દૂર રહે છે તેમને આ સમયગાળા દરમિયાન સારા પરિણામોની પ્રાપ્તિ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો