તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Daily Astrology Predictions Of 14 February 2020, Bejan Daruwalla

શુક્રવારે મીન રાશિના લોકોને શનિ અને સૂર્યની યુતિ સ્વાસ્થ્ય પરેશાની આપી શકે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 14 ફેબ્રુઆરી, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- અન્ય લોકો તમારી યોગ્યતાની પ્રશંસા કરશે. આ સમય તમે લોકો સાથે વધારે મળવાનું અને વાતચીત કરવાનું ઇચ્છશો. તમે કોઇપણ ગૃહકાર્ય માટે પૂર્ણ રીતે તૈયાર છો. પિતા અને પિતા સમાન વ્યક્તિને તમારી જરૂરિયાત રહેશે.

નેગેટિવઃ- તમારા જીવનના આલોચક જે તમારું સારું ઇચ્છતાં નથી, તેમને નજરઅંદાજ કરો. તમે તે વસ્તુઓ વિશે ચિંતા કરી શકો છો જેની જરૂરિયાત હાલ નથી. જો વસ્તુઓ તમારી અપેક્ષા પ્રમાણે નહીં થાય તો તમે નિરાશા અનુભવ કરશો.

લવઃ- આ સમયે તમારું ધ્યાન માત્ર તમારા કામ ઉપર રહેશે.
વ્યવસાયઃ- તમારો ભાગીદાર પોતાની ચતુર બુદ્ધિનો ઉપયોગ કરીને તમને લાભ પહોંચાડશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય વધારે પીડિત થવાની સંભાવના છે.
--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે જે લોકો લગ્ન અથવા મિત્રોના માધ્યમથી તમારી સાથે જોડાયેલાં છે, તે તમારા જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવશે. આ લોકો તમને નવા વિચાર અથવા આધ્યાત્મિક અંતદ્રષ્ટિથી પણ જોડશે.

નેગેટિવઃ- અવાસ્તવિક યોજનાઓ બનાવશો નહીં. એક દુર્ઘટના અથવા ભુલથી તમે એકલતા અનુભવશો અથવા આલોચનાનું કારણ બની શકશો.

લવઃ- જીવનના સાંસારિક પહેલુઓ વચ્ચે સંતુલન જાળવી રાખવું.
વ્યવસાયઃ- રાહુની સ્થિતિ તમારા કામકાજને વધારી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની બાધાના કારણે હોસ્પિટલ જવું પડી શકે છે.
--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારા બોસ અને અધિકારી બધા જ તમારા વિચારોને સાંભળવા માટે તૈયાર છે. આ સારા ભાગ્યથી ભરપૂર ક્ષણ છે જેનો પ્રયોગ તમે તમારી પ્રેઝન્ટેશન દરમિયાન કરી શકો છો.

નેગેટિવઃ- આકરી મહેનત કરવાનું શરૂ રાખો અને પ્રતિસ્પર્ધાને ઇગ્નોર કરો. તમારા વિચારો સાથે એકલા રહેવા માટે સમય કાઢો. ધ્યાન કરો અને તમારા વડીલો અને સમજદાર સંબંધીઓ સાથે વાતચીત કરો.

લવઃ- નવા અને રસપ્રદ લોકો સાથે વાતચીત કરો.
વ્યવસાયઃ- તમારા વરિષ્ઠ અધિકારી તમારા કામના વખાણ કરશે.
સ્વાસ્થ્યઃ- ડોક્ટર અથવા સલાહકારને મળો.
--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જે પણ સાધન ઉપલબ્ધ છે, તેના માધ્યમથી પ્રભાવી રીતે સંવાદ કરો. તમારી રચનાત્મકતાને અન્ય લોકો સુધી પહોંચાડો. કરિયરમાં વાસ્તવિકત બદલાવની સંભાવના છે. તમે આ ચરણમાં તમારા અધ્યાપક અથવા સલાહકારની કંપનીમાં યાત્રા કરી શકો છો.

નેગેટિવઃ- આ સમયગાળામાં ચર્ચા અને વિવાદની પણ સંભાવના છે. કોઇ દુર્ઘટના અથવા કોઇ કાનૂની સમસ્યા હાલ તમને તણાવ આપી શકે છે. તમે ચિંતાઓથી નિરાશ થઇ શકો છો અને પ્રતિષ્ઠાને લઇને પણ ચિંતિત રહેશો.

લવઃ- તમારી આકર્ષણ શક્તિ આ સમયે ઉચ્ચ સ્તર પર રહેશે.
વ્યવસાયઃ- તમે તમારી તીવ્ર બુદ્ધિનું પ્રદર્શન તમારા કાર્યક્ષેત્રમાં કરશો.
સ્વાસ્થ્યઃ- નક્ષત્રોની સ્થિતિ પ્રમાણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે.
--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આધ્યાત્મિક અને પ્રોફેશનલ બંને રીતે તમારા ક્ષિતિજનો વિકાસ કરવા માટે તમારા અનુભવનો ઉપયોગ કરો. આ સમયગાળામાં તમે તમારી એકાગ્રતાનો લાભ ઉઠાવી શકો છો.

નેગેટિવઃ- શિક્ષક અથવા પિતા સમાન કોઇ વ્યક્તિની સમસ્યાઓના કારણે તમારી યાત્રાની યોજના રદ્દ થઇ શકે છે. 

લવઃ- તમારા સંબંધના લક્ષ્ય ઉપર કામ કરો અને તમે જે ઇચ્છો છો તેના ઉપર અટલ રહો.
વ્યવસાયઃ- તમારા સહકર્મી પણ તમારા કરિયરને મજબૂતી આપવામાં મદદગાર બનશે.
સ્વાસ્થ્યઃ- ઉત્તમ સ્વાસ્થ્ય જ સફળતાની ચાવી છે.
--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમય તમને ઉત્સુકતા, શબ્દોનો યોગ્ય ઉપયોગ અને એકસાથે અનેક કામ કરવાની ક્ષમતા પ્રદાન કરી રહ્યું છે. તમે તમારો સમય ફોન ઉપર વાત કરવા, ઈમેલ લખવા, યાત્રા વગેરેમાં વ્યતીત કરી શકો છો.

નેગેટિવઃ- ખર્ચ અને ભાવનાઓ બંનેમાં સંતુલન જાળવી રાખો. બુદ્ધિમાનીથી રોકાણ કરો. ફાલતૂ વાતો ઉપર વિવાદ થઇ શકે છે. કામમાં બિનજરૂરી પ્રતિયોગિતાઓમાં સામેલ થવાથી બચવું.

લવઃ- જીવનસાથીને ખુશ રાખવાનો પ્રયત્ન કરો. 
વ્યવસાયઃ- તમારા ખર્ચાઓ આજે અપેક્ષાકૃત ઓછા રહેશે.
સ્વાસ્થ્યઃ- ઉત્તમ દિનચર્યા જાળવીને શરીર પ્રત્યે સજાગ રહીને સ્વાસ્થ્ય સમસ્યાઓથી દૂર રહેશો.
--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારી પાસે સારો અવસર છે. તમે તમારા કામના પરિણામને બગણું અથવા ત્રણગણું કરી શકો છો. શબ્દો સાથે જિજ્ઞાસા અને સુવિધા તમને અનેક કામ પહેલાંથી જ કરવાની પરમિશન આપશે.

નેગેટિવઃ- અત્યારે પરિવારની તે ચિંતાને નજરઅંદાજ કરો જેના કારણે તમે ઉતાવળમાં નિર્ણય લઇ શકો છો. જુગાર અથવા અસુરક્ષિત યૌન સંબંધ તમારા માટે હાનિકારક છે. 

લવઃ- આજે તમે તે વ્યક્તિ તરફ ધ્યાન આપો જે તમારા હ્રદયની સૌથી નજીક છે.
વ્યવસાયઃ- આ દરમિયાન તમારે પ્રોપર્ટીમાં થોડું રોકાણ કરવું જોઇએ.
સ્વાસ્થ્યઃ- તમને પરેશાનીઓથી છુટકારો મળી શકે છે.
--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કળા તથા આધ્યાત્મિક કાર્ય આ અઠવાડિયે તમને સંતુષ્ટ રાખશે અને તમારા માટે પ્રેરણાનો સ્ત્રોત રહેશે. મલ્ટીટાસ્કિંગ હંમેશાં સરળ રહેતું નથી. તમારી અંદર આવેલ બદલાવ અને વિશ્વાસ તમને આશ્ચર્યચકિત કરશે.

નેગેટિવઃ- આ ચરણમાં તમારા અથવા કોઇ ખાસ વ્યક્તિના પરિવારને થયેલી હાનિ અથવા બિમારીના કારણે તમારી યોજનાઓમાં મોડું થઇ શકે છે. તમારા જીવનના ખાસ વ્યક્તિ સાથે ચિંતા અને વિચારોને વ્યક્ત કરો.

લવઃ- આ સમયે રોમાન્સ તમને એક નવી દુનિયા તરફ લઇ જશે.
વ્યવસાયઃ- જે લોકો સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત કામ કરે છે અથવા સરકારી નોકરી કરે છે તેમને લાભ મળશે.
સ્વાસ્થ્યઃ- બિમારી અથવા નુકસાન તમારી યાત્રાની યોજનાઓમાં વિઘ્ન પેદા કરી શકે છે.
--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- અપ્રત્યાશિત ધન જેમ કે, જુગારમાં જીતેલું, ટેક્સ રિફંડ, શેરબજારમાં સારો સોદો આ સપ્તાહ તમને મળી શકે છે. તમારા બજેટને સંતુલિત કરવા અને દેવું ચુકવવા માટે તેનો ઉપયોગ કરો.

નેગેટિવઃ- આ સમયે તમે કોઇ એવા સલાહકાર અથવા ગુરૂની કમી અનુભવ કરશો જેના ઉપર અતીતમાં તમે વિશ્વાસ કર્યો હતો. આજે તમે તમારા વિચારો સાથે એકલા રહેવાનું પસંદ કરશો.

લવઃ- તમે ઘરની બધી જ સુખ-સુવિધાઓની વ્યવસ્થા કરશો.
વ્યવસાયઃ- પ્રોપર્ટીના માધ્યમથી ધન આવવાની સંભાવના રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્યને લગતી કોઇ સમસ્યા રહેશે નહીં.
--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારો રસ અલગ-અલગ વસ્તુઓમાં રહેશે. જેથી તમે કંટાળી શકો છો. લોકોને સારી રીતે ઓળખવા માટે આ એક શાનદાર સમય છે અને તમને જાણકારી હોવી જોઇએ કે જે પણ તમે જાણો છો તે મહત્ત્વપૂર્ણ છે.

નેગેટિવઃ- પારિવારિક મામલાઓ ઉપર ધ્યાન આપો અને મતભેદોને દૂર કરવા માટે કામ કરો. દાદા અથવા દાદી જેમ કોઇને તમારી મદદ અથવા સેવાની જરૂરિયાત હોઇ શકે છે.

લવઃ- હાલ તમારો સાથી જ તમારી પ્રાથમિકતા છે.
વ્યવસાયઃ- થોડાં લોકોને વધારે ધન પ્રાપ્તિની ઇચ્છા પરિવારથી દૂર લઇ જઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારનું ઇન્ફેક્શન તમને પરેશાન કરી શકે છે.
--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમે તમારી આવક અને ખર્ચ ઉપર નજર રાખશો અને ફાયદા વિશે વિચાર કરશો. તમે હાલ રૂપિયા અને તમારી સંપત્તિ સાથે વ્યક્તિગત મૂલ્યો ઉપર પણ તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

નેગેટિવઃ- કોઇ કાનૂની સમજોતો તમારા માટે સમસ્યા બની શકે છે અને તમારા સંબંધોને પ્રભાવિત કરી શકે છે. નવી યોજનાઓ બનશે, જેના માટે અનેક બેઠકો અને અનુબંધોની જરૂરિયાત છે.

લવઃ- આજનો દિવસ તમારા માટે યાદગાર રહેશે.
વ્યવસાયઃ- વેપાર બાબતે તમારા માટે સારો સમય શરૂ થઇ રહ્યો છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અને તણાવ સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે.
--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- પ્રોજેક્ટ અને નવી શરૂઆતની યોજનાનો આનંદ લો. તમને સામાન્ય વાતાવરણથી કોઇ આકર્ષક સ્થાન પર લઇ જવામાં આવી શકે છે. તે બધા લોકો ઉપર ધ્યાન આપો જે તમને ભાવનાત્મક રૂપથી સહયોગ કરે છે.

નેગેટિવઃ- લોકો પાસેથી કોઇ પ્રકારની આશા રાખશો નહીં. સારા વિચારો કરીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લો જેનાથી આવનાર સમયમાં તમારી સ્થિતિ મજબૂત થાય.

લવઃ- તમારા દાંપત્ય જીવનમાં સુખ વધશે.
વ્યવસાયઃ- તમને ધન પ્રાપ્તિના અવસર પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- શનિ અને સૂર્યની યુતિ પણ થોડી પરેશાની આપી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો