તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શનિવારે ધન જાતકોએ કોઇ સાથે વિવાદમાં પડવું નહીં, રોકાણ કરવામાં સાવધાની રાખવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 14 ડિસેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમારી મહેનત કાર્યક્ષેત્રમાં રંગ લાવી શકે છે. આજે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકો છો. પરિજન તથા મિત્રો સાથે સમારોહમાં ઉપસ્થિત રહી શકો છો. ધન પ્રાપ્તિના યોગ છે.

નેગેટિવઃ- ગુરૂ મિથુનના રાહૂ અને પરાક્રમ ભાવ કેતૂ તમન અનેક મામલે સારા પરિણામ આપનાર રહેશે. તમારે આત્મવિશ્વાસ તથા તર્ક-કુતર્કની સ્થિતિ આપનાર રહેશે.

લવઃ- લવ રિલેશનશિપમાં પરેશાનીઓ રહેશે.
વ્યવસાયઃ- કારોબાર મધ્યમ રહેશે.
સ્વાસ્થ્યઃ- કામ સાથે શારીરિક આરામને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમારો દિવસ નવી શરૂઆત માટે બિલકુલ યોગ્ય સાબિત થઇ શકે છે. આજે તમારી કાર્યકુશળતા વધી શકે છે. ધનલાભ થઇ શકે છે. ભાગ્યોદય કરે તેવી કોઇ ઘટના પણ બની શકે છે.

નેગેટિવઃ- જીવનસાથીના સ્વાસ્થ્ય સંબંધી ચિંતાથી તમે પરેશાન રહી શકો છો. આજે કોઇપણ નિર્ણય લેવાથી બચવું. પારિવારિક સમસ્યાઓના કારણે આજનો દિવસ થોડો પરેશાનીવાળો રહી શકે છે.

લવઃ- આજે સંબંધોમાં ઇમોશનલ બની શકો છો.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ સારી ચાલશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- શારીરિક, માનસિક રૂપથી આજે તમે સારું અનુભવ કરી શકો છો. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ તમારી માટે સારો સાબિત થશે. આર્થિક સ્થિતિ મજબૂત થઇ શકે છે. સંતાન તરફથી સુખ મળી શકે છે.

નેગેટિવઃ- આજે તમારા વ્યવહારના કારણે પરિવારમાં મનમુટાવ થઇ શકે છે. ધનલાભ થઇ શકે છે પરંતુ આજે કોઇપણ મોટો નિર્ણય લેવાથી બચવું. 

લવઃ- લગ્નજીવન સુખમય વ્યતીત થશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં અપેક્ષિત સફળતા મળવાની સંભાવના રહેશે.
સ્વાસ્થ્યઃ- વાતાવરણના કારણે સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવશે.
--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમને આર્થિક લાભ મળી શકે છે. લગ્નના યોગ બની રહ્યા છે. આજે તમે કોઇ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. પિતાની મદદ મળી શકે છે. કોઇ જૂના મિત્ર સાથે મળવાનું થઇ શકે છે.

નેગેટિવઃ- તણાવ વધી શકે છે. કામનો ભાર પણ વધારે રહેશે. બાળકો સાથે તમારે વિવાદ થશે. પરિવારમાં તમારી વાતને ઓછું મહત્ત્વ આપવામાં આવી શકે છે. ખરાબ આદતોનો ત્યાગ કરશો તો સારું રહેશે.

લવઃ- પાર્ટનર સાથે ક્યાંય ફરવા જવાનો પ્લાન બની શકે છે.
વ્યવસાયઃ- આજના દિવસે કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં સ્ફૂર્તિ અને તાકાત વધારે રહેશે.
--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઇ મિત્ર, પરિચિત અથવા સંબંધી માટે કામના સાબિત થઇ શકો છો. તમે અનેક પ્રકારની પરેશાનીઓમાંથી છુટવાની કોશિશ કરશો અને તેમાં અનેક હદ સુધી સફળ થઇ શકો છો.

નેગેટિવઃ- અધિકારી તમારાથી નિરાશ રહી શકે છે. અટકાયેલાં કાર્યો વિલંબથી પૂર્ણ થઇ શકે છે. તમારા શબ્દો ઉપર સંયમ રાખો. મિત્રો સાથે કોઇ વાતને લઇને મતભેદ થઇ શકે છે.

લવઃ- પ્રણય માટે આજનો દિવસ સારો છે.
વ્યવસાયઃ- કારોબાર વિસ્તારની નવી યોજનાઓ બનશે જેમાં સફળતા પણ મળશે.
સ્વાસ્થ્યઃ- પહેલાં કરતાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ નવું કાર્ય શરૂ કરી શકો છો. નોકરી-ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાના અણસાર છે. કોઇ યાત્રા પર જવાની સંભાવના બની શકે છે. ભાઇઓ અને પિતાનો વ્યાપારમાં મહત્ત્વપૂર્ણ સહયોગ મળશે.

નેગેટિવઃ- આજે તમે કોઇપણ પ્રકારનો રિસ્ક લેશો નહીં. તે તમારી માટે હાનિકારક પણ રહી શકે છે. આજે તમે કોઇ પ્રકારના માનસિક તણાવનો અનુભવ કરી શકો છો.

લવઃ- લવ લાઇફને લગ્નમાં બદલવાનો મૂડ બની શકે છે.
વ્યવસાયઃ- કાર્યોમાં સફળતા મળવાથી ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક તાકાત અને પાચન શક્તિનો વિચાર કરીને ખાન-પાનનું ધ્યાન રાખવું.
--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. આજે તમે કોઇ યાત્રા પર જઇ શકો છો. કોઇ શુભ સમાચાર મળી શકે છે. અટકાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઇ શકે છે.

નેગેટિવઃ- આ સમયે મોટાં લક્ષ્યોને વિચારીને નાની-મોટી વાતને ઇગ્નોર કરી દો. આજે કોઇપણ પ્રકારના વિવાદમાં પડશો નહીં. આજે તમારી ઉપર કામનો ભાર વધારે રહી શકે છે.

લવઃ- પાર્ટનરની કોઇ વાત આજે તમને પરેશાન કરી શકે છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં નાની-મોટી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક ક્ષમતાઓ જળવાયેલી રહેશે.
--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સંતાન પક્ષથી સારા સમાચાર મળવાના અણસાર છે. આજે તમને માન-સન્માન મળી શકે છે. આજે તમને તમારા વ્યવસાયમાં સફળતા મળી શકે છે. નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળી શકે છે.

નેગેટિવઃ- ગાડી ચલાવતી વખતે સાવધાની જાળવવી. આજે તમે કોઇ જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સમજી-વિચારીને રોકાણ કરવું. 

લવઃ- જીવનસાથી તરફથી પ્રેમ મળી શકશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં અનિર્ણયની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- શુક્રની ગોચરીય સ્થિતિ સ્વાસ્થ્ય મામલે શુભાશુભ રહેશે.
--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમને માન અને સન્માન પ્રાપ્ત થવાના અણસાર છે. આજે તમારા અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. આજે તમને આર્થિક લાભ પણ મળી શકે છે. આજે મિત્રો સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે.

નેગેટિવઃ- કોઇ સાથે વિવાદમાં પડશો નહીં. આજે રોકાણ કરશો તો નુકસાન ભોગવવું પડશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

લવઃ- પાર્ટનર તરફથી તમને ખૂબ જ પ્રેમ મળશે.
વ્યવસાયઃ- કારોબાર મધ્યમ રહેશે અને કામનો ભાર વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્યમાં ઉમંગ અને જોશ વધારે રહેશે.
--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમને વેપારમાં સફળતા મળી શકે છે. શારીરિક અને માનસિક રૂપથી પ્રસન્નતાનો અનુભવ કરી શકો છો. આજે તમે કોઇ નવા કામની શરૂઆત કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- ગૃહસ્થ જીવનમાં ઉગ્ર વાતાવરણ બની રહેશે. આધ્યાત્મિકતા પ્રત્યે રસ વધશે અને ઈશ્વરભક્તિથી મનને શાંતિ મળશે. નેગેટિવ વિચારોથી બચવું.

લવઃ- કોઇ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં નાની-નાની પરેશાનીઓ આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેશે.
--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમે નવું કામ શરૂ કરી શકો છો. આજે તમને ધનલાભ થઇ શકે છે. કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. આજે તમે તમારો મોટાભાગનો સમય નિસ્વાર્થ સેવામાં લગાવી શકો છો.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચ વધારે રહેશે, જેના ઉપર કંટ્રોલ કરવો પડશે. ધાર્મિક કાર્યોમાં વધારે ધન ખર્ચ થઇ શકે છે. બિનજરૂરી ખર્ચથી બચવું અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું.

લવઃ- આજે તમને પાર્ટનરથી સુખ મળવાના સંકેત છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ સફળ થશે અને કારોબારમાં ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય દ્રષ્ટિએ સારું જળવાયેલું રહેશે.
--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સંતાન પક્ષથી શુભ સમાચાર મળવાના અણસાર છે. શૈક્ષિક કાર્યોમાં સફળતા મળી શકે છે. આજે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. વેપાર-ધંધામાં પ્રગતિ થઇ શકે છે. પરિજન સાથે કોઇ સુંદર સ્થાને પ્રવાસની સંભાવના છે.

નેગેટિવઃ- નેગેટિવ વિચારને મનમાંથી દૂર કરો. આજે તમારે પરિવારમાં કોઇ સભ્ય સાથે મનમુટાવ થઇ શકે છે. ધૈર્યશીલતામાં ઘટાડો આવી શકે છે. ધનની હાનિ થઇ શકે છે.

લવઃ- પાર્ટનરને લઇને કોઇ સાથે ઝગડો કરવો નહીં.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે મન પ્રસન્ન રહેશે.

અન્ય સમાચારો પણ છે...