13 ઓગસ્ટનું રાશિફળ / કર્ક રાશિના ઉદ્યોગપતિઓ માટે આ ઉત્તમ સમય છે, મેષ રાશિના જાતકોને વડીલોનો આશીર્વાદ મળશે

daily astrology predictions of 13th August 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Aug 13, 2019, 08:53 AM IST

ધર્મ ડેસ્ક. 13 ઓગસ્ટ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષ રાશિ

પોઝિટિવઃ આ સમય દરમિયાન ઊંડું આત્મ-સંશોધન કરી પોતાના વિશે ઘણું જાણવાનો પ્રયત્ન કરીશો. તમને તમારા વલણ અને વ્યક્તિત્વ વિશે બધું જ જાણવા મળશે. તમે સારું અનુભવશો, કારણ કે તમે તમારી જાતને તૈયાર કરવા માટે સખત મહેનત કરી છે. તમારા વિશેનું આ જ્ઞાન તમને નવા સાહસ માટે પ્રેરણા આપશે.

નેગેટિવઃ બાળકો ખુશ રહેશે. કામની વ્યસ્તતાના કારણે પરિવારના સભ્યો માટે સમય નહીં કાઢી શકો. સંજોગોમાં સુધારો થશે. આળસુ અને અજ્ઞાની બનશો તો તકો ગુમાવવી પડી શકે છે. સન્માનપૂર્ણ સંબંધોથી આધ્યાત્મિક વ્યક્તિત્વ, લોકપ્રિયતામાં વૃદ્ધિ, વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે.

લકી કલર: પીળો
લકી નંબર: 2

લવઃ પારિવારિક જીવન તણાવપૂર્ણ બની શકે છે. તમે જેટલા વ્યવહારુ થશો તેટલી જ લગ્ન જીવનમાં શાંતિ અનુભવોશો.

કરિયરઃ ગણેશજીની સલાહ છે કે, ભાગ્યદેવીને વધારે પડતું મહત્વ આપવું અથવા ખોટી રીતે મોટી અપેક્ષા રાખવાનું છોડી દો. અત્યારે તમારું જીવન શિષ્ટાચાર પર આધારીત છે.

હેલ્થઃ બાળકોની આ સમયે વિશેષ કાળજી લેવી જરૂરી બને. આ સમયે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. જેના કારણે કોઈપણ રોગ ઝડપથી અસર નહીં કરી શકે.

--------

વૃષભ રાશિ

પોઝિટિવઃ ગણેશજીનો આશીર્વાદ આજે તમારી સાથે છે, તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. તમારા પોતાનામાં સુધારો કરવા માટેનો આ સમય છે. તમે સંબંધોમાં, ઘર અને અન્ય કોઈપણ ક્ષેત્રમાં ફેરફાર કરી શકો છો. એવું લાગે છે કે તમે જેટલું તમારા પર ધ્યાન કેન્દ્રિત કરશો, લોકો તમારી તરફ તેટલું વધુ જુએ છે.

નેગેટિવઃ વિકાસની ઘણી સંભાવનાઓ છે. ગણેશજી કહે છે કે જો તમારૂં નાણાકીય ચિત્ર થોડું વધારે તેજસ્વી હોય તો પણ આર્થિક સ્થિતિ વિશે અનિશ્ચિતતા રહેશે. જો તમે જરૂરી ફેરફાર કરશો તો તમને ફાયદો થશે. એકંદરે સમય તમારા માટે અનુકૂળ છે.

લકી કલર: લીલો
લકી નંબર: 5

લવઃ આ તબક્કે તમારું રૂપ બદલાઈ રહ્યું છે અને તમે જે ફેરફારોનો અનુભવ કરી રહ્યાં છો તે કાયમી નથી. આ બદલાવ ભૌતિક સ્તરે પણ થયો છે. બધું ગતિમાં છે અને પ્રેમ પણ છે.

કરિયરઃ ધંધાકીય ક્ષેત્રે લાભ થશે. ગ્રહો પ્રગતિ અને વિકાસની શોધમાં તેમની શક્તિનો ઉપયોગ કરીને ઇચ્છિત લાભ પ્રાપ્ત કરી શકે છે.

હેલ્થઃ બાળકોના અભ્યાસ અને સ્વાસ્થ્ય સંબંધિત હળવી ચિંતા હોઈ શકે.

----------

મિથુન રાશિ

પોઝિટિવઃ નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાશે. વાહન, જમીન સંબંધિત પ્રશ્નો ઉકેલાયા હોય તેવું લાગે. નોકરી - ધંધામાં થોડો સમય લાગશે. વિદેશ પ્રવાસની શક્યતા નકારી શકાય નહીં. કાનૂની પ્રશ્નો ઉકેલાય તેવું લાગે છે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. એકંદરે સમય સારો છે.

નેગેટિવઃ કામદાર વર્ગે ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન લેવું જોઈએ. શક્ય તેટલા લાંબા સમય સુધી સટ્ટા બજારમાં રોકાણ કરવાનું ટાળવાની સલાહ ગણેશજી આપે છે. આ તમને નુકસાન પહોંચાડે તેવી સંભાવના છે. કાર્યો પૂર્ણ કરવા માટે તમારે ઊર્જા અને ઉત્સાહની જરૂર છે.

લકી કલર: વાદળી
લકી નંબર: 9

લવઃ જીવનમાં ઉદારતા અને ક્ષમાથી લાભ થશે. તમારા આચરણની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવશે. નવા સંબંધો બની શકે છે.

કરિયરઃ જો તમે તમારા ખર્ચને નિયંત્રિત કરતા નથી, તો છેલ્લે તમે એવી સ્થિતિમાં પહોંચી જશો કે જે તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય.

હેલ્થઃ કામની જવાબદારીઓમાં વધારો થતાં તમે આરામ ઓછો અને વધુ થાક અનુભવશો. ઉપરાંત, ઊંઘના અભાવે તમે વધુ આક્રમક સ્વભાવમાં આવી શકો છો.

-------------

કર્ક રાશિ

પોઝિટિવઃ યથાર્થવાદી બનો, વ્યવસાયિક મુસાફરીની તકો મળશો. મહેમાનો ઘરે આવશે. ઉદ્યોગપતિઓ માટે આ ઉત્તમ સમય છે. અધિકારીઓ તમારી સિદ્ધિઓથી રાજી થશે. નવી જવાબદારીઓ અને ઉચ્ચ પદ પ્રાપ્ત થશે.તમારી શક્તિ, પરિશ્રમના પ્રમાણમાં ફળનો અભાવ રોષ ઉપજાવશે. ઇચ્છિત પરિણામ મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. આ સમયગાળામાં ખોટા ખર્ચથી બચવા ગણેશજી સલાહ આપે છે. ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવો.

લકી કલર: ગુલાબી
લકી નંબર: 8

લવઃ જો તમે લગ્નમાં વિશ્વાસ નથી કરતા તો આ સમય જટિલ બનશે. લગ્ન જીવનમાં મતભેદ, ગેરસમજ અને વિક્ષેપ થવાની સંભાવના છે. પ્રિયજનોથી દૂર રહેશો અને દુઃખી થશો.

કરિયરઃ આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ બગડશે. આ સમયગાળા દરમિયાન તમને ઇચ્છિત ફળ ન મળે તો પણ ગણેશજી તમને કાર્યરત રહેવાની સલાહ આપે છે.

હેલ્થઃ વાહન અકસ્માત થવાનું જોખમ છે. તમારું સ્વાસ્થ્ય કથળી શકે છે.

------------

સિંહ રાશિ

પોઝિટિવઃ આધ્યાત્મિક ઉત્થાન માટે તમે અન્ય લોકો થકી સતત પ્રેરિત થશો. તમારી આસપાસના દરેકને આ સકારાત્મકતાનો લાભ મળશે. આનાથી તમારા વ્યવસાય તેમજ વ્યક્તિગત બાબતોને અસર થશે. તમારી આધ્યાત્મિકતાની શોધ તેના શિખરે વધતી રહેશે. તેનાથી તમારો જબરદસ્ત આધ્યાત્મિક વિકાસ થશે.

નેગેટિવઃ તમે કોઈ લાંબી મુસાફરીની યોજના બનાવી શકો છો. તમારી માનસિક શક્તિ, હિંમત અને ઇચ્છાશક્તિમાં વધારો થશે. ખોટા વિચારો દૂર કરીને તમારી નાખુશતા દૂર કરો. જેમ જેમ સમય જશે તેમ તેમ તમને રાહત મળતી જશે.

લકી કલર: બદામી
લકી નંબર: 5

લવઃ ગણેશજીની કૃપાથી તમને તમારા જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. આ રીતે સફળતાના મધુર ફળનો સ્વાદ મેળવશો.

કરિયરઃ આ સમયગાળા દરમિયાન તમારી આવક વધશે. નિરાશાના વાદળો અદૃશ્ય થઈ જશે. વિદ્યાર્થી વર્ગ મહેનતનું ફળ મેળવશે. આ સમયગાળામાં આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ થશે.

હેલ્થઃ સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ શ્રેય તમારી નવી વિચારસરણી અને દ્રઢતાને જાય છે.

------------

કન્યા રાશિ

પોઝિટિવઃ ઉચ્ચ શિક્ષણ અથવા અન્ય કોઈપણ કલા વિકાસમાં જોડાશો. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધુ રહેશે. ભગવાન તમારી પ્રાથમિકતાઓની સૂચિમાં ટોચ પર રહેશે. ગણેશજી તમને આ દિશામાં થોડુંક સંશોધન કરવાની સલાહ આપે છે.

નેગેટિવઃ કમાણી કરતા વધારે ખર્ચ ન થાય તેની કાળજી રાખો. નોકરી - ધંધાની બાબતે તમારા ભાગ્યમાં સારી તક છે. દિવસ દરમ્યાન વિચલિત ન થાઓ. સમય પ્રગતિશીલ છે. સટ્ટાના કેસમાં સાવધાની રાખવી. દિવસ દરમિયાન વ્યસ્ત રહેશો, પરંતુ આવકમાં સતત વધારો જણાશે. જાહેર જીવનમાં જવાબદારી વધી શકે છે.

લકી કલર: કેસરી
લકી નંબર: 6

લવઃ તમારે આજીવિકા મેળવવા માટે કામ કરવું પડશે. આ સમય દરમિયાન તમે તમારા મિત્રો અને કુટુંબથી ખૂબ જ દૂર હોવાનો અનુભવ કરશો. તમને કોઈ માર્ગદર્શક અથવા સલાહકાર મળવાની સંભાવના છે.

કરિયરઃ સુધારણાના નામે તમે દરેક વસ્તુનું બારિકાઈથી નિરીક્ષણ કરશો. આ સમયગાળા દરમિયાન જ તમારી આશાઓ અને ઇચ્છાઓને સાકાર કરવા માટેનો ઉત્સાહ વધશે. ગણેશજીના આશીર્વાદથી તમે તમારા વિકાસમાં અનેક અવરોધોને પાર કરી શકશો.

હેલ્થઃ ઓછી પાચનની શક્તિ માટેની ફરિયાદો ઊઠી શકે છે. જો તમે તમારા ખોરાકમાં ફળોનો આગ્રહ રાખશો તો સમસ્યાનો સામનો કર્યા વિના તમે વધુ સ્વસ્થ રહેશો.

------------

તુલા રાશિ

પોઝિટિવઃ તમે અગાઉ કરેલી સખત મહેનતનાં ફળ ચાખવાની સ્થિતિમાં છો. તમે ભૌતિક ઇચ્છાઓને જાગૃત કરશો અને તેમારો પોતાનો વિકાસ થતો જોશો. આ સમયમાં સમજદારીથી નાણા કમાવશો. વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભાષાઓ માટે આ સારો સમય છે.

નેગેટિવઃ પહેલાં કરતાં વધુ સ્પર્ધા હોઈ શકે છે પરંતુ તમારા વધુ મહેનતુ સ્વભાવના કારણે દરેક પરીક્ષામાં સફળ થશો.

લકી કલર: આસમાની
લકી નંબર: 1

લવઃ તમે જેને ચાહો છો તેની સાથે વધુ સમય ગાળો. તેને મળવા માટે હંમેશાં તત્પર રહો. આ પ્રતિબધ્ધતાને કારણે તમારા સંબંધોને નવી ઉંચાઈ સુધી લઈ જઈ શકો છો.

કરિયરઃ કોઈ સારી યોજનાને પગલે તમે આર્થિક રીતે લાભાન્વિત થશો. ખુશી અનુભવશો. મકાન, જમીન, વાહનની સમસ્યા ઉકેલાશે. તમારા આયોજનો પણ સ્પષ્ટ જણાશે.

હેલ્થઃ પેટ સંબંધિત સમસ્યા આવી શકે છે. નોકરીમાં પ્રવાસનો યોગ છે. સંતાનોને લેઈને ચિંતા રહેશે. સ્વાસ્થ્ય થોડું ખરાબ થઈ શકે છે. દુશ્મનો પણ પરેશાન કરી શકે છે.

------------

વૃશ્ચિક રાશિ

પોઝિટિવઃ ધાર્મિક કાર્યોમાં ખર્ચ થવાની સંભાવના છે. તમારી સર્જનાત્મક બુદ્ધિ વધુ તીવ્ર બનશે અને તમારા પ્રયત્નો તમને ધારણા કરતા ઘણા સારા પરિણામો આપશે. કુદરતી રીતે તમને નાણાં અને અન્ય સિદ્ધિઓ મળશે. તમે શક્તિ અને ઉત્સાહથી ભરેલા છો. આગળ વધવા માટે તૈયાર થાઓ.

નેગેટિવઃ જો તમે નોકરીમાં બઢતીની રાહ જોઈ રહ્યા છો, તો આ સમયે પરિસ્થિતિમાં પરિવર્તન થવાના વિચારને છોડી દેવું વધુ સારું રહેશે. તમને તમારી કુશળતા કારકિર્દીમાં આગળ વધવા માટે તક આપશે. તેના પર ધ્યાન આપવાથી અનપેક્ષિત તકો મળી શકે છે. તમારી પાસે વધુ કામનો બોજ અને ઘરથી દૂર કામ કરવાનો વખત છે.

લકી કલર: રાખોડી
લકી નંબર: 7

લવઃ તમારી ઉદારતાનો ગુણ જે તમને અન્ય લોકોથી અલગ કરે છે. તમે ફક્ત તમારા વ્યક્તિગત પરિવારની જરૂરિયાતો વિશે જ નહીં પરંતુ આસપાસના સભ્યોની જરૂરિયાતો વિશે પણ ચિંતિત રહેશો.

કરિયરઃ બઢતીનો યોગ છે. વ્યવસાયની નવી તકો પ્રાપ્ત થશે. વધુ કામ કરવું જોઈએ. વિદ્યાર્થી વર્ગ માટે સફળતાનો યોગ છે. વિલંબિત કાર્યો પૂર્ણ થાય. માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે.

હેલ્થઃ ત્વચા, પગ અને ફેફસાંને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે.

-----------

ધન રાશિ

પોઝિટિવઃ નાણાકીય ગતિવિધિમાં વધારો થવાની સંભાવના છે. તમે વ્યવસાયિક અને ઘરેલું બંને ક્ષેત્રમાં ખંતપૂર્વક કામ કરશો. તમારા પોતાના મનથી ખુશ રહેશો. તમને માતા અને પિતાનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. દરેક કાર્ય પૂર્ણ થશે. અચાનક ધનલાભ થવાનો યોગ છે.

નેગેટિવઃ આ સમયે તમે થોડા વધારાના પ્રયત્નોથી નામ અને ખ્યાતિ મેળવશો. તમારા અંગત જીવનમાં જીવનસાથી સાથેની સમસ્યાઓ પણ ઓછી થવાની સંભાવના છે.

લકી કલર: વાદળી
લકી નંબર: 3

લવઃ તમે કેટલીક બાબતોમાં ભાગ્યને દોષી ઠેરવશો. તમારા સ્વભાવમાં નિરાશાની સંભાવના છે. તમારી છત્ર છાયામાં પરિવાર સલામતી અનુભવશે.

કરિયરઃ દૂરદ્દષ્ટિ પ્રદર્શિત કરીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેશો, આવુ કરવાથી તમે ભવિષ્યની ગંભીર આપત્તિને દૂર કરી શકશો. તમારો વ્યવસાય દૃષ્ટિકોણ મજબૂત થશે. એક વિચિત્ર પડકાર તરીકે જીવનનો સામનો કરવા તૈયાર રહેશો.

હેલ્થઃ તમારા જીવન સાથીને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે, પરંતુ બૃહસ્પતિ સમર્થન આપે છે કે સ્વાસ્થ્ય સમસ્યાઓ ટૂંક સમયમાં હલ થાય.

---------------

મકર રાશિ

પોઝિટિવઃ આર્થિક રીતે તમારા માટે સમય સારો રહેશે. સમર્થ વધુ ખર્ચાશે. તમારી પાસે પૂરતી આવક છે, તેથી આ સમયે તમે જે ખર્ચ કરો છો તેમાં કોઈ સમસ્યા નહીં રહે. તમે આ સમયે વાહન અથવા મિલકત ખરીદી શકો છો.

નેગેટિવઃ સપના જોવાનું ચાલુ રાખો પરંતુ સપનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે જરૂરી કાર્યો કરવામાં શરમાશો નહીં. તમારા વચનો પૂર્ણ કરવા તમારે વધુ કામ કરવાની જરૂર છે. જો તમે એક જ સમયમાં બધું પ્રાપ્ત કરવાનું સપનું જોતા હોવ, તો તેની શક્યતા હાલપુરતી જણાતી નથી.

લકી કલર: લાલ
લકી નંબર: 7

લવઃ કૌટુંબિક સુખમાં વધારો થાય. પરિવારમાં કોઈના તરફથી અચાનક સારા સમાચાર મળે. નવા મિત્રોની નિકટતા વધે છે.

કરિયરઃ મેનેજમેન્ટ ક્ષેત્રે સંકળાયેલા લોકોને ફાયદો થશે. આજે મન પ્રસન્ન રહેશે. માન સન્માન પણ મળશે. ઇચ્છાશક્તિ અને લાંબા સમયથી ચાલતા કાનૂની પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે.

હેલ્થઃ આ સમયગાળામાં આરોગ્યના મુદ્દે તમે સુરક્ષિત અને સ્વસ્થતા અનુભવશો.

--------------

કુંભ રાશિ

પોઝિટિવઃ વ્યવસાયિક લોકોનો માટે સફળ સમય રહેશે. કારણ કે તેઓ વ્યવસાય વધારશે અને વેચાણમાં વૃદ્ધિ થતાં આવક પણ વધશે. તમારા વ્યવસાયમાં નવી તકો મેળવવાના અણસાર છે. તમે વધુ પૈસા કમાવશો. ફ્રીલાન્સર્સ, પ્રોફેશનલ્સ અને કલાકારો માટે પણ આ સમય સારો છે.

લકી કલર: લીલો
લકી નંબર: 9

લવઃ તમને મિત્રો તરફથી અસાધારણ મદદ મળશે. ગણેશજી તમને તમારા સ્વભાવને કાબૂમાં રાખવાની સલાહ આપે છે. પારિવારિક વાતાવરણમાં સુમેળ જોવા મળશે.

કરિયરઃ ગણેશજી કહે છે કે, તમે સહકારી ધોરણે તમારા લક્ષ્યો અને સપના પૂરા કરશો. વિદેશથી સારા સમાચાર મળી શકે છે. સ્થાવર મિલકત ખરીદી શકશો. જોબ કેટેગરીમાં ફેરફાર અથવા બઢતીની સંભાવના રહેલી છે.

હેલ્થઃ માતાના સ્વાસ્થ્ય માટે તમારે સજાગ રહેવાની જરૂર રહેશે. કોઈ વાતને લઈને તેમની સાથે ખટપટ થઈ શકે છે.

-------------

મીન રાશિ

પોઝિટિવઃ તમે નવા મકાન અથવા નવા શહેરોમાં પણ જઈ શકો છો. ગણેશજી તમને ઘરના કામકાજ અને અન્ય બાબતોમાં સફળતા મેળવવામાં મદદ કરશે. તમને તમારા પરિવારના સભ્યોમાંથી કોઈનો અણધાર્યો સહયોગ મળશે, જે તમને કોર્ટના કેસોમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

નેગેટિવઃ આ સમયે તમારે તમારી મહેનત પર વિશ્વાસ કરવો પડશે, કારણ કે તમને ભાગ્યનો સાથ મળે તેવી સંભાવના દેખાતી નથી. આ સંકેતો કાર્યકારી જીવનમાં થોડો સુસ્તી માટે સૂચક છે. તમને અપેક્ષા મુજબ પરિણામ નહીં મળે.

લકી કલર: કેસરી
લકી નંબર: 5

લવઃ જો તમે બીજા પર તમારા વિચારો લાદવાનો અથવા અન્યની ટીકા કરવાનો પ્રયાસ કરો છો, તો તમને નુકસાન થશે. વિરોધી મંતવ્યોને આવકારવા હંમેશાં તમારા મનને ખુલ્લું રાખો.

કરિયરઃ તમને વધુ સફળતા અને માન્યતા મળશે. તમારા પરિવારના સભ્યો પણ સફળતા પ્રાપ્ત કરશે. પરિવારનો તમને ઘણો ટેકો રહેશે. તમારા મિત્રો અને તમારા વડીલો આ સમયે તમારું વધુ સમર્થન કરશે.

હેલ્થઃ તમારા માતા-પિતાની તબિયત સામાન્ય થઈ જશે. તેઓ આરોગ્યની સમસ્યામાંથી બહાર આવશે.

X
daily astrology predictions of 13th August 2019, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી