13 જાન્યુઆરીનું રાશિફળ / સોમવારે મેષ અને કન્યા રાશિના લોકોએ તેમના લક્ષ્ય તરફ આગળ વધવું

daily astrology predictions of 13 January 2020, Bejan daruwalla

Divyabhaskar.com

Jan 13, 2020, 08:58 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 13 જાન્યુઆરી, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમે આ સમયે તમારા અસ્તિત્વને નવો આકાર દેવાની કોશિશ કરશો. તમારા પરિવાર અને સહકર્મીઓ સાથે મિત્રતા અને સહયોગની ભાવના વધારશો. આ સમય પ્રસન્ન, સુખી અને તમારા લક્ષ્ય તરફ ધ્યાન આપવાનો છે.

નેગેટિવઃ- હાલ તમે તમારી જરૂરિયાતો અને ઇચ્છાઓને ઓછી કરવી અને તેમની પૂર્તિ વિશે વધારે વિચાર કરવાનું ઇચ્છશો. આ સમયે શારીરિક, ભાવનાત્મક અને વિત્તીય રૂપથી શાંતિથી પસાર થવાનું ઇચ્છશો.

લવઃ- તમે સાથીને પ્રેમનો અહેસાસ કરાવતાં રહેશો.
વ્યવસાયઃ- આજનો દિવસ મિશ્રિત રહેશે.
સ્વાસ્થ્યઃ- આંખ સાથે સંબંધિત બિમારી થઇ શકે છે.

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ ખાસ કાર્યમાં તમારો રસ વધશે અને અન્ય સાથે સંપર્ક બનાવવાની ઇચ્છા પણ હાલ ઉચ્ચ રહેશે. આ સમયે તમે તમારા સપના અને આદર્શોનું પાલન કરવા અને સારા ભવિષ્યનો પાયો રાખવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- ઓછું બોલવું અને લો પ્રોફાઇલ રહેવું સૌથી સારો વિચાર છે. હાલ કરેલાં પરિવર્તન અને નિર્ણય, ભૌતિક અથવા અન્ય રૂપથી લાંબા સમય સુધી ફાયદો આપી શકે છે.

લવઃ- પ્રભાવશીલતા અને પ્રાથમિકતા તમારા લક્ષ્ય અને ઇચ્છાઓ સુધી પહોંચવાનો સીધો રસ્તો છે.
વ્યવસાયઃ- નવા કાર્યોની શરૂઆત કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- પરિજનો સાથે આનંદમાં સમય વ્યતીત થશે.

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારા મૈત્રીપૂર્ણ અને સારા ગુણો અને તમારી પ્રોફેશનલ શૈલીમાં ટીમવર્કની ક્ષમતાને જાળવી રાખો. તમારા ગુણ તમારા અને તમારા વ્યવસાયિક ભાગીદારો વચ્ચે કેમિસ્ટ્રીને વધારે સારી બનાવશે.

નેગેટિવઃ- તમારા સહકર્મીઓ અને બોસ સાથે સારા સંબંધ જાળવી રાખવાની જરૂર છે. આત્મ-મૂલ્યાંકન સાથે પ્રામાણિકતા અને નિષ્પક્ષતાથી કામ કરો.

લવઃ- હાલ અંગત મુલાકાતો તમારા માટે મુશ્કેલ રહેશે.
વ્યવસાયઃ- આજનો દિવસ જીવનમાં નવા બદલાવ લાવશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો.

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા મિત્ર અને પરિવારના સમર્થન સાથે તમે તમારા લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. હાલ તમારો દ્રષ્ટિકોણ પોઝિટિવ છે, ઊર્જા વધારે છે અને જીવનની ગુણવત્તા સૌથી સારી રહેશે.

નેગેટિવઃ- તમારા ચહેરા, ફિગર, સ્વાસ્થ્ય અને મેકઓવર વિશે તમે વિચારી શકો છો. તમારે તમારા અંતરંગ અને વ્યક્તિગત દરેક પહેલૂ વિશે વિચાર કરી લેવો જોઇએ.

લવઃ- આજે તમારા મનને તમે વ્યસ્ત રાખી શકો છો.
વ્યવસાયઃ- આજનો દિવસ મિશ્રિત રહેશે. કારોબારમાં આર્થિક લાભની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક તાજગી સાથે ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે.

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે તમારા ક્ષિતિજનો વિસ્તાર કરવા માંગો છો. તમારી આસપાસના લોકો તમારા દ્રષ્ટિકોણની પ્રશંસા કરશે અને તમને તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તમે વિવિધ રીતે લોકો સાથે સંપર્ક કરશો.

નેગેટિવઃ- દુનિયાને તમે તમારા બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી વિશે જણાવવા માંગો છો તો સોશ્યિલ મીડિયાની મદદ લો. તમારા નિર્ણયોને પાછા લેશો નહીં અને સાવધાનીથી આગળ વધો.

લવઃ- તમારા પાર્ટનર માટે સમય કાઢો.
વ્યવસાયઃ- કારોબાર ઠંડો રહેવાથી આર્થિક સ્થિતિ નબળી થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમય સપનાને પૂર્ણ કરવાનો છે. માટે આ સમય તમારા લક્ષ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા કરિયરને આગળ વધારવા માટે તમારે થોડાં ખાસ લોકોની જરૂરિયાત ઊભી થઇ શકે છે. આકરી મહેનત માટે તૈયાર રહો.

નેગેટિવઃ- તમારી સીમાઓને લઇને જાગરૂત રહો- પછી ભલે તે શારીરિક, ભાવનાત્મક અથવા વિત્તીય હોય. લોકોની પ્રતિક્રિયાઓ આજે તમને વિચલિત કરી શકે છે.

લવઃ- તમે લોકોને તમારી તરફ આકર્ષિત કરશો.
વ્યવસાયઃ- કોઇ શુભ સમાચાર મળશે.
સ્વાસ્થ્યઃ- હ્રદયના દર્દીઓ માટે આજનો દિવસ સાવધાન રહેવાનો છે.

તુલાઃ-

પોઝિટિવઃ- ઓળખ, પ્રોત્સાહન, શક્તિ અને પ્રતિષ્ઠા, તમારી સંપત્તિ, જાયદાદ અને અન્ય સામાનમાં આજે વધારો થવાની સંભાવના છે. આ સમય વાસ્તવમાં ઉદાર છે અને તમે સંપૂર્ણ રીતે તેના લાયક છો.

નેગેટિવઃ- તમે તણાવથી બચવાની કોશિશ કરો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે પોતાના માટે સમય કાઢો. મિત્રોનો સાથ તમને ચિંતામુક્ત કરાવી શકે છે.

લવઃ- તમારું કામુક હોવું તમારા સંબંધને મજેદાર બનાવશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામનો ભાર વધશે.
સ્વાસ્થ્યઃ- યાત્રા પર જવાથી બચવું. અને ખાનપાનનું ધ્યાન રાખો.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- વધારે લોકો સાથે સંપર્કની સંભાવના છે. આજે તમને જે યોગ્ય લાગે તે જ કરો. આજે માત્ર એટલું ધ્યાન રાખો કે, ખર્ચ વધારે થાય નહીં.

નેગેટિવઃ- તમારા નક્ષત્રો આજે કંઇક અલગ જ જણાવી રહ્યા છે. તમારા મૂલ્યાંકન માટે આ એક ઉત્કૃષ્ટ સમય છે. આજે તમારા પ્રદર્શનને તમારે સુધારવું પડશે.

લવઃ- સંબંધોને લઇને પ્રામાણિક રહો.
વ્યવસાયઃ- નવા કાર્યની શરૂઆત માટે સમય સારો નથી.
સ્વાસ્થ્યઃ- ચામડીનો વિકાર થઇ શકે છે.

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે મોટી વસ્તુઓ, વિચાર, સપના, યોજનાઓ વગેરે વિશે વિચારી રહ્યા છો. હાલમાં કાર્યસ્થળ પર તમારા પ્રદર્શનની તપાસ થશે અને તમને તેની સારી સમીક્ષા મળશે.

નેગેટિવઃ- તણાવને પોતાના ઉપર હાવિ થવા દેશો નહીં અને આકરી મહેનત કરવાનું શરૂ રાખો. જે લોકો તમારી ઉપર નિર્ભર છે, તેઓને જલ્દી જ તમારી મદદ જોઇશે.

લવઃ- તમારા સંબંધ અને જીવનના અન્ય પાસાઓને લઇને તમે પોઝિટિવ રહેશો.
વ્યવસાયઃ- વિકાસના કાર્યોમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

મકરઃ-

પોઝિટિવઃ- તમે આકરી મહેનત કરી છે, તેનો આનંદ લેવો. જે પણ તમને યોગ્ય લાગે તે કરો. તમારામાંથી થોડાં વ્યવસાયમાં ભાગેદારી સાથે રોમેન્ટિક સંબંધ માટે પણ તૈયાર રહેશે.

નેગેટિવઃ- એકાગ્રતા ઓછી હોવાના કારણે તમારું કામ પ્રભાવિત થશે. કનેક્શન બનાવવા અને તેને જાળવી રાખવામાં વ્યસ્ત રહેવાના કારણે તમે મુખ્ય મુદ્દાથી ભટકી શકો છો.

લવઃ- કરિયરના મામલે તમને ચિંતા થશે.
વ્યવસાયઃ- આ સમયે કાર્યક્ષેત્રમાં કોઇ મોટી સમસ્યા સમાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેશો.

કુંભઃ-

પોઝિટિવઃ- તમારા કામ, કર્મો, પુરસ્કાર, પ્રતિષ્ઠા અને શક્તિ માટે તમને ઓળખ મળશે. તમારી દ્રષ્ટિ હાલ વ્યાવહારિક છે. તમે જાણો છો કે, ક્યા પ્રકારના પરિણામ વાસ્તવિક છે અને તમે સારું પરિણામ મેળવવાની આશા કરો છો.

નેગેટિવઃ- તમારા જીવનમાં વસ્તુઓને વિકસિત કરવા અને સારી જાળવી રાખવા માટે તૈયાર રહો. નાની-નાની પ્રશંસાઓથી બહાર આવો.

લવઃ- મિત્રો, પ્રેમ અને મનોરંજન બધું પ્રેમથી જ સંભવ છે.
વ્યવસાયઃ- આર્થિક લાભની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત સમસ્યા થઇ શકે છે.

મીનઃ-

પોઝિટિવઃ- નવા કૌશલ મેળવવા અને તેનો પ્રયોગ કરવા માટે તમારે આકરી મહેનત કરવી પડી શકે છે. તમારા આ પ્રયાસોને નોટ કરવામાં આવી શકે છે અને પ્રશંસા મળી શકે છે. પરિવાર સાથે સારો સમય વ્યતીત થશે.

નેગેટિવઃ- અન્ય લોકોની ઈર્ષ્યા થઇ શકે છે, તે દરેક લોકોનું ધ્યાન રાખો જે તમારા ઉપર નિર્ભર છે અને પોતાના નિર્ણય લેવામાં સાવધાન રહો.

લવઃ- હાલ કોઇ સંબંધ કે કાર્ય સમાપ્ત થઇ શકે છે.
વ્યવસાયઃ- આજનો દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- બિમારી કે ઘાવથી સાવધાન રહેવું.

X
daily astrology predictions of 13 January 2020, Bejan daruwalla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી