ગુરૂવારે તુલા રાશિના લોકો પોતાના ઉપર ગર્વ અનુભવશે, વૃશ્ચિક જાતકોને સફળતા મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 13 ફેબ્રુઆરી, ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમે લોકો સાથે વાતચીત કરવાના ઇચ્છુક રહેશો. અન્યને સલાહ આપવા માટે શબ્દોની શક્તિનો પ્રયોગ કરો. આ સમયે તમારે આ બાબત યાદ રાખવાની જરૂર છે કે, એકલો વ્યક્તિ રમત જીતી શકે છે, પરંતુ ટીમ વર્ક અને સમજદારી સાથે ચેમ્પિયનશિપ જીતી શકાય છે.

નેગેટિવઃ- હાલ અનિશ્ચિતતાની સંભાવના છે કેમ કે, તમારો દ્રષ્ટિકોણ સૌથી અલગ છે. આરામ, ધ્યાનની હાલ સંભાવના છે. રૂપિયાને લઇને જેટલું સાવધાન રહો અને તેના પ્રમાણે યોજના બનાવો.

લવઃ- તમારી બુદ્ધિમતા અને ચમત્કાર કોઇ નવા અને પ્રેમાળ વ્યક્તિનું ધ્યાન આકર્ષિત કરવા માટે તમારી મદદ કરી શકે છે.
વ્યવસાયઃ- તમારી આવકનો કોઇ નિશ્ચિત માર્ગ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓની પણ સંભાવના છે.
--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પાર્ટી કરવાનો દિવસ છે. નવી ગતિવિધિઓ તમને આકર્ષિત કરી રહી છે. આ ખાલી સમયનો આનંદ લો અને તમારા સામાજિક સર્કલનો વિસ્તાર કરો. તમે તમારા કૌશલને સુધારવા માટે ઇચ્છુક રહેશો.

નેગેટિવઃ- તમારા સામાજિક સર્કલથી દૂર થઇને તમે પરેશાની અનુભવ કરશો પરંતુ ખતરનાક વિકલ્પો તરફ આકર્ષિત થશો નહીં. તમે તમારા સંબંધને પૂર્ણ કરી શકો છો. 

લવઃ- એક રોમેન્ટિક સ્થિતિમાં અવસરનો યોગ્ય ઉપયોગ કરો.
વ્યવસાયઃ- તમારી આર્થિક સ્થિતિ થોડી ઉતાર-ચઢાવથી ભરપૂર રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- નવા લોકોને મળવા અને નેટવર્કિંગ માટે આ સમય યોગ્ય છે. કોઇ એક સંબંધી આ સપ્તાહ તમારી મદદ કરી શકે છે અથવા તેમને તમારી મદદની જરૂરિયાત હોઇ શકે છે. આવકના નવા સ્ત્રોત અથવા નવા વ્યાવસાયિક કાર્યોને શોધવામાં તમને મદદ કરશે.

નેગેટિવઃ- આ સમયા તમારા જીવનમાં દરેક વસ્તુઓને વ્યવસ્થિત કરવાનો છે. કોઇ ખાસ પ્રોજેક્ટને યોગ્ય રીતે સમાપ્ત કરવાની કોશિશ કરો. તમે કાર્યસ્થળ પર દરેક સંભવ કોશિશ કરી રહ્યા છો પરંતુ ઘરેલુ પરેશાનીઓનો ઉકેલ લાવવામાં તમારું ધ્યાન વધારે રહેશે.

લવઃ- વધારે કામ અને તણાવથી બચવું અને પોતાના માટે સમય કાઢવો.
વ્યવસાયઃ- તમારા ખર્ચ વધી શકે છે. પરંતુ તમને આવકનો એક નિશ્ચિત સ્ત્રોત મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઇ મોટી બિમારી થશે નહીં. પરંતુ વધારે કામના લીધે ઊર્જા ઘટી શકે છે.
--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમય તમારી તે રચનાત્મક યોજનાઓને પૂર્ણ કરો જે તમારા મગજમાં છે. તમારા જ્ઞાનનો વિસ્તાર કરો, જેથી તમારું પ્રદર્શન સારું થશે. કોઇ વ્યક્તિ સાથે લાંબી બેઠક અને વાર્તાલાપનો પણ યોગ છે.

નેગેટિવઃ- ચોરી કે દુર્ઘટનાથી બચવા માટે સાવધાન રહો. ઓફિસમાં મતભેદ દૂર કરવા માટે તમારા કૂટનીતિક કૌશલનો ઉપયોગ કરો. તમારા સામાજિક સર્કલથી બહાર આવીને નવા લોકોને મળો.

લવઃ- રોમાન્સ જીવનને રોમાંચક બનાવવા માટે જરૂરી છે.
વ્યવસાયઃ- વેપારના દ્રષ્ટિકોણથી સમય વધારે અનુકૂળ નથી.
સ્વાસ્થ્યઃ- મેડિકલ અપોઇન્ટમેન્ટ અને કાનૂની મામલાઓની જરૂરિયાત રહેશે.
--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે તમારા પ્રિયજનો અને અન્ય લોકોનું જ નહીં પરંતુ આસપાસના જાનવરોનું પણ ધ્યાન રાખો. બધા સાથે તમે તમારું પોતાનું ધ્યાન રાખવાનું ભુલશો નહીં. હવે તમે તમારા રેંક અથવા સ્થિતિમાં વિકાસનો આનંદ લઇ શકો છો.

નેગેટિવઃ- દુશ્મન અથવા પ્રતિસ્પર્ધાથી તમને ચિંતા થઇ શકે છે. કાર્યસ્થળ પર તમારા પ્રયાસોને શરૂ રાખો અને તમારી દિનચર્યાને પૂર્ણ પ્રામાણિકતાથી પૂર્ણ કરો. તમારી ભાવનાત્મક અને આધ્યાત્મક જરૂરિયાતો માટે સમય કાઢો.

લવઃ- સંબંધોમાં સમસ્યાઓ આવશે.
વ્યવસાયઃ- તમારા વેતનમાં વૃદ્ધિ થશે અને તમારી પ્રતિષ્ઠા પણ વધશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.
--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા અસ્તિત્વને સંભાળવા માટે આ એક સારો સમય છે. તમારા પ્રયાસોથી તમે તમારા જીવનને સુધારી શકો છો. કર્તવ્યોને પૂર્ણ કરવા માટે ઉદ્દેશ્યપૂર્ણ દ્રષ્ટિકોણનો ઉપયોગ કરો.

નેગેટિવઃ- અવગુણો અને ગેર જવાબદાર નિર્ણય લેવાથી બચવું. પરિવર્તન જરૂરી છે અને તેને વિકાસના અવસર તરીકે જોવું જોઇએ. તમારા વિત્તમાં સુધાર કરવાની કોશિશ કરો. તમારા પરિવાર અને મિત્રો સાથે વાતચીત કરો.

લવઃ- તમે લોકો સાથે જેવો વ્યવહાર કરશો, લોકો તમારી સાથે તેવો જ વ્યવહાર કરશે.
વ્યવસાયઃ- તમને અનુકૂળ પરિણામ મળશે અને તમારા અધિકાર અને પદની વૃદ્ધિ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- નિયમિત કસરત કરો.
--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારા વિચારો ઉપર ગર્વ કરશો અને તેને અન્ય સાથે શેર કરવામાં તમને સરળતા રહેશે. તમારા વિચાર સામાન્યથી વધારે રચનાત્મક છે. આ સમયે તમે એવી રમતોમાં રસ ધરાવશો જેમાં મગજનો ઉપયોગ થતો હોય છે. 

નેગેટિવઃ- તમે હાલ અંગત મુદ્દાઓ જેમ કે, પરિવાર અને પ્રિયજનો વિશે વિચારશો. તમારું મગજમાં ઘરેલુ ચિંતાઓ તરફ ફરી રહ્યું છે. ઘરેલુ સ્તર ઉપર તમારું અઠવાડિયું વ્યસ્ત રહેશે.

લવઃ- આ સમયે તમે ખૂબ જ સંવેદનશીલ અને ભાવુક અનુભવ કરી રહ્યા છો.
વ્યવસાયઃ- તમારા કામના વખાણ તમારા વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.
સ્વાસ્થ્યઃ- તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ.
--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારો અદ્વિતીય દ્રષ્ટિકોણ, આત્મવિશ્વાસ અને આકરી મહેનત તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. તમને બાળકોની દેખરેખ કરવા અથવા માતા-પિતાની મદદ જેવા મુદ્દાઓને ઉકેલવા માટે બોલાવવામાં આવી શકે છે.

નેગેટિવઃ- અચાનક એક અસફળતાથી તમને આર્થિક અને ભાવનાત્મક રૂપથી કષ્ટ થઇ શકે છે. પારિવારિક મામલા તમારી પાસે થોડી વધારે માંગ કરી શકે છે. બોસ અથવા કોઇ અધિકારી સાથે વિવાદ અથવા મતભેદ થઇ શકે છે.

લવઃ- તમારી ભાવનાઓ અને રોમેન્ટિક કલ્પનાઓ તમારા માટે સ્વર્ગ સમાન છે.
વ્યવસાયઃ- તમારામાંથી થોડાં લોકોને ટ્રાન્સફર ઓર્ડર મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમને થોડી પરેશાનીઓ સાથે-સાથે થોડી સારી વાતો પણ જાણવા મળી શકે છે.
--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પાડોસી સાથે એક યાત્રા તમારા મગજને શાંતિ પ્રદાન કરશે. તમારી એકાગ્રતા અને વિવેક તમારો સાથ આપશે. આ ચરણમાં તમારું દિમાગ વ્યક્તિગત મામલા, પરિવાર અને પ્રિયજનની ચારેય તરફ ફરી રહ્યું છે.

નેગેટિવઃ- માનસિક કાર્ય કરવા માટે તમારે એકાંતની જરૂરિયાત છે. આરામ કરો અને ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરો. તમારમાંથી થોડાં લોકો માટે આ સમય અંગત જીવનના કારણે તણાવભર્યો અથવા ચિંતાજનક રહી શકે છે.

લવઃ- એક રોમેન્ટિંક સંબંધ પર કામ કરવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- આ સમયગાળા દરમિયાન તમારી મહેનતનો રંગ જોવા મળશે.
સ્વાસ્થ્યઃ- થોડી શારીરિક સમસ્યાઓ રહી શકે છે.
--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારી આસપાસ એક શક્તિશાળી અને રચનાત્મક દિવ્ય શક્તિ છે જે તમારા આત્મવિશ્વાસને વધારે છે. આ સમયે એક મોંઘું રોકાણ જરૂરી છે જેમ કે, ઘરનું સમારકામ, નવી કાર અથવા શિક્ષા.

નેગેટિવઃ- તમારા પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવશે. કાર્યસ્થળમાં મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. તેમાં સાઇટની યોજના અથવા નિર્માણ પણ સામેલ થઇ શકે છે.

લવઃ- તમે તમારા સંબંધમાં એક ખાસ કેમિસ્ટ્રીને અનુભવ કરશો.
વ્યવસાયઃ- વેપાર કરતાં લોકો માટે દિવસ અનુકૂળ નથી.
સ્વાસ્થ્યઃ- આ સમયગાળા દરમિયાન કોઇ મોટી બિમારી થશે નહીં.
--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- એક મેન્ટર અથવા પિતા સમાન વ્યક્તિને તમારી જરૂરિયાત રહી શકે છે. પરિવાર સાથે સમય વિતાવો અને સંગીત અથવા કળા બંનેનો આનંદ લો. આજે તમારી સામે અનેક નવા અવસર આવી શકે છે.

નેગેટિવઃ- કોઇ કોર્સમાં ભાગ લઇને તમરાા કૌશલને નિખારો. વ્યાવસાયિક યોજનાઓ અને લક્ષ્ય હાલ તમારી પ્રાથમિકતાઓ છે પરંતુ પરિવારના તે સભ્યોને નજરઅંદાજ કરશો નહીં જેને તમારી જરૂરિયાત છે.

લવઃ- મંગળની શુક્ર ઉપર દ્રષ્ટિ પ્રેમની ભાવનાને વધારશે.
વ્યવસાયઃ- જે લોકો ઘણાં લાંબા સમયથી બેરોજગાર છે અથવા નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- પગને લગતી કોઇ સમસ્યા થઇ શકે છે.
--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારા માટે સૌભાગ્યના ક્ષણ છે. આ ક્ષણનો આનંદ ઉઠાવો. કોઇ બાબતની વધારે તપાસ કરવા માટે નાની કે મોટી યાત્રા કરો. હાલ તમે ઉચ્ચ શિક્ષામાં રોકાણ કરી શકો છો.

નેગેટિવઃ- હાલ તમને થોડી એવી સલાહ મળી શકે છે જેનાથી તમને દુઃખ પહોંચી શકે છે. આત્મવિશ્વાસ અને આકરી મહેનતથી આગળ વધો. થોડાં કાનૂની મામલાઓનો ઉકેલ કરવાની જરૂરિયાત છે.

લવઃ- સારા ગુણો તમારી જીવનશૈલીની ક્ષમતાને જાળવી રાખશે.
વ્યવસાયઃ- વરિષ્ઠ અધિકારીઓ સાથે સારો મેલજોલ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...