તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરૂવારે સિંહ અને કન્યા જાતકોને ભાગ્યનો સાથ મળશે, આર્થિક લાભની સંભાવના છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 12 માર્ચ, ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ઘર-પરિવારમાં એકબીજા સાથે સારું સામંજસ્ય રહી શકે છે. દરેક ક્ષેત્રમાં સામંજસ્ય મધુર હોવાથી ઘર-પરિવારનો વિકાસ સારો થઇ શકે છે. ઘર-ગૃહસ્થી સારી રહેશે. 

નેગેટિવઃ- સમય અને પરિસ્થિતિને જોતાં ચાલવું જોઇએ. એકબીજાના સહયોગની ભાવના રાખવી. ઘરેલુ વિવાદ ઉત્પન્ન થાય નહીં તેનું ધ્યાન રાખવું જોઇએ. મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે નાની યાત્રા પર જઇ શકો છો.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.
--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ ઉત્સવ થવાની સંભાવના છે. જેનાથી બધા ઉત્સાહિત થઇને તમારા કામકાજને સફળ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. તમે સાહસી પ્રવૃતિના વ્યક્તિ છો અને કોઇપણ કાર્યને સફળ બનાવવાની ક્ષમતા તમારી અંદર રહેશે.

નેગેટિવઃ- આજનો દિવસ ઉતાર-ચઢાવ ભર્યો રહેશે. ગુસ્સો વધારે રહેશે. વાણી ઉપર સંયમ રાખીને વાદ-વિવાદથી બચી શકો છો. કારોબારમાં મંદી જોવા મળી શકે છે.

લવઃ- પ્રેમી-પ્રેમિકાઓ માટે આ સમય સામાન્ય રહેવાનો છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- સંબંધીના ઇલાજ માટે રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે.
--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- એકબીજા સાથે સામંજસ્ય સારું હોવાથી કોઇપણ સમસ્યાઓનું સમાધાન મળી જશે. નોકરીની દ્રષ્ટિએ પદ પ્રાપ્તિના સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે. જો તમે રાજનીતિ સાથે જોડાયેલાં છો તો લાભના સંકેત મળશે.

નેગેટિવઃ- ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખો. કોઇ વિવાદમાં ફસાઇ શકો છો. રોકાણ સમજી વિચારીને કરો. યાત્રા પર જવાથી બચવું. કાર્યક્ષેત્રમાં સહકર્મી સાથે વિવાદ થઇ શકે છે.

લવઃ- તમારા માટે આ સમય રોમેન્ટિક રહેશે.
વ્યવસાયઃ- કારોબારમાં ધન પ્રાપ્તિના યોગ છે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાન ઉપર ધ્યાન આપવું.
--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- વિરોધીઓને ટક્કર આપવામાં સફળ રહેશે. વિદ્યાર્થીઓને શિક્ષામાં વિઘ્ન આવતાં હોવા છતાં સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. પરિશ્રમ તમને સારી સફળતા અપાવી શકે છે.

નેગેટિવઃ- રચનાત્મક કાર્ય પ્રત્યે રસ વધશે. આ અવસરનો લાભ ઉઠાવો અને નવી રીતથી કામ કરવાનો અવસર હાથમાંથી જવા દેશો નહીં. પરિવારમાં ક્લેશ થવાની સંભાવના છે.

લવઃ- રોમેન્ટિક જીવન માટે તમારે ખર્ચ કરવું પડી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારે તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું પડશે.
--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- જીવનસાથીનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. આ સમયે ભાગ્ય તમને સાથ આપશે અને કોઇ પ્રકારના વ્યવસાય કરી રહ્યા હોવ તો લાભ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- બહારની યાત્રા તથા દાંપત્ય જીવન માટે વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખવો. વાદ-વિવાદમાં ફસાઇ શકો છો.

લવઃ- પ્રેમમાં આર્થિક ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે.
વ્યવસાયઃ- કારોબારમાં આર્થિક લાભની સંભાવના રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્થિતિ તમારી અનુકૂળ રહેશે.
--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ભાગ્ય તમને સાથ આપી શકે છે. બહારની યાત્રા સાથે સંબંધિત કે બહારના કામકાજને લઇને સ્થિતિ સારી રહેશે. આર્થિક લાભ પ્રાપ્ત થવાના અવસર પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- વેપાર-ધંધામાં સારો લાભ મળવાની સંભાવના રહેશે. બિનજરૂરી ખર્ચ વધારે હોવાથી આર્થિક સ્થિતિ નબળી રહેશે. જીવનસાથી સાથે વિવાદ થઇ શકે છે.

લવઃ- પ્રેમિકા તરફથી કષ્ટ મળી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં નાની-નાની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- ભોજનને લઇને સાવધાની રાખો.
--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- બહારગામની યાત્રાથી સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. પારિવારિક સ્થિતિ અનુકૂળ રહેશે. કામકાજના ક્ષેત્રમાં પણ સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. માતા-પિતાના સહયોગથી સારી ઉન્નતિ મળી શકે છે.

નેગેટિવઃ- રૂપિયાની લેણ-દેણમાં વિશેષ સાવધાની રાખો. જરૂરિયાત વિનાની યાત્રા કરવી નહીં. આર્થિક દ્રષ્ટિથી નુકસાનદાયક રહેશે. પરિશ્રમ સાથે જોડાયેલાં કાર્યોમાં સફળતા મળશે.

લવઃ- લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવશે.
વ્યવસાયઃ- કાર્યોમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે.
સ્વાસ્થ્યઃ- તમે સ્વસ્થ રહેશો.
--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- પારિવારિક સ્થિતિઓ અનુકૂળ રહેશે. ઘરમાં એકબીજાનું સામંજસ્ય ફળદાયક રહી શકે છે. ઘરનો સારો વિકાસ થઇ શકે છે. ઘર-ગૃહસ્થી સારી રહેશે. ઘરના વડીલો દ્વારા સહયોગ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- થોડી માનસિક અશાંતિ તથા તણાવપૂર્ણ સ્ત્રીઓના કારણે કામકાજના ક્ષેત્રમાં વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે. આ દિવસે કોઇ મહત્ત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરશો નહીં.

લવઃ- ઘરમાં નિરાશાનું વાતાવરણ તમારી ચિંતાનું કારણ બનશે.
વ્યવસાયઃ- વેપાર-ધંધો સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક સમસ્યા વધી શકે છે.
--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- માતા-પિતાનો આશીર્વાદ હંમેશાં તમારી સાથે રહેશે. ઘરની સ્થિતિ અનુકૂળ રહેશે. પારિવારિક સન્માન પ્રાપ્ત થવાની સંભાવના છે. સંતાન પક્ષને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે.

નેગેટિવઃ- બધા સાથે સામંજસ્ય જાળવી રાખાવનો પ્રયત્ન કરો. યાત્રાઓમાં વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે તથા દાંપત્ય જીવનમાં તણવાપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના છે.

લવઃ- પ્રેમીજન દ્વારા મળેલો સહયોગ તમને ગમશે.
વ્યવસાયઃ- બિનજરૂરી ધનનો વ્યય થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- આજે થાક વધારે લાગશે.
--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ અનુકૂળ રહેશે. તમારા કોઇ કાર્યમાં તમારા સગા-સંબંધીઓનો પણ સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. સંતાન પક્ષને લઇને સ્થિતિ ઉન્નતિદાયક રહેશે. 

નેગેટિવઃ- તમારા સગા-સંબંધીઓ તરફથી કોઇ પ્રકારનું નુકસાન અથવા કોઇ પ્રકારનો દગો થઇ શકે છે. કામકાજ સાથે સંબંધિત પરેશાનીઓ અથવા તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ- તમારી નમ્રતા અને સમજદારી તમારા સંબંધમાં ખટાસને દૂર કરી શકે છે.
વ્યવસાયઃ- ધનનો વ્યય વધારે થશે.
સ્વાસ્થ્યઃ- ગણેશજી તમને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરશે.
--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ભાગ્ય તમને સાથ આપી શકે છે અને કામકાજના ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. કોઇ પ્રકારની મોટી સમસ્યા રહેશે નહીં. ભાગ્ય ઉન્નતિ માટે દિવસ ફળદાયક રહેશે.

નેગેટિવઃ- પારિવારિક સ્થિતિ તણાવપૂર્ણ રહેશે. પરિવારમાં કોઇને કોઇ પ્રકારની મુશ્કેલીઓ રહેશે. આજે પારિવારિક સ્થિતિઓ ખરાબ થઇ શકે છે.

લવઃ- આજે તમારું ધ્યાન મોજ-મસ્તીમાં રહેશે.
વ્યવસાયઃ- વેપારીઓ માટે દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વસ્થ જીવનની અપેક્ષા રાખી શકો છો.
--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘર-પરિવારના સહયોગથી ધન સંપત્તિ તથા સગા-સંબંધીઓ સાથે રિલેશન સારા થઇ શકે છે. કામકાજના ક્ષેત્રમાં પણ સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. ઘર-પરિવારમાં એકબીજા સાથે સારું સામંજસ્ય રહેશે.

નેગેટિવઃ- માતા-પિતા સાથે સંબંધિત કોઇ પ્રકારનો વ્યય થવાની સંભાવના છે. ભાઇ-બહેનને લઇને પણ કોઇને કોઇ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. 

લવઃ- પ્રેમ-સંબંધોમાં સાવધાની રાખો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યાને નિયમિત રાખો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો