12 જાન્યુઆરીનું રાશિફળ / રવિવારે કર્ક જાતકો પોઝિટિવ અને પ્રભાવશાળી અનુભવ કરશે, કન્યા રાશિના લોકો પરેશાન રહેશે

daily astrology predictions of 12 January 2020, Bejan daruwalla

Divyabhaskar.com

Jan 12, 2020, 11:01 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 12 જાન્યુઆરી, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ એક એવો સમય છે જ્યારે તમે તમારા પરિવારમાં વિશ્વાસ પેદા કરી શકો છો. ભવિષ્યમાં કંઇપણ થાય તમારો વિશ્વાસ અડગ રહેશે અને તમે સફળ થશો. તમે એક પ્રેરણાદાયક વાતાવરણમાં કામ કરવા ઇચ્છો છો, જે તમને દરેક ક્ષેત્રમાં સંતુષ્ટિ પ્રદાન કરશે.

નેગેટિવઃ- આ સમયે તમારું ઘર અસ્તવ્યસ્ત રહી શકે છે. તમે તમારા અંગત જીવનમાં સુખ અને સંતુષ્ટ અનુભવ કરવા માટે થોડાં બદલાવ લાવશો. પ્રિયજન સાથે સમય વિતાવવો જોઇએ.

લવઃ- તમારા બંને વચ્ચે પ્રેમ અને સામંજસ્ય વધશે.
વ્યવસાયઃ- સંપત્તિના મામલે મોટો નિર્ણય લઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે તે દરેક પરિસ્થિતિમાં કામ કરવાનું ઇચ્છો છો જે તમને શારીરિક, તકનીકી રૂપથી અને હાલના વાતાવરણમાં સંતુષ્ટ રાખે. ઉત્પાદન અને દક્ષતા વધારવા માટે તમે ઘર કે ઓફિસ માટે ઉપકરણોમાં પણ રોકાણ કરી શકો છો.

નેગેટિવઃ- તમારા ઘર અથવા ઓફિસમાં આર્થિક તંગી દૂર કરવા માટે નવીનીકરણની જરૂરિયાત છે. તમારો જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલાઇ શકે છે. આ સમય તમારા જ્ઞાનને એક્શનમાં પરિવર્તિત કરવાનો છે.

લવઃ- એકબીજાની ભાવનાઓની રિસ્પેક્ટ કરો.
વ્યવસાયઃ- ઓફિસમાં ઉન્નતિ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘરના લોકો તથા સંબંધીઓ સાથે સમય વિતાવવો જોઇએ. તમારા ઘર કે ઓફિસને સમારકામ કે વિસ્તારની જરૂરિયાત હોઇ શકે છે. આ સમયે તમે તમારા કાર્યસ્થળ અથવા ઓફિસને અન્ય સાથે શિફ્ટ કરી શકો છો.

નેગેટિવઃ- તમારી સંપત્તિ, ભાડુ, રોકાણ, રોકડ, લેવડ-દેવડ અને બધી સંપત્તિઓનું મૂલ્યાંકન કરો. તમારો અહંકાર લાંબા સમયગાળા સુધી તમને પરેશાન કરશે.

લવઃ- આ સમયે તમે થોડી પરેશાનીનો સામનો કરી શકો છો.
વ્યવસાયઃ- આજનો દિવસ સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- યાત્રા પર જવાનું ટાળો.

કર્કઃ-

પોઝિટિવઃ- અન્ય લોકોના પ્રયાસો ઉપર ધ્યાન આપો, જેથી તમે પોઝિટિવ અને પ્રભાવશાળી અનુભવ કરો. તમે વધારે આનંદિત અને પ્રેરિત અનુભવ કરશો. કોઇપણ રચનાત્મક પરિયોજનાથી છુટકારો મેળવવા માટે આ સમય યોગ્ય છે.

નેગેટિવઃ- જીવનમાં એવી અનેક વસ્તુઓ છે જેનો તમે આનંદ લઇ શકો છો. તમારે આ દરમિયાન તમારી મજબૂત ભાવનાઓને નજરઅંદાજ કરવી જોઇએ નહીં. ઉતાવળમાં લીધેલાં નિર્ણયનું પરિણામ ખતરનાક હોઇ શકે છે.

લવઃ- જીવનસાથી પારિવારિક કારણોથી નોકરી છોડી શકે છે.
વ્યવસાયઃ- કારોબારીઓ માટે દિવસ શુભ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે કંઇક અલગ કરવાની ઇચ્છા રહેશે. હાલ તમારી આકર્ષણ શક્તિ ખૂબ જ સારી રહેશે. તમારી રચનાત્મકતા તમારા માટે એક પ્રેરણાનું કારણ છે. આ સમયે પોતાને ચાર્જ કરીને નવી વસ્તુઓને અજમાવવાનો છે.

નેગેટિવઃ- તમારા માટે શું સારું છે તે તમે યોગ્ય રીતે જાણો છો. આ સમય દઢ રહેવા અને તમારી પાસે શું છે અને તમે શું ઇચ્છો છો, તેમાં વિશ્વાસ કરવાનો છે.

લવઃ- પ્રેમી સાથે સારો સમય વિતશે.
વ્યવસાયઃ- નોકરીમાં ઉન્નતિ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમે તમારા આહારમાં બદલાવ લાવી શકો છો.

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમય આત્મનિર્ભરતાનો સમય છે. જે દરમિયાન તમને તમારી વ્યક્તિગત તાકાત અને પ્રતિભાને યોગ્ય રીતે ઉજાગર કરવાનો અવસર મળશે. તમારું ધ્યાન રોમાન્સ, મિત્રતા અને વેપાર સંબંધો ઉપર વધારે રહેશે.

નેગેટિવઃ- માનસિક તણાવ અને આર્થિક મુશ્કેલીનો સામનો થઇ શકે છે. અન્યની મદદ અને સેવા કરવાથી તમને સારો અનુભવ થશે.

લવઃ- તમારા જીવનસાથીની પરેશાનીનો ઉકેલ લાવવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- કારોબાર સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- કાર્યનો ભાર વધારે રહેવાથી શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ થશે.

તુલાઃ-

પોઝિટિવઃ- છેલ્લાં ઘણાં સમયથી તમારા જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. પરંતુ આ સમયગાળો તેનાથી વિપરીત રહેશે. લાંબા સમયથી અધૂરા રહેલાં કાર્યો આ સમયે પૂર્ણ થઇ શકશે.

નેગેટિવઃ- થોડાં મામલાઓ તમારું ધ્યાન આકર્ષિત કરશે અને સંપત્તિ ખરીદવા, રોકાણ અને રોકડની લેવડ-દેવડની પણ સંભાવના છે. આ બધાથી તમને લાભ થશે પરંતુ ઉતાવળમાં કોઇપણ કામ કરશો નહીં.

લવઃ- પ્રેમને વ્યક્ત કરવા માટે દિવસ સારો છે
વ્યવસાયઃ- આજનો દિવસ સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિકરૂપથી તમે સ્વસ્થ રહેશો.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે લોકો સાથે વધતી ઘનિષ્ટતા તમને ચકિત કરશે પરંતુ તેનાથી તમારા સંબંધ વધારે મજબૂત હોઇ શકે છે. કોઇ યાત્રા અને નવા લોકોને મળવાની આશા પણ કરી શકો છો.

નેગેટિવઃ- ખરાબ પ્રભાવથી બચવા માંગો છો તો બેઠકો અથવા અન્ય સભાઓ માટે પોતાને ફ્રી રાખો અને તમારી વાણી ઉપર સંયમ જાળવો.

લવઃ- પ્રેમની શોધ આજે પૂર્ણ થશે.
વ્યવસાયઃ- આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે.
સ્વાસ્થ્યઃ- કામનો ભાર વધારે રહેવાથી શારીરિક સ્ફૂર્તિ તમા માનસિક ઉલ્લાસમાં ઘટાડો આવી શકે છે.

ધનઃ-

પોઝિટિવઃ- એક સમૃદ્ધ, ફળદાયી અને સુખી ચરણમાં તમે આનંદ લઇ રહ્યા છો. તમે જીવનના વિવિધ રંગોનો અનુભવ કરશો અને તમારા શોખ, ગતિવિધિઓ અને ભાવનાઓમાં પણ વિવિધતા આવશે.

નેગેટિવઃ- તમારા પારસ્પરિક સંબંધોમાં સુધાર કરવા માટે સમય અને પ્રયાસનું રોકાણ કરો. આ સમયે તમારે તમારી કહેલી વાતોને પૂર્ણ રીતે પાલન કરવાની જરૂરિયાત છે.

લવઃ- આજે પાર્ટનર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.
વ્યવસાયઃ- આજનો દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી અસ્વસ્થતાનો અનુભવ થશે.

મકરઃ-

પોઝિટિવઃ- કોઇની મદદ કરવાથી તમે પૂર્ણતા પ્રાપ્ત કરશો. તમારા કામ અને લેવડ-દેવડમાં કુશળ બનો. આ સમયની ખૂબ જ ચંચળ અવધિ છે, જ્યારે તમે રચનાત્મક અને ભાવનાત્મક રૂપથી પ્રેરિત થશો.

નેગેટિવઃ- જો લક્ષ્ય મેળવવા માંગો છો તો કોઇપણ પ્રકારની બેદરકારીથી બચો. તમારું જીવન વ્યસ્તતા ભર્યું રહેશે.

લવઃ- પારિવારિક, મિત્રતા અને રોમેન્ટિક સંબંધ વિકસિત થશે.
વ્યવસાયઃ- આજનો દિવસ સારો રહેશે નહીં.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું જળવાયેલું રહેશે.

કુંભઃ-

પોઝિટિવઃ- જીવનની મુશ્કેલીઓ દૂર થશે. વિશ્વાસ વધી રહ્યો છે અને સૌથી મહત્ત્વપૂર્ણ લોકો તમારા માટે મદદગાર રહેશે. તમને શું ખુશ રાખે છે અને કોનો પ્રભાવ તમારા માટે પોઝિટિવ રહેશે તેની જાણો.

નેગેટિવઃ- જીવનમાં કોઇ પાસેથી આભાર અને પ્રશંસાની આશા રાખશો નહીં. તમારું લક્ષ્ય આ સમયે નિપુણતા હોવું જોઇએ.

લવઃ- આજે તમે પ્રેમ વિશે વધારે જાણવા માંગશો.
વ્યવસાયઃ- કામકાજમાં વધારે સમય આપવાનું વિચારો.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.

મીનઃ-

પોઝિટિવઃ- આ પરિવર્તનનો સમય છે. જીવનમાં થોડાં મહત્ત્વપૂર્ણ બદલાવ થશે અને તમે તમારા સહયોગિઓ અને સહકર્મીઓ સાથેવ્યવહાર કરવાની રીત બદલી શકો છો. તમે તમારા જીવનની સારી વસ્તુઓના મહત્ત્વને સમજી શકશો.

નેગેટિવઃ- તમારે અન્ય લોકો સાથે સારા સંબંધ બાંધવાનું શીખવું પડશે. આંતરિક વિચારો અથવા ભાવનાઓ ઉપર વ્યક્તિગત વિશ્વાસ પણ તેમાં સામેલ છે.

લવઃ- જીવનના રસનો આનંદ લઇ શકશો.
વ્યવસાયઃ- નવા વ્યવસાયિક સંબંધ મજબૂત થશે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાન ઉપર ધ્યાન આપવાની સાથે-સાથે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો.

X
daily astrology predictions of 12 January 2020, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી