12 ફેબ્રુઆરીનું રાશિફળ / બુધવારે કન્યા રાશિના જાતકોને તેમની આવડત અને વાતચીતમાં કૂટનીતિ નવા અવસર સાથે જોડી શકે છે

daily astrology predictions of 12 February 2020, Bejan daruwalla

Divyabhaskar.com

Feb 12, 2020, 07:54 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 12 ફેબ્રુઆરી, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારી આસપાસના લોકો સાથે મળવાનું રાખો અને વરિષ્ઠોને પ્રભાવિત કરવા માટે શબ્દોની પોતાની નિપુણતાનો પ્રયોગ કરો. તમારા કરિયરને આગળ વધારવા માટે યોજનાઓ બનાવો.

નેગેટિવઃ- અનેક લોકો તમારી પાસે અઢળક માંગ રાખી શકે છે. તમારો મોટાભાગનો સમય મલ્ટી ટાસ્કિંગમાં વ્યતીત થશે. એક નુકસાન અથવા દુઃખ જે હાલ લગભગ તમારા પરિવારને પ્રભાવિત કરી રહ્યું છે.

લવઃ- પ્રેમની કોમળ ભાવનાઓને આઘાત પહોંચી શકે છે.
વ્યવસાયઃ- સમય તમારા કરિયર માટે ખૂબ જ અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ- આ દરમિયાન કોઇ લાંબાગાળાની બિમારી થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ અપ્રત્યાશિત આવક અથવા વિરાસત તમારી રાહ જોઇ રહી છે. આ આવકનો સારી રીતે ઉપયોગ કરો. જેમ કે, યાત્રા અથવા એવી ગતિવિધિઓમાં જે તમારા ઉદેશ્યને સ્પષ્ટ અર્થ આપી શકે.

નેગેટિવઃ- એવા વ્યક્તિ પાસે જવું જેને તમારી જરૂરિયાત છે. જેમ કે, તમારા ભાઇ-બહેન, માતા-પિતા અથવા પાડોસી. આ સમય સાંસારિક અને વ્યાવહારિક મામલાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો નથી પરંતુ તમારા દ્રષ્ટિકોણને બદલવાનો છે.

લવઃ- તમારી લવ લાઇફ ઉતાર-ચઢાવથી ભરપૂર રહેશે.
વ્યવસાયઃ- જે લોકો સરકારી ક્ષેત્રમાં નોકરી કરે છે, તેમને સરકારી વાહન અથવા મકાનનું સુખ પણ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે તમારા જ્ઞાનને વધારવા અને લોકો સાથે તમારા વિચાર વહેચવામાં રસ ધરાવશો. તમે અન્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સામાન્યથી વધારે વિચારશીલ રહેશો. પ્રિયજનો પાસેથી મદદ મેળવવાની તમારી ઇચ્છા તમને સહયોગ મેળવવા માટે પ્રેરિત કરશે.

નેગેટિવઃ- ચિંતા અથવા તણાવથી બચવું. આ સમયે એવી કોઇ ઘટના બનશે જેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ સાબિત થઇ શકે છે. તમારી દરેક ભુલથી તમે કંઇક શીખો અને બીજીવાર તેને રિપીટ કરશો નહીં.

લવઃ- તમારા પ્રિયતમ તમારાથી અનેકવાર નિરાશ થઇ જશે.
વ્યવસાયઃ- આ સમય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
સ્વાસ્થ્યઃ- તમારી ભોજન સામગ્રી ઉપર વિશેષ રીતે ધ્યાન આપો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સલાહ, વાર્તા અથવા મધ્યસ્થતા તમારા ભવિષ્યમાં છે અને તમારે આ કાર્યોને પ્રસન્નતા સાથે કરવા જોઇએ. તમે અન્યને સારી સલાહ આપવા માટે શબ્દોની શક્તિનો ઉપયોગ કરી શકો છો અથવા તે લોકો સાથે શાંતિપૂર્ણ સંબંધ જાળવી શકો છો.

નેગેટિવઃ- તમારી યાત્રાની યોજના રદ્દ થશે અથવા તેમાં મોડું થઇ શકે છે. પરિવારના સભ્યો અથવા સલાહકાર સાથે જોડાયેલી કોઇ સ્થિતિને લઇને તમે તણાવ અથવા દુઃખી રહેશો.

લવઃ- આ સમયે તમે તમારા રોમેન્ટિક સંબંધને પ્રાથમિકતા આપો.
વ્યવસાયઃ- પ્રોપર્ટી ખરીદવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- સલાહકારને મળીને સારા જીવન જીવવાની રીતને પસંદ કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમે આ સમયે રચનાત્મકતા અને નવા વિચારો સાથે-સાથે ઉત્સાહપૂર્ણ અને સામાજિક અનુભવ કરી રહ્યા છો. લોકોને મળો અને તમારી અંતદ્રષ્ટિને કનેક્ટ કરો. એકલા વ્યક્તિ રમત જીતી શકે છે પરંતુ ટીમ વર્ક અને સમજદારી સાથે ચેમ્પિયનશિપ જીતી શકાય છે.

નેગેટિવઃ- જ્યારે અન્ય લોકો તમારું સમર્થન કરે છે ત્યારે કોઇપણ નુકસાન અથવા અપમાનથી પ્રભાવિત થશો નહીં. તમે તમારા રોજના કાર્યો અને વિચારોથી કંટાળી ગયા છો અને આ સમયે કંઇક નવું કરવા ઇચ્છુક છો.

લવઃ- આ સમયગાળામાં તમે એકલતાનો અનુભવ કરી શકો છો.
વ્યવસાયઃ- આર્થિક સ્થિતિને વધુ સારી બનાવવા માટે તમારે વેપાર ઉપર વધારે ધ્યાન આપવું પડશે.
સ્વાસ્થ્યઃ- તમારા શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી આવડત જ તમને ઓળખ અપાવે છે, જેનાથી નેટવર્કિંગ માટે આ એક આદર્શ ક્ષણ બને છે. વાતચીતમાં કૂટનીતિ તમને નવા અવસરો સાથે જોડી શકે છે. આ ઉત્સાહ વચ્ચે ઘરના મામલાઓ ઉપર નજર રાખો.

નેગેટિવઃ- તમારી સામે જે પણ છે તેના વિશે વિચારવાની જગ્યાએ તમારી પાસે જ નથી તેનાથી સંતુષ્ટ રહો. તમે તમારા જીવનના આદર્શો અને પહેલુઓને જોઇ રહ્યા છો.

લવઃ- તમારા પ્રેમી અથવા મિત્રો સાથે સ્પષ્ટ વાતચીત કરો.
વ્યવસાયઃ- વિદેશી સ્ત્રોતોથી સારો ધનલાભ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- વધારે ગરમ અને ચરબીવાળું ભોજન કરવું નહીં.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આધ્યાત્મિક વિચારો અથવા સપના તમને આશ્ચર્યજનક સલાહ આપી શકે છે. તમે કામ કરવા ઇચ્છુક છો અને તેને યોગ્ય રીતે કરવા માટે કાર્યોની યાદી બનાવો. આકરી મહેનત તમને સફળતા અપાવશો.

નેગેટિવઃ- કોઇ નજીકના વ્યક્તિ સાથે સંબંધિત હાનિ આ સમયે તમારા અંગત જીવનમાં ઉથલપાથલનું કારણ બની શકે છે. આ બાધા તમારા પાડોસી અથવા ભાઇ-બહેનને પણ પ્રભાવિત કરશે.

લવઃ- તમારા વિચારો અને દિલની વાતોને પ્રિય વ્યક્તિ સાથે વ્યક્ત કરો.
વ્યવસાયઃ- શાસકીય દંડનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઇ પ્રિયજનના સ્વાસ્થ્યના કારણે હોસ્પિટલમાં સમય વિતી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે અન્યની જરૂરિયાતો અને ઇચ્છાઓ પ્રમાણે કામ કરશો. રોકાણની યોજના બનાવો, તમારા લક્ષ્ય તરફ આગળ વધો. એક નવું રૂપ અથવા સ્ટાઇલની પણ સંભાવના છે. કામમાં પ્રતિયોગિતા અથવા કંઇક બીજું તમારા આત્મ મૂલ્યાંકનને પ્રેરિત કરશે.

નેગેટિવઃ- અતીત ઉપર ધ્યાન આપશો નહીં. તમારી ચિંતાઓ વિશે અન્ય લોકોને જણાવો. એક અધિકારી અથવા વિત્તીય નિષ્ણાત સાથે સલાહ કરવી તમારી યોજના માટે લાભદાયક સિદ્ધ થશે.

લવઃ- કોઇ રોમેન્ટિક સંબંધમાં જોડાઇ શકો છો.
વ્યવસાયઃ- આજે તમને અધિકારીઓનો સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- કોઇ દુર્ઘટનાનો શિકાર થઇ શકો છો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારા ભાગ્યમાં ઘણું બધું છે પરંતુ તેને સરળતાથી સંભાળી શકો છો. તમે તમારી પ્રાથમિકતાઓને યોગ્ય રીતે પ્રબંધિત કરો. જેનાથી તમારી પાસે દરેક વ્યક્તિ માટે સમય હોય.

નેગેટિવઃ- આ સમયે તમે મોટી વસ્તુઓ, વિચારો, સપના, યોજનાઓ વગેરે વિશે વિચારી રહ્યા છો. એકાગ્રતાના ઘટાડાને કારણે તમારું કામ પ્રભાવિત થશે. કનેક્શન બનાવવા અને જાળવી રાખવામાં વ્યસ્ત રહો.

લવઃ- આ સમય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય છે.
વ્યવસાયઃ- મહત્ત્વપૂર્ણ પદ ઉપર તમને પસંદ કરવામાં આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારું ગળું ખરાબ થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- યોજના અને રણનીતિ માટે આ સમયગાળો યોગ્ય છે. આ સમય તમે તમારા જ્ઞાનનો સંપૂર્ણ પ્રયોગ કરી રહ્યા છો. આવા વિષયો વિશે વાતચીત કરવાનો પણ આ યોગ્ય સમય છે.

નેગેટિવઃ- આત્મ મૂલ્યાંકન માટે સમય કાઢો અને તમારી અંદરની શક્તિઓ અને અંગત વિકાસના ક્ષેત્રો વિશે જાણો. પરિવાર માટે સમય કાઢો, સાથે ભોજન કરો અને કોઇ શો નો આનંદ ઉઠાવો.

લવઃ- વાર્તાલાપ અને સંચાર આ સમયે તમારા માટે પોઝિટિવ રહેશે.
વ્યવસાયઃ- આજે તમને તમારા સહકર્મીનો સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- અવ્યવસ્થિત ખાનપાન અને દિનચર્યાના કારણે રોગનો શિકાર બની શકો છો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- વેપાર સાથે સંબંધિત લોકોએ થોડો વિચાર કરવાની જરૂરિયાત છે. તમે આ સમયે દરેક મુદ્દાના ફાયદા અને નુકસાન વિશે વિચારશો અને ત્યાર બાદ જ નિર્ણય લેશો. સાથી અને મિત્રો સાથે સમય વિતાવો.

નેગેટિવઃ- તમારે કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે, જે લગભગ આવકના સ્ત્રોત સાથે જોડાયેલ છે. આ સમયે તમારે અહંકારને છોડીને યોગ્ય દિશામાં આત્મ-મૂલ્યાંકન કરવું જોઇએ.

લવઃ- ગ્રહો પ્રમાણે આ સમય લગ્નનો હોઇ શકે છે.
વ્યવસાયઃ- આ દરમિયાન મિત્રો અને સંબંધીઓ વેપારમાં તમારો સાથ આપશે.
સ્વાસ્થ્યઃ- કેતુની ઉપસ્થિતિ તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આપી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- એક નવા પરિવેશમાં પ્રવેશ કરવાથી તમને રાજનૈતિક ક્લેશથી બચવાનો અવસર મળશે. આ સમયે તમે તમારી આસપાસના લોકો ઉપર વધારે ધ્યાન આપશો અને વધારે સહજ અનુભવ કરી રહ્યા છો.

નેગેટિવઃ- કોઇ મોટી ખરીદારી કરતાં પહેલાં તમારા પાર્ટનર અથવા નજીકના લોકો સાથે વાત કરી લો અને કાનૂની અનુબંધને કરતાં પહેલાં તેને યોગ્ય રીતે વાંચી લો.

લવઃ- તમે પરણિત નથી તો આ સમય સ્થાયી પ્રતિબદ્ધતાનો છે.
વ્યવસાયઃ- મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતાં લોકોને અનુકૂળ પરિણામ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- પિત્ત સંબંધિત બિમારીઓમાં વૃદ્ધિ થશે.

X
daily astrology predictions of 12 February 2020, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી