તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શનિવારે મિથુન રાશિના લોકો ઉપર શનિદેવની કૃપા વરસશે, આવકમાં વૃદ્ધિ થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 11 જાન્યુઆરી, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ- 

પોઝિટિવઃ- આ સમય તમારા માટે સારો સાબિત થઇ શકે છે. તમને અચાનક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. જેથી તમે અનેક પરેશાનીઓથી બચી શકો છો. તમારું ભાગ્ય સંપૂર્ણ રીતે તમારો સાથ આપશે.

નેગેટિવઃ- જો તમે કોઇ પ્રોફેશન સાથે સંબંધ રાખો છો તો સંભવ છે તમારો ક્લાઇન્ટ તમારાથી સંતુષ્ટ જોવા મળશે નહીં. આ સમયે તમને નિરાશા ઘેરી શકે છે. તમે તમારી ખામીને નિખારવાની કોશિશ કરી શકો છો.

લવઃ- કોઇ વાતને લઇને જીવનસાથી સાથે મનમુટાવ થઇ શકે છે.
વ્યવસાયઃ- આજે કરેલાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો.

વૃષભઃ-

પોઝિટિવઃ- પરણિતા લોકો તેમના જીવનસાથીના નામે થોડું રોકાણ કરી શકે છે. આ રોકાણ તમારા માટે શુભ રહેશે. તેના દ્વારા ભવિષ્યમાં તમને મદદ મળી શકે છે. તમારા પિતા કોઇ નવો બિઝનેસ શરૂ કરી શકે છે.

નેગેટિવઃ- આ સમય તમારા માટે અનુકૂળ નથી. વિપરીત પરિસ્થિતિઓ સાથે લડવું તમને આવડશે. કાર્યક્ષેત્રમાં તમારે ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે. તમારો કોઇ નિર્ણય તમારા સહકર્મીને ગમશે નહીં.

લવઃ- આ સમયે તમારે તમારા પ્રેમી પ્રત્યે સ્નેહ પ્રદર્શિત કરવો જોઇએ.
વ્યવસાયઃ- આ સમયે તમને કોઇ શુભ સમાચાર મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો.

મિથુનઃ-

પોઝિટિવઃ- પારિવારિક જીવનમાં તમને સારું ફળ મળવાની આશા છે. આ સમયે તમારી આવકમાં વૃદ્ધિ થઇ શકે છે. જેના કારણે તમારા ચહેરા ઉપર ખુશી જોવા મળી શકશે. આ રાશિના જાતકોને મનગમતું ફળ મળવાની આશા છે.

નેગેટિવઃ- આ સમયે તમારા મનમાં નવા-નવા વિચાર આવશે. આ સમયે શેરબજાર, જુગાર, લોટરી વગેરેમાં રૂપિયાનું રોકાણ કરવું નહીં.

લવઃ- લવ પાર્ટનર કોઇ વાતથી નિરાશ થઇ શકે છે.
વ્યવસાયઃ- આજનો દિવસ સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ કરશો.

કર્કઃ-

પોઝિટિવઃ- જો તમે નોકરિયાત છો તો તમારા કામ કરવાની ગતિ તમારી સાથે કામ કરતાં લોકોનો તમારી વિરૂદ્ધ કરી શકે છે. પરિસ્થિતિ કોઇપણ પ્રકારની હોય તમારે તમારા કામ ઉપર જ ધ્યાન આપવું.

નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં સફળ પરિણામ મેળવવા માટે મહેનત કરવી પડશે. આ મહેનત શારીરિક અને માનસિક રૂપથી હોઇ શકે છે. પાડોસી તમારી પાસે આર્થિક મદદ માંગી શકે છે.

લવઃ- આ સમય લવ પાર્ટનર સાથે વિતાવો.
વ્યવસાયઃ- કરિયરમાં તમારું પ્રદર્શન સારું રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહઃ-

પોઝિટિવઃ- નવી વસ્તુ શીખવા પ્રત્યે તમે ઉત્સુક રહેશો. આ રાશિના થોડાં નોકરિયાત લોકો આ દરમિયાન તેમના દિમાગને તરોતાજા કરવા માટે મિત્રો સાથે મળીને ક્યાંક ફરવા જઇ શકો છો.

નેગેટિવઃ- ખોટાં ખર્ચાઓ થવાની સંભાવના છે. તમારા કામ અને વ્યવહારને કુશળ બનાવો. અન્ય લોકો પાસેથી લીધેલું ધન યોગ્ય સમયે ચૂકવી દેવું.

લવઃ- તમારા માતા-પિતા અને જીવનસાથી વચ્ચે કોઇ બાબતને લઇને વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ- કારોબાર કરતાં લોકો યોગ્ય પ્લાનિંગ દ્વારા ક્લાઇન્ટને પ્રભાવિત કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના છે.

કન્યાઃ-

પોઝિટિવઃ- સામાજિક જીવન માટે સમય ખૂબ જ સારો રહેશે. તમને સામાજિક સ્તરે કોઇ ઊંચા પદ પર બેસવાનો અવસર મળી શકે છે. લોકો વચ્ચે તમે તમારી વાણીનો જાદૂ આ સમયે ચલાવી શકો છો.

નેગેટિવઃ- તે લોકોને સંપર્ક કરો જેમની સાથે લાંબા સમયગાળાથી વાત થઇ નથી. સહયોગિઓ અને સહકર્મીઓ સાથેનો વ્યવહાર આ સમયે બદલાઇ શકે છે.

લવઃ- જીવનસાથી સાથે ઘર્ષણ થઇ શકે છે.
વ્યવસાયઃ- રચનાત્મક કાર્યોમાં રસ ધરાવતાં લોકો માટે સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- અકસ્માતની સંભાવના છે.

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારા જીવનસાથી સાથે મળીને ઘરમાં શાંતિ અને સદભાવ જાળવી રાખવા માટે કોઇ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છે. તમારે તમારા માતા-પિતાના કારણે નાની યાત્રા પર જઇ શકો છો.

નેગેટિવઃ- ભગવાન બધાને તેટલું જ આપે છે, જેટલું તેઓ હેન્ડલ કરી શકે. તમારે આ સમયે કોઇ મોટાં દુઃખ કે મોટાં સુખનો સામનો કરવો પડશે.

લવઃ- અંગત અને વ્યાવસાયિક કાર્યો સાથે-સાથે તમારા પ્રેમને પણ સમય આપો.
વ્યવસાયઃ- આજનો દિવસ શુભ ફળદાયક રહેશે.
સ્વાસ્થ્યઃ- આળસથી બચવું જોઇએ.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- નાના ભાઈ-બહેનો સાથે સારો સમય વ્યતીત થશે. આ દરમિયાન તમારા સાહસમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. તેમને તે દરમિયાન સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે. ઘરમાં મોસાળ પક્ષથી સંબંધિઓ આવી શકે છે.

નેગેટિવઃ- તમારા હ્રદય અને વિચારનું આદાન-પ્રદાન કરો. અતીત વિશે વિચારીને તમારો સમય ખરાબ કરશો નહીં. 

લવઃ- આ સમય પ્રિયજનની મદદ કરવા માટે સારો રહેશે.
વ્યવસાયઃ- તમારી કાર્યશૈલીથી વરિષ્ઠ અધિકારીઓ અને સહયોગીઓને પ્રભાવિત કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

ધનઃ-

પોઝિટિવઃ- નોકરી શોધી રહેલાં લોકોને ભૂતકાળમાં આપેલાં ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. તમારા ભવિષ્યને લઇને તમે ખુશ જોવા મળી શકો છો. ઉચ્ચ શિક્ષા માટે કોઇ સારી સંસ્થામાં એડમિશન લો તેવી સંભાવના છે.

નેગેટિવઃ- તમે પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળ થઇ શકો છો. વિરોધી પણ તમારી સામે ગભરાશે. આ સમયગાળામાં તમે થાક અને નિરાશાનો પણ સામનો કરશો.

લવઃ- તમને પ્રેમ જીવનમાં રોમાન્સ કરવાનો ભરપૂર અવસર મળશે.
વ્યવસાયઃ- નોકરીમાં ઉન્નતિના યોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના છે.

મકરઃ-

પોઝિટિવઃ- લાંબા સમયગાળાથી જે સપના તમે જોયા હતા તે હાલ પૂર્ણ થઇ શકે છે. તમારા સાથીની આવકમાં આ દરમિયાન વૃદ્ધિ જોવા મળી શકે છે અથવા તેમને નવી જોબ મળી શકે છે. યાત્રા સ્થગિત કરશો નહીં.

નેગેટિવઃ- તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. આર્થિક મામલાઓને લઇને આ સમયે તમારે સમજી-વિચારીને ચાલવું જોઇએ. 

લવઃ- કોઇપણ સંબંધમાં ઉતાવળ કરશો નહીં.
વ્યવસાયઃ- આ સમયે તમે કોઇ યાત્રા કરશો જેનાથી તમને કોઇ ખાસ અવસર મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.

કુંભઃ-

પોઝિટિવઃ- તમારા સ્વભાવમાં પરિવર્તન જોવા મળી શકે છે. તમારા બૌદ્ધિક જ્ઞાનનાકારણે લોકો તમારી પાસેથી સલાહ લેશે. આ સિવાય સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમારા સાહસ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.

નેગેટિવઃ- તમારે થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તમારા લગ્નજીવનમાં પણ થોડી પરેશાનીઓ આવી શકે છે. ઘરનું વાતાવરણ થોડું ગંભીર રહેશે.

લવઃ- જીવનસાથી તમારી જાસૂસી કરી શકે છે.
વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ મજબૂત થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિથી પરેશાન રહી શકો છો.

મીનઃ-

પોઝિટિવઃ- તમે તમારા આદર્શો અને વિચારો અન્ય લોકો સામે વ્યક્ત કરી શકો છો. આ સમય ઉમંગ, સાચી આધ્યાત્મિકતા, બૌદ્ધિક અને નૈતિક વિકાસનો છે. તમારા જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવી શકે છે.

નેગેટિવઃ- નોકરિયાત લોકો થોડી પરેશાનીઓનો સામનો કરી શકે છે. આ રાશિના વિદ્યાર્થીઓના સ્વભાવમાં ગુસ્સો વધારે રહેશે.

લવઃ- લગ્નજીવનને સુખમય જાળવી રાખવા માટે જીવનસાથીને સ્વતંત્રતા આપો.
વ્યવસાયઃ- સુખદ સમાચાર મળવાની આશા છે.
સ્વાસ્થ્યઃ- વ્યક્તિગત બદલાવ તમારા માટે સ્વાસ્થ્ય અને આહાર સંબંધિત પરેશાની ઊભી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો