11 ફેબ્રુઆરીનું રાશિફળ / મંગળવારે મેષ જાતકોને ભાગ્યનો સાથ મળશે, વેપારના મામલે દિવસ સારો પસાર થશે

daily astrology predictions of 11 February 2020, Bejan daruwalla

Divyabhaskar.com

Feb 11, 2020, 07:50 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 11 ફેબ્રુઆરી, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારા માટે આ ભાગ્યનો સમય છે, આ સમયગાળામાં તમને ભરપૂર નવા અવસર મળશે. કોઇ ખાસ વ્યક્તિ તમારા નવા રચનાત્મક વિચારોથી પ્રસન્ન થશે. નવા કાર્યો તમને સફળતા અને રચનાત્મક વિચાર પ્રદાન કરી શકે છે.

નેગેટિવઃ- પરિવારને તમારા ધ્યાનની જરૂરિયાત છે કેમ કે, નજીકના સંબંધી, માતા-પિતા અથવા ભાઇ-બહેન સંકટમાં છે. નવા લોકો સાથે સંપર્ક કરીને તમે અવસરોનો કોઇપણ જોખમી કાર્યોમાં પ્રયોગ કરી શકો છો.

લવઃ- રોમાન્સ માટે સમય કાઢો
વ્યવસાયઃ- વેપારના મામલે દિવસ ખૂબ જ સારો છે.
સ્વાસ્થ્યઃ- હાડકા અને દાંતનો દુખાવો રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારું મગજ અંગત મામલાઓ અને ભૂતકાળના મુદ્દા ઉપર કેન્દ્રિત છે. હાલ તમે વધારે બોલવા અથવા પોતાને સ્વતંત્ર રૂપથી વ્યક્ત કરવાના ઇચ્છુક રહેશો નહીં. તમે તમારા સવાલોના જવાબ અતીતમાં શોધી રહ્યા છો.

નેગેટિવઃ- વાતચીત કરતી વખતે સાવધાન રહો અને કૂટનીતિનો પ્રયોગ કરો. ઓફિસની રાજનીતિ તમારા માટે ઉતાર-ચઢાવભરી રહી શકે છે. તમે અચાનક પરેશાનીઓનો સામનો કરી શકો છો.

લવઃ- સામાજિક સમુહમાંથી બહાર આવીને કામ કરો અને નવા લોકોને મળો.
વ્યવસાયઃ- ગ્રહયોગ તમારા કાર્યસ્થળ પર મજબૂત સ્થિતિ પ્રદાન કરશે. પદ-પોઝિશનમાં વૃદ્ધિ થશે.
સ્વાસ્થ્યઃ- વાયુ રોગ, ગેસ, એસિડિટી અને સાંધાનો દુખાવો રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે તમારી સીમાઓ વિશે યોગ્ય રીતે જાણો છો, પછી ભલે તે શારીરિક હોય કે ભાવનાત્મક હોય. ઉપલબ્ધિઓ અને રચનાત્મકતા માટે આ સમય ખૂબ જ સારો છે. એક ક્લબ અથવા સ્પોર્ટ્સ ટીમમાં સામેલ થાવ.

નેગેટિવઃ- લાલચ ક્યારેક એટલી વધી જાય છે કે, તેને પ્રાપ્ત ન કરવાથી માનસિક પીડા થાય છે. કંઇપણ નવું કામ શરૂ કરતાં પહેલાં ઘરમાં શાંતિ સ્થાપિત કરો. જૂના અને બેકાર મુદ્દાને ખેંચશો નહીં.

લવઃ- જીવનસાથીના વ્યવહારમાં બદલાવ આવવાથી દાંપત્ય જીવન પ્રભાવિત થઇ શકે છે.
વ્યવસાયઃ- તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- અંગત મામલાઓ અને વિશિષ્ટ સમસ્યાઓ આ સમયે તમારી પ્રાથમિકતાઓ છે. થોડાં જરૂરી પ્રશ્નોના ઉત્તર શોધવા માટે સાવધાન રહો. તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. નવા સંપર્કો અને કંપનીનો આનંદ લો.

નેગેટિવઃ- તમારી આશા ખૂબ જ વધારે છે, પરિણામ ભલે સારું મળે પરંતુ તમને તે પૂરતું લાગશે નહીં. ધૈર્ય રાખવું કેમ કે, સારું પરિણામ પ્રાપ્ત કરવાની ક્ષમતા તમારા વિચારોમાં છે.

લવઃ- દાંપત્ય જીવન ચુનોતીભર્યું રહેશે.
વ્યવસાયઃ- ધનના મામલે સારી સ્થિતિ પ્રદાન થશે.
સ્વાસ્થ્યઃ- અનિદ્રાની સમસ્યા રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારું ધ્યાન અંગત મામલે અને અતીતના મુદ્રા ઉપર વધારે રહેશે. આ તે સમય છે જ્યારે તમે ઓછું બોલવા માંગો છો. ઘરનું સમારકામ અને ખરીદારી જેવી સંપત્તિ અથવા વાહનની પણ સંભાવના છે.

નેગેટિવઃ- અતીત ત્યા સુધી તમારા ભવિષ્યને સુધારવામાં તમારી મદદ કરી શકે છે જ્યાં સુધી તમે તમારી ભુલોને સુધારશો નહીં. આ સમય તમને તમારી વ્યક્તિગત સીમાઓ વિશે સ્પષ્ટરૂપથી અવગત કરાવવામાં આવશે.

લવઃ- પરણિત લોકોનું જીવન અનુકૂળ જોવા મળી રહ્યું નથી.
વ્યવસાયઃ- તમે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખશો.
સ્વાસ્થ્યઃ- મંગળની સ્થિતિ તમને હોસ્પિટલ પણ મોકલી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- પ્રતિષ્ઠા અને સ્થિતિની શક્તિનો આનંદ લો. તમારું મગજ સતર્ક, તીવ્ર અને સક્રિય છે અને તમારી પાસે અસામાન્ય અને સારા વિચારોની ક્ષમતા છે. અન્ય સાથે તમારા વિચારોને વ્યક્ત કરો.

નેગેટિવઃ- તમારે થોડી ઘરેલૂ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા પિતા અથવા પિતા સમાન કોઇ વ્યક્તિને તમારી મદદની જરૂરિયાત રહેશે. ઘરના સુખને પ્રાથમિકતા આપો અને પરિવારના સાધારણ સુખનો આનંદ લો.

લવઃ- આંતરિક સ્તર પર તમે પોતાને જીવંત અનુભવ કરશો.
વ્યવસાયઃ- આર્થિક સ્થિતિએ તમારા ઉપર બોજ વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે આ સમયે પોતાના સુખ અને લક્ષ્યો વિશે વિચારી રહ્યા છો. તમે અલગ-અલગ રીતે આંતરિક અને બહાર બંન્ને સ્તરો ઉપર કામ કરો છો. લોકોનો પ્રેમ, આનંદ અને મિત્ર પણ તમારી પ્રાથમિકતા છે.

નેગેટિવઃ- ઘર માટે તે બધું જ કરો જે તમે કરી શકો છો. મા સમાન કોઇ વ્યક્તિ તમારી પાસે મદદની આશા રાખી શકે છે.

લવઃ- પારિવારિક ચિંતાઓ તમારા રોમેન્ટિક સંબંધ ઉપર હાવી થઇ શકે છે.
વ્યવસાયઃ- ધનના મામલે સ્થિતિ ખૂબ જ સારી રહેશે.
સ્વાસ્થ્યઃ- ગ્રહયોગ તમને મજબૂતી આપશે અને તમારા સ્વાસ્થ્યની રક્ષા કરશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- અસામાન્ય અથવા આવિષ્કારક વિચાર તમારા કારોબારને વધારી શકે છે અને તેની સાથે તમને ઓળખ મળશે. સામાજિક સ્તર પર સારું પ્રદર્શન કરી શકો છો. બોસ અથવા તમારા અધિકારી જેવા કોઇ વ્યક્તિ આ ચરણમાં તમારા શાસનાત્મક ક્ષમતાઓના વખાણ કરશે.

નેગેટિવઃ- તમે તમારા વ્યાવસાયિક જીવનમાં જમીન કાર્ય અથવા નિર્માણ સંબંધી ચિંતાઓથી ઘેરાઇ શકો છો. થોડી યોજનાઓ જેમ કે, યાત્રા અથવા ઉચ્ચ શિક્ષામાં નામાંકનમાં અસ્થાયી રૂપથી મોડું થઇ શકે છે.

લવઃ- તમે તમારા સાથી પાસે પ્રેમની આશા રાખો છો.
વ્યવસાયઃ- તમને આર્થિક મામલે સારા પરિણામ મળશે.
સ્વાસ્થ્યઃ- તમારે આળસનો ત્યાગ કરવો જોઇએ.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમે ખૂબ સતર્ક છો. બીજા સાથે તમારા વિચારોને વ્યક્ત કરવામાં તમને રસ રહેશે. આ સમય લાભદાયક સિદ્ધ થઇ શકે છે. આજે તમે સાંભળવાની સાથે-સાથે બોલવાના પણ ઇચ્છુક રહેશો.

નેગેટિવઃ- તમારા જીવનના ખાસ લોકો સાથે વાતચીત કરો. આજે બોલવું નહીં અને સાંભળવું. ઘરેલુ સમસ્યાઓ ઉપર તમારે ધ્યાન આપવાની જરૂર છે.

લવઃ- આ સમયે તમને મિત્રો સાથે મોજ મસ્તી કરવાનો અવસર મળશે.
વ્યવસાયઃ- જીવનના અનેક મામલે તમે સારું પ્રદર્શન કરશો.
સ્વાસ્થ્યઃ- ભોજનમાં વધારે મસાલાનો ઉપયોગ કરશો નહીં.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે લગભગ આ સમયે તમારા કરિયર અને વ્યાવસાયિક માનમે અનેક વિચારો કરી રહ્યા છો. નવા વિચારો અને સંસ્કૃતિઓ વિશે જાણકારી તમને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અથવા વ્યાવસાયિક રસ્તા સાથે જોડવામાં ઉપયોગી રહેશે.

નેગેટિવઃ- મહત્ત્વપૂર્ણ મામલે લોકોની સલાહ લેવાનું ભુલશો નહીં. આ ચરણનો નકારાત્મક ઉરયોગ કરવો તમારી પ્રતિષ્ઠા અને જવાબદારીઓ માટે ચિંતાનો વિષય રહેશે.

લવઃ- પ્રેમ જીવન થોડું નિરસ રહી શકે છે.
વ્યવસાયઃ- સૌંદર્ય પ્રસાધનો અથવા કપડાનું કામ કરતાં લોકોને લાભ મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘણી ઓછી થશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- વધારે વાતચીત અને સંચારની જરૂરિયાત છે. લોકોને પ્રભાવિત કરવા માટે તમારા શબ્દોની શક્તિનો ઉપયોગ કરો. કરિયર અને પ્રોફેશનલ યોજનાઓ માટે સમયગાળો સારો છે.

નેગેટિવઃ- રસપ્રદ વિવાદ અને વાતચીતની સંભાવના છે. તમારા અને તમારા પાર્ટનરના પરિવારને હાલ તમારી જરૂરિયાત છે. તમારી દેખભાળ કરનાર વ્યક્તિને પણ તમારી મદદની જરૂરિયાત રહેશે.

લવઃ- જીવનમાં કોઇ નવા વ્યક્તિનો પ્રવેશ થઇ શકે છે.
વ્યવસાયઃ- તમારે તમારા કામ ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યથી વધારે જીવનમાં કોઇ ધન નથી.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમે તમારા કરિયર વિશે વધારે વિચારશો અને આ સમયગાળામાં સમય વ્યીતત કરશો. આ સમય તમે વધારે અધિકારિક થવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમારા શબ્દ અને તેની પાછળની શક્તિ લોકોને પ્રભાવિત કરી શકે છે.

નેગેટિવઃ- નેગેટિવિટી દૂર કરવાની કોશિશ કરો. ઘરના સમારકામ ઉપર ધ્યાન રાખો. આ સમયગાળામાં તમારે વધારે ધન ખર્ચ કરવો પડી શકે છે.

લવઃ- જીવનના રોમેન્ટિક ભાગ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરશો નહીં.
વ્યવસાયઃ- આ દરમિયાન વ્યવહાર અને વાતચીત ઉપર ધ્યાન રાખો.
સ્વાસ્થ્યઃ- માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતાઓ થઇ શકે છે.

X
daily astrology predictions of 11 February 2020, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી