10 નવેમ્બરનું રાશિફળ / શનિદેવની કૃપાથી કર્ક રાશિના જાતકોને વાહન-ભૂમિ સંબંધિત લાભ મળશે, ધનલાભ પણ થશે

daily astrology predictions of 10th November 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Nov 10, 2019, 08:33 AM IST

ધર્મ ડેસ્કઃ 10 નવેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક લાભ પ્રાપ્તિની દ્રષ્ટિથી સ્થિતિ તમારી અનુકૂળ રહેશે. સમય પ્રમાણે પદ પોઝિશન પ્રાપ્તિની દ્રષ્ટિથી સ્થિતિ સારી રહેશે. સંતાન પક્ષ તથા વિપક્ષને લઇને સ્થિતિ સામાન્ય શુભ રહેશે.

નેગેટિવઃ- બિનજરૂરી તણાવના કારણે ભાગદોડ તથા પરેશાનીઓ વધી શકે છે. અચલ સંપત્તિ પ્રાપ્તિમાં સમજદારી રાખો. ધન સંચય કરવાનો પ્રયાસ નિષ્ફળ થશે. સગા-સંબંધીઓ સાથે સંબંધ તણાવપૂર્ણ રહી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ- તમે કામકાજથી થોડાં વિમુખ રહેશો.
સ્વાસ્થ્યઃ- માતા-પિતા સાથે સંબંધ સારા રહેશે.

---------------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ભાગ્ય તમારો સારો સાથ આપશે અને કામકાજ સાથે સંબંધિત સારી સફળતા તમને પ્રાપ્ત થઇ શકે છે. જો તમે વ્યવસાય કરો છો તો વ્યાવસાયિક દ્રષ્ટિથી સ્થિતિ અનુકૂળ રહેશે. આર્થિક લાભ પ્રાપ્તિના સંકેત છે.

નેગેટિવઃ- દાંપત્ય જીવનને લઇને તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. બિનજરૂરી વિવાદથી બચવાનો પ્રયાસ કરો. જે કોઇ કાર્યને સાહસ અને ઉત્સાહ સાથે કરશો તે કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન થવાની સંભાવના છે.

લવઃ- પ્રેમ સંબંધો માટે વર્તમાન સમય યોગ્ય કહી શકાય નહીં.
વ્યવસાયઃ- ભાગીદારીના કાર્યો અને સંયુક્ત ઉદ્યોગો માટે એક સારી શરૂઆત છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે.

---------------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- મિત્રો અને મહેમાન સાથે પાર્ટી, પિકનિક અને ભોજનનો આનંદ લઇ શકો છો. નવા કપડાં, ઘરેણાં અને વાહન ખરીદવાના યોગ છે. આકર્ષણમાં વધારો થશે. બહારગામની યાત્રા વગેરે માટે સમય સારો છે.

નેગેટિવઃ- કામના બોજથી માનસિક રૂપથી થોડો થાક અનુભવ થશે. નોકરી અને વ્યવસાયમાં સહકર્મિઓ અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી પૂર્ણ સહયોગ ન મળવાના કારણે નિરાશા રહેશે.

લવઃ- પરણિત લોકોને દાંપત્ય સુખનો અનુભવ થશે.
વ્યવસાયઃ- કાર્યોમાં યશની પ્રાપ્તિ થશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમને ત્વચા સાથે સંબંધિત કોઇ તકલીફ થઇ શકે છે.

---------------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ભૂમિ વાહન વગેરેનો યોગ સારો બની રહ્યો છે. શનિ ધન રાશિમાં ગુરૂ સાથે સંચાર કરી રહ્યો છે જે ભૂમિ-વાહન વગેરેની સુખ-સુવિધા પ્રાપ્ત કરવા માટે સારો રહેશે. તમને અચાનક ધનલાભ પ્રાપ્તિના યોગ બની શકે છે.

નેગેટિવઃ- જો તમે નોકરી કરો છો અને વ્યવસાયના ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો તો તમારે રાહ જોવી પડશે. આ સમયે તમારામાં આત્મવિશ્વાસ ઓછો રહેશે.

લવઃ- નવા પ્રેમ સંબંધની શરૂઆત કરવા માટે સમય સારો છે.
વ્યવસાયઃ- તમારી બૌદ્ધિક પ્રતિભા અને કર્તવ્ય નિષ્ઠા તમને પ્રગતિ અપાવશે.
સ્વાસ્થ્યઃ- શરદી-ઉધરસના કારણે મન થોડું ચિડચિડીયું બની શકે છે.

---------------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમે નક્કી કરેલાં કાર્યોને પૂર્ણ કરી શકશો. મિત્રો અને શુભેચ્છુઓ સાથે મુલાકાત તમને ખુશ કરશે. કાર્યક્ષેત્રમાં તમારો પરિશ્રમ અને કાર્યક્ષમતાથી તમારા વિરોધીઓની બોલતી બંધ થશે. કામમાં સફળતાથી તમને પ્રસન્નતા અનુભવ થશે.

નેગેટિવઃ- મિત્રો સાથે મુલાકાત દરમિયાન વધારે ખર્ચ થાય નહીં તે બાબતનું ધ્યાન રાખવું. આ સમયે તમારી આર્થિક પ્રગતિ ધીમી રહેશે.

લવઃ- તમારા પ્રેમ સંબંધમાં ખૂબ જ ઉત્સાહ અને પ્રેમ જોવા મળશે.
વ્યવસાયઃ- ભાગીદારીના કામ માટે આ સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક સ્વાસ્થ્યમાં સુધાર તમને પ્રસન્ન કરશે.

---------------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- માતા-પિતા સાથે સંબંધ સારો થવાની સાથે તેમનો સહયોગ પણ પ્રાપ્ત થવાની સંભાવના બની રહી છે. જેનાથી ઘરમાં બધા જ સભ્યો સાથે તમારું તાલમેલ સારું રહી શકે છે. કોઇપણ કાર્યમાં પરિવારના સભ્યોનો સહયોગ લઇ શકાય છે.

નેગેટિવઃ- જો નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓનો વ્યવહાર નેગેટિવ હોય તો સાવધાન રહો. નહીંતર તમારા વિરોધી તેનો ફાયદો ઉઠાવી શકે છે. સરકારી પરેશાનીઓના કારણે તમારા કાર્યમાં વિઘ્ન આવી શકે છે.

લવઃ- જે લોકો જીવનસાથી શોધમાં છે તે લોકો માટે આ સમય સારો છે.
વ્યવસાયઃ- તમારી આવક સીમિત રહેવાના કારણે ખર્ચની સ્થિતિથી છુટકારો મેળવવા માટે તૈયાર રહો.
સ્વાસ્થ્યઃ- ગર્ભવતી મહિલાઓએ ધ્યાન રાખવાની જરૂર છે.

---------------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- વિવિધ લાભના કારણે તમારા સુખમાં વધારો થશે. પરિવારમાં બાળકો તરફથી કોઇ સારા સમાચાર મળશે. મિત્રો સાથે મુલાકાત તમારી માટે આનંદપૂર્ણ અને લાભદાયક રહેશે. નોકરી અને વેપારમાં તમને સારો લાભ મળશે.

નેગેટિવઃ- આવક વધવાથી ખર્ચમાં પણ વધારો થશે. ખોટાં કાર્યો પાછળ તમારી ઊર્જા નષ્ટ થઇ શકે છે. કોઇ સાથે ઝગડો કે સંઘર્ષ થાય નહીં તેનું ધ્યાન રાખવું.

લવઃ- મહિલાઓ સાથે તમારા સંબંધમાં સુધાર થશે.
વ્યવસાયઃ- કોઇ નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- કોઇ જૂની બીમારી ફરીથી ઊભી થઇ શકે છે.

---------------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આવકમાં વૃદ્ધિથી તમે મનમાં ને મનમાં ખુશ થઇ શકો છો. મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે સારો સમય વ્યતીત થશે. આર્થિક દ્રષ્ટિથી આ સમય તમારી માટે લાભદાયક સાબિત થશે. કંઇક નવું શીખવા મળશે.

નેગેટિવઃ- ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. મનમાં આવતાં નેગેટિવ વિચારોને દૂર કરવાની સલાહ આપવામાં આવે છે. થોડાં વિલંબ કે અવરોધ બાદ તમે કાર્યને સારી રીતે કરવામાં સફળ થઇ જશો.

લવઃ- તમારી વાણીનો પ્રભાવ સારો હોવાના કારણે તમે વિપરીત લિંગીય પાત્રોને આકર્ષિત કરી શકશો.
વ્યવસાયઃ- હાલ કામકાજમાં તમે ઉત્સાહપૂર્વક આગળ વધશો અને તમારી યોજના પણ સારી રહેશે.
સ્વાસ્થ્યઃ- એસિડિટી, આંખમાં બળતરા અને માથાના દુખાવાથી રાહત મળશે.

---------------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમે સામાન્ય અભ્યાસ પર ઓછું ધ્યાન આપશો, પરંતુ સુક્ષ્મ અને આધ્યાત્મિક વિષયોમાં વધારે રસ લેશો. તમારા મનમાં વિવિધ પ્રકારના વિચારો આવશે. તમારી ભાવનાત્મકતામાં વૃદ્ધિ થશે.

નેગેટિવઃ- ગણેશજી તરફથી આ સમયે તમને ચર્ચા અથવા વાદ-વિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. પરિવારમાં કોઇ પ્રકારનો વિવાદ ઉત્પન્ન થાય તો તેનો ઉકેલ પણ મળી જશે.

લવઃ- માનસિક વ્યાકુળતા સંબંધોમાં તણાવ લાવી શકે છે.
વ્યવસાયઃ- ભાગીદારીના કાર્યો અને સંયુક્ત ઉદ્યોગોમાં આ સમયે બીજા ઉપર વિશ્વાસ કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- કોઇ બીમારી હશે તો તેમાં વૃદ્ધિ થઇ શકે છે.

---------------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારીમાં તમે ધ્યાન આપશો. બાધાઓ દૂર થવાથી તમે એકાગ્રતા સાથે અભ્યાસ કરશો. પરિવારમાં સુખ-શાંતિ આવશે. જો બહાર ફરવા જવાનું મન બની રહ્યું છે તો પ્લાન સફળ થઇ શકે છે.

નેગેટિવઃ- આ સમયે બિનજરૂરી કોઇ સાથે વિવાદ ઉત્પન્ન કરશો નહીં. વિવાદ ઉત્પન્ન થવાની સ્થિતિમાં આર્થિક લાભ માટે પ્રયત્ન કરો. કોઇપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ કાર્યોને કરતાં પહેલાં સાવધાની રાખો.

લવઃ- પ્રિયજન સાથે મુલાકાત સારી રહેશે.
વ્યવસાયઃ- આજે કામકાજમાં તમારું મન ઓછું લાગશે.
સ્વાસ્થ્યઃ- તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ.

---------------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી નાની યાત્રા થઇ શકે છે. ગૂઢ અને આધ્યાત્મિક મામલે કંઇક નવું શીખવા માટે સમય સારો છે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના બની શકે છે. અચાનક કોઇ ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થવાથી આર્થિક સ્થિતિ સારી થઇ શકે છે.

નેગેટિવઃ- ઘરના લોકો સાથે ખુશ રહેવું તથા એકબીજા સાથે સામંજસ્ય સારું જાળવી રાખવું તમારી માટે લાભદાયક રહેશે. તમે પરિવાર પ્રત્યે તમારી જવાબદારી નિભાવવાની કોશિશ કરો.

લવઃ- હવે તમારે એકબીજા પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઇએ.
વ્યવસાયઃ- જો તમને વડીલોનો સાથ મળી રહ્યો નથી, તો સાહસ ગુમાવ્યાં વિના આગળ વધો.
સ્વાસ્થ્યઃ- મનમાં નિરાશાને કારણે સુસ્તી રહેશે.

---------------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમે વ્યવસાયમાં વિસ્તાર અથવા આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે રોકાણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમને અભ્યાસમાં રસ વધશે. આ સમયગાળામાં તમે સ્થિર ગતિથી આગળ વધશો.

નેગેટિવઃ- પારિવારિક મામલે ખર્ચ વધવાની સંપૂર્ણ સંભાવના છે. સંતાન માટે પણ ખર્ચ થશે. તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો વર્તમાનમાં ખર્ચ વધી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં કોઇ મોટાં ઉતાર-ચડાવની સંભાવના નથી.
વ્યવસાયઃ- તમારી દૈનિક આવકમાં વૃદ્ધિ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યના મામલે થોડી બેદરકારી પણ ભારે પડશે.

X
daily astrology predictions of 10th November 2019, Bejan daruwalla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી