10 જાન્યુઆરીનું રાશિફળ / શુક્રવારે 12માંથી 6 રાશિના જાતકો ઉપર દેવી લક્ષ્મીની કૃપા રહેશે, ભાગ્યનો સાથ મળશે

daily astrology predictions of 10 January 2020, Bejan daruwalla

Divyabhaskar.com

Jan 10, 2020, 08:18 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 10 જાન્યુઆરી, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- શુક્ર સ્વયં રાશિના ગોચરમાં સંચરણ કરી રહ્યો છે. જે બહારગામની યાત્રા અને દાંપત્ય જીવન માટે શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. સ્થિતિઓ અનુકૂળ રહી શકે છે. તમને સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- તમારા ઘરેલુ જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. આ સ્થિતિમાં તમારું ધ્યાન તમારા કામ પર રહેશે નહીં. આ સમયે તમને તમારા જીવનમાં થોડી પરેશાનીઓ આવે તેવી સંભાવના છે.

લવઃ- નવા સંબંધની અપેક્ષા રાખી શકો છો.
વ્યવસાયઃ- તમારું કૌશલ પ્રદર્શિત કરવાનો સમય ફરીથી આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમને દુઃખ અને સુખ બંનેનો મિશ્રિત અનુભવ થશે.

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારા જીવનમાં થોડાં મોટાં બદલાવોની પણ સંભાવના છે. આ બદલાવ તમારા માટે સારો રહેશે. તમને નવા લોકોને મળવાનો અવસર મળશે. આ સમયે તમે નાના-મોટાં મદ્દાઓને સરળતાથી ઉકેલી શકશો.

નેગેટિવઃ- તમારા કાર્યોમાં શોર્ટકટ લેવાનો પ્રયાસ કરશો નહીં. ધીમા અને મજબૂત પગલાંથી આગળ વધવું તમને આર્થિક સુરક્ષા પ્રદાન કરશે. આર્થિક નિર્ણય લેતી વખતે સાવધાન રહેવું.

લવઃ- ભાવનાત્મક મામલાઓ માટે સમય ખૂબ જ સ્થિર છે.
વ્યવસાયઃ- સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે તમારા કૌશલને વિકસિક કરવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમારા માનસિક તણાવમાં વૃદ્ધિ થશે.

મિથુનઃ-

પોઝિટિવઃ- પરિવર્તન તમને એક સ્થાયી અવસ્થા અને સ્થિતિ સુધી લઇ જશે. આ સમયગાળો તમારા માટે શુભફળદાયી રહેશે. સમાજમાં માન-સન્માન વધી શકે છે. ધન અચલ સંપત્તિના મામલે વૃદ્ધિ પણ થઇ શકે છે.

નેગેટિવઃ- આવેગમાં આવીને કોઇ નિર્ણય લેવો નહીં. આઉટપુટની માત્રાની જગ્યાએ કામની ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તે તમારા કાર્યોમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનનો સંકેત આપી રહ્યું છે.

લવઃ- તમારા પ્રેમી તરફથી તમને જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત થશે.
વ્યવસાયઃ- નિર્યાતનું કામ કરતાં લોકો માટે સમય સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- આહારમાં પરિવર્તન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

કર્કઃ-

પોઝિટિવઃ- તમે જે પણ કરશો, તેમાં ધૈર્ય અને વિવેકથી તમારા ધનના લાલચને કાબૂ કરવામાં અને સફળતાનો સ્વાદ ચાખવામાં સક્ષમ છો. તમે ધાર્મિક અથવા પવિત્ર કાર્યોમાં પોતાને વ્યસ્ત રાખશો.

નેગેટિવઃ- તમે તમારા જીવનમાં સફળતાના માઇલસ્ટોનની રાહ જોઇ રહ્યા છો. આજે તમારે કોઇ કાર્યને અધૂરું છોડવું નહીં. આજે તમે જે કામ શરૂ કરો તેને યોગ્ય સમયે પૂર્ણ કરો.

લવઃ- તમે તમારા સંબંધની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે તૈયાર રહેશો.
વ્યવસાયઃ- વેપાર સાથે જોડાયેલાં લોકોનો દિવસ વ્યસ્ત પસાર થશે.
સ્વાસ્થ્યઃ- તણાવ કે સમસ્યા તમને પરેશાન કરી શકે છે.

સિંહઃ-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સારી રહેશે. ધન પ્રાપ્તિ માટે કરેલાં પ્રયાસ સફળ થઇ શકે છે. તમે સારા લોકોની સંગતિનો આનંદ લઇ શકો છો. ધન સંબંધી મામલાઓ તમારી પ્રાથમિક યાદીમાં રહેશે.

નેગેટિવઃ- તમે તમારા કામ કરવાની રીતના કારણે અનેક સમસ્યાઓ અને અસફળતાનો પણ સામનો કરી શકો છો. આજે તમે પોતાને સંભાળવામાં અને આગળ વધવાની ક્ષમતાથી સફળતા અને ઓળખ મળશે.

લવઃ- તમે આવેશપૂર્ણ અને બદલતાં પ્રેમને અનુભવ કરશો.
વ્યવસાયઃ- કામકાજના ક્ષેત્રોથી સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- ઉતાવળ તમને ઈજા પહોંચાડી શકે છે.

કન્યાઃ-

પોઝિટિવઃ- તમને નવા-નવા પકવાન ખાવાનો અવસર પણ મળી શકે છે. તમે બૌદ્ધિકરૂપથી મજબૂત બનશો અને તમારું લગ્નજીવન મધુર થશે. તમે તમારા જીવનસાથી સાથે મળીને આ સમયનો આનંદ લેશો.

નેગેટિવઃ- અનેક મામલાઓમાં આ સમય તમારા માટે અનેક માંગ લઇને આવી શકે છે. તમારે સફળતા માટે આકરી મહેનત કરવી પડી શકે છે. કાર્યસ્થળ પર પરેશાની ઊભી થઇ શકે છે.

લવઃ- તમે પ્રેમના ઊંડાણને સમજશો.
વ્યવસાયઃ- વેપારમાં આર્થિક લાભ પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે.

તુલાઃ-

પોઝિટિવઃ- તમારા વિકલ્પ અને નિર્ણય યોગ્ય સાબિત થશે અને તેનું પરિણામ તમને તમારી ઇચ્છા પ્રમાણે જ મળશે. તમારા સગા-સંબંધિઓ પાસેથી તમને સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. સંતાન પક્ષ પાસેથી સહયોગ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- તમારા બોસ દ્વારા તમારા કામના વખાણ કરવામાં આવશે. આજે દુશ્મનો તમારા ઉપર હાવિ થઇ શકે છે.

લવઃ- તમારા સંબંધને સ્પષ્ટ અને બને તેટલો સરળ બનાવો.
વ્યવસાયઃ- લોકોનો સહયોગ અને વિચાર તમારા માટે લાભદાયક બનશે.
સ્વાસ્થ્યઃ- માનસિક વ્યાકુળતા સાથે-સાથે સ્વાસ્થ્ય નબળું થઇ શકે છે.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ભાગ્યનો સાથ મળશે. કામકાજના ક્ષેત્રોમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે. જો કોઇ પ્રકારનું રોકાણ કરવા માંગો છો તો આ સમયે તમે કરી શકો છો. ધન-ધાન્યમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.

નેગેટિવઃ-
આ સમય અનેક અનિશ્ચિતતાઓ અને નવા અવસરને સાથે લઇને આવશે. કોઇપણ નવા કાર્યની શરૂઆત પરિણામને લઇને અનિશ્ચિતતાથી શરૂ થશે.

લવઃ- તમારે તમારા સાથી સાથે વાતચીત કરો અને તમારા વિચાર તેમની સામે પ્રગટ કરો.
વ્યવસાયઃ- તમારે તમારી કાર્ય ક્ષમતા પ્રમાણે કોશિશ કરવી જોઇએ.
સ્વાસ્થ્યઃ- કોઇપણ પ્રકારની ઈજા થવાની સંભાવના છે.

ધનઃ-

પોઝિટિવઃ- કોઇ કામના ક્ષેત્રમાં સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક લાભ માટે કરેલાં પ્રયાસોથી સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે તમે સામાન્યથી વધારે પ્રભાવશાળી અનુભવ કરશો.

નેગેટિવઃ- આ સમયે જે પણ નિર્ણય લેશો તેને ધ્યાનથી લો. પારિવારિક ક્લેશ થવાથી કોઇ સમસ્યા વધી શકે છે. આ સમયે માનસિક તણાવ પણ વધે તેવી સંભાવના છે.

લવઃ- આ સમયે સંબંધોમાં કડવાશ પેદા થઇ શકે છે.
વ્યવસાયઃ- રોકાણ કરવાનું વિચારી રહેલાં લોકો માટે યોગ્ય સમય છે.
સ્વાસ્થ્યઃ- આ સમયે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

મકરઃ-

પોઝિટિવઃ- તમારી માતાજીના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે અને તમે તમારી સંતાન પ્રત્યે સમર્પિત રહેશો. ઘરનું વાતાવરણ સારું રહેશે. પ્રિયજનો સાથે ઘનિષ્ઠ સંબંધ અને એકતાની ભાવના આવશે.

નેગેટિવઃ- આસપાડોસમાં બદલાવની સંભાવના છે. સ્થાન-પરિવર્તન કે નોકરીમાં બદલાવ અથવા ઘરનું સમારકામ થઇ શકે છે. ઘરેલુ મામલાઓ ઉપર ધ્યાન આપો.

લવઃ- આ સમય તમારી અને તમારા પાર્ટનર વચ્ચે મતભેદ લઇને આવી શકે છે.
વ્યવસાયઃ- બહારગામની યાત્રા તથા કામકાજ સાથે સંબંધિત કોઇ સમજોતો થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઇ ઘાવ કે ઈજા થવાની સંભાવના છે.

કુંભઃ-

પોઝિટિવઃ- વિદેશ કનેક્શન અથવા યાત્રા સંભવ છે. મન એકાગ્રચિત કરીને કોઇપણ કાર્યને સફળ બનાવવાનો પ્રયાસ કરશો તો સફળતા મળશે. તમે તમારા સુખ-સાધનોમાં વૃદ્ધિ કરશો. ઘરેલુ વસ્તુઓ ઉપર ધન ખર્ચ થશે.

નેગેટિવઃ- તમારા જીવનના સંતુલનમાં પરિવર્તન આવશે. અનેક મામલે અસફળતાઓ સાથે-સાથે મતભેદ થશે. આવકમાં નુકસાન, વારસાગત સંપત્તિ અને દેવું વગેરે મુખ્ય આર્થિક વિષય રહેશે.

લવઃ- પાર્ટનરને મનાવવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- તમે જે ક્ષેત્રમાં વેપાર કરી રહ્યા છો તેમાં ઉન્નતિના અવસર પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- કમરના નીચેના ભાગમાં સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

મીનઃ-

પોઝિટિવઃ- આ સમય તમારા માટે સાહસ અને ઉત્સાહભર્યું રહી શકે છે. કોઇપણ કાર્યને જવાબદારી પર્વક કરવાથી સફળતા મળવાની સંભાવના છે. જીવનના અન્ય રહસ્યોને જાળવાની કોશિશ કરો.

નેગેટિવઃ- જો તમે એકવાર તમારા વ્યવસાયી અથવા અંગત જીવન બંનેને યોગ્ય રીતે સંતુલિત કરી લેશો તો વસ્તુઓ યોગ્ય રીતે કામ કરશે. આ સમયે તમે અન્ય કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો.

લવઃ- પ્રેમમાં પડેલાં જાતકો તણાવ ગ્રસ્ત અનુભવ કરી શકે છે. પ્રિયતમ સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શખે છે. જેનાથી આ સુંદર સંબંધ વિવાદ અને ઝગડાનો શિકાર બની શકે છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક દ્રષ્ટિએ સમય ઉન્નતિદાયક રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.

X
daily astrology predictions of 10 January 2020, Bejan daruwalla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી