8 જૂન 2019નું રાશિફળ / કન્યા રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે, વૃશ્ચિક રાશિને અપેક્ષા કરતા વધારે સફળતા મળશે

daily astrology predictions 8 June 2019

Divyabhaskar.com

Jun 08, 2019, 09:46 AM IST

ધર્મ ડેસ્ક : આજે સૂર્ય-ચંદ્રમાના નક્ષત્રોથી રવિયોગ બની રહ્યો છે. આ ઉપરાંત માનસ નામનો શુભ યોગ પણ બની રહ્યો છે. 8 જૂનનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.


મેષ રાશિ


પોઝિટિવ- આજે વ્યસ્ત રહેશો. કરિયર માટે જેમની મદદની જરૂર હશે, તે મળશે. જરૂરી કામની યાદી બનાવીને તેને પૂરા કરો. પહેલાથી તમારી હદ નક્કી કરી લેવી. ભાવનાત્મક મુશ્કેલી દૂર થશે. પ્રેમી સાથે અણબનાવમાં તમારા વ્યવહારને શાંત રાખવો. હકારાત્મક રહેવું.


નેગેટિવ- ચંદ્રમાની સ્થિતિના કારણે આજે સંબંધો અને સુવિધા ઉપર શંકા રહેશે. પાર્ટનર સાથે અણબનાવ થઈ શકે છે. કામનું ભારણ રહેશે. પૈસાની બાબતમાં ચિંતા રહેશે. શાંત રહેવું. મોટો નિર્ણય લેવાનું ટાળવું. તણાવ વધશે.


ફેમિલી- પાર્ટનર ઉપર ગુસ્સો ન કાઢવો.


લવ- પાર્ટનરની વાતોને દિલથી ન લેવી. લવ લાઈફ સામાન્ય રહેશે.


કરિયર- પૈસા સાથે જોડાયેલી બાબતમાં સમજી વિચારીને નિર્ણય લેવો. વિદ્યાર્થીઓને સફળતા મળશે.


હેલ્થ- લાંબી યાત્રા ઉપર જવાની ટાળવું. સ્વાસ્થ્ય બગડી શકે છે.


શું કરવું - સફેદ ફૂલને પોતાની પાસે રાખવું.


...................


વૃષભ રાશિ


પોઝિટિવ- તમારા માટે દિવસ શુભ રહેશે. પાર્ટનરથી તમને લાભ થશે. નવું કામ કરશો. ફાયદો થશે. ભાગ્યનો સાથ મળશે. મહેનતથી આગળ વધશો. ભાઈ અને મિત્રની મદદથી તમારા ખાસ કામ પૂરા થશે. ઓફિસમાં નવું કામ મળી શકે છે. જૂની વાતને ભૂલી જવી.


નેગેટિવ- કોઈ કામને વારંવાર કરવાથી બચવું. પૈસા ઉધાર લેવાથી બચવું. પરિવારમાં સ્થિતિ પડકારજનક રહેશે. વિવાદની સંભાવના છે.


ફેમિલી- પરિવારનો ખર્ચ વધી શકે છે.


લવ- જૂની સમસ્યા ઉકેલાય જશે. પહેલ તમારે કરવી પડશે.


કરિયર- જૂના રોકાણથી તમને ફાયદો થશે. ખર્ચ વધશે. વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ દિવસ છે.


હેલ્થ- થાક અને આળસ રહેશે.


શું કરવું - પાન ઉપર ધાણા રાખીને નદીમાં વહેડાવવા.


............

મિથુન રાશિ


પોઝિટિવ- ચંદ્રમા ધનલાભ કરાવશે. નવી અને મહત્વપૂર્ણ શરૂઆત થશે. તમને જે કામનો ઉત્સાહ હશે તે કામ ઓફિસમાં મળશે. આજે મધુર વાણીથી તમે કામ કરાવશો. જૂની મહેનત રંગ લાવશે. પાર્ટનરનો સાથ મળશે.


નેગેટિવ- થાક રહેશે. ઓફિસમાં ભૂલ થઈ શકે છે. કામમાં ગેરસમજ થઈ શકે છે. રહસ્યની વાત કોઈને જણાવવી નહીં. વાહનનો ઉપયોગ સંભાળીને ઉપયોગ કરવો.


ફેમિલી- પાર્ટનરનો મૂડ પણ સારો રહેશે અને દિવસ પણ.


લવ- પ્રેમ સંબંધ મજબૂત બનશે.


કરિયર- અટવાયેલા કામ પૂરા થશે. બિઝનેસમાં અટવાયેલા પૈસા મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. ઓછી મહેનતમાં વધારે લાભ મળશે.


હેલ્થ- સાંધાના દુખાવામાં રાહત મળશે.


શું કરવું - પાણીની ટાંકીમાં એક સિક્કો નાંખવો.

.................


કર્ક રાશિ


પોઝિટિવ- જોખમભર્યું કામ તમે શરૂ કરી શકો છો. તેમા સફળતા મળશે. તમારું આકર્ષણ વધશે. પૂરી તાકાત અને મનથી કામ કરશો તો તમને ફાયદો થશે. વધારાની આવકની સારી તક મળશે. અચાનક લાભ થવાના યોગ છે. મિત્રો સાથે વાત શેર કરવી.


નેગેટિવ- બીજાના કામમાં દખલ દેવી નહીં. કામમાં મનને લગાડવા માટે વધારે મહેનત કરવી પડશે. કોઈ બાબતમાં લાલચ કરવી નહીં. જે સ્થિતિ સ્પષ્ટ નથી તેને લઈને ચિંતા ન કરવી. તેનાથી તમારો સમય ખરાબ થશે.


ફેમિલી- પાર્ટનર સાથે મળીને ગેરસમજ દૂર કરવી.


લવ- પ્રેમ સંબંધ સારો રહેશે.


કરિયર- બિઝનેસમાં અચાનક ફાયદો થશે. નોકરીમાં કામ વધારે રહેશે. અભ્યાસમાં અવરોધ આવી શકે છે.


હેલ્થ- પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે.


શું કરવું - કોઈ મંદિરમાં ત્રાંબાનું કોડિયું દાન દેવું.

................


સિંહ રાશિ


પોઝિટિવ- આજે તમારી મુશ્કેલી કોઈ સાથે શેર કરી શકો છો. દરેક સ્થિતિમાં શાંત મને વિચાર કરવો, પછી જ નિર્ણય લેવો. આવનાર દિવસ તમારા માટે સારો છે. બિઝનેસને લઈને યાત્રા થઈ શકે છે. વ્યક્તિગત જીવનમાં વિવાદ ઉકેલાશે.


નેગેટિવ- ચંદ્રમાની સ્થિતિના કારણે ચિંતા રહેશે. તમારી અધીરતાના કારણે લોકો તમારાથી દૂર ભાગી શકે છે. મોટું કામ ન કરવું.


ફેમિલી- તમારો મૂડ સારો રહેશે.


લવ- જૂના પ્રેમી સાથે મુલાકાત થઈ શકે છે. લવ પાર્ટનર ઉપર ખર્ચ વધશે.

કરિયર- દિવસની શરૂઆત સામાન્ય રહેશે. ભાગ્ય ઉપર વિશ્વાસ કરવો. વિદ્યાર્થીઓ માટે દિવસ ઠીક ઠીક રહેશે.


હેલ્થ- સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું.


શું કરવું - કિન્નરને પાન ખવડાવવું.


............

કન્યા રાશિ


પોઝિટિવ- તમારો દિવસ સારો રહેશે. તમારા વખાણ થઈ શકે છે. તમને ઈનામ મળી શકે છે. આજે કરેલા કામનો લાભ મળશે. સમય તમારી તરફેણમાં હોવાથી ખુશ રહેશો. મહેનત કરવાથી ધનલાભ પણ થશે. મિત્ર અને ભાઈનો સહકાર મળશે. રોમાન્સ માટે સમય સારો છે.

નેગેટિવ- વિચાર્યા વગર બોલવાથી તમારી મુશ્કેલી વધી શકે છે. વિચિત્ર સ્થિતિ તમારી સાથે બની શકે છે. નજીકના વ્યક્તિઓ તમારાથી વાતો છૂપાવશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વાહનથી સંભાળવું.


ફેમિલી- પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે.


લવ- પ્રેમ સંબંધમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.


કરિયર - નોકરિયાતવર્ગ અને બિઝનેસ કરનાર માટે દિવસ સારો રહેશે. નાના કામમાં મોટો લાભ થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સામાન્ય રહેશે.


હેલ્થ- જૂની બીમારી પરેશાન કરી શકે છે.


શું કરવું - નજીકના લોકોને પરફ્યુમની ભેટ આપવી.

................


તુલા રાશિ


પોઝિટિવ- મહેનતથી કામ પૂરા થશે. પિતાનો સહકાર મળશે. ઓછી મહેનતમાં ભાગ્યનો સાથ મળશે. બિઝનેસમાં આવક વધશે. વાહન કે ઘર ખરીદવાનું વિચારી શકો છો. આજે તમારા હાથમાં જે કામ છે તેને પૂરું કરવામાં સમય લાગશે.


નેગેટિવ- કોઈ સાથે ગેરસમજ થઈ શકે છે. તેનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવો. ઝડપથી કોઈ નિર્ણય ન કરવો. મોટું કામ કરવામાં થોડો ડર રહેશે.


ફેમિલી- પાર્ટનર સાથે અણબનાવ થઈ શકે છે.


લવ- લવ લાઈફમાં બદલાવ આવશે.કરિયર- સારા સમાચાર મળી શકે છે. કરિયરમાં આગળ વધવાની નવી તક મળી શકે છે. કોઈ સમસ્યાને ઉકેલવામાં સફળ થશો.


હેલ્થ- હાઈ બ્લડપ્રશરના દર્દીઓને રાહત મળશે.


શું કરવું - ચપ્પું લાલ દોરો બાંધવો.


..............

વૃશ્ચિક રાશિ


પોઝિટિવ- તમારા માટે દિવસ સારો રહેશે. તમારો પ્રભાવ વધશે. સારી તક તમને મળી શકે છે. અપેક્ષાથી વધારે સફળતા તમને મળી શકે છે. મનને શાંત રાખવું. કામમાં મજા આવશે. અચાનક જવાબદારી મળી શકે છે. ધનલાભ થશે.

નગેટિવ- વધારે પડતાં આત્મવિશ્વાસથી ભૂલો થશે. વાણી ઉપર સંયમ રાખવો.


ફેમિલી- પરિવારની મદદ મળશે.


લવ- પાર્ટનર તરફ આકર્ષણ વધશે.


કરિયર- પ્રોફેશનલ લાઈફમાં પાર્ટનરની મદદ મળશે. ફાયદો થશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.


હેલ્થ- સ્કિન સાથે જોડાયેલી પરેશાની થશે.


શું કરવું- મંદિરના પૂજારીના આશીર્વાદ લેવા.

...............

ધન રાશિ


પોઝિટિવ- અમુક બાબતમાં ઘણું સમજી-વિચારીને જ તમે કોઈ નિર્ણય ઉપર પહોંચી શકશો. જરૂર હોય તો નજીકના લોકોની સલાહ લેવી. બિઝનસેમાં સમજી વિચારીને નિર્ણય કરવા. તમને ફાયદો થશે. પરિવારના સભ્યોની મદદ મળશે.


નેગેટિવ- ધનહાનિ થઈ શકે છે. ખર્ચ વધશે. વિવાદ થઈ શકે છે. પરેશાની વધશે. તમારા કામમાં કોઈ અવરોધ ઊભો કરી શકે છે. વ્યક્તિગત સંબંધમાં અણબનાવ થઈ શકે છે.


ફેમિલી- પાર્ટનરની ભાવનાની કદર કરવી.


લવ- કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.


કરિયર- બિઝનેસમાં યોજના બની શકે છે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.


હેલ્થ- કમરનો દુખાવો થઈ શકે છે.


શું કરવું - કોઈની મદદ કરવી.

............

મકર રાશિ


પોઝિટિવ- જીવનસાથીની પૈસાની સ્થિતિમાં સારો બદલાવ આવશે. નવી યોજના બનાવશો. પૈસાની દ્રષ્ટિએ મોટો લાભ થશે. દિવસ સારો રહેશે. અટવાયેલા પૈસા પરત મળશે. જીવનમાં પ્રગતિની ઘણી તક મળશે. સમસ્યાનો હલ શોધવામાં તમે સફળ થશો.


નેગેટિવ- જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથે વિવાદ ન કરવો. લોકોની મુશ્કેલી સમજશો નહીં. વિવાદ થઈ શકે છે.


ફેમિલી- જીવનસાથી સાથે વિવિદ કરવો નહીં.


લવ- લવ લાઈફ માટે તમારો દિવસ મહત્વપૂર્ણ છે. સંબંધને સુધારવાની ચિંતા કરવી પડશે.


કરિયર- બિઝનસમાં ફાયદો મળશે. નોકરીમાં તણાવ રહેશે. તમારું ધ્યાન અભ્યાસમાં લાગશે નહીં.


હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે.


શું કરવું - કોઈ ગરીબને ચપ્પલનું દાન કરવું.

.............

કુંભ રાશિ


પોઝિટિવ- કોઈની મદદથી ફાયદો થશે. તમારી મહત્વાકાંક્ષા વધશે. અધિકારીઓની મદદ મળશે. સંબંધોમાં સુધારો થશે. દુશ્મનો પોતાની ભૂલના કારણે તમારી સામે હારી જશે. બિઝનેસમાં સોદો કરશો તેનો આવનાર દિવસમાં લાભ મળશે.


નેગેટિવ- વ્યસ્ત રહેશો. બીજાનું કામ તમે તમારા માથે લઈ શકો છો. વિવાદમાં ન પડવું. કામમાં અવરોધ આવી શકે છે. અણબનાવની સ્થિતિ બની રહી છે.


ફેમિલી- સંબંધો મજબૂત બનશે.


લવ- પ્રેમીઓ માટે દિવસ સારો છે.


કરિયર- મોટો નિર્ણય સમજી -વિચારીને લેવો. બિઝનેસમાં ફાયદો થશે.


હેલ્થ- થાક અને આળસ રહેશે.


શું કરવું - કોઈ મંદિરના શિખરના દર્શન કરવા.


..............

મીન રાશિ


પોઝિટિવ- પગાર વધી શકે છે. ધનલાભ થશે. કામમાં નવી શરૂઆત થશે. કુંવારા લાકો માટે સારો સમય છે. હકારાત્મકતા વધશે.


નેગેટિવ- કોઈ સાથે વિવાદ થઈ શકે છે. સાવધાન રહેવું. કોઈની નિંદા ન કરવી. ખોટું ન બોલવું.


ફેમિલી- સંબંધોમાં મુશ્કેલી આવે તો મોટા લોકોની મદદ લેવી.


લવ- લવ લાઈફ માટે દિવસ સારો છે.


કરિયર- નોકરિયાતવર્ગે તણાવમાં ન આવવું. રોકાણ સમજી વિચારીને કરવું. સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.


હેલ્થ- ઈજા થઈ શકે છે, વાહનથી સંભાળવું.


શું કરવું - કંકુનું તિલક કરવું.

X
daily astrology predictions 8 June 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી