8 જુલાઈનું રાશિફળ / કર્ક રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે, ચંદ્રમાની સ્થિતિના કારણે સિંહ રાશિના જાતકોએ સાવધાન રહેવું

daily astrology predictions 8 July

Divyabhaskar.com

Jul 06, 2019, 03:45 PM IST

ધર્મ ડેસ્ક : આજે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. 8 જુલાઈનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.


મેષ રાશિ -


પોઝિટિવ- કામમાં મન લગાવવાની કોશિશ કરશો. તક મળે તો થોડો સમય એકલા વિતાવવો. ઘરમાં સામાનની ખરીદી કરી શકો છો. યાત્રાનો યોગ બની રહ્યો છે. દૂર રહેતા લોકો સાથે વાતચીત થઈ શકે છે.


નેગેટિવ- ભાગદોડ રહેશે. દરેક કામમાં અવરોધ આવી શકે છે. ભાગ્યનો સાથ ઓછો મળશે. અમુક લોકો ઉપર બિનજરૂરી ગુસ્સો કરશો. સમજ્યા વગરની ખરીદી નુકસાન કરી શકે છે. સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે. સાવધાન રહેવું. ખર્ચ વધી શકે છે.


ફેમિલી- લગ્નજીવન સામાન્ય રહેશે.


લવ- લવ પાર્ટનરનો વ્યવહાર તમને પરેશાન કરી શકે છે.


કરિયર- બિઝનેશને લઈને ચિંતા વધશે. સાથે કામ કરનાર લોકો પરેશાની વધારી શકે છે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.


હેલ્થ- મૌસમી બીમારી થઈ શકે છે.


શું કરવું - ચહેરા ઉપર ગુલાબજળ લગાવવું.


........................

વૃષભ રાશિ -


પોઝિટિવ- આજે કામમાં આવી રહેલી સમસ્યા હલ થશે. પૈસાના રોકાણ માટે ખાસ યોજના બની શકે છે. તમને કોઈ વાતની ખુશી પણ રહેશે. મિત્રો સાથે સારો સમય વિતશે. ખાવા-પીવાની વસ્તુઓ ખરીદી શકો છો.


નેગેટિવ- તમારા સન્માનની ચિંતા રહેશે. કોઈ સમસ્યા તમારા કામકાજમાં અવરોધ બની શકે છે. વિવાદાસ્પદ કામને આવતીકાલ ઉપર ન ટાળવું. નહીંતર નુકસાન થઈ શકે છે. તમારા સુખમાં ઘટાડો થઈ શકે છે.


ફેમિલી- પાર્ટનરનો મૂડ ઠીક રહેશે નહીં.


લવ- પ્રેમ સંબંધમાં તણાવ વધી શકે છે.


કરિયર - બિઝનેસમાં ઓછો લાભ થશે. નોકરીમાં બદલી થઈ શકે છે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે.


હેલ્થ- પાણી સાથે જોડાયેલી બીમારી પરેશાન કરી શકે છે.


શું કરવું- દાડમ ખાવું.

................................

મિથુન રાશિ -


પોઝિટિવ- અટવાયેલા કામ આજે શરૂ થશે. નોકરી અને બિઝનેસમાં નજીકના લોકોની મદદ મળશે. તમે તમારા કામમાં સફળ થશો. તમારી સામે તક આવે તેને ગુમાવશો નહીં. અનુભવી લોકોની સલાહ મળી શકે છે. સંબંધો સુધરશે.


નેગેટિવ- અધિકારીઓ સાથે અણબનાવ થઈ શકે છે. નજીકના વ્યક્તિ સાથે અણબનાવ થઈ શકે છે.


ફેમિલી- લગ્નજીવન સુખી રહેશે.


લવ- કુંવારા લોકોને પ્રેમ સંબંધમાં સફળતા મળે છે.


કરિયર- બિઝનેસમાં ફાયદાનો સોદો થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મલશે.


હેલ્થ- માથાનો દુખાવો થઈ શકે છે. કફનો રોગ પરેશાન કરી શકેર છે.


શું કરવું - કિન્નરોને મીઠાઈ ખવડાવવી.

...........................

કર્ક રાશિ -


પોઝિટિવ- આજે તમારો દિવસ સારો રહેશે. જીવનશૈલીમાં બદલાવ આવશે. સારા કામનો ફાયદો મળશે. ચિંતા ઓછી થશે. કરિયરમાં આગળ વધશો. કામમાં અવરોધ દૂર થશે. ઓફિસમાં લોકોનો સહકાર મળશે. નવા વિચારો તમારા મનમાં આવશે. આજે નવી યોજના બનાવી શકો છો.


નેગેટિવ- કોઈને તમારી વાત મનાવવા માટે દબાણ ન કરવું. જૂની કડવી વાતને ભૂલી જવી. પૈસા અટવાઈ શકે છે. ખર્ચ વધશે. નજીકના લોકો સાથે અણબનાવ થઈ શકે છે. જીવનસાથીની ઈચ્છા પૂરી કરવાની ના પાડવી પડશે.


ફેમિલી- જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે. પાર્ટનરની મદદ મળશે.


લવ- પ્રેમ સંબંધ મજબૂત બનશે.


કરિયર- નવી ઓફિસ કે દૂકાન ખરીદવાનું મન બનાવશો. બિઝનેસને લઈને યાત્રા થઈ શકે છે. નોકરીમાં મુશ્કેલી વધી શકે છે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.


હેલ્થ- સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. થાક-આળસ રહેશે.


શું કરવું - કોઈ ગરીબ બાળકને દૂધ આપવું.

..........................

સિંહ રાશિ -


પોઝિટિવ- દરેક વાતને સારી રીતે જાણવાની કોશિશ કરો. બિઝનેસ સાથે જોડાયેલી મૂશ્કેલી દૂર થશે. અટવાયેલા કામને પૂરા કરવા માટે અભિગમ હકારાત્મક રાખો.


નેગેટિવ- ચંદ્રમાની સ્થિતિના કારણે સાવધાન રહેવું. સાવધાની રાખવી. વધારે ખર્ચ, ગુસ્સો અને કરજ મુશ્કેલી વધારશે. બિનજરૂરી યાત્રા થઈ શકે છે. પૈસાની બાબતમાં કોઈ ઉપર વિશ્વાસ ન કરવો. ખોટી જીદ્દ ન કરવી. તમારી મુશ્કેલી મિત્રોને કહેવી. થાક અને તણાવ રહેશે.


ફેમિલી- પાર્ટનર તમારી ભાવનાનું સન્માન કરશે.


લવ- પાર્ટનરની મદદ મળશે.


કરિયર- પૈસા અટવાઈ શકે છે. બિઝનેસમાં મુશ્કેલી આવી શકે છે. વિદ્યાર્થીઓને થોડી મુશ્કેલી પડશે.


હેલ્થ- ઈજા થઈ શકે છે.


શું કરવું - ગાયને રોટલી આપવી.

............................

કન્યા રાશિ -


પોઝિટિવ- કરિયરમાં તમારી અપેક્ષા સારી રહેશે. જેના માટે તમે ઘણા સમયથી કોશિશ કરો છો તેમા સફળતા મળશે. તમારા મનમાં કોઈ મહત્વની યોજના છે તેના ઉપર કામ શરૂ કરી દેવું. મનને એકાગ્ર રાખવું.


નેગેટિવ- પૈસાને લઈને ચિંતા રહેશે. કામને લઈને લાપરવાહી કરશો તો નુકસાન થઈ શકે છે. શોર્ટકટ ન લેવા. ઓફિસમાં મુશ્કેલી રહેશે.

ફેમિલી- જીવનસાથીની મદદ અને પ્રેમ મળશે.


લવ- કુંવારા લોકોને પ્રેમમાં સફળતા મળશે.


કરિયર- બિઝનેસમાં વિવાદ દૂર થશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડસે.


હેલ્થ- સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. પેટની બીમારી થઈ શકે છે.


શું કરવું - પીપળાના ઝાડને પીળો દોરો બાંધવો.

........................

તુલા રાશિ -


પોઝિટિવ- આવકને લઈને ડર દૂર થશે. મોટા ભાઈની મદદ મળશે. બિઝનેસને વધારવા માટે મહેનત કરી હશે તો પરિણામ તમારા પક્ષમાં આવશે. નવું કામ કરવાનું મન બનાવશો. લગ્નજીવન મધુર બનશે.


નેગેટિવ- અમુક નગમતી સ્થિતિ તમારી સાથે બની શકે છે. કોઈ કામ માટે વધારે જીદ્દ ન કરો તો સારું. અધુરા કામને પૂરા કરવાનું દબાણ તમારા ઉપર રહેશે. મિત્ર સાથે ગેરસમજ થઈ શકે છે. દુશ્મનો પરેશાન કરી શકે છે.


ફેમિલી- જીવનસાથીનું સન્માન મળશે.


લવ- પ્રેમીઓ માટે દિવસ સારો છે.


કરિયર- નજીકના લોકોની બિઝનેસમાં મદદ મળશે. બિઝનેસ સારો રહેશે. વિદ્યાર્થીઓએ ઉતાવળમાં નિર્ણય ન લેવો.


હેલ્થ- એસિડિટી થઈ શકે ચે.


શું કરવું - બે ટિંપા ખાવાનું તેલ જમીન ઉપર નાખવું.

.......................


વૃશ્ચિક રાશિ -


પોઝિટિવ- તમારો આત્મવિશ્વાસ વધશે. ધારેલા કામ પૂરા થશે. આજે ઘર કે ઓફિસમાં નવું કરવાની ઈચ્છા થશે. ખાસ પ્લાનિંગ ઉપર કામ કરી શકો છો. તમને સારી તક મળશે.


નેગેટિવ- તમે કોઈ મોટા પદ ઉપર છો તો સાવધાન રહેવું. કોઈ વાત તમને મુશ્કેલીમાં મુકી શકે છે. ચિંતા વધશે.


ફેમિલી- લગ્નજીવન સારું રહેશે.


લવ- પ્રેમનો પ્રસ્તાવ સ્વિકારાય.

કરિયર- બિઝનેસના વિવાદમાં તમારો પક્ષ મજબૂત થશે. બિઝનેસ વધારવાની બાબતમાં તમને સફળતા મળશે. લોકોની મદદ મળશે. વિદ્યાર્થીઓને સારું પરિણામ મળશે.


હેલ્થ-આરામ ન થવાથી મુશ્કેલી વધશે.

શું કરવું - શિવજીની ઉપાસના કરવી.

..........................

ધન રાશિ -


પોઝિટિવ- પરિવાર સાથે સમય વિતાવવાની કોશિશ કરશો. અમુક લોકો તમારી નકલ કરી શકે છે. આજે તમે બીજાની મદદ કરશો. મિત્રને વચન આપવું પડશે.


નેગેટિવ- નોકરી-બિઝનેસમાં ડર તમને પરેશાન કરી શકે છે. ભાગદોડ રહેશે. ઘરની ચિંતામાં વધારો થશે. કામકાજમાં બદલાવ કરવાથી બચવું.


ફેમિલી- લગ્નજીવન સારું રહેશે.


લવ- પ્રેમીની વાત ઉપર વિશ્વાસ કરવો.


કરિયર- ઓફિસમાં સમય તમારી તરફેણમાં નથી. બિઝનેસમાં નવો પ્રયોગ કરવાથી બચવું. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.


હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે.


શું કરવું - કેસર-ચંદનનું તિલક કરવું.

.........................

મકર રાશિ -


પોઝિટિવ- આજે ચંદ્રમાની સ્થિતિના કારણે તમારા કામ પૂરા થશે. ઓફિસમાં તમારા સૂચનોની નોંધ લેવાશે. નજીકના લોકો તમને સાથ આપશે. તમારી આસપાસ થનાર બદલાવને તરત જ અનુભવી શકશો.


નેગેટેવ- આજે તમારી મૂંઝવણ વધશે. તમારી ઈચ્છાઓને મારવી પડશે. આજે જે કામ હાથમા લેશો તેમા પાછળ હટવાની તક તમને મળશે નહીં. નાના કામને પૂરાં કરવામાં સમય લાગશે. ખર્ચમાં વધારો થશે. નજીકના વ્યક્તિનો વ્યવહાર બદલાઈ શકે છે.


ફેમિલી- પાર્ટનરની ઈચ્છા પૂરી કરી શકો છો.


લવ- સાથે કામ કરનાર વ્યક્તિ તમારા તરફ આકર્ષાશે


કરિયર -બિનજરૂરી વિવાદથી બચવું. અધિકારીઓ તમારાથી ખુશ થશે. અમુક વિદ્યાર્થીઓ નિરાશ થશે.


હેલ્થ- કફની બીમારી પરેશાન કરી શકે છે.


શું કરવું - લીલો રૂમાલ કે કપડું સાથે રાખવું.

.....................


કુંભ રાશિ -


પોઝિટિવ- નોકરી-ધંધામાં કામનું ભારણ રહેશે. નવી જવાબદારીઓ મળશે. જીવનમાં મુશ્કેલ સ્થિતિ છે તે જતી રહેશે. ધીરજ રાખવી. તમે જેટલા શાંત રહેશો અને તણાવને ટાળશો તેટલું જ તમારા માટે સારું રહેશે. દરેક બાબતમાં ખુલ્લા મને વિચાર કરવો.


નેગેટિવ- કોઈ વાતને લઈને તમે ઉત્સાહમાં આવી શકો છો. શાંત રહેવું. લોકોની નિંદા કરવાથી બચવું. કામના ભારણના કારણે થાક લાગશે. વિવાદમાં પડવું નહીં. કોઈને પડકાર પણ આપવો નહીં.


ફેમિલી- લગ્નજીવનમાં ખુશીઓ આવશે.


લવ- પ્રેમીઓ માટે દિવસ સારો છે.


કરિયર- અધિકારીઓ તમારી વાતથી સહમત થશે.કામમાં સુધારો થશે. બિઝનેસને વધારવામાં સફળ થશો.


હેલ્થ- ઊંઘ ઓછી આપશે. સ્વાસ્થ્ય સંભાળવું.


શું કવું - ભગવાનને ઘીનો દીવો કરવો.

..................................

મીન રાશિ -


પોઝિટિવ- નવા લોકો સાથે સંપર્ક થશે. આજે જે પણ મેળવશો તે તમારી સફળતામાં જોડાશે. આત્મ સંતોષ તમારા ચહેરા ઉપર દેખાશે. પ્રયત્નો કરતા રહેશો તો તમારી સમસ્યા હલ થશે. તમને કોઈની મદદ કરવાની તક મળશે. જરૂરી બાબતમાં પાર્ટનરની સલાહ લેવી. પિતા સાથે સંબંધો મધુર રહેશે.

નેગેટિવ- પોતાની જાતને ખુશ કરવા માટે ખર્ચ ન કરવો. પૈસાને લઈને સાવધાન રહેવું. કોઈ શંકા મનમાં રાખવી નહીં. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કામમાં મન લાગશે નહીં. મૂડ ખરાબ રહી શકે છે.


ફેમિલી- લગ્નજીવન સુખી રહેશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.


લવ- નવા સંબંધો સ્થપાશે.


કરિયર- બિઝનેસમાં વ્યસ્ત રહેશો. અધિકારીઓ તમારી વાતને માનશે. કામના સ્થળે સન્માન મળશે. વિદ્યાર્થીઓને ઓછી મહેનતમાં વધારે સફળતા મળશે.


હેલ્થ-જૂની બીમારી દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.


શું કરવું - ગાયને ઘાસ આપવું.

X
daily astrology predictions 8 July
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી