26 મે 2019નું રાશિફળ / સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે, તુલા રાશિના જાતકોનું કામમાં મન લાગશે નહીં

daily astrology predictions 26 May 2019

divyabhaskar.com

May 25, 2019, 06:11 PM IST

ધર્મ ડેસ્ક: 26 મેનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.

મેષ રાશિ


પોઝિટિવ- પૈસાની પડકારજનક સ્થિતિને તમે પહોંચી વળશો. દિનચર્યામાં તમારે થોડો ફેરફાર કરવો પડશે. તમારી સમસ્યાનો ઉકેલ આવશે. કોઈ ક્રિએટિવ કામ તમારા મનમાં આવી શકે છે. ખાવા-પીવા પર ધ્યાન આપવું. યાત્રાનો યોગ બની રહ્યો છે. નોકરી બદલાની વાત તમારી સમક્ષ આવી શકે છે.

નેગેટિવ- મનમાં મૂંઝવણ ચાલતી રહેશે. પૈસા સાથે જોડાયેલી બાબતમાં ડર રહેશે. અમુક બાબતમાં તમારો નિર્ણય ખોટો પડશે. પૈસાના વ્યવહારમાં અને રોકાણ કરવામાં સાવધાની રાખવી. કોઈના ઉપર વધુ પડતો ભરોસો કરવો નહીં.


ફેમિલી- પાર્ટનર તમારાથી નારાજ થઈ શકે છે.


લવ- વધારે ભાવુક ન બનવું. પાર્ટનર તમારી ભાવનાને નજર અંદાજ કરી શકે છે.


કરિયર- કાર્યક્ષેત્રમાં તમને સહકાર મળી શકે છે. શેરબજારમાં સાવધાની રાખવી. મોટા નિર્ણય ન લેવા. ધીરજ રાખવી. ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં. વિદ્યાર્થીઓ વધારે મહેનત કરવી પડશે.


હેલ્થ- ચિંતા વધશે, શરીરમાં દુખાવો થઈ શકે છે.


શું કરવું- કોઈ મંદિરમાં ચંદન કે પીળા કપડાંનું દાન કરવું.


..................


વૃષભ રાશિ


પોઝટિવ- પરેશાની દૂર થશે. અચાનક ધનલાભનો યોગ છે. વાણી ઉપર સંયમ રાખવો. વિનમ્ર રહેવું. પરીવારના સભ્યો તમારી પાસેથી વધારે અપેક્ષા રાખશે. કોઈ કામને લઈને સંકોચ ન કરો.


નેગેટિવ- કોઈ સાધારણ વાત પણ તમને પરેશાન કરી શકે છે. બિનજરૂરી બોલવાથી મુશ્કેલી થઈ શકે છે. મિત્રોના કારણે વ્યસ્ત રહેશો.


ફેમિલી- ઘરમાં વિવાદ થઈ શકે છે.


લવ- પ્રેમી સાથે સંબંધ મધુર બનાવવાની કોશિશ કરો. પ્રેમ સંબંધ મજબૂત બનશે.

કરિયર- ઓફિસમાં કામનું ભારણ રહેશે. લોકોનો સહકાર મળશે. સાથે કામ કરનાર તમારા વ્યવહારથી ખુશ થશે. તમારા પ્લાનથી અધિકારીઓ ખુશ થશે.


હેલ્થ- ઈજા થઈ શકે છે. જૂની બીમારી પરેશાન કરી શકે છે.


શું કરવું- ભોજનમાં ગોળનો ઉપયોગ કરવો.


..............

મિથુન રાશિ


પોઝિટિવ- તમારા માટે દિવસ સારો રહેશે. ધારેલા કામ પૂરા કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ. પૈસા સાથે જોડાયેલ મહત્વના સોદા થશે. તમારી પસંદગીનું કામ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. તમારી પાસે ઘણા કામ આવી શકે છે. બધા કામ ચતુરાઈપૂર્વક કરો.


નેગેટિવ- કોઈ સાથે અણબનાવ ચાલી રહ્યો છે તો તે વધી શકે છે. મુશ્કેલી પડકારજનક સ્થિતિમાં વાતચીત કરવું મુશ્કેલ બનશે.


ફેમિલી- જીવનસાથી સાથે સંબંધ સારા બનશે. તમને સફળતા મળી શકે છે.


લવ- લવ લાઈફ સારી રહેશે. પ્રેમી સાથે સંબંધ મધુર બનશે.


કરિયર- બિઝનેસમાં અચાનક ફાયદો થવાનો યોગ છે. અધિકારીની મદદ મળશે. નોકરિયાત વર્ગ અધિકારી સાથે માથાકૂટ કરી શકે છે. મનમાની કરવાથી નુકાસાન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે.


હેલ્થ- સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું.


શું કરવું- સુગંધિત વસ્તુનું દાન કરવું.

.............


કર્ક રાશિ


પોઝિટિવ- ધીરજથી કામ કરવું. શાંત રહેવું. દરેક વિષય વિશે વધારે જાણવાની ઈચ્છા થઈ શકે છે. નજીકના વ્યક્તિ સાથે જેટલો સારો વ્યવહાર કરશો તેટલી વધારે સફળતા મળશે. મનની વાત ગુપ્ત રાખશો તેટલું તમારા ફાયદામાં છે.


નેગેટિવ- ધનહાનિ થઈ શકે છે. રોજિંદા કામમાં તમારું મન લાગશે નહીં. કામનું ભારણ રહેશે. કોઈપણ કામની શરૂઆત સમજી વિચારીને કરવી. પ્રેમ સંબંધોમાં દખલ ન દેવી. મોટા પ્લાનને શરૂ ન કરવો. મિત્રના કારણે તમારી મુશ્કેલી વધી શકે છે.


ફેમિલી- જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે. પરીવારના સભ્યોનો સહકાર મળશે.


લવ- લવ લાઈફ સારી રહેશે.


કરિયર - રોકાણ માટે તમે જેટલું વિચારો છો તેટલો સમય સારો નથી. વિદ્યાર્થીઓ માટે સમય ઠીક ઠીક રહેશે.


હેલ્થ- સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે.


શું કરવું- આજે ચેક કે ક્રેડિટકાર્ના ઉપયોગમાં સાવધાની રાખવી.


..............

સિંહ રાશિ


પોઝિટિવ- કરિયરની દ્રષ્ટિ આ સમય તમારી ફેવરમાં છે. અમુક બાબતો તમારા માટે લકી રહેશે. ધન લાભ થશે. પ્રમોશન કે પગાર વધવાના યોગ છે. નવી નોકરી સાથે જોડાયેલા સારા સમાચાર મળી શકે છે. પ્રેમી સાથે સારો સમય પસાર થશે. બગડેલી સ્થિતિને તમે સંભાળી લેશો.


નેગેટિવ- અમુક લોકોને તમારી ઈર્ષા થઈ શકે છે. ગુસ્સામાં આવીને કામ બગાડી શકો છો. વિવાદ થવાની સંભાવના છે. સંભાળીને રહેવું. બીજાના મૂડ ઉપર ભરોસો ન કરવો.


ફેમિલી- પાર્ટનર તરફથી પ્રેમ અને સહકાર મળશે.


લવ- લવ પાર્ટનર સાથેના સંબંધ નવા સ્તરે પહોંચશે. પ્રેમ સંબંધ મધુર બનશે.


કરિયર- કરિયરની દ્રષ્ટિએ દિવસ સારો નથી. થાક લાગશે. જેટલી મહેનત કરી હતી તેટલો જ લાભ થશે.


હેલ્થ- યાત્રા પર જવાથી બચો, સ્વાસ્થ્ય બગડી શકે છે.


શું કરવું- દુધ અને પાણી મિક્સ કરી તિલક કરવું.


.................

કન્યા રાશિ


પોઝિટિવ- સ્થિતિઓ ધીમે ધીમે તમારી ફેવરમાં થઈ જશે. ખાસ કામ ધીરે ધીરે પૂરા થશે. ધીરજ રાખવી. આજની મહેનતનું આવનારા સમયમાં ફાયદો થશે. કામનું ભારણ રહેશે. આજે તમે આગળ વધવાની કોશિશ કરશો. જે મનમાં છે તે સ્પષ્ટ રીતે કહી દેવું. નજીકના લોકો સાથે સંબંધ સુધરશે.


નેગેટિવ- દિવસભર કોઈ વાતને લઈને ચિંતા રહેશે. અધૂરા કામ પૂરા કરવા માટે ભાગદોડ રહેશે. નજીકના લોકો સાથે અણબનાવ થઈ શકે છે. અમુક લોકો તમારા વિચાર સાથે સહમત થશે નહીં.


ફેમિલી- પરીવારના કામ તમને પરેશાન કરી શકે છે. ગેરસમજ થઈ શકે છે.


લવ- નવા પ્રેમ સંબંધ શરૂ થવાના યોગ છે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. જૂની ચિંતા દૂર થશે.


કરિયર- બિઝનેસમાં જોખમ ભરેલા નિર્ણય લેવા નહીં. ખર્ચ વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. મહેનતનું ફળ મળશે.


હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે.


શું કરવું- દલિયા ખાવા.


..........

તુલા રાશિ


પોઝિટિવ- જૂની મુશ્કેલી દૂર થશે. મૂડ સારો થશે. કાર્યમાં પ્રગિત થશે. જૂના રોકાણથી ફાયદો થશે. મન પ્રસન્ન રહેશે. ઉદાર રહેશો. પરીવારના સભ્યની મદદથી ધનલાભ થશે. પરીવારમાં કોઈને પૈસા આપી શકો છો. પસંદગીના કામમાં મિત્રો સાથે વ્યસ્ત રહેશો.


નેગેટિવ- બીજાના પ્લાનિગમાં સામેલ થવાનો ઈન્કાર કરવો. કામમાં મન લાગશે નહીં. તમારી સામે સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તેના પર કોઈ નિર્ણય ન લેવો. ઉતાવળે નિર્ણય ન લેવો.


ફેમિલી- તમારો દિવસ સારો રહેશે. પાર્ટનરનો પ્રેમ અને સહકાર મળશે. કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો.


લવ- લવ લાઈફ સારી રહેશે.


કરિયર- બિઝનેસમાં સંભાળીને રહેવું. નોકરીમાં જવાબદારી વધી શકે છે. કામનું ભારણ રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.


હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થશે.


શું કરવું- મની પ્લાન્ટને પાણી પાવું.


............

વૃશ્ચિક રાશિ


પોઝિટિવ- અમુક બાબતમાં તમારી મહેનત સફળ થશે. રોમાન્સની દ્રષ્ટિએ દિવસ સારો છે. પ્રેમી સાથે જે મુશ્કેલી છે તેને દૂર કરવી. આજે તમે દરેક સ્થિતિને સંભાળી લેશો.


નેગેટિવ- ચંદ્રમાની સ્થિતિ આજે તમારા માટે સારી નથી. કોઈ કામ ટાળવું નહીં. ઓફિસમાં કોઈ તમને નીચું દેખાડી શકે છે. નજીકના લોકો તમારા માટે મુશ્કેલ સ્થિતિનું નિર્માણ કરી શકે છે. જવાબદારીપૂર્વક વર્તવું.


ફેમિલી- જૂનો વિવાદ ઉકેલાઈ જશે. વિવાદમાં ન પડવું.


લવ- લવ પાર્ટનર તરફથી સરપ્રાઈઝ મળી શકે છે.


કરિયર- બિઝનેસમાં અને કાર્યસ્થળે ફાયદો થશે. ભાગ્યનો સાથ મળશે. ખાસ કામ પૂરા થશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.


હેલ્થ- મોસમી બીમારી થઈ શકે છે.


શું કરવું- પાણીની ટાંકીમાં એક પીળું ફૂલ નાખવું.


............

ધન રાશિ


પોઝિટિવ- ચંદ્રમાની સ્થિતિ આજે તમારા માટે સારી છે. મોટા લોકો સાથે સંપર્ક થશે. મહેનતના કારણે ધનલાભ થશે. પરીવારમાં કોઈ સ્થિતિ ગંભીર થઈ શકે છે. તમારા મોટાભાગના નિર્ણયો સાચા સાબિત થશે. ભાગીદારીમાં ફાયદો થશે.નેગેટિવ- પરીવારની જવાબદારીના કારણે તમારા અમુક કામ અટવાઈ શકે છે. ઈજા થઈ શકે છે. ગુસ્સા ઉપર કાબૂ રાખવો. તમારું જૂઠાણું પકડાઈ શકે છે. સાવધાની રાખવી.


ફેમિલી- જીવનસાથી ઉપર ધ્યાન આપવું.


લવ- પાર્ટનરની જવાબદારીને સમજવી. કામમાં તેને સહકાર આપો.

કરિયર - મહેનત અને ભાગદોડ પછી તમને સફળતા મળશે. ધન લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.


હેલ્થ- સાંધાના દુખાવા થઈ શકે છે.


શું કરવું - પૈસા રાખવાની જગ્યાએ કંકુના સ્વસ્તિકથી સાથિયો કરવો.

...............

મકર રાશિ


પોઝિટિવ- આજે બનાવેલી યોજનાથી આવનારા દિવસોમાં ફાયદો મળશે. આ કામને શરૂ કરી દેવા. લગ્નજીવનમાં સંબંધ મજબૂત બનશે. મનમાં સારા વિચારો આવશે.


નેગેટિવ- ગ્રહોની સ્થિતિના કારણે તમે આપેલા વાદા પૂરા થશે નહીં. નજીકની વ્યક્તિ સાથે પૈસાની બાબતને લઈને અણબનાવ થઈ શકે છે. તમે ઉદાસ રહી શકો છો. જરૂરી બાબતને લઈને મુશ્કેલી વધી શકે છે. કામમાં અવરોધ આવી શકે છે.


ફેમિલી- પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો.

લવ- પાર્ટનરનો સહકાર મળશે.જૂની વાતોને ભૂલી જવી.


કરિયર- બિઝનેસમાં કોઈને પૈસા ઉધાર આપવા નહીં. નોકરીમાં મુશ્કેલી વધી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું.


હેલ્થ- જૂની બીમારી પરેશાન કરી શકે છે.


શું કરવું - કેસરની વસ્તુ મંદિરમાં ચઢાવવી.

.....................


કુભ રાશિ


પોઝિટિવ- ધારેલા કામ પૂરા થશે. પૈસા સાથે જોડાયેલી બાબતમાં ધ્યાન આપવું જોઈએ. જૂની વાતનો ભૂલવાની કોશિશ કરવી. ખુશીનો માહોલ રહેશે. ધાર્મિક કામમાં સામેલ થશો.


નેગેટિવ- કોઈ કામ આવતીકાલ ઉપર છોડવું નહીં. તમારું ધ્યાન કામ ઉપર ઓછું અને બિનજરૂરી વાતોમાં વધારે રહેશે. હાથ ઉપર પૈસા આવવાથી પોતાની જાતને કંટ્રોલ કરી શકશો નહીં. ખર્ચ વધશે. પરિવારમાં અણબનાવ થઈ શકે છે. કામમાં ભૂલો પણ થઈ શકે છે.


ફેમિલી- જીવનસાથી સાથે મળીને સંબંધો સુધારવા.


લવ- લવ લાઈફમાં ગેરસમજ થઈ શકે છે.

કરિયર- નવી ઓફર મળી શકે છે. ભાગ્યનો સાથ મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. મહત્વના લોકો સાથે મુલાકાત થઈ શકે છે.

હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે.


શું કરવું- એક બદામ અને એક સિક્કો પાણીમાં પધરાવવો.


.............

મીન રાશિ


પોઝિટિવ- સંતાનની બાબતમાં સારા સમાચાર મળી શકે ચે. બિઝનેસમાં કામ વધારે રહેશે. કોઈ ખાસ કામ માટે તમારે યાત્રા કરવી પડશે. કામમાં લોકોનો સહકાર મળશે. દૂરના લોકો સાથે વાતચીત થઈ શકે છે.

નેગેટિવ- ચંદ્રમાની સ્થિતિના કારણે આજે નુકાસન થઈ શકે છે. બીજાનું ખરાબ કરવાનું વિચારવાથી પોતાનું નુકસાન થઈ શકે છે. મૂંઝવણ રહેશે. થાક લાગશે. જવાબદારીઓને પૂરી કરવામાં મન લાગશે નહીં.

ફેમિલી-પાર્ટનર તરફથી સહકાર મળી શકે છે.

લવ- લવ લાઈફમાં સાવધાન રહેવું. ગુપ્ત વાત તમારી સામે આવી શકે છે.

કરિયર- બિઝનેસમાં નવી સંભાવનાને શોધવા માટે સમય યોગ્ય નથી. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મન રાખવું.


હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે.


શું કરવું- હનુમાનજીના મંદિરમાં લાલ દોરો ચઢાવવો.

X
daily astrology predictions 26 May 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી