22 મે 2019નું રાશિફળ / મેષ રાશિના જાતકોને ભાગદોડના કારણે મુશ્કેલી રહેશે,  વૃષભ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે

daily astrology predictions 22 May 2019

divyabhaskar.com

May 22, 2019, 09:55 AM IST

ધર્મ ડેસ્ક: આજે સૂર્ય-ચંદ્રમાની સારી સ્થિતિના કારણે શ્રીવત્સ નામનો શુભ યોગ બની રહ્યો છે. આના પ્રભાવથી મેષ, મિથુન, સિંહ, તુલા, મકર અને કુભ રાશિના જાતકોના ધારેલા કામ થશે. 22 મેનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.


મેષ રાશિ


પોઝિટિવ- નોકરી અને બિઝનેસમાં તમે સારું કામ કરશો. તમારા કામથી અધિકારી ખુશ થશે. કોર્ટ કચેરીના કામ ઉકેલાય જશે. સમાજિક સમારોહમાં તમારું સન્માન થઈ શકે છે. પ્રેમ સંબંધમાં સુધારો આવશે. તમારું વર્તુળ વધારવાનો વિચાર કરો.


નેગેટિવ- ભાગદોડના કારણે થોડી મુશ્કેલી રહેશે. થાક લાગશે. બિનજરૂરી વિવાદ થઈ શકે છે. આજે નકારાત્મકતા પરેશાન કરી શકે છે.


ફેમિલી- પાર્ટનર સાથે સમય વિતશે.


લવ- લવ પાર્ટનર સાથેના સંબંધો મધુર બનશે.


કરિયર- બિઝનેસમાં અચાનક ફાયદો થશે. અધિકારીઓનો સહકાર મળશે. ખર્ચ થઈ શકે છે. વિદ્યાર્થીઓને થોડો તણાવ રહેશે.


હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેવું.


શું કરવું- કોઈ પૂજારીને ખીર ખવડાવવી.


........................

વૃષભ રાશિ


પોઝિટિવ- કોઈ નવો કાર્યક્રમ બનાવેલો છે તો તેમાં અચાનક ફેરફાર થઈ શકે છે. દિવસભર વ્યસ્ત રહેશો. તમારા માટે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખજો. જૂની વાતોને મનમાંથી દૂર રાખજો. અમલમાં મૂકી શકાય તેવી યોજના બનાવશો. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે.


નેગેટિવ- નોકરી કે બિઝનેસમાં રહસ્ય જાહેર થઈ શકે છે. ધન હાનિ પણ થઈ શકે છે. કામને સાવધાનીપૂર્વક કરવું. તમારી અમુક યોજનાઓ નિષ્ફળ પણ જઈ શકે છે. પૈસાને લઈને ચિંતા રહેશે. કંઈ નવું ન કરવું. રોજિંદા કામમાં અવરોધ આવી શકે છે. તમને લાભ પણ ઓછો થશે. કોઈ કામમાં સમય કાઢી નહીં શકો.


ફેમિલી- પરિવાર સાથે સમય પસાર થશે.


લવ- લવ લાઈફ માટે દિવસ સારો રહેશે.


કરિયર- કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. વિદ્યાર્થીઓને ઓછી મહનતમાં સારું પરિણામ મળી શકે છે.


હેલ્થ- એસીડિટીની સમસ્યા થઈ શકે છે.


શું કરવું - કંકુનું તિલક કરવું.
................................

મિથુન રાશિ


પોઝિટિવ- નોકરી અને બિઝનેસના સ્થેળે રક્ષણાત્મક વલણથી કામ કરવું. ધીમે ધીમે આગળ વધવું. તમારી જાતને સાવધ રાખવી. તમારા મનમાં રહેલી વાતને સ્પષ્ટ રીતે રજૂ કરો. નોકરી અંગે તમને મહત્વની સલાહ મળી શકે છે. ઘણા સવાલના જવાબ પણ મળી શકે છે. આવનાર દિવસોમાં પૈસાની સ્થિતિ સુધરશે.


નેગેટિવ- બિઝનેસ અને નોકરીમાં જૂની વાતોને ભૂલી જાઓ. તમારી ભાવનાને રજૂ કરવામાં સંકોચ ન રાખો. જીવનસાથી સાથે અણબનાવ બની શકે છે. કોઈ સાથે ગેરસમજ થઈ શકે છે. પૈસાને લઈને વિવાદ થઈ શકે છે. બેસીને સ્પષ્ટ વાત કરો. અમુક બાબતમાં ભાઈ-બહેન અને મિત્રની મદદ મળી શકે છે.


ફેમિલી- પાર્ટનર સાથેનો વિવાદ ઉકેલવાની કોશિશ કરો. ધીમે ધીમે સંબંધ સુધરશે.


લવ - લવ લાઈફમાં પરેશાની થઈ શકે છે.


કરિયર- કામકાજમાં મહેનત વધારે રહેશે. લાંબા સમય સુધી ચાલી શકે તેવી યોજના બનાવશો. મિત્રો પાસેથી લાભ થાય તેવી સલાહ મળશે. વિદ્યાર્થીને પણ સફળતા મળશે.


હેલ્થ- સ્વાસ્થ્યને લઈને દિવસ ઠીક ઠીક રહેશે. થાક અને આળસ રહેશે.


શું કરવું- માતાજીને મહેંદી ચઢાવવી.

...........................

કર્ક રાશિ


પોઝિટિવ- તમારી ભાવનાને કાબૂમાં રાખવી. પૈસા સાથે જોડાયેલી સારી તક મળી શકે છે. નવી જગ્યાએ રોકાણ કરવા માટે તમે ઉત્સુક રહેશો. સંબંધીઓ તમારી ઈચ્છાને પૂરી કરશે. તમારું ધ્યાન પરિવાર અને પૈસાની બાબતમાં રહેશે.


નેગેટિવ- ધારેલું કામ પૂરું કરવામાં સમય લાગી શકે છે. કોઈ કામ માટે પહેલ કરવામાં સંકોચ ન કરો. વિચાર્યા વગર કોઈના ઉપર વિશ્વાસ ન કરવો. આજે નુકસાન પણ થઈ શકે છે. આત્મવિશ્વાસ ઓછો થશે. થાક પણ લાગશે.


ફેમિલી- પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.


લવ- પ્રેમી પાસેથી તમે જે ઈચ્છો છો તેની આજે માંગ ન કરવી, નહીંતર સંબંધ બગડી શકે છે.


કરિયર- બિઝનેસમાં સાવધાનીથી કામ કરશો તો ફાયદો થશે. નોકરિયાત વર્ગને કામ વધુ રહેવાથી મુશ્કેલી આવશે. વિદ્યાર્થીઓને મહેનત મુજબ ફળ મળશે.


હેલ્થ- પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ઊંઘ ઓછી થવાના કારણે પરેશાન રહેશો.


શું કરવું- ઘરના ઉંમરામાં બન્ને તરફ એક એક ચમચી દૂધ નાંખવું.

..........................

સિંહ રાશિ


પોઝિટિવ- સંયમ અને ધીરજ રાખવી. બધુ સમાન્ય થઈ જશે. તમારા વ્યવહારને બની શકે તેટલો હકારાત્મક રાખો. અનુભવી લોકોની સલાહ માનવી, એમનું માર્ગદર્શન તમને ઉપયોગી સાબિત થશે. કોઈ નિર્ણય સમજી વિચારીને કરવો. કામમાં વિલંબ થાશે, પણ કામ પૂરું થઈ જશે.


નેગેટિવ- ઓફિસમાં કામનું ભારણ વધશે. સ્વાસ્થ્યની ચિંતા રહેશે. વેપારમાં પણ કોઈ નિર્ણયના કારણે ચિંતા રહેશે. જોખમભરેલા કામમાં નુકાસાન થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ વધશે. કામમાં વિલંબ થવાથી પરેશાન રહેશો. પહેલાથી તૈયાર કોઈ કાર્યક્રમમાં અચાનક ફેરફાર થઈ શકે છે. કોઈ જૂની વાતને લઈને પોતાના લોકોના કારણે જ તમે દુ:ખી રહેશો.


ફેમિલી- દિવસ સારો રહેશે.


લવ- પાર્ટનર તમારી ભાવનાની મજાક કરી શકે છે. પરંતુ પાર્ટનરને તેની ભૂલ સમજાશે.


કરિયર- કામમાં મિત્રોની મદદ મળશે. તણાવ રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.


હેલ્થ- માથાનો દુખાવો થઈ શકે છે.


શું કરવું- દાડમ ખાવું.

............................

કન્યા રાશિ


પોઝિટિવ- તમને નવા અનુભવ થશે. તમારા માટે દિવસ સારો રહેશે. આત્મવિશ્વાસ વધશે. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો. રોમાંસની તક મળશે. લગ્નજીવનમાં સુખ વધશે. કોઈ વ્યક્તિ તમને રહસ્યની વાત જણાવશે.


નેગેટિવ- ઘરેલુ તણાવથી વિવાદ થઈ શકે છે. દિવસભર શાંતિ રાખવી. સારા સમયની રાહ જોવી. કોઈ વાત પર ઉગ્ર થઈ શકો છો, જેનાથી તમારું કામ બગડી શકે છે.


ફેમિલી- સંબંધને મજબૂત બનાવવામાં આજે તમને સફળતા મળશે.


લવ- પ્રેમના સંબંધમાં મધુરતા આવશે.


કરિયર- તમારા અટવાયેલા કામ પૂરા થશે. બિઝનેસમાં પૈસા અટવાઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ ઠીક ઠીક રહેશે.


હેલ્થ- સાંધાના દુખાવામાં રાહત મળશે.


શું કરવું- હથેળીમાં એલોવેરા લગાવી હાથ ધોવા.

........................

તુલા રાશિ


પોઝિટિવ- આજે તમે આયોજન સાથે આગળ વધશો, તો દિવસ સુધરી જશે. પૈસા સાથે જોડાયેલો મોટો સોદો થઈ શકે છે. મધુર વાણીથી તમારા કામ થઈ જશે. ધનલાભનો યોગ બની રહ્યો છે. સમજી વિચારીને આગળ વધવું. જે કામને લઈને તમે પરેશાન હશો તેમાં અચાનક કોઈની મદદ મળશે. આગળ વધવાની તક મળશે.


નેગેટિવ- ખર્ચ ઉપર કાબૂ રાખવો. કોઈને વણમાંગી સલાહ આપવી નહીં. વધારે ભાવુક ન થવું. તમારી વાત ઉપર ઘણા લોકોની નજર રહેશે.


ફેમિલી- મધુર બોલવાથી તમારા સંબંધ સુધરશે.


લવ- પાર્ટનર ઉપર ખર્ચ વધારે થઈ શકે છે.


કરિયર- કાર્યક્ષેત્રમાં ફાયદો થશે. વિવાદમાં ન પડવું. એકલા રહેવાની ઈચ્છા થશે. બળજબરીથી અભ્યાસ કરવાથી તમને નુકસાન થઈ શકે છે.


હેલ્થ- યાત્રાની તમારા સ્વાસ્થ્ય ઉપર અસર પડશે.


શું કરવું- મિત્રને પરફ્યુમ ભેટ આપવું.

.......................

વૃશ્ચિક રાશિ


પોઝિટિવ- ગોચર કુંડળીમાં ભાગ્યના ઘરમાં ચંદ્રમા હોવાથી દિવસ તમારી ફેવરમાં રહેશે. કરિયરમાં પ્રગતિની તક મળશે. ધારેલું કામ સમયસર પૂરું થઈ જશે. લગ્નજીવનમાં સુખ મળશે. આજે તમે રૂટિન સિવાયનું કામ કરશો, જેનો તમને ફાયદો થશે. નોકરી અને ધંધામાં ધારેલા કામ થશે. સમયસર કામ પૂરું કરવાનું દબાણ રહેશે.


નેગેટિવ- સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું. કોઈ પ્રકારની લાપરવાહી ન કરવી. સમયસર કામ પૂરું ન થવાથી તમારી ચિંતા વધશે. કોઈ સાથે અણબનાવ બને તો મૂડને ખરાબ ન કરો. તેની અસર બીજા કામ ઉપર પડશે.


ફેમીલી- જીવનસાથી સાથેનો તમારો સંબંધ મજબૂત બનશે.


લવ- પાર્ટનર સાથેના સંબંધમાં જે અવરોધ આવશે તે દૂર થશે.


કરિયર- નોકરિયાત વર્ગ અને બિઝનેસ કરનાર લોકો માટે દિવસ સારો રહેશે. ધનલાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો રહેશે.


હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જૂની બીમારીમાં રાહત મળશે.


શું કરવું. ચંદનની સુંગંધવાળું પરફ્યુમ લગાવવું.

..........................

ધન રાશિ


પોઝિટિવ- આજે કોઈ વ્યક્તિ તમારી મદદ લઈ શકે છે. દિવસ ભાગદોડભર્યો રહેશે. તમે સફળ પણ થશો. ધીરજ રાખવી. તમારે નવું વિચારવું જોઈએ. બીજાના કામ કરવામાં તમારે ખર્ચ થઈ શકે છે.


નેગેટિવ- કોઈપણ વિવાદમાં ન પડવું. સાંજ સુધી કોઈ મોટો નિર્ણય ન કરવો, એજ તમારા માટે સારું રહેશે. કોઈ એવી વાત થશે જેનાથી તમે પરેશાન થઈ જશો. તમને ભય અને અસલામતીની ભાવના રહેશે. પૈસા કમાવવા અને બચાવવા માટે શોર્ટકટનો પ્રયોગ ન કરવો.


ફેમિલી- પાર્ટનરની ભાવનાને સમજવી. આજે તમારો દિવસ સારો રહેશે.


લવ- પ્રેમી સાથે સંબંધને મધુર બનાવવાની કોશિશ કરશો.


કરિયર- ઓફિસમાં કામ વધારે રહેશે. સાથી કર્મચારીનો સહકાર મળશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.


હેલ્થ- ઈજા થઈ શકે છે. તણાવ દૂર કરવાની કોશિશ કરો. જૂની બીમારીને લઈને લાપરવાહી કરી શકો છો.


શું કરવું- આજે કાળા કપડાં ન પહેરવા.

.........................

મકર રાશિ


પોઝિટિવ- કાર્યક્ષેત્રમાં ભાગ્યનો સાથ મળશે. બેકાર લોકો માટે રોજગારની નવી તકો સર્જાશે. નવો પ્રોજેક્ટ પણ મળી શકે છે. નવા લોકો સાથે જાડાશો. જે પ્રોજેક્ટ ઉપર તમે મહેનત કરી છે તેમનો હકારાત્મક પ્રતિભાવ મળશે. મહેનત બદલ તમને પુરસ્કાર મળશે. તમે ઓફિસમાં વ્યસ્ત રહેશો. તમે સંબંધથી કામ કરાવી લેશો.


નેગેટિવ- વિચાર-વિમર્શ કરવામાં સમય ખરાબ થઈ શકે છે. કામનું ભારણ રહેશે. તમારી પાસે છે તે જ કામ કરો.


ફેમિલી- તમારી ચિંતાને પાર્ટનર ઉપર ન થોપવી. સ્વભાવ અને વ્યવહાર ઉપર કાબૂ રાખવો, જેનાથી પાર્ટનર સામે તમારું માન વધશે.


લવ- પાર્ટનરની ભાવનાને સમજશો તો તમારો સંબંધ મજબૂત બનશે.


કરિયર- પ્રોફેશનલ રીતે જોઈએ તો દિવસ સારો રહેશે. નવું કામ મળશે. જૂના કામ પૂરાં થઈ જશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.


હેલ્થ- થાક રહેશે. જૂની બીમારી પણ પરેશાન કરી શકે છે.


શું કરવું- ભીના વાળ ઉપર તેલ ન લગાવવું.

.....................


કુંભ રાશિ


પોઝિટિવ- આજે કરેલા રાકોણનો આવનારા દિવસોમાં ફોયદો મળશે. ભાગ્યનો સાથ મળશે. નિરાશા દૂર થશે અને તણાવ ઓછો થશે. સંબંધોને લઈને તમે હકારાત્મક વલણ રાખશો. સાથે કામ કરનાર લોકોની મદદ મળશે. તમે ઉત્સાહનો અનુભવ કરશો. લાભ કરાવતી યાત્રાનો યોગ બની રહ્યો છે. નિર્ણય શક્તિમાં વધારો થશે. નવા લોકો સાથે સંપર્ક થશે.


નેગેટિવ- તમને મળનાર ફાયદા ઉપર બીજા લોકોની નજર રહેશે. નુકસાન થવાના યોગ બની રહ્યા છે. તમારી આદતો તમને પરેશાન કરશે.


ફેમિલી- તમારો મૂડ સારો રહેશે. સંબંધોને લઈને હકારાત્મક રહેશો.

લવ - પાર્ટનરનો સહયોગ અને પ્રેમ મળશે.


કરિયર- આજે તમને સારા સમાચાર મળી શકે છે. અજાણ્યા લોકોની વાતોમાં ન આવવું. આગળ વધવાની સારી તક તમને મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.


હેલ્થ- હાઈ બ્લડ પ્રેશર હશે તો તેમા રાહત મળશે. ડાયાબિટીના દર્દીઓએ સાવધાન રહેવું.


શું કરવું- હનુમાનજીના મંદિરમાં લાલ ધજાનું દાન કરવું.

..................................


મીન રાશિ


પોઝિટિવ- નજીકના લોકો પ્રત્યે શંકા હશે તો આજે બધી સ્પષ્ટતા થઈ જશે. કરિયર સાથે જોડાયેલી નવી અને સારી ઓફર તમને મળશે. ઓફિસના અધૂરા કામ પૂરા થશે. તમારા આક્રમક વલણને છોડી દરેક કામમાં મન લગાવો. પોતાની જાત ઉપર નિયંત્રણ રાખવું.


નેગેટિવ- પૈસા સાથે જોડાયેલું જોખમ ન લેવું. તમે દિવસભર વ્યસ્ત રહેશો. એક કામ પૂરું થતા જ બીજું કામ આવશે. તમે કરેલા કામનો ફાયદો ઓછો થશે. આજનો ખર્ચ તમારા જરૂરી કામનું બજેટ બગાડી શકે છે. આ રાશિના લોકો કંજૂસાઈ કરશે. અમુક લોકો સાથે વિવાદ થઈ શકે છે.


ફેમિલી- પાર્ટનર તમારી ભાવનાઓને સમજી શકશે નહીં.


લવ- પાર્ટનરને પ્રભાવિત કરવા માટે કોઈ કામને તમે વધારે પડતું કરશો.


કરિયર- ઓફિસ કે કામના સ્થળે તમારે સંભાળીને કામ કરવું પડશે. પૈસાનું ધ્યાન રાખવું અને વિવાદથી બચવું. વિદ્યાર્થીઓના સમયનો વ્યય થશે.


હેલ્થ- સ્વાથ્યમાં ઉતાર ચઢાવ આવશે. ગરમી લાગી શકે છે. ઈજા પણ થઈ શકે છે. સાવધાન રહેવું.


શું કરવું- હળદર અને કેસરનું તિલક કરવું.

X
daily astrology predictions 22 May 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી