22 જુલાઈનું રાશિફળ / મેષ રાશિના જાતકોને કાર્યમાં સફળતા મળશે, કર્ક રાશિના જાતકોને માન- સન્માન મળશે

daily astrology predictions 22 July

Divyabhaskar.com

Jul 22, 2019, 07:03 AM IST

ધર્મ ડેસ્કઃ 22 જુલાઈનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.

મેષ રાશિઃ
પોઝિટિવઃ આજનો દિવસે કામમાં સફળતા પ્રાપ્ત થશે. તમે તમારા ટારગેટ સુધી પહોંચી શકો છો. આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. તે ઉપરાંત માન-સન્માન વધશે.

નેગેટિવઃ તમારો સ્વભાવ વધારે પડતો આક્રમક બની જશે. અવરોધ વગર કામને પૂરું કરવાની કોશિશ કરો.અંગત જીવનમાં તણાવ રહેશે.

પરિવારઃ પાર્ટનરનો મૂડ ખરાબ થશે.

લવઃ તમારા સંબંધો ખરાબ થઈ શકે છે. પાર્ટનરની અવગણના ન કરવી તેનું ખાસ ધ્યાન રાખવું અને બને ત્યા સુધી પાર્ટનર સાથે વધું સમય પસાર કરવો.

કરિયરઃ તમરા કોઈ પણ કામને લઈને તમને ઈનામ મળી શકે છે. કેટલીક નવી તક મળવાની સંભાવના છે. તમે તમારું લક્ષ્ય પૂરુ કરવા માટે આક્રમક છો.

હેલ્થઃ સ્વાસ્થ્ય સારું રહે છે. તમારું મન ઉત્સાહિત રહેશે, સ્વાસ્થ્ય સારું રહેશે.

ઉપાયઃ 11 વાર ઓમ નમ: શિવાયના મંત્ર બોલીને શિવજીનો દૂધ અને પાણીથી અભિષેક કરવો.
-------

વૃષભ રાશિ

પોઝિટિવઃ આજે તમે તમારા મન અને અંતરઆત્માનો અવાજ સાંભળશો. લોકોની વચ્ચે પોતાના વ્યવહારના કારણે લોકપ્રિય બનશો. તમારી સામાજિક સ્થિતિ સુધરશે. કામને લઈને વ્યસ્ત રહેશો, જેનો તમને ફાયદો મળશે.

નેગેટિવઃ પરિવાર અને ઓફિસમાં અમુક લોકો સાથે અણબનાબ થઈ શકે છે. મનમાં અસુરક્ષાની ભાવના રહેશે. શરીર સાથ આપશે નહીં. સ્થિતિ તમારી તરફેણમાં હશે નહીં. બીજા લોકો ઉપર વિશ્વાસ ન કરવો. દરેક બાબતમાં ટિપ્પણી કરવી નહીં.

પરિવારઃ લગ્નજીવનમાં મતભેદ થઈ શકે છે.

લવઃ પોતાના પાર્ટનર સાથે ખુશીથી સમય પસાર કરી શકશો. જીવનસાથી સાથે સંબંધને લઈને ખાસ ચર્ચા થઈ શકે છે.

કરિયરઃ પોતાના સહકર્મચારીથી સંભાળવું, બધાને લોકો સાથે એક જેવો વ્યવહાર કરવાથી તમને સમસ્યા થઈ શકે છે. કરિયરને લઈને કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિચારવું.

હેલ્થઃ સ્વાસ્થ્ય ખરાબ થાય તે પહેલાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

ઉપાયઃ લીંમડાના પાંદ ખાવા.
-------
મિથુન રાશિ

પોઝિટિવઃ આજે તમે વ્યવહારું રહેશો. જેટલા શાંત રહેશો, એટલી જ ઝડપથી સમસ્યાઓ ઉકાલાઈ જશે. તમારી વાતને યોગ્ય રીતે લોકો સમક્ષ રાખવાથી ફાયદો થશે. લોકોનો સાથ-સહકાર મળી રહેવાથી સમસ્યાનું સમાધાન સરળતાથી મેળવી શકશો.

નેગેટિવઃ પરીવારમાં વિવાદ થઈ શકે છે. બીજાના કામમાં દખલ આપવાથી તમારી સમસ્યા વધી શકે છે. વાણી ઉપર સંયમ રાખવો. ખર્ચમાં વધારો થઈ શકે છે. ધારેલા કામ પૂરા થવામાં મુશ્કેલી આવશે. નજીકના વ્યક્તિ સાથે ગેરસમજ થઈ શકે છે. અધિકારી કે મોટા વ્યક્તિ સાથે વાત કરવામાં સાવધાની રાખવી. વિચાર્યા વગરનું બોલવાથી મુશ્કેલી વધી શકે છે.

પરિવારઃ જીવનસાથી દ્વારા કોઈ ભેટ મળી શકે છે.

લવઃ સંબંધો માટે આ સમય તમારા માટે ખરાબ છે. જો કે તમે આત્મ-કેન્દ્રિતથી કોઈ સમસ્યાનું સમાધાન મેળવી શકશો અને પોતાના જીવનસાથી સાથે સંબંધો સુધારી શકશો.

કરિયરઃ ટારગેટના દબાણના કારણે તમે ચિંતામાં રહેશો. તમે કામનું ભારણ અનુભવશો, કોઈનો સહકાર મળવાથી તમે રાહત અનુભવી શકશો.

હેલ્થઃ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું.

ઉપાયઃ લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ ચઢાવવું.​​​​​​​
-------

કર્ક રાશિ

પોઝિટિવઃચિંતામાંથી છૂટકારો મળશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. મોજમસ્તીમાં દિવસ પસાર થશે. બિઝનેસમાં સમજૂતીથી વિવાદ ઉકેલાશે. સંતાન ઉપર ધ્યાન આપવું. જૂના મિત્રો અને સંબંધીની મદદ મળશે.

નેગેટિવઃ તમે થોડા વિચલિત થઈ શકો છો. કોઈ પણ નિર્ણય લેવા માટે તમારામાં સાહસની કમી દેખાશે. મોટા વિવાદમાં ન પડવું.

પરિવારઃ પાર્ટનર દ્વારા માન અને સન્માન મળશે.

લવઃ તમારા જીવનમાં પ્રેમ મહત્વપૂર્ણ રહેશે.પાર્ટનર સાથે સમય પસાર થશે.

કરિયરઃ કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કરિયર અથવા બિઝનેસ સાથે જોડાયેલી વાતો ગુપ્ત રાખવી.

સ્વાસ્થ્ય- સ્વાસ્થ્યની બાબતે સાવધાન રહેવું. કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન થઈ શકે છે.

ઉપાયઃ માથા ઉપર આંબળાનું તેલ લગાવવું.​​​​​​​
----------

સિંહ રાશિ

પોઝિટિવઃ આજે તમે મહત્વની ઉપલબ્ધી પ્રાપ્ત કરી શકો છો. કોઈ પણ કાર્યને અધૂરું ન રાખવું. સમયસર કાર્યને પૂરું કરી શકશો. અટવાયેલા કામને પૂરા કરવામાં મિત્રનો સાથ મળશે.

નેગેટિવઃ કોઈ પણ પ્રકારની બેદરકારી તમારા પર ભારે પડી શકે છે. સમજી વિચારીને બોલવું. મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

પરિવારઃ જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો. ખાસ કામનું પ્લાનિંગ કરી શકો છો.

લવઃ તમે એકબીજાની નજીક આવી શકો છો. પોતાના પાર્ટનરની સાથે સમય પસાર કરી શકશો.

કરિયરઃ મુખ્ય ઉપલબ્ધી પ્રાપ્ત કરી શકો છો. કાર્યનું પરિણામ મેળવી શકો છો. કાલ માટે કોઈ કાર્ય પેન્ડિંગ ન રાખવું. સફળતા આજે તમારા પક્ષમાં છે.

હેલ્થઃ સ્વાસ્થ્યને લઈને ખાન-પાનમાં વિશેષ ધ્યાન રાખવું. એક નિયમિત હેલ્ધી ડાયટ લેતા રહેવું.

ઉપાયઃ ચણાના લાડું વહેંચવા.​​​​​​​
------
કન્યા રાશિ

પોઝિટિવઃ તમે નવા કામનું પ્લાનિંગ કરી શકશો. ધીરજ અને શાંતિથી કામ કરવું. સાથે કામ કરનાર લોકોની સારી સલાહ મળશે. જેમના સહકારથી તમે નોકરી અને બિઝનેસમાં આગળ વધી શકશો. આજે તમે ભૂલો વિશે પણ વિચારશો. જૂના કામ સાથે જોડાયેલી વાત તમારા મનમાં રહેશે.

નેગેટિવઃ કામનો ભાર રહેશે. તેનાથી તમે તણાવમાં આવી શકો છો. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો સખત મહેનત કરવી પડશે. બીજાના કામમાં દખલ ન દેવી.

પરિવારઃ પાર્ટનર સાથે સમય પસાર કરશો.

લવઃ પાર્ટનરની સાથે વાદ-વિવાદથી બચવું.

કરિયરઃ મુસાફરી થઈ શકે છે, જે સફળતા અપાવશે. કાર્ય સારી રીતે કરી શકશો. મિત્રો સાથે બિનજરૂરી કામમાં વ્યસ્ત રહેશો.

હેલ્થઃ સ્વાસ્થ્યની બાબતમાં રાહત મળશે.

ઉપાયઃ પીપળાના વૃક્ષ નીચે ચંદનથી સાથિયો બનાવવો.​​​​​​​
--------
તુલા રાશિ

પોઝિટિવઃ નવી યોજના બનાવી શકશો. આજે શાંતિ તમે કામ પૂરું કરી શકશો. તમે મહત્વનો નિર્ણય પણ લઈ શકશો. નોકરી અને બિઝનેસમાં મહત્વના કામનું પ્લાનિંગ કરી શકશો.

નેગેટિવઃ પૈસાની ચિંતા રહેશે. ફાલતુ ખર્ચ કરવાથી બચવું. રોજિંદા કામમાં અવરોધ આવશે. ઓફિસમાં સ્થિતિ બગડી પણ શકે છે. વિવાદ ઉકેલવા તમારે પ્રયાસ કરવા પડશે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. સંતાનની ચિંતા રહેશે.

પરિવારઃ પાર્ટનર સાથે વિવાદ ન કરવાથી બચવું.

લવઃ સંબંધોમાં ચાલી રહેલી સમસ્યા દૂર થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

કરિયરઃ જુની યોજના પૂરી શકશો અને આગળ વધી શકશો. નવા આઈડિયા આવશે.

હેલ્થઃ મોસમી બીમારીથી બચવું.

ઉપાયઃ કોઈ નેત્રહીન કે અપંગ વ્યક્તિને ખાવાનું આપવું.​​​​​​​
--------
વૃશ્ચિક રાશિઃ

પોઝિટિવઃ આજે તમે નવા લોકોને મળશો. જુના સંબંધો તાજા થશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. કામમાં મિત્રની મદદ મળશે. મિત્રની સલાહ તમને ઉપયોગી સાબિત થશે.

નેગેટિવઃ મિત્રો વિશ્વાસઘાત કરે તેની શક્યતા છે તેથી થોડું ધ્યાન રાખવું. જૂનું દેવું ચૂકવવા માટે ભાગદોડ કરવી પડશે. તણાવ રહેશે.

પરિવારઃ લગ્નજીવન સુખી રહેશે.

લવઃ કુંવારા લાકો માટે દિવસ સારો રહેશે. પાર્ટનર સાથે સંબંધ મધુર બનશે.

કરિયરઃ તમે લોકોની સાથે નેટવર્કિંગ કરશો. કોઈ તમારી સાથે વિશ્વાસઘાત કરે તેવી સંભાવના છે. કાર્યમાં અડચણરૂપ બની શકે છે પણ તમારા સકારાત્મક વિચારોથી પરિણામ સારું મળશે.

હેલ્થઃ આજનો દિવસ વ્યસ્ત રહેશે એટલાં માટે ખાવા-પીવામાં ધ્યાન આપવું.

ઉપાયઃ કીડીઓને લોટ અને ખાંડ ખવડાવવી.​​​​​​​
---------

ધન રાશિ-

પોઝિટિવઃ આજે મુસાફરી કરી શકશો. તમારા સપના પૂરા થશે. આજનો દિવસ આંનદથી પસાર થશે. સંબંધોના કારણે કરિયરમાં પ્રગતિ થશે.

નેગેટિવઃ તમારી લાપરવાહીના કારણે સારી તક હાથમાંથી નિકળી જશે. બીજાની વાતોમાં ફસાવું નહીં. બીજાના કામમાં વ્યસ્ત રહેશો.

પરિવારઃ લગ્નજીવનમાં ખુશી મળશે.

લવઃ કુંવારા લાકોને જીવનસાથી મળી શકે છે. લગ્ન થવાનો યોગ છે.

કરિયરઃ નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. વેપાર અને નોકરીનાં કામથી બહાર જવાનું થઈ શકે છે જે તમારા માટે ફાયદાકારક છે.

હેલ્થઃ સ્વાસ્થ્યને લઈને સારા સંકેત છે. તેમ છતાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું.

ઉપાયઃ કુતરાંઓને ગોળ-રોટલી ખવડાવવી.
----------
મકર રાશિ-

પોઝિટિવઃ આજે જૂની વાતો ભૂલીને આગળ વધવાનો દિવસ છે. આજે સફળતાનો યોગ છે. નવી વસ્તુ અપનાવાથી તમને લાભ થશે. જીવનસાથી સાથે મનની વાત શેર કરવી. તણાવ ઓછો થશે. જૂના કાનૂની કેસ આજે ઉકેલાઈ જશે.

નેગેટિવઃ કાર્યક્ષેત્રમાં કોઈ વાતને લઈને વધારે ચિંતામાં રહેશો. તમારો સ્વભાવ જરૂર કરતાં વધારે કડક થઈ જશે. કોઈ વાતને લઈને નિરાશ પણ થશો. થાક લાગશે.

પરિવારઃ પતિ-પત્ની એકબીજાને મનની વાત કરી શકશે.

લવઃ સંબંધને લઈને મિત્રો સલાહ આપી શકે છે. કોઈ ખાસ મિત્રની સલાહ તમારા કામમાં આવી શકે છે.

કરિયરઃ ભાગ્યનો સાથ મળશે. પોતાની છૂપાયેલી પ્રતિભાને ઓળખી શકશો. તમને ઘણી નવી તક મળી શકે છે. આત્મવિશ્વાસની સાથે આગળ વધી શકો છો. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.

હેલ્થઃ સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી.

ઉપાયઃ ઘરની બહાર પક્ષીઓ માટે પાણી રાખવું.​​​​​​​
--------

કુંભ રાશિ-

પોઝિટિવઃ આજે માન-સન્માન મળશે. તમારી ઈચ્છા પૂરી થશે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. ત્તિન સાથે જોડાયેલા કામનું પ્લાનિંગ થશે.

નેગેટિવઃ બિનજરૂરી વિવાદથી દૂર રહેવું. કરજ ન લેવું. પૈસા અને મહત્વના દસ્તાવેજો સંભાળીને રાખવા. સંતાનના કામને લઈને પરેશાન રહેશો. પૈસાને લઈને કોઈની સાથે વિવાદ ન કરવો. આજે રોકાણ પણ કરવું નહીં.

પરિવારઃ જીવનસાથીના સહકારથી ફાયદો થશે.

લવઃ આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.

કરિયરઃ સમસ્યાઓને હલ કરવાની કોશિશ કરશો. કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ આવશે. આત્મવિશ્વાસની ઓછો રહેશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં.

હેલ્થઃ સ્વાસ્થ્યને લઈને ચિંતા રહે, વધારે કાર્ય ન કરવું. આરામ કરવા માટે સમય કાઢવો.

ઉપાયઃ તુલસી પાસે દીવો કરવો.​​​​​​​
-----

મીન રાશિ

પોઝિટિવઃ નોકરીમાં વધારાની જવાબદારી મળી શકે છે. જેનાથી તમને લાભ થશે. ઓફિસમાં વ્યસ્ત રહેશો. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. પોતાની જાત માટે સમય કાઢી શકશો. પૈસા સાથે જોડાયેલી બાબતો ઉકાલાઈ જશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. જૂની યોજનામાં ફાયદો થશે.

નેગેટિવઃ આજનો દિવસ સંઘર્ષ ભર્યો રહેશે. એકલતા અનુભવી શકશો. ઉત્સાહમાં આવીને કામ કરવાથી નુકસાન થઈ શકે છે..ખર્ચમાં વધારો થશે.

પરિવારઃ પતિ-પત્ની વચ્ચેની ગેજસમજ દૂર થઈ શકે છે.

લવઃ સંબંધમાં વિવાદ થઈ શકે છે. તેમજ પાર્ટનરની સાથે ગેરસમજ ઉભી થવાની સંભાવના છે.

કરિયરઃ નવી યોજના બનાવી શકશો. પોતાના કાર્યને સફળ બનાવાનાં પ્રયાસમાં માનસિક તણાવ મહેસૂસ કરી શકો છો.

હેલ્થઃ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. તમારું મન ખુશ રહેશે.

ઉપાયઃ પૂર્વ દિશામાં આસોપાલવના પાન ઉપર ઘીનો દીવો કરવો.​​​​​​​

X
daily astrology predictions 22 July
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી