• Home
  • Dharm Darshan
  • Rashi Upay
  • 21 જુલાઈનું રાશિફળ/વૃષભ રાશિના લોકોએ શાંત રહેવું, મિથુન રાશિના જાતકોને કાર્યમાં સફળતા પ્રાપ્ત થશ

21 જુલાઈનું રાશિફળ / વૃષભ રાશિના લોકોએ શાંત રહેવું, મિથુન રાશિના જાતકોને કાર્યમાં સફળતા પ્રાપ્ત થશેધર્મ ડેસ્ક : 21 જુલાઈ, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.ધર્મ ડેસ્ક : 21 જુલાઈ, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમ

21 જુલાઈનું રાશિફળ/વૃષભ રાશિના લોકોએ શાંત રહેવું, મિથુન રાશિના જાતકોને કાર્યમાં સફળતા પ્રાપ્ત થશ

Divyabhaskar.com

Jul 21, 2019, 07:53 PM IST

ધર્મ ડેસ્ક : 21 જુલાઈ, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.

મેષ રાશિ-

પોઝિટિવ- સતત કામ કરવા રેહવાથી તમે માનસિક તણાવ અનુભવી શકો છો. શક્ય હોય તો તણાવથી બચવું અને કોઈ પણ શારીરિક જોખમ ન લેવું. તમે નિયમિત બાબતોને લઈને બેચેની મહેસૂસ કરી શકો છો. તમે આરામ કરવા માટે સમય કાઢવાનું પસંદ કરશો.

નેગેટિવ- નાની નાની બાબતોનો વિચાર કરવો નહીં. નાણાં ભીડ વધી શકે છે. વધારાનો ખર્ચ પણ થઈ શકે છે. રહસ્યની વાત જાહેર થઈ જવાથી તમારી છાપ બગડી શકે છે. કરિયર અને ભવિષ્યને લઈને આજનું કામ આવતીકાલ ઉપર ન ટાળવું. અમુક લોકો તમને પરેશાન કરી શકે છે. નાણાં સાથે જોડાયેલી જૂની વાત તમારી સામે આવી શકે છે. તમારી ઈજ્જત બચાવવા અથવા પ્રભાવ જમાવી રાખવા માટે ખોટું બોલી શકો છો.

પરિવાર- પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે અને એકબીજાની વધુ નજીક આવશે.

પ્રેમ- સંબંધ તમારાં માટે પહેલાં કરતા વધારે મહત્વપૂર્ણ બની જશે. પ્રેમ સંબંધનો સ્વીકાર કરવો.

કરિયર- નોકરી અને ધંધા માટે સમય સામાન્ય છે. તમે સતત કામ કરતાં હોવાથી કામમાંથી બ્રેક લેવાની જરૂરત મહેસૂસ થશે. ​​​​​​​​​​​​​​

હેલ્થ- તમારા સ્વાસ્થ્યને લઈને કોઈ પણ વાતની ઉપેક્ષા કરવી નહીં. એ પહેલાં કે તમે કોઈ મોટી બીમારી થાય તે પહેલાં સ્વાસ્થ્યને લઈને સાવચેત થઈ જવું.

ઉપાય- હનુમાન મંદિરમાં સિંદૂરનું દાન કરો.
-----

વૃષભ રાશિ્-

પોઝિટિવ- સ્વભાવમાં ચીડિયાપણું ઓછું થશે, પરંતુ પરિસ્થિતિ, મનની ચંચળતા પર કાબૂ મેળવવો જરૂરી છે. શાંત રહેવું અને પ્રતીક્ષા કરવી અને જોવું કે સંસારમાં તમારા માટે શું છે. સમસ્યા બાદ તમે શાંતિ અનુભવી શકશો.

નેગેટિવ- આજે સાવધાનીપૂર્વક કામ કરવું. ઉતાવળ કરવાથી કામ બગડી શકે છે. તમારું રહસ્ય પણ તમે જાહેર કરી શકો છો. ઘણા કામમાં તમે વ્યસ્ત રહેશો. તમારા અમુક કામ અધૂરા રહેશે. આપ આક્રમક બની શકો છો. ઘર પરિવારમાં મુંઝવણની સ્થિતિ બની શકે છે.

પરિવાર- જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.

પ્રેમ- વિપરીત પરિસ્થિતિઓમાં તમારા પાર્ટનરનો સાથ મળી રહેશે. તમારા પાર્ટનર પાસેથી તમને હિંમત મળી શકશે.

કરિયર- કરિયરમાં સમસ્યા આવી શકે છે, જેનાથી બચી નહીં શકાય. સફળતા પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ માત્ર પરિશ્રમ કરવાથી સફળતા મળશે.

હેલ્થ- મૂડ ખરાહ રહેશે. તમે સમસ્યાને કારણે થાક અને તણાવ મહેસૂસ કરી શકો છો.

ઉપાય- ઘઉં અથવા કોઈ અન્નનું દાન કરો.

----------
મિથુન રાશિ-

પોઝિટિવ- આજે એક મોટો ફેરફાર થાય તેવા સંકેત મળી રહ્યા છે. કરિયર ક્ષેત્રે સફળતા મળી શકે છે અને સકારાત્મક, સાહસિક અને યોગ્ય નિર્ણય લેવો જેનાથી તમને લાભ થશે. આક્રમકની સાથે સકારાત્મકતા જોવા મળે.

નેગેટિવ- ઉત્સાહમાં આવીને કામ કરશો તો મુશ્કેલી ઊભી કરશો. એકલવાયું લાગશે. પૈસાની બાબતમાં મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

પરિવાર- લગ્નજીવનમાં મુશ્કેલી આવી શકે છે. વિચારીને આગળ વધવું.

પ્રેમ- પ્રેમ અને પરિવારમાં સકારાત્મક વાતાવરણ રહેશે. પાર્ટનરનો સાથ મળશે.

કરિયર- પોતાના કાર્ય પર ધ્યાન આપવું. આવનાર દિવસોમાં ઘણી નવી વસ્તુની શોધ કરવામાં આવશે. તમારી પાસે બીજા પર મજબૂત છાપ છોડી જવાની ક્ષમતા છે.

હેલ્થ- સ્વાસ્થયની રીતે આજનો દિવસ તમારા માટે સારો રહેશે.

ઉપાય- કોઈપણ મંદિરમાં ઘીનો દીવો કરવો.

------

કર્ક રાશિ-

પોઝિટિવ- આજે તમારા ભાગ્ય પર વિશ્વાસ રાખવો. કોઈ પણ કામ એટલું જ કરવું જેટલું તમે કરી શકો અને તણાવ મુક્ત રહેવું. સંબંધોમાં નસીબનો સાથ મળી રહેશે. કુદરત અને પોતાના દિલની વાત સાંભળવી.

નેગેટિવ- ભાગદોડ રહેશે. દરેક કામમાં અવરોધ આવી શકે છે. ભાગ્યનો સાથ ઓછો મળશે. અમુક લોકો ઉપર બિનજરૂરી ગુસ્સો કરશો. સમજ્યા વગરની ખરીદી નુકસાન કરી શકે છે. સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે. સાવધાન રહેવું. ખર્ચ વધી શકે છે.

પરિવાર- લગ્નજીવન સામાન્ય રહેશે.

પ્રેમ- પ્રેમ અને સંબંધોમાં ફેરફાર કરવામાં સંકોચ ન કરવો. જ્યારે તમે એક દિશા તરફ આગળ વધો છો ત્યારે સાકારાત્મક પરિસ્થિતિ પોતાની જાતે બનશે.

કરિયર- કામના સ્થળે તમે તણાવમાં રહેશો અને થાક અનુભવી શકશો. તમારે કાર્ય પર ધ્યાન આપવું અને તેને જ મહત્વ આપવું.

હેલ્થ- તમે પોતાની ક્ષમતા કરતા વધારે કાર્ય કર્યું હોવાને કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા પેદા થશે. તેથી બને તો કામ ઓછું કરવું.

ઉપાય- ચહેરા ઉપર ગુલાબજળ લગાવવું.

----------

સિંહ રાશિ-

પોઝિટિવ -આજનો દિવસ તમારું નસીબ બદલી શકે છે. પરિસ્થિતિમાં અચાનર બદલાવ આવી શકે છે, જે તમારા માટે રોમાંચકારી હોય શકે છે. જો કોઈ કાર્યમાં વ્યસ્ત હોવ તો થોડો સમય કાઢવો. જો કે આજનો દિવસ તમારા માટે સારો રહેશે.

નેગેટિવ- કોઈ નિર્ણય તમારી કલ્પનાના આધારે કરવો નહીં. નકારાત્મક વિચાર તમારા મનમાં આવી શકે છે. આજે મહત્વની બાબતને લઈને નિર્ણય કરશો. મુશ્કેલી આવશે. કામ અધૂરા રહી શકે છે. કામ શરૂ કરવા માટે આત્મવિશ્વાસનો અભાવ રહેશે.

પરિવાર- પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે.

પ્રેમ- પ્રેમ અને સંબંધો માટે સમય અનુકુળ રહેશે. તમે નવી લવ લાઈફને ખુશ રહેશો, સંબંધોમાં તાજગી અનુભવશો.

કરિયર- નવા અને રોમાંચક પરિવર્તન આવી શકે છે, આ એક નવી પરિયોજના અથવા કરિયરમાં થઈ શકે છે. નવા પ્રોજેક્ટ માટે તમારી મહેનતથી તમને લાભ મળશે.

હેલ્થ- હેલ્થ માટે સારો સમય છે. પોતાની જાતને વધું પડતી ચિંતાથી બચાવી. માનસિક થાક અનુભવી શકો છો.

ઉપાય - જેઠીમધ ખાવું.

--------------
કન્યા રાશિ-

પોઝિટિવ
આજે તમે ભૌતિક સુખ શાંતિ, ધન , સંપત્તિ અને જીવનમાં સારી વસ્તુની અપેક્ષા રાખી શકો છો. તમારો દિવસ સુખ-સુવિધાની સાથે પસાર થવાનાં સંકેત છે. તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું.

નેગેટિવ- પરિવાર અને કામ વચ્ચે સંતુલન નહીં રહે. કેટલીક સમસ્યાઓ ઉકેલવામાં તમને વધુ સમય લાગી શકે. ખોટા વિચારો તમને પરેશાન કરશે. ખર્ચ થશે. સમજી વિચારીને અથવા કોઈની સલાહ લઈને રોકાણ કરવું.

પરિવાર- જીવનસાથીની સાથે સંબંધો સુધરશે. અપરિણિત લોકોના પ્રેમસંબંધમાં તણાવ વધી શકે.

કરિયર- જીવન અને કરિયરમાં તમે ઝડપથી આગળ વધી શકો છો. નવી તર અથવા નવું કાર્ય કરવાનાં સંકેત મળી શકે છે.

પ્રેમ- પોતાના સંબંધોને સમય અને સન્માન આપવું. આગળ વધવા માટે અને ભવિષ્યની યોજનાઓ વિશે વિચાર કરવાનો સમય છે.

હેલ્થ- સ્વાસ્થ્યને લઈને દિવસ સારો રહેશે. અત્યારે હેલ્થવે લઈને કોઈ સમસ્યા નહીં આવે.

ઉપાય- ફણગાવેલા મગ ખાવા.

-----------

તુલા રાશિ-

પોઝિટિવ- ભાગ્યનું ચક્ર તમારો આત્મવિશ્વાસ વધારશે. આજે દરેક બાબતમાં આત્મવિશ્વાસની સાથે તમે આગળ વધશો. તમારા સકારાત્મક વિચારોને કારણે ઘણી બાબતોમાં તમે જીત પ્રાપ્ત કરી શકશો.
નેગેટિવ- ગુપ્ત વાત જાહેર થઈ જવાથી તમારી મુશ્કેલી વધશે. કરિયરમાં આગળ વધવા માટે તમારા રહસ્યને કોઈને ન જણાવવું. કામનું ભારણ રહેશે. ખર્ચ વધશે. તમારી સામે પડકારજનક સ્થિતિ આવી શકે છે. કોઈ નવું કામ હાથમાં ન લેવું.

પરિવાર- લગ્નજીવનમાં નવી ખુશીઓ આવશે.

કરિયર- નસીબ તમને સાથ આપશે અને તમે સકારાત્મક, સાહસિક અને યોગ્ય નિર્ણય લઈ શકશો. તમને શાંતિ પ્રાપ્ત થશે.

પ્રેમ- સંબંધોમાં આગળ વધવાના સંકેત છે. તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર આવી શકે છે અને સંબંધ માટે સમય આપવો.

હેલ્થ- સ્વાસ્થ્ય માટે દિવસ સારો છે. વધારે પડતા વ્યસ્ત હોવાને કારણે માનસિક રીતે થાક અનુભવી શકો છો.

ઉપાય- કોઈ મંદિરમાં પીળી મીઠાઈ ચઢાવવી.

----------
વૃશ્ચિક રાશિ-

પોઝિટિવ- આજે જીવનનાં સર્જનાત્મક પક્ષ સાથે જોડાવું. તમારી અંદરના વ્યવહારિક જ્ઞાન છે તેને સ્વાભાવમાં પણ લાવવાની જરૂર છે. નુકસાન થવાના સંકેત છે એટલે તમારા જ્ઞાન પર વિશ્વાસ રાખવો અને વસ્તુની ખરીદી પર ભાવતાલ કરવો.

નેગેટિવ- પરિવારના સંબંધોમાં મધુરતા ઓછી થશે. તમારી ઈમેજ ખરાબ થવાની ચિંતા પણ રહેશે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું.

પરિવાર- પરિવારના સંબંધોમાં મધુરતા ઓછી થશે.

પ્રેમ- સંબંધને લઈને તમારા મગજમાં ઘણા સવાલો થશે, તમારા દિલમાં જ તેના જવાબ હશે.

કરિયર- તમે વધારે મહેનત કરી રહ્યા છો. જે કરી રહ્યા છો તેને હવે શાંતિથી કરવાની જરૂર છે અને તમારા પ્રયાસોને પરિણામમાં ફેરવવાનો સમય છે.

હેલ્થ- સ્વાસ્થ્ય માટે યોગ્ય સમય છે. મોસમી બીમારીથી સાવધાન રહેવું.

ઉપાય- ઘર અને ઓફિસની સફાઈ કરવી.

---------------

ધન રાશિ-

પોઝિટિવ- થાક અને તણાવના કારણે તમે ચિંતામાં રહેશો. આજે બની શકે તો કામ ઓછું કરવું. ઊતાવળના કારણે કામ બગડી શકે છે. તેથી શાંતિથી કાર્ય કરવું.

નેગેટિવ- ભાગદોડના કારણે ગુસ્સો વધશે. જૂના વિવાદમાં ન પડવું. તમારા મનમાં ખરાબ વિચારો આવી શકે છે. દુશ્મનો તમારા ઉપર હાવી થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ પણ વધશે. કામકાજમાં અવરોધ આવશે.

પરિવાર- તમને પાર્ટનરનો સહકાર મળશે નહીં.

પ્રેમ- આજે સંબંધ માટે સમય કાઢવો તમારા માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. વધારે વ્યસ્ત હોવાને કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે.

કરિયર- ઓફિસ અથવા ધંધા માટે આજનો દિવસ તમારા માટે સુસ્ત રહેશે. જવાબદારીને પહેલાં મહત્વ આપવું.

હેલ્થ- તણાવના કારણે સ્વસ્થ્ય સંબંધી સમસ્યા પેદા થઈ શકે છે. યોગ કરવા જેથી તમારું મન શાંત રહેશે.

ઉપાય- કોઈ મંદિરમાં પીળા કપડાંનું દાન કરવું.

-----------------------------

મકર રાશિ-

પોઝિટિવ- આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. આજે તમે મુસાફરી માટે બહાર જઈ શકો છો. પોતાની જાત માટે સમય કાઢવો. પરિવારની સાથે સારો સમય પસાર કરી શકો છો.

નેગેટિવ- સમજી વિચારીને બોલવું. મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ સાવધાની રાખવી. ખાવા-પીવાની ખરાબ આદત ઉપર નિયંત્રણ રાખવું.

પરિવાર- જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો. ખાસ કામનું પ્લાનિંગ કરી શકો છો.

પ્રેમ- લવ લાઈફ સારી રહેશે.

કરિયર- તમે મહેનત અને ઈમાનદારીથી કામ કરી રહ્યા છો જેથી તમને સારું પરિણામ જલ્દીથી મળશે. તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે.

હેલ્થ- સ્વાસ્થ્યને લઈને તમારો દિવસ સારો રહેશે.માનસિક શાંતિ મળશે.

ઉપાય- ચણાના લાડું વહેંચવા.

---------------

કુંભ રાશિ-

પોઝિટિવ- જ્યારે તમે એક દિશા તરફ આગળ વધી રહ્યા હશો એટલે નવી તકો મળશે. આરામ કરવો અને પોતાના સંબંધો પ્રત્યે ધ્યાન આપવું. તમારી કોઈ એક ઈચ્છા પૂરી થશે. તમારા અંતર આત્માના અવાજ પર વિશ્વાસ કરવો.

નેગેટિવ- કામકાજને લઈને ભાગદોડ કરવી પડશે. ખર્ચ વધી શકે છે. ઘરના રિપેરિંગમાં તમે ઈચ્છતા ન હોવા છતા ખર્ચ થઈ શકે છે. પરિસ્થિતિને સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. કામમાં મન લાગશે નહીં. કામનું ભારણ રહેશે. અચાનક એવી સ્થિતિનું નિર્માણ થશે જેનાથી તમારું મૂડ ખરાબ થઈ શકે છે.

પરિવાર- લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ હલ થઈ જશે.

પ્રેમ- પાર્ટનરને સમય આપવો, નહીં તો સંબંધમાં તિરાડ પડી શકે છે.

કરિયર- પોતાના કાર્યક્ષેત્રમાં ફેરફાર કરવાથી ડરવું નહીં. વિચારો પ્રમાણે યોજના તૈયાર કરવી.

હેલ્થ- હેલ્થ માટે સમય યોગ્ય છે. કોઈ મોટો ફેરફાર નથી. મોસમી બીમારીથી સાવધાન રહેવું.

ઉપાય- શનિદેવને તેલ ચઢાવવું

---------

મીન રાશિ-

પોઝિટિવ- આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. સમસ્યાથી ઘેરાયેલાં રહેશો. પોતાનું ધાર્યું કાર્ય ન થાય. કરિયરમાં સફળતા પ્રાપ્ત નહીં થાય.

નેગેટિવ- ઓફિસમાં પડકારજનક સ્થિતિ બની રહી છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. મુશ્કેલી વધશે. મિત્રો કે નજીકના લોકો સાથે અણબનાવ થઈ શકે છે. સાવધાન રહેવું. તમને બેચેની પણ થઈ શકે છે. નાની નાની વાતને લઈને ઉગ્ર ન બનવું. બિઝનેસમાં વિરોધીઓ તમને નીચા દેખાડવાની કોશિશ કરશે. કોઈ કામ અધુરું છોડવું નહીં. જો અધુરું કામ છોડશો તો નુકશાન થઈ શકે છે.

પરિવાર- જીનવસાથીની કોઈ વાત તમને ગુસ્સો અપાવી શકે છે. સંભાળીને રહેવું. તમારા સંબંધો ઝડપથી સુધરશે.

કરિયર- આજે કંઈક નવું કરવાની તક ઉભી થશે. વધારે ઉત્સાહિત ન થવું. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં વિચારવું. પોતાનું ખાસ ધ્યાન રાખવું.

પ્રેમ- લગ્નનો યોગ છે. તમારા જીવનમાં કોઈ વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે. તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવી.

હેલ્થ- સ્વાસ્થ્ય યોગ્ય રહેશે જો કે નકારાત્મક વિચારોને કારણે તમારો સ્વાભાવ ચિડિયો થઈ શકે છે.

ઉપાય- ગાયને રોટલી ખવડાવવી.

X
21 જુલાઈનું રાશિફળ/વૃષભ રાશિના લોકોએ શાંત રહેવું, મિથુન રાશિના જાતકોને કાર્યમાં સફળતા પ્રાપ્ત થશ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી