18 જૂનનું રાશિફળ / આજે બે શુભ યોગ બની રહ્યા છે, મિથુન રાશિના જાતકોને જીવનસાથી સાથે સંબંધો મધુર બનશે

daily astrology predictions 18 June 2019

Divyabhaskar.com

Jun 18, 2019, 09:34 AM IST

ધર્મ ડેસ્ક: આજે સૂર્ય અને ચંદ્રમાની સ્થિતિના કારણે શુક્લ નામનો શુભ યોગ બની રહ્યો છે. આ સાથે જ પૂર્વાષાઢા નક્ષત્રથી મિત્ર નામનો વધુ એક યોગ બની રહ્યો છે. જેનો પ્રભાવ બધી રાશિ ઉપર પડશે. 18 જૂનનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.


મેષ-


પોઝિટિવ- ઉત્સાહ રહશે. નવી યોજનાઓ તમારા મનમાં રહેશે. ધીરજ રાખવી. પૈસા અને પરીવાર સાથે જોડાયેલી નવી વાત તમારા મનમાં આવી શકે છે. તમને નવી વાત જાણવા મળશે. સંતાન તરફ ધ્યાન આપવું. યાત્રાના યોગ છે. સંતાન સુખ મળશે. બિઝનેસમાં પ્રગતિ થશે.


નેગેટિવ- ગ્રહોની અશુભ સ્થિતિના કારણે મોટાભાગના કામમાં વિલંબ થશે. ફાલતુ ખર્ચ વધશે. ભાગદોડ રહેશે. અમુક કામ નિર્ધારિત સમય કરતા મોડા શરૂ થશે. જેની અસર તમારા બીજા કામ ઉપર પડશે. આજે તમે તમારી જાત ઉપર કાબૂ રાખી શકશો નહીં.


ફેમિલી- જીવનસાથી સાથે ગંભીર મુદ્દાને લઈને વાત કરવી નહીં.


લવ- લવ લાઈફમાં પરેશાની આવી શકે છે. મનની વાત કહી શકશો નહીં.


કરિયર- બિઝનેસમાં તમારે સંભાળીને રહેવું. સમજી-વિચારીને સોદો કરવો. જરૂરી મદદ ન મળવાના કારણે વિદ્યાર્થીઓ માટે દિવસ ઠીક ઠીક રહેશે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને સારું પરિણામ મળશે.


હેલ્થ- જૂની બીમારીના કારણે તમારી મુશ્કેલી વધશે. પેટની બીમારી થઈ શકે છે.


શું કરવું- કોઈ બ્રાહ્મણને ગમતી વસ્તુ દાન આપવી.

........................

વૃષભ-


પોઝિટિવ- ધીરજથી કામ કરવું. દરેક સ્થિતિમાં નવેસરથી વિચાર કરવો. તમને સફળતા મળશે. અચાનક યાત્રા થવાનો યોગ છે. પરીવાર માટે સમય કાઢવો પડશે. પ્રોફેશનલ લાઈફ સારી રહેશે. લગ્નજીવનમાં મધુરતા રહેશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળશે.


નગેટિવ- મનોબળ નબળું પડી શકે છે. મનમાં અસુરક્ષાનો ભાવ રહેશે. અમુક સ્થિતિમાં ગૂંચવણ થશે. ગેરસમજ થવાની સંભાવના છે. સાવધાની રાખવી. કામમાં લાપરવાહી કરશો તો નુકસાન થઈ શકે છે.


ફેમિલી- લગ્નજીવનમાં સંબંધો મધુર બનશે.


લવ- પ્રેમ સંબંધમાં મુશ્કેલી સર્જાશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળશે.


કરિયર- બિઝનેસ માટે દિવસ સારો રહેશે. નોકરીમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.


હેલ્થ- ખાવાપીવામાં ધ્યાન રાખવું.


શું કરવું - ગાયને રોટલી આપવી.

................................

મિથુન-


પોઝિટિવ- આજે લીધેલા નિર્ણયનો ફાયદો આવનાર દિવસોમાં થશે. વિશ્વાસપાત્ર મિત્રોની મદદ મળશે. બીજાની મદદ કરવાની તક મળશે. તમારા વિચારો હકારાત્મક રહેશે. નવું કરવાનું વિચારી શકો છો. પ્રેમ સંબંધ મધુર બનશે. જીવનસાથીનો સહકાર મળશે.


નેગેટિવ- આજે સાવધાનીપૂર્વક કામ કરવું. કોઈ વાતનો નિર્ણય ત્યા સુધી ન લેવો જ્યાં સુધી તેને સમજો નહીં. બધા વિકલ્પો વિચારીને નિર્ણય લેવો. નોકરી અને બિઝનેસની બાબતમાં ઉતાવળ ન કરવી. કામને સમયસર પૂરું કરવું.


ફેમિલી- જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે.


લવ- પ્રેમી સાથે ગંભીર મુદ્દાને લઈને વાતચીત થઈ શકે છે. નવા વ્યક્તિ સાથે મુલાકાત થવાના યોગ છે.


કરિયર- નોકરી માટે લોકો સાથે સાવધાનીથી વાત કરવી. બિઝનેસમાં મહેનત વધારે અને લાભ ઓછો થશે. વિચારીને રોકાણ કરવું.


હેલ્થ- સ્વાસ્થ્યને લઈને મુશ્કેલી આવી શકે છે. આળસ અને થાક રહેશે.


શું કરવું- માટીના તૂટેલા વાસણો ઘરમાંથી દૂર કરવા.

...........................

કર્ક-


પોઝિટિવ- આજે તમારો આત્મવિશ્વાસ વધશે. મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થશે. ધંધાને લઈને યાત્રા થશે. ભાઈ-બહેન અને સાથે કામ કરનાર તમારી મદદ કરશે. સ્થિતિ ધીમે ધીમે તમારા નિયંત્રણમાં થશે.


નેગેટિવ- તમને ઘણી બાબતમાં ભાગ્યનો સાથ મળશે નહીં. તમને મહેનતનું ફળ મળશે નહીં. બિનજરૂરી વિચારમાં સમય ખરાબ થશે. અમુક પ્રકારની ચિંતા તમને રહેશે. અમુક લોકો તમારાથી નારાજ રહેશે. નોકરીમાં એવી જવાબદારી મળશે જે તમને બોજ લાગશે.


ફેમિલી- લગ્નજીવન સુખી રહેશે. પ્રેમ સંબંધ મધુર બનેશે. દિવસ તમારી ફેવરમાં રહેશે.


લવ- મૂડ સારો રહેશે. પાર્ટનર તરફથી પ્રેમ મળશે.


કરિયર- ધંધાને લઈને યાત્રા થઈ શકે છે. ખાસ કામો અધૂરા પણ રહી શકે છે. વાતચીત કરતી વેળાએ સાવધાન રહેવું. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.


હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.


શું કરવું- મંદિરમાં અનાજનું દાન કરવું.
..........................

સિંહ-


પોઝિટિવ- ઓફિસમાં દરેક કામ સારી રીતે કરવાની કોશિશ કરશો. કામમાં જે પણ અવરોધ આવશે, તેમાથી શીખવા મળશે. તમને આગળ વધવાની નવી તક મળશે. મિત્રો પાસેથી ભેટ મળી શકે છે. ફરવામાં અને મનોરંજનમાં સમય વિતશે. બીજાની મદદ કરવામાં પાછળ હટવું નહીં.


નેગેટિવ- પરીવાર અને પૈસા સાથે જોડાયેલી બાબતને ગુપ્ત રાખવી. તમારી મુશ્કેલી વધી શકે છે. કામમાં મન લાગશે નહીં. જરૂર પડે તો કોઈ બદલાવ માટે સંકોચ કરવો નહીં. વાહનથી સંભાળવું. તમારા શોખ ઉપર કાબૂ રાખવો. તમારો વ્યવાહર કડક રહેશે. નજીકના લોકો તમારાથી નારાજ થશે.


ફેમિલિ - લગ્નજીવન સારું રહેશે.


લવ- પાર્ટનર તરફથી ભેટ મળશે.


કરિયર- બિઝનેસ માટે દિવસ સારો નથી. સાવધાન રહેવું. મેહનત કરતા રહેવું, જેનું ફળ આજે નહીં મળે.વિદ્યાર્થીઓએ સફળતા માટે વધારે મહેનત કરવી પડશે.


હેલ્થ- આળસ અને થાક લાગશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


શું કરવું- ભગવાન સૂર્યની ઉપાસના કરવી.


............................

કન્યા-


પોઝિટિવ- આજે પાર્ટનરનો સહકાર મળશે. આજે ફાયદો પણ થશે. તમે બુદ્ધિ અને ચતુરાઈના કારણે દુશ્મનો ઉપર ભારે પડશો. કપડાંનો બિઝનેસ કરનાર લોકો માટે દિવસ સારો રહેશે. લગ્નજીવનમાં ખુશીઓ આવશે. પોતાના ઉપર વિશ્વાસ રાખો.રોજિંદા કામ સરળતાથી પૂરા થશે.


નેગેટિવ- સમજી-વિચારીને વાત કરવી. કોઈ સાથે વધારે પડતી સલાહભરી વાત કરવાથી ફાયદો થશે નહીં. પૈસાને લઈને કોઈ સાથે અણબનાવ થઈ શકે છે. ઓફિસમાં પડકારજનક સ્થિતિનું નિર્માણ થશે. નાની નાની વાતમાં ગુસ્સો આવશે. માર્ગ ઉપર સંભાળીને ચાલવું. બિઝનેસમાં વિરોધીઓ તમને નીચા બતાવવાની કોશિશ કરશે.


ફેમિલી- પત્નની કોઈ વાત તમને ગુસ્સો અપવાશે. સંભાળીને રહેવું. તમારા સંબંધો ઝડપથી સુધરશે. લગ્નજીવનમાં ખુશીઓ આવશે.


લવ- પ્રેમ સંબંધ સારો રહેશે.


કરિયર- બિઝનેસમાં વિરોધીઓ તમને નીચા બતાવવાની કોશિશ કરશે. ખર્ચમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. સફળતા મળશે.


હેલ્થ- તણાવ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


શું કરવું- ગાયને ઘાસ આપવું.

........................

તુલા-


પોઝિટિવ- આજે તમે પરેશાનીમાંથી બહાર નિકળવાની કોશિશ કરશો અને તેમા સફળ પણ થશો. પૈસા કમાવવાની રીત જાણી શકશો. નવી યોજનાઓ બનશે. તમે જ કરશો તેમાં લોકો સહમત થશે. જૂના કામમાંથી તમને મદદ મળશે. ધારેલા કામ પૂરા થશે. તમારી માનસિક સ્થિતિની અસર બીજા ઉપર પડવા ન દેવી. રોકાણમાંથી ફાયદો થશે. પ્રેમ સંબંધ મજબૂત બનશે.


નેગેટિવ- પાર્ટનરશિપ સાથે જોડાયેલા પ્રશ્નોથી મુશ્કેલી વધશે. નજીકના મિત્ર સાથે અણબનાવ થઈ શકે છે. મૂડ ખરાબ થઈ શકે છે. બીજા ઉપર વધારે પડતો ભરોસો કરવો નહીં. મહેનત વધારે કરવી પડશે. ધંધામાં પણ વ્યસ્ત રહેશો.


ફેમિલી- પરીવારમાં સારો પ્રશંગ આવશે.

લવ- પ્રેમ સંબંધમાં સફળતા મળવાનો યોગ છે.


કરિયર- જરૂર કરતા વધારે કામ તમારા માથે લઈને ફસાઈ શકો છો. કામનું ભારણ રહેશે. વિદ્યાર્થીઓએ પણ વધુ મહેનત કરવી પડશે.


હેલ્થ - જૂની બીમારીમાં રાહત મળવાની સંભાવના છે.


શું કરવું- નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરવી.

.......................

વૃશ્ચિક-


પોઝિટિવ- કામને લઈને જે સમસ્યાઓ છે તે હલ થઈ જશે. કોર્ટ-કચેરીની બાબતમાં સફળતા મળશે. સંપત્તિની બાબતમાં ફાયદો થશે. પરીવારનો સહકાર મળશે. પ્લાનિંગ મુજબ કામ થશે અને તેમા સફળ થશો. ધીરજ સાથે કરવામાં આવેલા નિર્ણયથી તમને ફાયદો થશે. દરેક કામ સમજી વિચારીને કરવાથી લાભ થશે.


નેગેટિવ- મૂંઝવણ રહેશે. કામમાં મન લાગશે નહીં. પ્રયત્નો મુજબ સફળતા મળશે નહીં. જેનાથી તમે ઉદાસ થશો. ધંધામાં ખર્ચ થશે. નોકરીમાં મુશ્કેલી આવશે.


ફેમિલી- લગ્નજીવનમાં તણવા રહેશે. જીવનસાથી તમારી વાતને મહત્વ આપશે નહીં.


લવ- પ્રેમ સંબંધ માટે સારો દિવસ નથી.


કરિયર-ઓફિસમાં તમને ન ગમતી સ્થિતિ બની શકે છે. વધારાની જવાબદારી તમે સામેથી લેશો. અટવાયેલા પૈસા પરત મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.


હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ઊંઘ ઓછી આવશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


શું કરવું- નારિયેળ પાણી પીવું.

..........................

ધન -


પોઝિટિવ- પોતાની જાતને સાબિત કરવાની તક મળશે. તમે હકારાત્મક રહેશો. પરીવારમાં ધ્યાન આપવું. આજે તમે લોકોને મદદ કરશો. તમારે નેતૃત્વ કરવું પડશે. ભૌતિક સુખ મળશે. સંતાન સાથેના સંબંધો સુધરશે.


નેગેટિવ- ચંદ્રમાની સ્થિતિના કારણે આજે પરેશાન રહેશો. પરીવાર માટે અમુક ઈચ્છાઓને જતી કરવી પડશે. કોઈ નવું કામ શરૂ કરવું નહીં. મન ઉદાસ રહેશે.ઓફિસમાં તમારી મુશ્કેલી વધશે. વિવાદ પણ થઈ શકે છે.


ફેમિલી- લગ્નજીવનમાં તણાવ રહેશે.


લવ- તમારી સાથે કોઈ લેવાદેવા નથી તેવી વાતને લઈને પાર્ટનર સાથે ઝઘડો થઈ શકે છે.


કરિયર- કામના સ્થળે સમસ્યા રહેશે. અપેક્ષા પ્રમાણે સફળતા મળશે નહીં. બિનજરૂરી કામમાં તમને રસ પડશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન ઓછું લાગશે.


હેલ્થ- કમરમાં દુખાવો અને પેટની બીમારી થઈ શકે છે.


શું કરવું- પક્ષીઓને ચણ નાખવી.

.........................

મકર-


પોઝિટિવ- પોતાની જાતને શાંત રાખવી. તમે તમારો પક્ષ સારી રીતે રજૂ કરી શકશો. બિઝનેસ સાથે જોડાયેલી યાત્રા થઈ શકે છે. તમને પ્રેમનો પ્રસ્તાવ મળી શકે છે. અટવાયેલા પૈસાને લઈને મનમાં નવી યોજના આવી શકે છે. વ્યસ્ત રહેશો. કામકાજ વધુ રહેશે.


નેગેટિવ- ધારેલા કામ પૂરા નહીં થાય. ભાઈ અને મિત્રની મદદ ન મળવાના કારણે મુશ્કેલી સર્જાશે. બેચેની લાગશે. જોખમ લઈ શકો છો. પરીવારને લઈને સમસ્યા વકરશે. નજીકના લોકો તમારો લાભ ઉઠાવશે.


ફેમિલી- પરીવારને લઈને સમસ્યા વકરશે.


લવ- પ્રેમનો પ્રસ્તાવ મળી શકે છે. આ વાતને ગંભીરતાથી લેવી.


કરિયર- રોકાણને લઈને તમારે સંભાળીને રહેવું પડશે. તમારા કામ અટવાશે. નજીકના લોકોની મદદ ન મળવાના કારણે દુ:ખી રહેશો. વિદ્યાર્થી માટે દિવસ સારો રહેશે.


હેલ્થ- મૌસમી બીમારી રહેશે, જૂની બીમારી પણ મુશ્કેલી વધારશે.


શું કરવું- ભગવાન સૂર્યને જળ ચઢાવવું.

.....................


કુંભ-


પોઝિટિવ- પરીવારની જવાબદારી વધુ રહેશે. ખરીદી થઈ શકે છે. બાકી હિસાબ ચૂકવાઈ જશે. બિઝનેસમાં જરૂરી કામની યોજના બનશે. મધુર વાણીથી કામ કરાવી લેશો. તમારી કાર્યક્ષમતા આવનાર દિવસોમાં તમને લાભ અપાવશે. લોકો પાસેથી શિખવાની કોશિશ કરવી.


નેગેટિવ- બિઝનેસમાં પૈસા અટવાય શકે છે. જોખમ ભરેલું રોકાણ કરવાથી બચવું. ચિંતા રહેશે. સાવધાન રહેવું. બીજાની સલાહ ઉપર વિશ્વાસ કરવો નહીં. કામની ગતિ ધીમી રહેશે.


ફેમિલી- જીવનસાથીની ભાવનાને ઠેસ પહોંચાડવી નહીં.


લવ- પાર્ટનર તમારાથી ખુશ રહેશે.

કરિયર- જોખમભરેલું રોકાણ કરવું નહીં. બિઝનેસમાં ધનહાનિ થઈ શકે છે. નવા કરાર કરવા નહીં. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.


હેલ્થ- સ્વાસ્થ્ય માટે દિવસ ઠીક ઠીક રહેશે.


શું કરવું- કોઈ ગરીબ કન્યાને ફ્રુટજ્યુસ પાવું.

..................................

મીન-

પોઝિટિવ- પૈસા સાથે જોડાયેલી ઘણી બાબત તમારી સમક્ષ આવશે. વિચારીને ખરીદી કરવી. રાજકીય બાબતમાં સફળતા મળશે. મોટા નિર્ણયો લઈ શકો છો. આત્મવિશ્વાસમાં વધારો થશે. બિઝનેસમાં નવી તક મળશે.


નેગેટિવ- કરિયર સાથે જોડાયેલા મોટા નિર્ણય કરવા માટે દિવસ સારો નથી. મિત્રો સાથે અણબનાવ થઈ શકે છે. પૈસા અટવાય શકે છે. મુશ્કેલી વધશે. મૂંઝવણ રહેશે. મનમાં ડર અને ચિંતા રહેશે.


ફેમિલી- લગ્નજીવનમાં સંબંધો મધુર બનશે.


લવ- લવ લાઈફ સારી રહેશે. સંબંધો સારા બનેશે.


કરિયર- બિઝનેસમાં નવું કરવાની તક મળશે. સંભાળીને રોકાણ કરવું. વિદ્યાર્થીઓ નિરાશ થઈ શકે છે.


હેલ્થ- તણાવમાંથી મુક્તિ મળશે.


શું કરવું- હનુમાન મંદિરમાં સિંદૂરનું દાન આપવું.

X
daily astrology predictions 18 June 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી