18 જુલાઈ 2019નું રાશિફળ / મીન રાશિના જાતકોને અચાનક ધનલાભ થશે, કન્યા રાશિના જાતકોના જૂના પ્લાનિંગ પૂર્ણ થશે

Daily astrology predictions 18 July

Divyabhaskar.com

Jul 18, 2019, 09:32 AM IST

મેષ રાશિ-

પોઝિટિવ- જૂની સમસ્યાનો ઉકેલ આવશે. નજીકના મિત્રો પાસેથી સલાહ લેવાથી ફાયદો થશે. નવા લોકો સાથે મુલાકાતનો યોગ છે. તમે જે કરવા ઈચ્છો છો તેમાં લોકોની મદદ મળશે. મિત્રો સાથે સંબંધ સુધરી શકે છે અને પ્રેમીને મળવાની ઈચ્છા પણ રહેશે. કોઈપણ કામ અને નિર્ણયને લઈને સંકોચ અનુભવશો નહીં. ખુશીથી દિવસ પસાર થશે.

નેગેટિવ- નાની નાની બાબતોનો વિચાર કરવો નહીં. નાણાં ભીડ વધી શકે છે. વધારાનો ખર્ચ પણ થઈ શકે છે. રહસ્યની વાત જાહેર થઈ જવાથી તમારી છાપ બગડી શકે છે. કરિયર અને ભવિષ્યને લઈને આજનું કામ આવતીકાલ ઉપર ન ટાળવું. અમુક લોકો તમને પરેશાન કરી શકે છે. નાણાં સાથે જોડાયેલી જૂની વાત તમારી સામે આવી શકે છે. તમારી ઈજ્જત બચાવવા અથવા પ્રભાવ જમાવી રાખવા માટે ખોટું બોલી શકો છો.

ફેમિલી- તમારો પ્લાન પાર્ટનરને બતાવો અને તેની સલાહ લો.

લવ- દાંપત્ય જીવન સુખમય રહેશે. અપરિણિત લોકોને પ્રેમ સંબંધોમાં સફળતા મળવાનો યોગ છે. પ્રેમની અભિવ્યક્તિ માટે સારો દિવસ છે.

કરિયર- ફાલતુ કામો માટે સમય બગાડવો નહીં. ધંધામાં ફાયદો કરાવે તેવા કરાર થવાના યોગ છે. નવો ધંધો અને નવા પ્રસ્તાવ પણ મળી શકે છે. વિદ્યાર્થીઓને ઘણી મહેનત પછી સફળતા મળશે. સમય પણ અનુકૂળ હોઈ શકે છે.

હેલ્થ- માથાનો દુઃખાવો અને કફને લગતા રોગો થઈ શકે છે. તબિયતની કાળજી રાખવી.

શું કરવું- હનુમાન મંદિરમાં સિંદૂરનું દાન કરો.

-------

વૃષભ રાશિ-

પોઝિટિવ- અંગત અને અન્ય કામકાજના જીવનમાં કેટલાંક સારા પરિણામનો યોગ છે. નોકરી અને ધંધામાં તમારા વ્યવહારને સુધારવાની જરૂર રહેશે. આજે તમારું દરેક કામ શાંતિથી પૂરું થશે. કામકાજમાં સફળતા મળવાની તક છે. નોકરીની બાબતમાં વ્યવહારુ રહેશો. આજે નવી યોજના બનાવી શકશો. નાની યાત્રા થઈ શકે છે. ભાઈ-બહેનની મદદ મળી શકે છે.

નેગેટિવ- આજે સાવધાનીપૂર્વક કામ કરવું. ઉતાવળ કરવાથી કામ બગડી શકે છે. તમારું રહસ્ય પણ તમે જાહેર કરી શકો છો. ઘણા કામમાં તમે વ્યસ્ત રહેશો. તમારા અમુક કામ અધૂરા રહેશે. આપ આક્રમક બની શકો છો. ઘર પરિવારમાં મુંઝવણની સ્થિતિ બની શકે છે.

ફેમિલી- જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.

લવ- આજે લવ લાઈફને લઈને સાવધાન રહેવું. પાર્ટનર સાથે મધુર વાતો કરવી.

કરિયર- આ રાશિના વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. અભ્યાસમાં મન લાગશે. રોકાણ સમજી વિચારીને કરવું.

હેલ્થ- ઈજા થઈ શકે છે. વાહનથી સંભાળવું. ખોરાક સંબંધી પરેશાની આવી શકે છે.

શું કરવું - ઘઉં અથવા કોઈ અન્નનું દાન કરો.

-----

મિથુન રાશિ -

પોઝિટિવ- રોજિંદા કામ પૂરાં થશે. પરિવર્તનને અપનાવવાનો દિવસ છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ઘર સંબંધી મુશ્કેલી ઉકેલાય જશે. બિઝનેસના કામને લઈને બહાર જવાનું થઈ શકે છે. તમારા ઉપર જવાબદારીઓ આવી શકે છે. મન લગાવીને કામ કરવું. યોગ્ય સમયે તેનું ફળ મળશે. તમારી યોજનાઓ પૂર્ણ થશે. શાંતિથી દિવસ પસાર થશે. આગામી દિવસોનું પ્લાનિંગ કરવું. અમુક બાબતોની ચર્ચા કરવી પડશે. સંતાનની પ્રગતિ થશે. ઘણા કામો પૂરાં થશે.

નેગેટિવ- ઉત્સાહમાં આવીને કામ કરશો તો મુશ્કેલી ઊભી કરશો. એકલવાયું લાગશે. પૈસાની બાબતમાં મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

ફેમિલી- લગ્નજીવનમાં મુશ્કેલી આવી શકે છે. વિચારીને આગળ વધવું.

લવ- પાર્ટનર સાથે સમય વિતાવવો. તેનાથી સંબંધો મજબૂત બનશે. સાથે કામ કરનાર પ્રત્યે આકર્ષણ વધી શકે છે.

કરિયર- કામના સ્થળે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કોઈને પૈસા ઉધાર આપવા નહીં. નોકરી અને બિઝનેસમાં મોટા વચનો આપવાથી બચવું.

હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થશે. જૂની બીમારી જતી રહેશે.

શું કરવું- કોઈપણ મંદિરમાં ઘીનો દીવો કરવો.
----

કર્ક રાશિ -

પોઝિટિવ- કામમાં મન લગાવવાની કોશિશ કરશો. તક મળે તો થોડો સમય એકલા વિતાવવો. ઘરમાં સામાનની ખરીદી કરી શકો છો. યાત્રાનો યોગ બની રહ્યો છે. દૂર રહેતા લોકો સાથે વાતચીત થઈ શકે છે.

નેગેટિવ- ભાગદોડ રહેશે. દરેક કામમાં અવરોધ આવી શકે છે. ભાગ્યનો સાથ ઓછો મળશે. અમુક લોકો ઉપર બિનજરૂરી ગુસ્સો કરશો. સમજ્યા વગરની ખરીદી નુકસાન કરી શકે છે. સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે. સાવધાન રહેવું. ખર્ચ વધી શકે છે.

ફેમિલી- લગ્નજીવન સામાન્ય રહેશે.

લવ- લવ પાર્ટનરનો વ્યવહાર તમને પરેશાન કરી શકે છે.

કરિયર- બિઝનેશને લઈને ચિંતા વધશે. સાથે કામ કરનાર લોકો પરેશાની વધારી શકે છે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.

હેલ્થ- મૌસમી બીમારી થઈ શકે છે.

શું કરવું - ચહેરા ઉપર ગુલાબજળ લગાવવું.
----

સિંહ રાશિ -

પોઝિટિવ- લોકો સાથે વાતચીત કરીને તમારે નેકવર્ક બનાવવું જોઈએ. તમારી કલ્પના તમને નવી વસ્તુઓ શીખવાડશે. બુદ્ધિશાળી વ્યક્તિની સલાહ મળી શકે છે.

નેગેટિવ- કોઈ નિર્ણય તમારી કલ્પનાના આધારે કરવો નહીં. નકારાત્મક વિચાર તમારા મનમાં આવી શકે છે. આજે મહત્વની બાબતને લઈને નિર્ણય કરશો. મુશ્કેલી આવશે. કામ અધૂરા રહી શકે છે. કામ શરૂ કરવા માટે આત્મવિશ્વાસનો અભાવ રહેશે.

ફેમિલી- પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો.

લવ- પાર્ટનર સાથે સમય વિતશે.

હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે.

શું કરવું - જેઠીમધ ખાવું.
----

કન્યા રાશિ-

પોઝિટિવ- આજે તમારી વાતને સારી રીતે રજૂ કરવામાં સફળ થશો. અચાનક ધનલાભ થવાની સંભાવના. એવું કામ કરશો જેનાથી ઘણા લોકોને ફાયદો થશે. આજે તમે સક્રિય રહેશો. રોજિંદા કામ સમયસર પૂરા થશે. તણાવની સ્થિતિમાં સંતુલન રાખશો. યોગ્ય સમયની રાહ જોવી. ધીરજ રાખવી. પરિવારમાં અને જીવનસાથી સાથે પહેલા કરતા સંબંધો સારા રહેશે. જૂના મિત્રો વિશે કોઈ સારા સમાચાર પણ મળી શકે.

નેગેટિવ- પરિવાર અને કામ વચ્ચે સંતુલન નહીં રહે. કેટલીક સમસ્યાઓ ઉકેલવામાં તમને વધુ સમય લાગી શકે. ખોટા વિચારો તમને પરેશાન કરશે. ખર્ચ થશે. સમજી વિચારીને અથવા કોઈની સલાહ લઈને રોકાણ કરવું.

ફેમિલી- જીવનસાથીની સાથે સંબંધો સુધરશે. અપરિણિત લોકોના પ્રેમસંબંધમાં તણાવ વધી શકે.

લવ- રોમાન્સ માટે સમય મળશે નહીં.

હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. પાણી સંબંધી તકલીફો વધી શકે.

કરિયર- કરજ લેવું પડશે. બિનજરૂરી ખર્ચ ન કરવો. જોખમ ભરેલું કામ કરવાથી બચવું. યોગ્ય સમયની રાહ જોવી. વિદ્યાર્થીઓને સફળતા મળશે.

શું કરવું - ફણગાવેલા મગ ખાવા

-------
તુલા રાશિ -

પોઝિટિવ- આજે દિનચર્ચામાં બદલાવ આવશે. તમને આરામ મળશે. તમે ખુશ પણ થશો. નવા અનુભવ થશે. નોકરી બદલવાનો મૂડ બનાવી શકો છો. પૈસાની બાબતમાં બીજા લોકો તમને મદદ કરી શકે છે. કરજ લેવું તમારા માટે સરળ રહેશે.

નેગેટિવ- ગુપ્ત વાત જાહેર થઈ જવાથી તમારી મુશ્કેલી વધશે. કરિયરમાં આગળ વધવા માટે તમારા રહસ્યને કોઈને ન જણાવવું. કામનું ભારણ રહેશે. ખર્ચ વધશે. તમારી સામે પડકારજનક સ્થિતિ આવી શકે છે. કોઈ નવું કામ હાથમાં ન લેવું.

ફેમિલી- લગ્નજીવનમાં નવી ખુશીઓ આવશે.

લવ- દિવસ સારો રહેશે. કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો.

કરિયર- બિઝનેસને લઈને યાત્રા થઈ શકે છે. નોકરી કે બિઝનેસમાં બદલાવ લાવવાનું વિચારી શકો છો. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. આગળ વધવાના યોગ છે.

હેલ્થ- તણાવ રહેશે. પેટમાં દુખાવો થઈ શકે છે.

શું કરવું- કોઈ મંદિરમાં પીળી મીઠાઈ ચઢાવવી.

---

વૃશ્ચિક રાશિ -

પોઝિટિવ- સમજી-વિચારીને જ મોટો નિર્ણય લેવો. લોકોના અભિપ્રાયને ધ્યાનથી સાંભળો. પૈસાના કારણે અટવાયેલા કામને પૂરું કરવામાં મોટા વ્યક્તિની તમને મદદ મળી શકે છે. બીજા લોકોને મદદ કરવાની ઘણી તક તમને મળશે. મિત્રોની મદદથી પણ ફાયદો થશે. આજે જે લોકો સાથે મુલાકાત થશે તેઓ આગળ જઈને તમને મદદ કરશે. નવા લોકોને મળવામાં ખચકાટ ન અનુભવો. સમય તમારી સાથે છે.

નેગેટિવ- પરિવારના સંબંધોમાં મધુરતા ઓછી થશે. તમારી ઈમેજ ખરાબ થવાની ચિંતા પણ રહેશે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું.

ફેમિલી- પરિવારના સંબંધોમાં મધુરતા ઓછી થશે.

લવ- પાર્ટનર સાથે બિનજરૂરી વાતોને લઈને વિવાદ થવાની સંભાવના છે. ધીમે ધીમે બધુ ઠીક થઈ જશે.

કરિયર- યાત્રા પર જવાનો કાર્યક્રમ બનશે. તમારી યાત્રા સુખદ રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય મુશ્કેલીભર્યો રહશે.

હેલ્થ- કોઈ વડિલના કારણે તમારી ચિંતા વધશે. પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

શું કરવું- ઘર અને ઓફિસની સફાઈ કરવી.
----

ધન રાશિ -

પોઝિટિવ- ખાસ કામમાં પરિવારના સભ્યની મદદ મળશે. તમને સારી તક મળશે. મધુર બોલીને તમારું કામ કરાવી શકશો. ખાસ કામમાં પહેલ તમારે કરવી પડશે. મનની વાત કહેવામાં સંકોચ ન કરો. પરીવાર સાથે સારો સમય પસાર થશે. હકારાત્મક અભિગમ રાખો.

નેગેટિવ- ભાગદોડના કારણે ગુસ્સો વધશે. જૂના વિવાદમાં ન પડવું. તમારા મનમાં ખરાબ વિચારો આવી શકે છે. દુશ્મનો તમારા ઉપર હાવી થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ પણ વધશે. કામકાજમાં અવરોધ આવશે.

ફેમિલી- તમને પાર્ટનરનો સહકાર મળશે નહીં.

લવ- પાર્ટનર તમારી ભાવનાને સમજી શકશે નહીં.

કરિયર- બિઝનેસમાં વધારે મહેનત કરવી પડશે. નોકરિયાતવર્ગને ભાગદોડ રહેશે. વિદ્યાર્થીઓએ સંભાળીને રહેવું.

હેલ્થ- સ્વાસ્થ્યને લઈને ચિંતા વધશે.

શું કરવું - કોઈ મંદિરમાં પીળા કપડાંનું દાન કરવું.
----

મકર રાશિ -

પોઝિટિવ- ધનલાભ થઈ શકે છે. મન દઈને મહેનત કરો તેનું ફળ મળશે. પરીવારના કામ પૂરા થશે. દિવસ સારો રહેશે. અટવાયેલા કામને પૂરા કરવામાં મિત્રનો સાથ મળશે.

નેગેટિવ- સમજી વિચારીને બોલવું. મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ સાવધાની રાખવી. ખાવા-પીવાની ખરાબ આદત ઉપર નિયંત્રણ રાખવું.

ફેમિલી- જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો. ખાસ કામનું પ્લાનિંગ કરી શકો છો.

લવ- લવ લાઈફ સારી રહેશે.

કરિયર- ભાગીદારીના ધંધામાં ફાયદો થશે. અટવાયેલા પૈસા મળશે. વિદ્યાર્થીઓને મહેનત કરતા સારું ફળ મળશે.

હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં દિવસ ઠીક ઠીક રહેશે.

શું કરવું- ચણાના લાડું વહેંચવા.
----

કુંભ રાશિ -

પોઝિટિવ- કામને પૂરું કરવામાં તમારું પૂરું ધ્યાન રહેશે. તમે જે રીતે કામને કરવા ઈચ્છતા હશો તે રીતે નહીં થાય. ધીરજ રાખવી. ચિંતા ન કરવી. સમયની સાથે સ્થિતિ સામાન્ય થઈ જશે. કોઈ એવા વ્યક્તિ સાથે વાતચીત થઈ શકે છે જે તમારી મુશ્કેલીઓને હલ કરશે.

નેગેટિવ- કામકાજને લઈને ભાગદોડ કરવી પડશે. ખર્ચ વધી શકે છે. ઘરના રિપેરિંગમાં તમે ઈચ્છતા ન હોવા છતા ખર્ચ થઈ શકે છે. પરિસ્થિતિને સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. કામમાં મન લાગશે નહીં. કામનું ભારણ રહેશે. અચાનક એવી સ્થિતિનું નિર્માણ થશે જેનાથી તમારું મૂડ ખરાબ થઈ શકે છે.

ફેમિલી- લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ હલ થઈ જશે.

લવ- પાર્ટનર માટે થોડો સમય કાઢો.

કરિયર- બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવશે. અભ્યાસ માટે કોઈ જગ્યાએ જવું પડશે.

હેલ્થ- કોઈ જૂની બીમારી તમારી મુશ્કેલી વધારી શકે છે. અનિંદ્રાથી થાક અનુભવાય.

શું કરવું - શનિદેવને તેલ ચઢાવવું
----

મીન રાશિ -

પોઝિટીવ - અચાનક ધન લાભ થાય. કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં અન્ય લોકોની સલાહ લેવી. નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. તેઓની મદદ પણ મળી શકે છે. આજે તમે તમારી વાતને જેટલી ગુપ્ત રાખશો તેટલો તમને ફાયદો થશે. આજે તમે બુદ્ધિના જોરે દુશ્મનોને હરાવી દેશો. લગ્નજીવનમાં ખુશી આવશે.

નેગેટિવ- ઓફિસમાં પડકારજનક સ્થિતિ બની રહી છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. મુશ્કેલી વધશે. મિત્રો કે નજીકના લોકો સાથે અણબનાવ થઈ શકે છે. સાવધાન રહેવું. તમને બેચેની પણ થઈ શકે છે. નાની નાની વાતને લઈને ઉગ્ર ન બનવું. બિઝનેસમાં વિરોધીઓ તમને નીચા દેખાડવાની કોશિશ કરશે. કોઈ કામ અધુરું છોડવું નહીં. જો અધુરું કામ છોડશો તો નુકશાન થઈ શકે છે.

ફેમિલી- જીનવસાથીની કોઈ વાત તમને ગુસ્સો અપાવી શકે છે. સંભાળીને રહેવું. તમારા સંબંધો ઝડપથી સુધરશે.

લવ- લવ લાઈફ સારી રહેશે. પાર્ટનર તમારી ઈચ્છા પુરૂ કરશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

કરિયર- બિઝનેસમાં વિરોધીઓથી સાવધાન રહેવું. નોકરીમાં અવરોધ આવી શકે છે. ખર્ચમાં વધારો થશે. વિદ્યાર્થીઓને સરળતાથી સફળતા મળશે.

હેલ્થ- તણાવ વધશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ગુસ્સો ન કરવો. ગળા અને મોઢાને લગતા રોગ થઈ શકે.

શું કરવું- ગાયને રોટલી ખવડાવવી.

X
Daily astrology predictions 18 July
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી