17 જુલાઈનું રાશિફળ / તુલા રાશિના જાતકોને નોકરી માં પ્રગતિ તક મળશે, કર્ક રાશિ માટે યાત્રાનો યોગ બનશે

Daily astrology predictions 17 July

Divyabhaskar.com

Jul 16, 2019, 06:58 PM IST

ધર્મ ડેસ્ક : 17 જુલાઈનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.

મેષ રાશિ -

  • પોઝિટિવ- આજે તમને મળનાર દરેક વ્યક્તિ સાથે વાત કરવા માટે ઉત્સુક રહેશો. તેમાં સંકોચ કરવો નહીં. પૈસા સાથે જોડાયેલું કામ પૂરું થશે. અટવાયેલું કામ પણ પૂરું થશે. તમે સારું બોલીને તમારું કામ કરાવી શકો છો. પરિવારના સંબંધોમાં સુધારો આવશે. તમારી કામ કરવાની રીતમાં બદલાવ કરો.
  • નેગેટિવ- કોઈ કામને સરળ સમજવું નહીં. તમારી સામે પડકારજનક સ્થિતિનું સર્જન થશે. તમારા માટે નિર્ણય કરવો મુશ્કેલ બનશે. તમે પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા છો તેવું અનુભવશો. બીજાની વાત ધ્યાનથી સાંભળવી.
  • ફેમિલી- જૂની સમસ્યા હલ થશે. જીવનસાથીનો પ્રેમ અને સહકાર મળશે.
  • લવ- તમારી ભાવનાને વ્યક્ત કરવા માટે સારો સમય છે.
  • કરિયર- બિઝનેસને લઈને ચિંતા રહેશે. ધીમે ધીમે બધુ ઠીક થઈ જશે. વિદ્યાર્થીઓ કોઈ સમસ્યામાં ફસાઈ શકે છે. મિત્રોની મદદ મળશે. આગળ વધવાની તક મળશે.
  • હેલ્થ- મૌસમી બીમારીથી મુશ્કેલી વધશે. ઈન્ફેક્શન થઈ શકે છે.
  • શું કરવું - જમતા પહેલા એક-એક કોળિયો ગાય અને કુતરાં માટે કાઢવો.

---------

વૃષભ રાશિ -

  • પોઝિટિવ- નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. જૂના કામને પૂરાં કરવા. ભવિષ્યને લઈને જે શંકા છે તે દૂર થશે. તમને જે પણ કહેવામાં આવે તેને ધ્યાનથી સાંભળવું. શાંતિ અને સંયમ રાખીને તમારે વાતને સમજવી પડશે.
  • નેગેટિવ- આજે ગોચર કુંડળીમાં ચંદ્રમાંથી સ્થિતિ સારી નથી. જેના કારણે તમારો ખર્ચ વધશે. લાપરવાહીના કારણે નુકસાન થઈ શકે છે. બિઝનેસ પાર્ટનર સાથે અણબનાવ થઈ શકે છે. ધન હાનિ થઈ શકે છે. ધારેલા કામ પૂરાં કરવામાં મુશ્કેલી થઈ શકે છે.
  • ફેમિલી- નજીકના લોકો તમારી સાથે ઝઘડો કરી શકે છે.
  • લવ - પાર્ટનરની ભાવનાનું સન્માન કરો. તેનાથી તમારા સંબંધો મજબૂત બનશે.
  • કરિયર- બિનજરૂરી ખર્ચ થઈ શકે છે. કામના ભારણના લીધે તમારી મુશ્કેલી વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.
  • હેલ્થ- ગળાની બીમારી થવાના યોગ છે. કોઈ જૂની બીમારી પણ પરેશાન કરી શકે છે.
  • શું કરવું- બે ઘૂટડાં ગંગાજળ પીવું.

-------

મિથુન રાશિ -

  • પોઝિટિવ- લોકો સાથે તમારા સંબંધો સારા થશે. તમારા માટે દિવસ ઠીક ઠીક રહેશે. ગ્રહોની સ્થિતિ તમારા માટે સામાન્ય છે. નજીકના લોકો સાથે તમારો વ્યવહાર સારો રહેશે. લોકો તમારી સલાહ લઈ શકે છે. આગામી દિવસોનું પ્લાનિંગ કરવું. અમુક બાબતોની ચર્ચા કરવી પડશે. સંતાનની પ્રગતિ થશે. ઘણા કામો પૂરાં થશે.
  • નેગેટિવ- રોજિંદા કામમાં કોઈની મદદ મળશે નહીં. ઉતાવળે નિર્ણય લેવાથી મુશ્કેલી વધશે. તમને નુકસાન પણ થઈ શકે છે. બીજાના અવરોધથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. જરૂર કરતા વધારે જોખમ લેશો. ખર્ચ વધશે. એકલવાયું લાગશે.
  • ફેમિલી- જીવનસાથીનો મૂડ સારો રહેશે.
  • લવ- કુંવારા લોકોને પ્રેમ થઈ શકે છે. સાથે કામ કરનાર પ્રત્યે આકર્ષણ વધી શકે છે.
  • કરિયર- વિદ્યાર્થીઓ ઉદાસ રહી શકે છે. પૈસાના વ્યવહારમાં સાવધાન રહેવું. કોઈને પૈસા ઉધાર આપવા નહીં. મહેનત વધારે કરવી પડશે, પરંતુ થોડા સમય પછી તેનું સારું પરિણામ મળશે.
  • હેલ્થ- જૂની બીમારી પરેશાન કરી શકે છે.
  • શું કરવું - પૂર્વ દિશામાં સૂર્યદેવને પ્રણામ કરવા.

-------

કર્ક રાશિ -

  • પોઝિટિવ- કામમાં મન લગાવવાની કોશિશ કરશો. તક મળે તો થોડો સમય એકલા વિતાવવો. ઘરમાં સામાનની ખરીદી કરી શકો છો. યાત્રાનો યોગ બની રહ્યો છે. દૂર રહેતા લોકો સાથે વાતચીત થઈ શકે છે.
  • નેગેટિવ- ભાગદોડ રહેશે. દરેક કામમાં અવરોધ આવી શકે છે. ભાગ્યનો સાથ ઓછો મળશે. અમુક લોકો ઉપર બિનજરૂરી ગુસ્સો કરશો. સમજ્યા વગરની ખરીદી નુકસાન કરી શકે છે. સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે. સાવધાન રહેવું. ખર્ચ વધી શકે છે.
  • ફેમિલી- લગ્નજીવન સામાન્ય રહેશે.
  • લવ- લવ પાર્ટનરનો વ્યવહાર તમને પરેશાન કરી શકે છે.
  • કરિયર- બિઝનેશને લઈને ચિંતા વધશે. સાથે કામ કરનાર લોકો પરેશાની વધારી શકે છે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.
  • હેલ્થ- મૌસમી બીમારી થઈ શકે છે.
  • શું કરવું - ચહેરા ઉપર ગુલાબજળ લગાવવું.

-------

સિંહ રાશિ -

  • પોઝિટિવ- લોકો સાથે વાતચીત કરીને તમારે નેકવર્ક બનાવવું જોઈએ. તમારી કલ્પના તમને નવી વસ્તુઓ શીખવાડશે. બુદ્ધિશાળી વ્યક્તિની સલાહ મળી શકે છે.
  • નેગેટિવ- કોઈ નિર્ણય તમારી કલ્પનાના આધારે કરવો નહીં. નકારાત્મક વિચાર તમારા મનમાં આવી શકે છે. આજે મહત્વની બાબતને લઈને નિર્ણય કરશો. મુશ્કેલી આવશે. કામ અધૂરા રહી શકે છે. કામ શરૂ કરવા માટે આત્મવિશ્વાસનો અભાવ રહેશે.
  • ફેમિલી- પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો.
  • લવ- પાર્ટનર સાથે સમય વિતશે.
  • હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે.
  • શું કરવું - જેઠીમધ ખાવું.

-------

કન્યા રાશિ-

  • પોઝિટિવ- આજે તમારી વાતને સારી રીતે રજૂ કરવામાં સફળ થશો. એવું કામ કરશો જેનાથી ઘણા લોકોને ફાયદો થશે. રોજિંદા કામ સમયસર પૂરા થશે. તણાવની સ્થિતિમાં સંતુલન રાખશો. યોગ્ય સમયની રાહ જોવી. ધીરજ રાખવી. પરિવારમાં અને જીવનસાથી સાથે પહેલા કરતા સંબંધો સારા રહેશે.
  • નેગેટિવ- પરિવાર અને કામ વચ્ચે સંતુલન નહીં રહે. ખોટા વિચારો તમને પરેશાન કરશે. ખર્ચ થશે.
  • ફેમિલી- જીવનસાથીની સાથે સંબંધો સુધરશે.
  • લવ- રોમાન્સ માટે સમય મળશે નહીં.
  • કરિયર- કરજ લેવું પડશે. બિનજરૂરી ખર્ચ ન કરવો. જોખમ ભરેલું કામ કરવાથી બચવું. યોગ્ય સમયની રાહ જોવી. વિદ્યાર્થીઓને સફળતા મળશે.
  • હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થશે.
  • શું કરવું - અંકુરિત મગ ખાવા

-------

તુલા રાશિ -

  • પોઝિટિવ- કામ ઉપર ધ્યાન આપવું. મહેનત કરવી, તેનો ફાયદો મળશે. ઓફિસમાં કામનું ભારણ રહેશે. નોકરીમાં પ્રગતિની તક મળશે. તમારા કામ ઉપર બોસની નજર રહેશે. કાર્યક્ષેત્રમાં અપેક્ષા કરતા વધારે સફળતા મળશે. આજે અટવાયેલા પૈસા પરત મળી શકે છે.
  • નેગેટિવ- સરળ કામ પણ મુશ્કેલીથી પૂરા થશે. કામનું ભારણ પણ વધી જશે. સાવધાન રહેવું.
  • ફેમિલી- મનની વાત પાર્ટનર સાથે શેર કરો.
  • લવ- પાર્ટનરને સન્માન અન સહકાર આપવો જરૂરી છે.
  • કરિયર- બિઝનેસ માટે સમય સારો છે. મહેનતથી કામ કરવાથી સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય નકારાત્મક છે.
  • હેલ્થ- સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું.
  • શું કરવું- નજીકની વ્યક્તિને પરફ્યુમ આપવું.

----

વૃશ્ચિક રાશિ-

  • પોઝિટિવ- આજે ધનલાભ થશે. સફળતા મળશે. આજે બનનાર ઘટના તમને મદદ કરશે. અમુક પ્રશ્નોનું તમને સમાધાન મળશે. કોઈ ખાસ વ્યક્તિ તમારી મદદ કરી શકે છે. તમે જે વિચારી રહ્યા છો તે કરો. જૂના સંપર્કો કામ આપશે.
  • નેગેટિવ- બીજા માટે તમારા મનમાં ખોટી વિચારધારા બનશે. નજીકના લોકોની વાતનું ખોટું લાગી શકે છે. ઓફિસમાં વિચિત્ર સ્થિતિ બનશે. કામમાં મન લાગશે નહીં. ભાવનાઓ ઉપર કાબૂ રાખવો.
  • ફેમિલી- લગ્નજીવન સારું રહેશે.
  • લવ- પ્રેમ સંબંધને મજબૂત બનાવવાની કોશિશ કરશો.
  • કરિયર- ઓફિસમાં કામ વધારે રહેશે. લોકોની મદદ મળશે. તમારે સ્વભાવને બદલવો પડશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.
  • હેલ્થ- ઈજા થઈ શકે છે. સંભાળીને રહેવું.
  • શું કરવું - ભાઈ કે મિત્રની વસ્તુનો ઉપયોગ ન કરવો.

--------
ધન રાશિ -

  • પોઝિટિવ- ચિંતામાંથી છૂટકારો મળશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. મોજમસ્તીમાં દિવસ પસાર થશે. બિઝનેસમાં સમજૂતીથી વિવાદ ઉકેલાશે. સંતાન ઉપર ધ્યાન આપવું. જૂના મિત્રો અને સંબંધીની મદદ મળશે.
  • નેગેટિવ- સમય અને પૈસાનો વ્યય થશે. કોઈ બાબતને લઈને જીવનસાથી સાથે અસહમત રહેશો. સાવધાન રહેવું. કોઈ વાત વધારે બગડી શકે છે. સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું. કામ પૂરું થવામાં મુશ્કેલી આવશે. મોટા વિવાદમાં ન પડવું.
  • ફેમિલી- પાર્ટનર દ્વારા માન અને સન્માન મળશે.
  • લવ- પાર્ટનર સાથે સમય પસાર થશે.
  • કરિયર- કાર્યક્ષેત્રમાં વિવાદ થઈ શકે છે. બિઝનેસમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે.
  • હેલ્થ - તણાવ રહેશે. થાક અને આળસ પરેશાન કરશે.
  • શું કરવું- માથા ઉપર આંબળાનું તેલ લગાવવું.

--------

મકર રાશિ -

  • પોઝિટિવ- આજે ચદ્રમાની શુભ સ્થિતિનો પ્રભાવ તમારી આવક અને બચત પર પડશે. કોઈ ખાસ યોગ્યતાના કારણે તમારું સન્માન થશે. નવી રીતે કામ કરશો, તેનાથી તમે ફાયદામાં રહેશો. ધારેલા કામ કરવામાં સફળતા મળશે. મિત્રો સાથે સમય પસાર થશે. માનસિક રીતે તમે સક્રિય રહેશો. આજે તમે જેટલા ચૂપ રહેશો તેટલો ફાયદો થશે.
  • નેગેટિવ- તમારા રહસ્યને કોઈને ન જણાવો. કોઈપણ વાત સમજી-વિચારીને કરવી. બીજા લોકો શું કહે છે તેને ધ્યાનથી સાંભળો. પૈસાની બાબતમાં જે ગેરસમજ છે તેમાં સાવધાની રાખો. અમુક કામ અધૂરા રહી શકે છે. આળસ અને મૂંઝવણ વધશે. મહત્વનું કામ પાછળ અધૂરું રહેશે.
  • ફેમિલી- આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
  • લવ- લવ લાઈફમાં તમે વધારે પડતા ઈમોશનલ રહેશો. બિનજરૂરી વિવાદ થઈ શકે છે. સાવધાન રહેવું.
  • કરિયર- ધનલાભના યોગ બની રહ્યા છે. તમારું ધ્યાન અભ્યાસ અને સ્પર્ધાની તૈયારીમાં રહેશે. આજની મહેનતનું આગળ ફળ મળશે. નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે.
  • હેલ્થ- સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું. વધારે પડતી ગરમ વસ્તુઓ ન ખાવી.
  • શું કરવું - તૂટેલા વાસણોનો ઉપયોગ ન કરવો.

--------

કુંભ રાશિ -

  • પોઝિટિવ- નવી યોજના બનાવી શકો છો. તમારા કામથી લોકો સંતુષ્ટ થશે. જૂના કામથી તમને લાભ થશે. ધારેલા કામ સમયસર પૂરા થશે. કામનું ભારણ રહેશે. આર્થિક સ્થિતિને મજબૂત કરવાની કોશિશ કરશો.
  • નેગેટિવ- અમુક બાબતમાં સફળતા ન મળવાના કારણે નિરાશ થશો. દિવસભર કોઈ વાતને લઈને ચિંતિત રહેશો. તમારા રહસ્યની વાત જાહેર થઈ શકે છે. સંભાળીને રહેવું. મોટા અધિકારીઓ સાથે ગેરસમજ થઈ શકે છે. વિચાર્યા વગરનું બોલવું નહીં.
  • ફેમિલી- પરીવારમાં સારા પ્રસંગો આવશે.
  • લવ- પ્રેમ સંબંધમાં સફળતા મળશે.
  • કરિયર- વધારે પડતા કામની જવાબદારી લેવાથી ચિંતા રહેશે. વધારે મહેનત કરવી પડશે. કામનું ભારણ રહેશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.
  • હેલ્થ- જૂની બીમારી દૂર થઈ શકે છે. સારુ લાગશે.
  • શું કરવું- વાંદરાને પૂરી ખવડાવવી.

-----

મીન રાશિ -

  • પોઝિટિવ- નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. તેઓની મદદ પણ મળી શકે છે. આજે તમે તમારી વાતને જેટલી ગુપ્ત રાખશો તેટલો તમને ફાયદો થશે. આજે તમે બુદ્ધિના જોરે દુશ્મનોને હરાવી દેશો. લગ્નજીવનમાં ખુશી આવશે.
  • નેગેટિવ- ઓફિસમાં પડકારજનક સ્થિતિ બની રહી છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. મુશ્કેલી વધશે. મિત્રો કે નજીકના લોકો સાથે અણબનાવ થઈ શકે છે. સાવધાન રહેવું. તમને બેચેની પણ થઈ શકે છે. નાની નાની વાતને લઈને ઉગ્ર ન બનવું. બિઝનેસમાં વિરોધીઓ તમને નીચા દેખાડવાની કોશિશ કરશે.
  • ફેમિલી- જીનવસાથીની કોઈ વાત તમને ગુસ્સો અપાવી શકે છે. સંભાળીને રહેવું. તમારા સંબંધો ઝડપથી સુધરશે.
  • લવ-લવ લાઈફ સારી રહેશે.
  • કરિયર- બિઝનેસમાં વિરોધીઓથી સાવધાન રહેવું. નોકરીમાં અવરોધ આવી શકે છે. ખર્ચમાં વધારો થશે. વિદ્યાર્થીઓને સરળતાથી સફળતા મળશે.
  • હેલ્થ- તણાવ વધશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ગુસ્સો ન કરવો.
  • શું કરવું- કાગડાને હળદરવાળી રોટલી ખવડાવવી.
X
Daily astrology predictions 17 July
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી