15 મે 2019નું રાશિફળ / કર્ક રાશિના જાતકો માટે પ્રગતિનો માર્ગ ખૂલશે, વૃશ્ચિક રાશિના જાતકોને મિત્રોની મદદ મળશે

daily astrology predictions 15 May  2019

divyabhaskar.com

May 15, 2019, 09:42 AM IST

ધર્મ ડેસ્ક : આજે કન્યા રાશિમાં ચંદ્રમાના પ્રવેશથી છ રાશિના જાતકોને ધનલાભ થશે. 15 મે 2019નો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.


મેષ રાશિ-


પોઝિટિવ- પોતાની જાતને દરેક સ્થિતિમાં રજૂ કરવા માટે તૈયાર રહેશો. તમારી વાત કહેવાની રીતથી લોકો પ્રભાવિત થશે. તમારી સામે આવનાર વિકલ્પો માટે થોડો સમય કાઢવો. તમારી આસપાસના વાતાવરણ ઉપર સફળતા આધાર રાખશે. તમારા મનમાં જે યોજના છે તે જેમની સમક્ષ રજૂ કરવાની છે ત્યાં કરો.


નેગેટિવ- ખાસ બાબતમાં વિલંબ ન કરવો. આત્મવિશ્વાસ ઉપર નિયંત્રણ રાખવું. વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાન કરાવી શકે છે. ઉત્સાહમાં આવી નવું રોકાણ ન કરવું. કામમાં મુશ્કેલી વધી શકે છે. કામને ટાળવું નહીં. આળસ અને થાક લાગશે. આવક પ્રમાણે ખર્ચ કરવો.


ફેમિલી- લગ્નજીવન સારું રહેશે.


લવ- લવ પાર્ટનર તરફથી સરપ્રાઈઝ મળી શકે છે.


કરિયર- ઓફિસમાં વિવાદ થઈ શકે છે. વાણી ઉપર સંયમ રાખવો. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં.


હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.


શું કરવું- મસાલાવાળું ભોજન ન લેવું.

...............

વૃષભ રાશિ-


પોઝિટિવ- કરિયરમાં આગળ વધવાની તક મળશે. જોખમ ભરેલા કામમાં સફળતા મળશે. નવી વસ્તુઓને સમજવાની તક મળશે. પૈસાની બાબતમાં ધ્યાન આપવું પડશે. કરિયરના કારણે જીવનમાં બદલાવ આવશે. જીવનસાથી સાથેના સંબંધોમાં પણ બદલાવ આવશે. કર્મચારીઓ ઉપર ધ્યાન આપવું.


નેગેટિવ- જે કામ અટકી ગયું છે તેને છોડી દેવું. મોટું પગલું ભરવું નહીં. નજીકના લોકોને તમારી ઈર્ષા થઈ શકે છે. નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે.


ફેમિલી- જીવનસાથી સાથેના સંબંધો સુધરશે.


લવ- કોઈ નિર્ણય ભાવુક થઈને લેવો નહીં. નુકસાન થઈ શકે છે.


કરિયર- બેરોજગાર લોકો માટે દિવસ સારો રહેશે. સફળતાની નવી તકો મળશે. આળસના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ ટાળશે.


હેલ્થ- સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું.


શું કરવું- ચણા ખાવા.

.....................

મિથુન રાશિ-

પોઝિટિવ- આજે કામ ઉપર ધ્યાન રાખવું. ઘણા લોકો તમારી સાથે જોડાવાની કોશિશ કરશે. નવા મિત્રો પણ બનશે. પરિવારમાં વડિલો સાથે વાત થશે. ધારેલું કામ પૂરું થશે. ભાગીદારીના ધંધામાં ફાયદો થશે.


નેગેટિવ- અમુક લોકો તમારી પાસે તેના કામ કઢાવવાની કોશિશ કરશે. સાવધાન રહેવું. નજીકના લોકો કામમાં અડચણ ઊભી કરી શકે છે. થાક લાગશે. તમારી ઉદારતાનો ઘણા લોકો ફાયદો ઉઠાવશે. વધારે પડતું વિચારવું નહીં. દિલની વાત પાર્ટનર સાથે છૂપાવવી નહીં.


ફેમિલી- પાર્ટનર સાથે જૂનો મતભેદ ઉકાલાઈ જશે.


લવ- લવ લાઈફ માટે દિવસ સારો રહેશે.


કરિયર- અમુક બાબતને લઈને તમે પરેશાન થઈ શકો છો. પૈસાની બાબતમાં કોઈ સાથે ભરોસો કરવો નહીં. વિદ્યાર્થીઓને મેહનતના પ્રમાણમાં પરિણામ મળશે નહીં.


હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ થોડી ચિંતા રહેશે.


શું કરવું- પૂજા સ્થાનમાંથી એક ફૂલ લઈ પોતાની પાસે રાખું.

.....................


કર્ક રાશિ-


પોઝિટિવ- તમારો મૂડ સારો રહેશે. કામમાં મન લાગશે. લોકોની મદદ મળશે. આગળ વધવાની તક મળશે. પ્રગતિના માર્ગ ખૂલશે. બિઝનેસમાં ફાયદો થશે. કામને લઈને નવું પ્લાનિંગ કરશો. નવા આઈડિયા મનમાં આવશે. અભિગમ હકારાત્મક રાખવો. ભરોસાપાત્ર વ્યક્તિનો સહકાર મળશે. ઘર માટે જરૂરી વસ્તુ ખરીદી શકો છો.


નેગેટિવ- બિનજરૂરી ખર્ચ વધશે. ઉતાવળમાં કામ બગડી શકે છે. સંભાળીને રહેવું.


ફેમિલી-પાર્ટનરનો મૂડ સંવેદનશીલ રહેશે. તમારી ભાવનાનું સન્માન થશે.


લવ- લવ લાઈફ સારી રહેશે.


કરિયર- બિઝનેસ અને નોકરીમાં પરિવારનો સહકાર મળશે. કામના સ્થળે વિચારીને બોલવું. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.


હેલ્થ- પગ અને માથાનો દુખાવો થઈ શકે છે.


શું કરવું- ફટકડીનો ટૂંકડો પાણીમાં વહેડાવવો.

....................

સિંહ રાશિ-


પોઝિટિવ- આજે નવું કરવાનું વિચારી શકો છો. જૂની યોજના ઉપર કામ કરવાનું વિચારી શકો છો. પૈસા સાથે જોડાયેલી જૂની વાતો યાદ આવી શકે છે. આજે તમે એ મહત્વના કામ ઉપર જ ધ્યાન આપો. તમારી કુશળતાના કારણે અધિકારીઓનું સન્માન મળશે.


નેગેટિવ- ગોસિપ કરવાના કારણે તમે નુકસાન થશે. તમારા પૈસા ફસાઈ શકે છે. પૈસાને ભૂલીને પાર્ટનર માટે સમય કાઢો. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.


ફેમિલી- પાર્ટનરનો સહકાર મળશે.


લવ- પ્રેમ સંબંધ વચ્ચે પૈસાને લાવવા નહીં, નહીંતર સંબંધો બગડી શકે છે.


કરિયર- નવા કામમાં અને બિઝનેસમાં મન લાગશે. નોકરી બદલવાનો યોગ બની રહ્યો છે. વિદ્યાર્થીઓએ મહેનત કરવી પડશે.


હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થશે. જૂની બીમારીમાં રાહત મળશે.


શું કરવું- એલાયચીવાળું દૂધ પીવું.

.............

કન્યા રાશિ-


પોઝિટિવ- પૈસાની બાબતમાં સારા સમાચાર મળી શકે છે. પાર્ટનરનો સહકાર મળશે. જીવનમાં સારો બદલાવ આવશે. ભાગ્યનો સાથ મળશે. નોકરી કે બિઝનેસના કારણે યાત્રા થઈ શકે છે. યાત્રા તમને ફાયદો કરાવશે. વિદેશમાં નોકરીની કોશિશ કરનારને સારા સમાચાર મળી શકે છે.


નેગેટિવ- તમારી સામે નવી સમસ્યા આવી શકે છે. આળસના કારણે અમૂક કામ અધૂરા રહેશે.


ફેમિલી- જીવનસાથીનો સહકાર મળશે. આજે તમારી ઈચ્છાઓ પૂરી થશે.


લવ-કુંવારા લોકો માટે દિવસ સારો રહેશે. લગ્નનો પ્રસ્તાવ પણ મળી શકે છે.


કરિયર- બિઝનેસમાં નવી યોજના બની શકે છે. પૈસા ઉધાર લેવા પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ નકારાત્મક રહેશે.


હેલ્થ- જૂની બીમારીમાં રાહત મળવાના યોગ છે.


શું કરવું- એલોવેરાનું જ્યુસ પીવું.

....................


તુલા રાશિ-


પોઝિટિવ- બિઝનેસમાં જવાબદારી વધી શકે છે. જે વસ્તુને લઈને મનમાં અસંતોષ છે તે જગ્યાએ નવું કરશો. નવી શરૂઆત માટે પ્લાનિંગ કરશો. રોમાન્સના ક્ષેત્રમાં નવી શરૂઆત થઈ શકે છે. કામનું ભારણ રહેશે.


નેગેટિવ- સાવધાનીપૂર્વક કામ કરવું. મુશ્કેલીઓ વધી શકે છે. સંબંધો બગડી શકે છે. પુત્રનો સહકાર મળશે નહીં. વિવાદનો સામનો કરવો પડશે. પરીવારમાં પણ સમસ્યા સર્જાશે.


ફેમિલી- પાર્ટનરનો પ્રેમ મળશે.


લવ- કુંવારા લોકો માટે સમય સારો છે.


કરિયર - નોકરી અને બિઝનેસમાં ભાવુક થઈને નિર્ણય કરવા નહીં. વિદ્યાર્થીઓ માટે સમય નકારાત્મક રહેશે.


હેલ્થ- વાહનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો, અકસ્માતનો યોગ બની રહ્યો છે.


શું કરવું- બે ટીંપા ગંગાજળ પીવું.

......................

વૃશ્ચિક રાશિ-


પોઝિટિવ- આજે નવા કોમની યોજના બનાવી શકો છો. પૈસાના વ્યવહારમાં ભાગ્યનો સાથ મળશે. મિત્રોની મદદ મળશે. તમારા સંપર્કો મજબૂત બનશે.


નેગેટિવ- અમુક ચિંતાઓ અવરોધ ઊભો કરશે. નવા કામ શરૂ કરવા નહીં. દરેક કામમાં સાવધાની રાખવી. તમારા રહસ્યને કોઈને કહેવા નહીં. કોઈને વણમાંગી સલાહ આપવી નહીં.


ફેમિલી- તમારા વ્યવહારથી પાર્ટનર ખુશ થશે.

લવ- લવા લાઈફ માટે સારો સમય રહેશે.


કરિયર- કરજમાંથી છૂટકારો મળશે. કામ ઉપર નજર રાખવી. અધિકારીઓનો સહકાર મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે નહીં.


હેલ્થ- અપૂરતી ઊંઘ અને થાકના કારણે પરેશાન રહેશો.


શું કરવું- દાડમ ખાવું.

................

ધન રાશિ-


પોઝિટિવ- આવનાર દિવસોમાં રોકાણ કરવાની ઈચ્છા તીવ્ર બનશે. જમીન-મકાન ખરીદવા ઉપર તમારું ધ્યાન રહેશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. બિઝનેસ સારો ચાલશે. વ્યક્તિગત સમસ્યા ઉકેલાઈ જશે. કોઈ ખાસ કામ પૂરું થશે. કોઈની મદદ મળી શકે છે. રોમાન્સની તક પણ પણ તમને મળી શકે છે.


નેગેટિવ- કામમાં અવરોધ ઊભો થશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. નાની નાની વાતમાં ગુસ્સો કરવાથી તમને નુકસાન થઈ શકે છે.


ફેમિલી- પાર્ટનરનો સહકાર ન મળવાના કારણે ઉદાસ રહેશો.


લવ- લવ લાઈફ સારી રહેશે.


કરિયર- પૈસા અટવાઈ શકે છે. કામમાં અવરોધ આવી શકે છે. વિદ્યાર્થીઓને પોતાની મહેનતથી ખુશી થશે નહીં. કોમર્સના વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.


હેલ્થ- પેટની જૂની બીમારીમાં રાહત મળશે.


શું કરવું- પાંદડાંવાળા શાકભાજી ખાવા.

.....................

મકર રાશિ-


પોઝિટિવ- કામકાજ સાથે જોડાયેલી મુશ્કેલી હલ થશે. ભાગદોડ પણ પૂરી થશે. ઘર અને ઓફિસમાં વાતાવરણ સારું રહેશે. ચિંતા જતી રહેશે. કોઈ કામને લઈને ઉંડાણપૂર્વક વિચારશો તો ફાયદો થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.


નેગેટિવ- પોતાનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્યને લઈને મુશ્કેલી આવી શકે છે. ઈજા થઈ શકે છે. લોકોનો વ્યવહાર તમારા પ્રત્યે ઠીક રહેશે નહીં. સમજદારીપૂર્વક કામ કરવું પડશે.


ફેમિલી- પરીવારની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.


લવ- પ્રપોઝ કરવા માટે સારો સમય છે.


કરિયર- નોકરીમાં બઢતી મળી શકે છે. વિદ્યાર્થીઓ પરેશાન રહેશે.


હેલ્થ- થાક અને ચિંતા રહેશે.


શું કરવું- હનુમાનજીના મંદિરમાં નારિયેલ ચઢાવવું.

..............

કુંભ રાશિ-


પોઝિટિવ- અચાનક ધનલાભ થઈ શકે છે. નોકરીમાં બઢતી થશે. લગ્નજીવન પણ સારું રહેશે. તમને સરપ્રાઈઝ મળી શકે છે. અધૂરા કામ પૂરા થશે. અપેક્ષા પ્રમાણે મહેનતનું ફળ મળશે. તમારા મનમાં સતત વિચારો ચાલતા રહેશે.


નેગેટિવ- કરિયર કે નોકરીમાં મોટો નિર્ણય કરવો નહીં. ચિંતા રહેશે. કામના કારણે ભાગદોડ રહેશે. યોગ્ય યોજના ન હોવાના કારણે સમયનો બગાડ થશે.


ફેમિલી- લગ્નજીવન સારું રહેશે.


લવ- લવ લાઈફ માટે દિવસ સારો રહેશે.


કરિયર- આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નવા સંપર્કોથી ફાયદો થશે. તમારા કામના વખાણ થશે.


હેલ્થ- ભારે ભોજન લેવાથી મુશ્કેલી સર્જાશે. સાવધાન રહેવું.


શું કરવું- જમ્યા પછી ગોળ ખાવો.

................


મીન રાશિ-


પોઝિટિવ- તમારા કામ સમયસર પૂરા થઈ જશે. બેરોજગાર લોકોને રોજગાર મળશે. પૈસાની બાબતમાં સમય આપવો પડશે. યોગ્ય વ્યક્તિની સલાહ લેવાથી ફાયદો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.


નેગેટિવ- સાથે કામ કરનાર વ્યક્તિના કારણે તમારી મુશ્કેલી વધી શકે છે. બિનજરૂરી કામના કારણે ખર્ચ થઈ શકે છે. સાવધાન રહેવું. વિવાદમાં પડવું નહીં.


ફેમિલી- ભાઈ-બહેન સાથેના સંબંધો સુધરશે.


લવ- કોઈને પ્રપોઝ કરવાનું વિચારો છો તો ન કરવો.


કરિયર- બિઝનેસમાં આત્મનિર્ભરતા વધશે. નવા લોકો સાથે સંપર્ક બનશે. કામનું ભારણ રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.


હેલ્થ- ગળાની બીમારી થઈ શકે છે. સાવધાની રાખવી.


શું કરવું- ચણાની દાળ ખાવી.

X
daily astrology predictions 15 May  2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી