13 મે 2019નું રાશિફળ / આજે રવિયોગ, મેષ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે, વૃષભ રાશિના જાતકોને સરકારી કામમાં અવરોધ આવી શકે છે

daily astrology predictions 13 May  2019

divyabhaskar.com

May 13, 2019, 10:11 AM IST

ધર્મ ડેસ્ક : આજે સૂર્ય કૃતિકા અને ચંદ્રમા પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં છે, જેના કારણે રવિયોગ બની રહ્યો છે. આ શુભ યોગના કારણે ઘણી રાશિને ધનલાભ થવાના યોગ છે.13 મે 2019નો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.


મેષ રાશિ


પોઝિટિવ- તમારા માટે દિવસ સારો રહેશે. બિઝનેસમાં ફાયદો મળશે અને નોકરીમાં પ્રમોશન મળશે. ભાગ્યનો સાથ મળશે. નવું કરવાનો પ્રયાસ કરશો. તમને નવા વિચારો આવશે. જે કામ કરવાનું વિચારશો તે પૂરું કરી લેશો. નિયમિત કામને પૂરું કરવા ઉપર ધ્યાન આપશો. આજે વાતો કરવાના મૂડમાં રહેશો. બીજા સાથે જોડાવવાની ક્ષમતા કામને સરળ બનાવી દેશે.


નેગેટિવ- આજે કોઈના ઉપર ગુસ્સો ન કરો. જરૂર કરતા વધારે ભાવુક થવાના કારણે મુશ્કેલી વધશે.


ફેમિલી- જૂના નિર્ણયો ઉપર વિચાર કરવો.


લવ- સંબંધોને લઈને મોટો નિર્ણય લેવો નહીં.


કરિયર- કાર્યક્ષેત્રમાં અધિકારીઓનું સન્માન મળશે.


હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


શું કરવું- પાણીમાં સફેદ ફૂલ નાખીને સ્નાન કરવું.

...............

વૃષભ રાશિ


પોઝિટિવ- આજે તમે વિચારશો એવું જ થશે. કોઈ કામનું તમે જેવું પરિણામ ઈચ્છો છો તેવું મળશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. કરજમાંથી મુક્તિ મળશે. અટવાયેલા પૈસા મળી શકે છે. દિવસ સારો રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બદલાવનો અનુભવ કરશો. નવું કામ તમને મળી શકે છે. નવી તક ઉપર ખુલ્લા મને વિચાર કરો. જે પણ કામ કરો તે છેલ્લે સુધી જવાબદારી સાથે છે. કામમાં નજીકના લોકોનો સહકાર મળી શકે છે.


નેગેટિવ- સરકારી કામમાં અવરોધ આવી શકે છે. તમારું રહસ્ય કોઈને ન જણાવો. યોજના બનાવીને જ આગળ વધો. ઉતાવળ ન કરવી. પરીવારને લઈને ચિંતા રહેશે. પૈસા ખર્ચ થવાનો યોગ બની રહ્યો છે. અમુક બિનજરૂરી ખર્ચ પણ થઈ શકે છે.


ફેમિલી- પાર્ટનરનો મૂડ સારો રહેશે.


લવ- પાર્ટનરનો સહકાર અને પ્રેમ મળશે.


કરિયર- આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અધિકારીઓની મદદથી મોટું કામ પૂરું કરી શકશો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.


હેલ્થ- તણાવ વધી શકે છે. પરેશાન રહેશો. પેટની બીમારી થઈ શકે છે.


શું કરવું- ખાલી પેટે મધનું સેવન કરવું.

.............

મિથુન રાશિ


પોઝિટિવ- ખુશ રહેવાની કોશિશ કરો. ઉત્સાહ જાળવી રાખવો. નજીકના લોકોના ઈરાદાને સમજી શકશો, જેનાથી નુકસાનથી બચી જશો. પડકારને દૂર કરી કામ કરતા રહેવું. ઉચ્ચ અધિકારીનો સંપર્ક થઈ શકે છે. પ્રતિષ્ઠામાં વધારો થશે.


નેગેટિવ- તમારે સાવધાન રહેવું પડશે. મૂંઝવણ થઈ શકે છે. ઉત્સાહમાં આવી કોઈ એવું કામ ન કરવું કે મુશ્કેલી સર્જાય. સાવધાન રહેવું. બીજાની બાબતમાં દખલ ન દેવી. આવકમાં ઘટાડો થશે. ખર્ચ વધવાની સંભાવના છે.


ફેમિલી- લગ્નજીવન સારું રહેશે.


લવ- તમે જેવું વિચારો છો એવું કરાવની કોશિશ કરશો. જેનું સારું પરિણામ તમને મળશે.


કરિયર- તમારા બિનજરૂરી ખર્ચ વધવાની શક્યતા છે. વિચાર્યા વગર પૈસાનું રોકાણ ન કરવું. મિત્રોની મદદ મળી શકે છે.


હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે.


શું કરવું- પાણીમાં હળદર મેળવીને વૃક્ષ નીચે રેડવું.

..................


કર્ક રાશિ


પોઝિટિવ- જરૂરી કામને લઈને યાત્રા થઈ શકે છે. પરિચિત વ્યક્તિ તમારો સંપર્ક કરી શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. ઉત્સાહ સાથે કામ કરવું. મૂંઝવણ દૂર થઈ શકે છે. સંતાન દ્વારા કોઈ સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીને સફળતા મળશે.


નેગેટિવ- કામના ભારણને લઈને તમારો મૂડ ખરાબ થઈ શકે છે. પરિવારની બાબતો સાવધાનીથી હલ કરવી. જૂની વાતોથી મુશ્કેલી સર્જાશે.


ફેમિલી- પાર્ટનરનો સહકાર મળશે.


લવ- નવો સંબંધ શરૂ કરવા માટે સારો દિવસ છે. અચાનક કોઈ ખાસ વ્યક્તિને મળવાનો યોગ છે. પ્રેમનો પ્રસ્તાવ મૂકવા માટે દિવસ સારો છે.


કરિયર- નોકરીમાં બઢતી મળશે. નોકરી બદલવાની તક પણ મળશે. નવા મિત્રો બની શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. તમારો દિવસ સારો રહેશે.


હેલ્થ- આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.


શું કરવું- પાણીની ટાંકીમાં બે ત્રણ ટીપા તેલ નાખવું.

.......................

સિંહ રાશિ-


પોઝિટિવ- નવી યોજના તમારી સામે આવી શકે છે, જે વર્તમાન કામ કરતા વધારે લાભકારક રહેશે. નવા સંબંધો સ્થપાશે જે આવનાર દિવસમાં ઉપયોગી સાબિત થશે. ઉત્સાહ સાથે કામને શરૂ કરવાનો સમય છે. નવી તકો મળશે. ઘર ખરીદવા માટે દિવસ સારો છે. લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. લાભની દ્રષ્ટિએ તમે ભાગ્યશાળી રહેશો. કોઈ સારા સમાચાર તમને મળી શકે છે. તમારા કામના વખાણ થઈ શકે છે.


નેગેટિવ- કોઈ વ્યક્તિ તમારી મુશ્કેલીને વધારશે. પૈસાને લઈને ચિંતા રહેશે. સાવધાન રહેવું. જૂના નાણાકીય વ્યવહાર તમને પરેશાન કરી શકે છે.


ફેમિલી- પાર્ટનરનો સહકાર અને પ્રેમ મળશે.


લવ- આજનો દિવસ તમારા માટે સારો રહેશે.


કરિયર- તમારા કામના વખાણ થશે. મેડિકલના વિદ્યાર્થીઓએ વધાર મહેનત કરવી પડશે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે.


હેલ્થ- સાંધાનો દુખાવો પરેશાન કરશે.


શું કરવું- પાણીમાં તલને મિક્સ કરીને નાવું.

..........................

કન્યા રાશિ


પોઝિટિવ- ઓફિસમાં લોકો તમારી મદદ કરશે. ભવિષ્યની સફળતા માટે આજે શરૂઆત કરવાનો દિવસ છે. સંબંધીઓનો સહકાર મળશે. વેપારને લઈને યાત્રા થઈ શકે છે. અધૂરું કામ પૂરું કરવું. કરિયરમાં નવી તક મળી શકે છે. ભાગ્યનો સાથ પણ મળશે.


નેગેટિવ- પોતાની જાત ઉપર નિયંત્રણ રાખવું. કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવું. નજીકના લોકો સાથે સંબંધ બગડી શકે છે. મનમાં નકારાત્મકતા વધશે. વિવાદથી દૂર રહેવું. અધિકારી સાથે અણબનાવ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ થઈ શકે છે.


ફેમિલી- સમસ્યાનું સમાધાન શોધી લેશો.


લવ- લવ લાઈફ માટે સારો દિવસ રહેશે.


કરિયર- કામનું ભારણ રહેશે. બિઝનેસમાં અટવાયેલા પૈસા મળી શકે છે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે. મેડિકલના વિદ્યાર્થીઓની ચિંતા વધશે.


હેલ્થ- ભોજન પ્રમાણસર લેવું. મસાલાવાળો ખોરાક ન લેવો.


શું કરવું- પીળું ફૂલ સુંધીને ડાબી તરફ ફેંકવું.

............................

તુલા રાશિ


પોઝિટિવ- પૈસા સાથે જોડાયેલી યોજના બનાવવામાં બીજા લોકોની સહાય મળશે. ઓફિસમાં નવા કામની જવાબદારી મળી શકે છે. પડકારનો સામનો કરવો પડશે. દૂર રહેતા લોકોથી ફાયદો થશે.


નેગેટિવ- આજે જે નિર્ણય લેવાના છે તે વિચારીને લેવા. ભાગ્યના ભરોસે કોઈ મોટો નિર્ણય લેવો નહીં. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ઉતાવળે કામ ન કરવું. એવું ન કરવું જેનાથી બીજાને મુશ્કેલી પડે. વાણી ઉપર સંયમ રાખવો.


ફેમિલી- વિવાદને ઉકેલવાનો શ્રેષ્ઠ સમય છે. બધા લોકો તમારો સાથ આપશે.


લવ- લવ લાઈફ સાથે જોડાયેલા સારા સમાચાર મળી શકે છે.


કરિયર- કામનું ભારણ રહેશે. મોટી જવાબદારી મળશે. મિત્રોની સલાહ લેવી તમારા માટે યોગ્ય રહેશે.


હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. થાક લાગશે. મૌસમી બીમારી થઈ શકે છે. કમરનો દુખાવો થઈ શકે છે.


શું કરવું- પાણીની બોટલમાં કંકુને મિક્સ કરી જમીનમાં દાટી દેવી.

.........

વૃશ્ચિક રાશિ

પોઝિટિવ- એકાગ્ર રહેવાની કોશિશ કરો. સાથે કામ કરનાર લોકો તેમની ખાસ વાત તમારી સાથે શેર કરશે. પ્રેમ સંબંધ મજબૂત બનશે. ભાગ્ય તમારું કામ પૂરું કરાવશે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. તમારી સંપર્કો વધશે. તમે હિમ્મતથી કામ કરી શકશો.


નેગેટિવ- મુશ્કેલ સ્થિતમાં તમારી સ્થિતિને સ્પષ્ટ રાખો. નોકરી અને ધંધાના કામમાં મુશ્કેલી આવી શકે છે. ઘણીવાર તમારી સાથે વિચિત્ર સ્થિતિ પણ બની શકે છે. સાવધાન રહેવું. ઓફિસની બિનજરૂરી વાતોથી દૂર રહેવું. સમજી-વિચારીને જ કામ કરવું.


ફેમિલી- ગુસ્સાની સ્થિતમાં સંભાળીને જવાબ આપવો.


લવ- લવ પાર્ટનરને લઈને માનસિક પરેશાની વધી શકે છે. લવ લાઈફમાં નિર્ણય લઈ શકશો નહીં.


કરિયર- બિઝનેસમાં મુશ્કેલી સર્જાશે. નોકરિયાત વર્ગ કંઈક નવું કરવાની કોશિશ કરશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.


હેલ્થ- થાક અને આળસના કારણે મુશ્કેલી સર્જાશે. માથાનો દુખાવો થઈ શકે છે.


શું કરવું- ગાયને ઘાસ આપવું.
..................

ધન રાશિ

પોઝિટિવ- બિઝનેસને લઈને પ્લાનિંગ કરશો. નોકરી-ધંધો પણ સારો ચાલશે. ઓછી મહેનતમાં ફાયદો મળશે. જમીન-મકાનની ખરીદી કરી શકો છો. કામમાં સફળતા મળશે. ભાઈ અને મિત્રની મદદથી સફળતા મળશે. જાણતા-અજાણતા તમારાથી સારું કામ થશે, જે તમારું સન્માન વધારશે. કોઈ મતભેદ ચાલી રહ્યો છે તો તે પુરો થઈ જશે. ચિંતા જતી રહેશે અને મનમાં ચાલી રહેલા પ્રશ્નોના જવાબ પણ મળી જશે. તમે જે નવા કામ કરવાનું વિચારી રહ્યા છો તે શરૂ થશે. મુશ્કેલીઓનું સમાધાન પણ તમને મળશે.


નેગેટિવ- આજે કામ ઓછું રહેશે. થાક અને તણાવ પણ વધશે. દુશ્મનોથી સાવધાન રહેવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કર્જ પણ લેવું પડી શકે છે.


ફેમિલી- પરિવારના સભ્યોની મદદ મળશે.


લવ- પાર્ટનર સાથે સમય પસાર થશે. લવ લાઈફની બાબતમાં સમય ઠીક રહેશે. દિલની વાત શેર કરશો. તમારું મન પણ હલકું થઈ જશે.


કરિયર- કામને લઈને તમારી મુશ્કેલી વધશે. ખર્ચમાં પણ વધારો થશે.


હેલ્થ- સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી. જૂની બીમારી હેરાન કરશે.


શું કરવું- માતાજીના મંદિરમાં લાલ ચૂંદડી ચડાવવી.

...................

મકર રાશિ-


પોઝિટિવ- નવી આશા બંધાશે, જેનાથી તમને ફાયદો થશે. નવા સંબંધોની શરૂઆત થશે. મિત્ર અને ભાઈઓનો સહકાર મળશે. મનોરંજન માટે દિવસ સારો રહેશે. તમે કરજ લેવાનું વિચારી રહ્યા છો તો તેમાં સફળતા મળશે. તમારી યોજનાઓ સફળ થશે.


નેગેટિવ- દુશ્મનોથી સાવધાન રહેવું. બીજાને નબળા ગણવાની કોશિશ ન કરવી. ભાગીદારીમાં તમારા ઉપર કામનું ભારણ રહેશે. કામમાં અવરોધ આવશે. પૈસાને લઈને ચિંતા રહેશે.


ફેમિલિ- પરીવારમાં કોઈ નિર્ણય લેવો હોય તો સમજી વિચારીને લેવો.


લવ- પાર્ટનરનો સહકાર મળશે.


કરિયર- નોકરીમાં બઢતી થશે. દુશ્મનોથી સાવધાન રહેવું. મિત્રોના કારણે અપમાનજનક સ્થિતિમાં મૂકાશો.


હેલ્થ- આજે સ્વાસ્થ્ય સારું રહેશે.


શું કરવું- દૂધ પીવું.

,,,,,,,,,,,,,,,,,,,,,


કુંભ રાશિ

પોઝિટિવ- આગળ વધવાની સારી તક તમને મળી શકે છે. બની શકે તેટલું આજે તમારે શાંત રહેવું. મનને મનાવીને જ આગળ વધવું. પરિવાર સાથે સારો તાલમેલ રહેશે. ખરીદીના યોગ બની રહ્યા છે. નવી વસ્તુ કે કાર ખરીદવાનું વિચારી શકો છો. પરિવારમાં સુખ અને સંતોષ રહેશે. તમારી વસ્તુઓને સંભાળીને રાખવી.


નેગેટિવ-ધન હાનિના યોગ બની રહ્યા છે. અમુક લોકો તમારી વાતને માનશે નહીં, તેનાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. કોઈપણ કામમાં ઉતાવળ ન કરવી. કોઈને તમારી વાત મનાવવાની કોશિશ ન કરવી. બીજાની નિંદા કરશો તો મુશ્કેલી વધી શકે છે.


ફેમિલી- પરિવાર સાથે સારો તાલમેલ રહેશે.


લવ- તમારો દિવસ સારો રહેશે. પ્રેમનો પ્રસ્તાવ મળી શકે છે. પ્રમી સાથે સમય પસાર થશે. સહકાર પણ મળશે.


કરિયર- બિઝનેસમાં કોઈ જોખમ ન લેવું. પૈસાની ઉધરાણીમાં મુશ્કેલી પડશે. લોન સંબંધી કામ કરવા માટે દિવસ સારો નથી.


હેલ્થ- સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી. ધ્યાન ન રાખવાના કારણે મુશ્કેલી સર્જાય શકે છે.


શું કરવું- પાણીમાં ગુલાબની પાખડી ઓનાખીને પીવું.

.................


મીન રાશિ


પોઝિટિવ- આજે તમે કોઈ ખાસ નિર્ણય ઉપર પહોંચી શકશો. છેલ્લા ઘણા દિવસોથી મનમાં જે ઉથલ-પાથલ ચાલી રહી છે તે પૂરી થઈ જશે. તમારા માટે દિવસ સારો છે. જાણીતા લોકો સાથેના સંબંધો ગાઢ બનશે.


નેગેટિવ- સંબંધમાં નવા પ્રસ્તાવ ઉપર વિચાર ન કરવો. કોઈ ગૂંચવણ ઉકાય નહીં તો તેને છોડી દેવી. જૂની એવી વાત સામે આવશે જે તમને પરેશાન કરી શકે છે. કોઈ બાબતમાં જરૂર કરતા વધારે પ્રતિક્રિયા ન આપવી, નહીંતર મુશ્કેલી વધશે.


ફેમિલી- તમારા સંબંધો મજબૂત બનશે.


લવ- પાર્ટનરની ભાવનાને સમજો અને તેની પસંદગીની ભેટ આપવી.


કરિયર- સરકારી કર્મચારી કે અધિકારીઓ તરફથી સહકાર મળશે. પૈસાની બાબતમાં ઉતાવળે નિર્ણય ન કરવો.


હેલ્થ- સામાન્ય ઈજા કે શરીરમાં દુખાવો થઈ શકે છે.


શું કરવું- હનુમાનજીની ઉપાસના કરવી.

X
daily astrology predictions 13 May  2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી