10 જૂન 2019નું રાશિફળ / ધન રાશિના જાતકોને મિત્રો સાથે સંબંધ બગડી શકે છે, કુંભ રાશિના જાતકોનો ખર્ચ વધી શકે છે ​​​​​​​

daily astrology predictions 10 June 2019

Divyabhaskar.com

Jun 09, 2019, 05:16 PM IST

ધર્મ ડેસ્ક : 10 જૂનનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.


મેષ-


પોઝિટિવ- ઓફિસમાં અધિકારીઓ સાથે તમારા સંબંધો સુધરી શકે છે. સુખ-સુવિધાની કોઈ વસ્તુ ખરીદવાનું વિચારી શકો છો. ધનલાભનો યોગ છે. અમુક એવી વાતો તમારી સામે આવી શકે છે, જેમાં આગળ વધવાની તક મળી શકે છે. કોઈ નિર્ણય કરતા પહેલા વિચારવું. કોઈ જાણકાર વ્યક્તિની સલાહ લેવી. કોઈ વ્યક્તિ કે સંસ્થા તમારી મદદ લઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


નેગેટિવ- મૂંઝવણ વધશે. સંતાનની બાબતમાં પરેશાન રહેશો. જે કહેવા માંગો છો તે વાત મનમાં જ રહી જશે. સાચા-ખોટાનો નિર્ણય કરવા તમારા માટે મુશ્કેલ બનશે. એવી સ્થિતિ બનશે જેમાં તમે મોટો નિર્ણય નહીં લઈ શકો. ગુસ્સા ઉપર કાબૂ રાખો અને મોઢું ન ખોલવું જ તમારા માટે હિતાવહ છે. કોઈની મદદ કરવામાં સંકોચ ન રાખો. પોતાની જાત ઉપર પણ શંકા થઈ શકે છે.


ફેમિલી- જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.


લવ- પાર્ટનર ગુસ્સે થઈ શકે છે.


કરિયર- બિઝનેસમાં સફળતા મળવાનો યોગ છે. નોકરીમાં જવાબદારી વધશે. બઢતી મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. નવા લોકોને મળવાનું થશે અને કરિયરને આગળ વધારવાની તક મળશે.


હેલ્થ- લોહી સંબંધી બીમારી થઈ શકે છે. નસમાં ખેંચાઈ શકે છે.


શું કરવું- શિવજીને બીલ્વપત્ર ચઢાવવા.

........................

વૃષભ


પોઝિટિવ- દિવસ સારી રીતે પસાર થશે. અધિકારીઓનો સહકાર મળશે. મોટા લોકો તરફથી જરૂરી સલાહ મળશે. ધીરજ અને એકાગ્રતા રાખવી પડશે. તેનાથી તમે ઘણા કામમાં સફળતા મેળવશો. નાની નાની વાતને દિલ ઉપર લેશો. સાથે કામ કરનાર લોકોની મદદ મળશે.


નેગેટિવ- પ્રેમી અને જીવનસાથીની ઈમેજનું ધ્યાન રાખવું. અમુક લોકો તમારા કામને લઈને સવાલ કરશે. રોજિંદા કામમાં અવરોધ આવશે. તમારા કામો પૂરાં થતાં થતાં અટકી જશે.


ફેમિલી- જીવનસાથીની ઈમેજનું ધ્યાન રાખવું.


લવ- પાર્ટનરની ભાવનાનું સન્માન કરવું. આજે પાર્ટનર ભાવુક થઈ શકે છે.


કરિયર- બિઝનેસના મોટા નિર્ણય સમજી વિચારીને લેવા. કાર્યસ્થળે વિવાદના યોગ બની રહ્યા છે. વાણીનો સંયમ રાખવો. વિદ્યાર્થીઓ માટે સમય ઠીક રહેશે.


હેલ્થ- દિવસ દરમિયાન ભાગદોડના કારણે થાક લાગશે. એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે.


શું કરવું- મંદિરના શિખરના દર્શન કરવા.
................................

મિથુન


પોઝિટિવ- કામને ઠીક કરવા ઉપર ધ્યાન આપો. ઘણા ક્ષેત્રોમાં તમને સફળતા મળશે. જે કામ કરો તેને ગુપ્ત રાખો. પ્રોપર્ટી ખરીદવાનું વિચારી શકો છો.


નેગેટિવ- દિવસ દરમિયાન ચિંતા અને પરેશાની રહેશે. નવું કામ શરૂ ન કરવું. પૈસાને લઈને પણ ચિંતા રહેશે. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. કામમાં ખોટું ન બોલવું. મોટી માંગ કરવાથી વાત બગડી શકે છે.


ફેમિલી- વડિલોની મદદ મળશે. પાર્ટનરને મોટું વચન આપવું નહીં.

લવ- લવ લાઈફ માટે દિવસ સારો રહેશે.


કરિયર- વિચારીને રોકાણ કરવું. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.


હેલ્થ- ઈજા થઈ શકે છે. વાહનથી સંભાળવું.


શું કરવું - શિવજીને ગંગાજળ ચઢાવવું.

...........................

કર્ક


પોઝિટિવ- આજે વધારે મહેનત કરવી પડશે. તેનું હકારાત્મક ફળ તમને મળશે. જૂના રોકાણમાં ફાયદો મળશે. મિત્ર સાથે મળીને બનાવેલી યોજના ઉપર કામ કરી શકશો. યોજનાઓ સફળ રહેશે. ઓફિસમાં સાવધાન રહેવું. કામની સફળતાનો શ્રેય તમને મળશે. લવ લાઈફની બાબતમાં દિવસ સારો રહેશે. બિઝનેસને વધારવા માટે પણ યોજના બનાવી શકો છો.


નેગેટિવ- કોઈ જૂની બાબતને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કોઈ તમને દગો આપવાની કોશિશ કરશે. સાવધાન રહેવું. સ્વાસ્થ્યની બાબતમાં સંભાળીને રહેવું. વિશ્વાસ ન હોય તેવી જગ્યાએ પૈસા ન લગાવવા.


ફેમિલી- ઘરે બેસીને સમય ખરાબ ન કરો. પાર્ટનર સાથે મળીને નવું કામ કરો.


લવ- લવ લાઈફ માટે દિવસ સારો રહેશે. પાર્ટનરનો મૂડ સારો રહેશે.

કરિયર- તમારા અટવાયેલા કામ પૂરા થશે. બિઝનેસમાં અટવાયેલા પૈસા મળી શકે છે. સ્પર્ધામાં સફળતા મળશે.


હેલ્થ- પગના દુખાવામાં તમને રાહત મળશે.


શું કરવું- ભગવાન વિષ્ણુને તુલસી પત્ર ચઢાવવા.

..........................

સિંહ


પોઝિટિવ- પૈસાની સ્થિતમાં સુધારો આવશે. નવું કામ પણ શરૂ થશે. મન લગાવીને મહેનત કરશો. જેમાં તમને સફળતા મળશે. વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન આવશે. બીજાની વાત સાંભળવામાં ધીરજ રાખવી પડશે.


નેગેટિવ- વિવાદ થઈ શકે છે. ચિંતા પણ રહેશે. બિનજરૂરી ખર્ચ પણ થઈ શકે છે. જૂના દુશ્મનો સાથે ઝઘડો થઈ શકે છે. આળસ અને થાક લાગશે.


ફેમિલી- પાર્ટનર સાથેના સંબંધોને સુધારવા મહેનત કરવી પડશે. થોડી ચિંતા પણ રહેશે.


લવ- લવ પાર્ટનર માટે આજનો દિવસ ખાસ રહેશે.


કરિયર- બિઝનેસમાં લાભ થશે. નોકરીમાં તણાવ રહેશે. વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગશે નહીં.


હેલ્થ- પેટ સંબંધી બીમારી થઈ શકે છે.


શું કરવું - મંદિરમાં કપૂરનું દાન કરવું.
............................

કન્યા


પોઝિટિવ- આજે ચંદ્રમાની સ્થિતિ સારી હોવાથી તમારા કામ પૂરા થશે. કરિયરમાં આવતા અવરોધ દૂર થશે. નોકરી અને બિઝનેસમાં ફાયદો થશે. ધાર્યા કરતા વધારે સારી તક મળશે. ધનલાભ થશે. પ્રેમીનો સહકાર મળશે. મિત્રને લઈને કોઈ સમસ્યા હશે તો તેનું સમાધાન થશે.


નેગેટિવ તમારા મનમાં કોઈ વાતને લઈને અજાણ્યો ડર રહેશે. ચિંતા રહેશે. ભાગદોડભર્યો દિવસ રહેશે.કોઈ વાતને લઈને વધારે જિદ્દ ન કરવી. વાહનથી સાવધાન રહેવું. પાર્ટનરને પરેશાન ન કરો.


ફેમિલી- અણબનાવ સમાપ્ત થઈ જશે. પાર્ટનર માટે દિવસ સારો રહેશે.


લવ- પાર્ટનરનો સહકાર મળશે. લવ લાઈફ માટે દિવસ સારો છે.


કરિયર- નોકરિયાત વર્ગ અને બિઝનેસ કરનાર લોકોએ સાવધાન રહેવું પડશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સામાન્ય રહશે. સફળતા માટે વધારે મહેનત કરવી પડશે. મૂંઝવણના લીધી ખર્ચમાં વધારો થશે.


હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જૂની બીમારી જતી રહેશે.

શું કરવું- મંદિરમાં પૂરીનો ભોગ ચઢાવવો.

........................

તુલા


પોઝિટિવ- આજે દિનચર્ચામાં બદલાવ આવશે. તમને આરામ મળશે. તમે ખુશ પણ થશો. નવા અનુભવ થશે. નોકરી બદલવાનો મૂડ બનાવી શકો છો. પૈસાની બાબતમાં બીજા લોકો તમને મદદ કરી શકે છે. કરજ લેવું તમારા માટે સરળ રહેશે.


નેગેટિવ- ગુપ્ત વાત જાહેર થઈ જવાથી તમારી મુશ્કેલી વધશે. કરિયરમાં આગળ વધવા માટે તમારા રહસ્યને કોઈને ન જણાવવું. કામનું ભારણ રહેશે. ખર્ચ વધશે. તમારી સામે પડકારજનક સ્થિતિ આવી શકે છે. કોઈ નવું કામ હાથમાં ન લેવું.


ફેમિલી- લગ્નજીવનમાં નવી ખુશીઓ આવશે.


લવ- દિવસ સારો રહેશે. કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો.


કરિયર- બિઝનેસને લઈને યાત્રા થઈ શકે છે. નોકરી કે બિઝનેસમાં બદલાવ લાવવાનું વિચારી શકો છો. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. આગળ વધવાના યોગ છે.


હેલ્થ- તણાવ રહેશે. પેટમાં દુખાવો થઈ શકે છે.


શું કરવું- કોઈ મંદિરમાં પીળી મીઠાઈ ચઢાવવી.

.......................

વૃશ્ચિક


પોઝિટિવ- ગોચર કુંડળીમાં ભાગ્ય ભાવ પર ચંદ્રમા હોવાના કારણે ખાસ કામમાં ભાગ્યનો સાથ મળશે. મોટા કામ પણ પૂરા થશે. ઘણા કામને લઈને તમારો દિવસ સારો રહેશે. આજે તમે જે પણ કામ કરશો તેમાં તમારા વખાણ થશે. કોઈપણ બાબતમાં ઈમાનદાર રહેવું. મોટી સમસ્યાનું સમાધાન થઈ શકે છે.


નેગેટિવ- કોઈ કામ સમજી વિચારીને કરવું. ઉતાવળમાં કોઈ પગલું ન ભરવું. જૂની બીમારી તમને પરેશાન કરી શકે છે. આજે સ્વાસ્થ્ય બગડી શકે છે. ખર્ચ પણ વધી શકે છે.


ફેમિલી- સારી રીતે દિવસ પસાર થશે.


લવ- લવ લાઈફની જૂની સમસ્યા આજે ઉકાલાઈ જશે.

કરિયર- પ્રોફેશનલ લાઈફ સારી રહેશે. લોકોનો સહકાર મળશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. વિષય કે ફિલ્ડ બદલવાનું ન વિચારવું.


હેલ્થ- જૂની બીમારી મુશ્કેલી વધારશે. સીઝનલ બીમારી થઈ શકે છે.


હનુમાજીના મંદિરે ચમેલીનું તેલ ચઢાવવું.

..........................

ધન


પોઝિટિવ- દિવસ તમારા પક્ષમાં રહેશે. તમારા પ્રયાસો સફળ રહેશે. ઘણી બાબતમાં ભાગ્યનો સાથ મળશે. સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપો. રોકાણ કરવા માટે દિવસ સારો છે. ધનલાભ થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. ધારેલા કામ થશે. બીજા સાથેના સંબંધમાં સ્પષ્ટતા રાખો. વાદ વિવાદમાં પડતાં પહેલા વિચારવું. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.


નેગેટિવ- ખોટું કામ ન કરવું. મિત્ર સાથે સંબંધો બગડી શકે છે. સાવધાન રહેવું. નજીકના લોકો તમારા વિરુદ્ધ ષડયંત્ર બનાવી શકે છે.


ફેમિલી- જીવનસાથીનો સહકાર મળશે.


લવ- પાર્ટનર તમારી દરેક વાતને માનશે. લવ લાઈફ માટે દિવસ સારો રહેશે.


કરિયર- આજે વધારે મહેનત કરવી પડશે. રોકાણ માટે દિવસ સારો રહેશે. અટવાયેલા પૈસા તમને મળી શકે છે.


હેલ્થ- સીઝનલ બીમારી થઈ શકે છે. બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


શું કરવું- ભૈરવના મંદિરમાં સરસવના તેલનો દીવો કરવો.

.........................

મકર


પોઝિટિવ- કામને આગળ વધારવા માટે સારો દિવસ છે. તમારું સાહસ પણ વધશે. આવક સામાન્ય રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલા કામનું પૂરું ફળ મળશે. મિત્રોની મદદ મળશે. અધિકારીઓ સાથે ઉપયોગી વાતચીત થઈ શકે છે.


નેગેટિવ- મૂંઝવણમાં મૂકે તેવી બાબતમાં ન પડવું. ભવિષ્યને લઈને મહત્વના કામમાં વિલંબ થશે. આજે મહેનત વધારે કરવી પડશે. દિવસભર વ્યસ્ત રહેશો.


ફેમિલી- લગ્નજીવન સારું રહેશે.


લવ- પ્રેમ સંબંધોમાં અવરોધ આવી શકે છે. દિવસના અંતે સંબંધો સુધરી પણ જશે. પ્રેમી સાથે ભવિષ્યનો કાર્યક્રમ બની શકે છે.


કેરિયર - સાથી કર્મચારી સાથે વિવાદ થઈ શકે છે. નાની નાની વાતો ઉપર ગુસ્સો ન કરવો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.


હેલ્થ- તણાવ રહેશે. ભૂખ ઓછી લાગશે અને ઊંઘ પણ અપૂરતી રહેશે.


શું કરવું - મંદિરમાં કેળાનો પ્રસાદ ચઢાવવો.

.....................


કુંભ


પોઝિટિવ- તેમે આજે સાવધાનીપૂર્વક કરવામાં આવેલા કામમાં સફળ થશો. તમારી પાસે કોઈ એવી જાણકારી હશે, જેના લીધે લોકો તમારી સાથે વાત કરવાની કોશિશ કરશે. પૈસા સાથે જોડાયેલા વ્યવહારમાં તમને સફળતા મળશે. તમે સક્રિય રહેશો.


નેગેટિવ- બિનજરૂરી વિવાદમાં ન પડવું. ઉત્સાહમાં આવીને તમે વધારે ખર્ચ કરશો. અમુક કામ ઈચ્છા વગર પણ કરવા પડશે. અમુક બાબતોને લઈને મુંજવણ રહશે. કાર્યક્ષેત્રના સ્થળે વિવાદ થઈ શકે છે. સાવધાન રહેવું.


ફેમિલી- લગ્નજીવનમાં વિવાદ થઈ શકે છે. વાણી ઉપર સંયમ રાખવો.


લવ- તમારા પાર્ટનરના વખાણ કરો.


કરિયર- જોખમભર્યું રોકાણ કરવાથી બચવું. ઉચ્ચ અભ્યાસની યોજના બનાવી શકો છો. સંગીત-કળા તરફ લગાવ વધશે. કાયદાનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને સફળતા મળશે.


હેલ્થ- માથાનો દુખાવો થઈ શકે છે. તમને કોઈ જૂની બીમારી પરેશાન કરી શકે છે.


શું કરવું- હનુમાનજીને ગુલાબના ફૂલની માળા ચઢાવવી.

..................................


મીન-


પોઝિટિવ- તમને આજે નવા આઈડિયા મળશે, જેનાથી નોકરી અને બિઝનેસમાં તમારો પ્રભાવ રહેશે. નવી વસ્તુ તમને શીખવા મળશે જેનો આવનાર દિવસોમાં ફાયદો મળશે. કામનું ભારણ પણ રહેશે. મનને મારીને કામ કરવાનું તમારા સારું રહેશે. અમુક લોકો સાથે મહત્વની વાત થઈ શકે છે. જીવનના ઘણા ક્ષેત્રોમાં સુધારો થશે. મિત્ર અને પ્રેમી સાથેના સંબંધો સુધરશે. વિવાદથી દૂર રહેવું.


નેગેટિવ- આજે કોઈ મોટું કામ ન કરવું, તેમાં નિષ્ફળતા મળવાની શક્યતા છે. વ્યક્તિગત જીવનમાં મુશ્કેલી ઓ આવશે.


ફેમિલી- પાર્ટનર સાથે સંબંધ ઠીક ઠીક રહેશે. હળવા મૂડમાં રહેવાની કોશિશ કરો.


લવ- જૂના પ્રેમી સાથે મુલાકાત થઈ શકે છે. પાર્ટનરને લઈને ખર્ચમાં વધારો થશે.


કરિયર - દિવસની શરૂઆત સામાન્ય રહેશે. ભાગ્યના ભરોસે કરવામાં આવેલા કામમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે.


હેલ્થ- આળસ અને થાક લાગશે. સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી.


શું કરવું- મંદિરમાં અત્તર ચઢાવવું.

X
daily astrology predictions 10 June 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી