9 સપ્ટેમ્બરનું રાશિફળ / મકર રાશિના લોકોને નવા કાર્યની યોજના બને, કન્યા રાશિના જાતકોની ઘર કે ગાડી લેવાની ઈચ્છા પૂરી થઈ શકે છે

Capricorn people planning new work, wish to buy house or carriage of bride zodiac species may be fulfilled

Divyabhaskar.com

Sep 09, 2019, 09:00 AM IST

ધર્મ ડેસ્કઃ 9 સપ્ટેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષ
પોઝિટિવ: ઉન્નતિના માર્ગ ખૂલી શકે છે. ઘર કે ગાડીનું સુખ મળી શકે છે. જો આ સમયે કાર કે ઘર લેવાનો વિચાર કરતા હોવ તે તેના પ્રયત્નો કરવાથી તમારે ધાર્યું હોય તેવું થઈ શકે છે.

નેગેટિવ: તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો, તેમાં સફળતા મળી શકે છે. પરંતુ, મનને એકાગ્ર કરીને કોઈ કામ સુધી પહોંચવાના પ્રયત્નો તમારા માટે વધારે સારા બની શકે છે. બહારગામની યાત્રા કે દામ્પત્યજીવનમાં અડચણો આવી શકે છે

લવ: જીવનસાથીનો સાથ ન મળતા તમારા કામકાજના ક્ષેત્રમાં અશાંતિનું વાતાવરણ બની શકે છે. અંદરોઅંદર સુમેળ ન રહેવાથી કામકાજને અસર થઈ શકે છે.

કરિયર: કોઈ ઉર્જાનો પ્રવાહ તમારા જીવનને મદદરૂપ થશે. તમારી સાથે કામ કરતા લોકો તમારી મદદ કરશે. કોઈ પણ વ્યક્તિ પાસે તમારા સિક્રેટ ન ખોલો. ધંધાર્થી કોઈ નવા ધંધાની શરૂઆત કરી શકે છે.

સ્વાસ્થ્ય: આ સમયે સ્વાસ્થ્યને લઈને ચિંતા ઊભી થઈ શકે છે.તમારી માનસિક અશાંતિ વધી શકે છે, તેથી દરેક જગ્યાએ સાવધાન રહો.

લકી કલર: ગુલાબી
લકી નંબર: 2
--------------

વૃષભ
પોઝિટિવ: તમારું નસીબ સાથ આપશે કારણ કે, વ્યવસાયિક રીતે આ સમય તમારા માટે ઉન્નતિ ભરેલો છે. કરિયર બાબતે ચિંતા થઈ શકે છે. આર્થિક લાભના સારા ચાન્સ મળી શકે છે. નાણાકીય પરિસ્થિતિ સારી થઈ શકે છે.

નેગેટિવ: ઘર અને પરિવાર સંગઠિત થવાથી ઘરેલુ વિકાસ સારો થશે, જેની અસર કામ પર પણ પડશે. આથી તમે પરિવારમાં સારા સંબંધો બનાવવાના પ્રયત્નો કરો. આમ કરવાથી તમને ઘર-પરિવારની સાથે બહાર પણ માન સન્માન મળી શકે છે.

લવ: આ સમયે પરિવારમાં ચિંતા વધારે રહે. ઘરેલુ ઝઘડાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ સામે આવી શકે છે. ઘરમાં વાતાવરણ ખરાબ થઈ શકે છે.

કરિયર: તમારા કામમાં કોઈ સમસ્યા આવી શકે છે. નોકરી અને ધંધામાં વ્યસ્ત રહેશો અને પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરશો. તમારા કોઈ પણ કામને આવતીકાલ ઉપર ન મૂકો.

સ્વાસ્થ્ય: દુશ્મન અને રોગ સામાન્ય સ્થિતિમાં રહેશે. કામની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું પડશે.

લકી કલર: લીલો
લકી નંબર: 5
--------------

મિથુન
પોઝિટિવ: જો તમે રાજકારણીમાં જોડાયેલા છો, તો તમને લાભ થઈ શકે છે. જનતા તરફથી તમને સમર્થન મળવાની સંભાવના છે. જનસંપર્ક પણ સારો થઈ શકે છે. જો શિક્ષા માટે પ્રયત્ન કરશો તો સારી શિક્ષા પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવ: તમારું નસીબ ઓછું સાથ આપશે, જેથી કોઈ પણ કામ સમજી વિચારીને કરવું. કોઈ પણ કામ કરવાની કોશિશ ન કરો તો તે તમારા માટે સારું રહેશે. કામને લઈને ચિંતાનો સામનો કરવો પડે.

લવ: બહારની યાત્રા સફળ રહે. સાસરીપક્ષથી ચિંતા થાય, આથી મધુર સંબંધ રાખવાના પ્રયત્નો કરો. સમય અને પરિસ્થિતિને જોઈને કામ કરવું તમારા માટે લાભદાયક રહેશે.

કરિયર: આ સમયે આર્થિક લાભને કારણે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. સમય આવ્યે તેનો લાભ થઈ શકે છે. પૈસા કમાવવા માટે કરેલા પ્રયાસથી તમને સફળતા મળી શકે છે.

સ્વાસ્થ્ય: જો તમે યોગ્ય આરામ નહીં કરો તો તમને વધારે થાક લાગશે. તમારે વધારે આરામ કરવાની જરૂર પડશે. આથી પરિસ્થતિ ખરાબ હોવાને લીધે માનસિક થાક અનુભવી શકો છો.

લકી કલર: વાદળી
લકી નંબર: 7
--------------

કર્ક
પોઝિટિવ: જો આ સમયે તમે ક્યાંય રોકાણ કરવાનું પ્લાનિંગ કરતા હોવ તો સફળ થઈ શકો છો. કોઈ પણ કામને સમયને અનુરૂપ કરવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી તમને સફળતા મળવાની સંભાવના છે.

નેગેટિવ: ધારેલી ન હોય તેવી મુશ્કેલી નુકસાન પહોંચાડી શકે છે. જરૂરી ન હોય તો યાત્રા કરવાનું ટાળો. સમજી-વિચારીને કરેલા કામને લીધે સફળતા મળી શકે છે.

લવ: પ્રેમીજનોના સંબંધો ખરાબ થઈ શકે છે. આ સમેય દામ્પત્યજીવન વિપરીત સ્થિતિમાં હોઈ શકે છે. જીવનસાથીનો સાથ ન મળવાથી સમસ્યા ઉદભવી શકે છે.

કરિયર: ઘર-પરિવારમાં સુમેળ હોવો જરૂરી છે. પતિ-પત્નીના તાલમેલથી કામકાજમાં સારી સફળતા મળી શકે છે.

સ્વાસ્થ્ય: હેલ્થનું ધ્યાન રાખવું, નહીં તો કોઈ મુશ્કેલી આવી શકે છે. તમારા મનમાં જલ્દી પૈસા કમાવવાની ઇચ્છા થશે. તો બીજી તરફ સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.

લકી કલર: લાલ
લકી નંબર: 9
--------------

સિંહ
પોઝિટિવ: ફેમિલી લાઈફ સારી રહે તેવી સંભાવના છે. પરિવારનો સાથ મળી શકે છે. એકબીજાની કામમાં મદદ થઈ શકે છે. ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ બનશે. આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળી શકે છે.

નેગેટિવ: આર્થિક સ્થિતિ મજબૂત થઇ બની શકે છે. જરૂર ન હોય તેવું રોકાણ કરવાથી રૂપિયામાં નુકસાન થઇ શકે છે. વિચાર્યા વગર કોઈ પણ કામ ન કરો. નાણાંનો વ્યય થઈ શકે છે.

લવ: પ્રેમ સંબંધોને લઈને ચિંતા વધી શકે છે. એકબીજાના સાથની ભાવના તો દૂર સંબંધ થવો પણ મુશ્કેલ છે.

કરિયર: કોઈને તમારા સાથે કામ કરાવવાની કોશિશ ન કરો. તમારી બુદ્ધિથી કામ કરો. આમ કરવાથી તમને સમય પર લાભ મળશે.

સ્વાસ્થ્ય: પોતાની હેલ્થ પર ધ્યાન રાખવાની જરૂર છે. નાનકડી ભૂલ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. ભોજન કરવામાં ખાસ ધ્યાન રાખો.

લકી કલર :બદામી
લકી નંબર: :2
--------------

કન્યા
પોઝિટિવ: માતા-પિતાના આશીર્વાદની સાથે તેમની મદદ પણ મળશે. ઘર કે ગાડી લેવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. પરિવારનો સાથ મળવાને લીધે સુખ અને સુવિધાઓ મળે.

નેગેટિવ: નાણાંનું રોકાણ કર્યા પહેલાં વિચાર કરવો. પ્રોપર્ટી સંબંધિત રૂપિયા ઈન્વેસ્ટ ન કરો. ધંધાકીય ક્ષેત્રમાં પૈસાનું રોકાણ કરી શકો છો.

લવ: પાર્ટનર સાથે બોલાચાલી થવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. એકબીજા સાથે ઝઘડો થતા કામકાજની સાથે તમારા વ્યવહારમાં પણ બદલાવ આવી શકે છે.

કરિયર: આર્થિક લેણદેણ કે રોકાણ કરવામાં ધ્યાન રાખવું. આ સમયે કોઈને રૂપિયા આપવાના પ્રયત્નો ન કરવા, નહીં નુકસાન થઈ શકે છે. સંબંધીઓથી સાવચેત રહેવું.

સ્વાસ્થ્ય: આ સમયે સ્વાસ્થ્યને લઈને કોઈ નાની-મોટી તકલીફ થઈ શકે છે. પેટ સંબંધી રોગ થઈ શકે છે.

લકી કલર: લીલો
લકી નંબર: 6
--------------

તુલા
પોઝિટિવ: ઘન પ્રાપ્તિ માટે કરેલા પ્રયત્નોમાં સફળતા મળી શકે છે. થોડા ઉતાર-ચઢાવની સ્થિતિ થવા હોવા છતાં લાભ થઈ શકે છે. તમે કરેલી મહેનતનેનું તમને સારું ફળ મળી શકે છે. સમય
અને પરિસ્થતિને જોઈને કામ કરો. તમારું નસીબ પણ સાથ આપશે.

નેગેટિવ: તમારા સારા કામને લીધે તમને સારી પોસ્ટ મળી શકે છે. તમારો સિનિયર અધિકારી અને સાથે કામ કરતા કર્મચારી સાથે સારો વ્યવહાર રાખવાથી સારું પરિણામ મળી શકે છે.

લવ: પ્રેમ સંબંધને લઈને સ્થિતિ અનુકૂળ રહેશે. પાર્ટનર સાથે સુમેળવાળો વ્યવહાર કરવાથી સારો અવસર આવી શકે છે. પ્રેમીજનો આ સમયે એકબીજાની મદદની આશા વધારે રાખશે.

કરિયર: અમુક તકલીફને લીધે મન એકાગ્ર નહીં રહે. સમય અને પરિસ્થતિને જોઈને કામ કરવાના પ્રયત્ન કરો.

સ્વાસ્થ્ય: વાહનનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું. ખાવા-પીવામાં ધ્યાન રાખવું. કોઈ પણ સમસ્યાથી બચવાના પ્રયત્નો કરો.

લકી કલર: સફેદ
લકી નંબર: 5
--------------

વૃશ્ચિક

પોઝિટિવ: ધાર્મિક કામ પ્રત્યે રુચિ વધી શકે છે. તમે વિચારેલા કામમાં સફળતા મળી શકે છે. કંઈક સારો લાભ થવાના સંકેત મળશે. નાણાકીય બાબતે પ્રગતિ મળે. અમુક સંબંધીઓની મદદથી ધન પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવ: જો આ સમયે કાર લેવાનો કોઈ વિચાર હોય તેઓ તે સ્થગિત થઈ શકે છે. કોઈ કારણે મુશ્કેલીઓ વધી શકે છે. જો તમે રાજકારણી સાથે જોડાયેલા છો, તો તમારે માનહાનિનો સામનો કરવો પડશે.

લવ: પાર્ટનર અને તમે ખુશ રહેશો. આ સમયે બંનેને ક્યાંય પ્રવાસ પણ થઈ શકે છે. ક્યાંક ફરવાનો પ્લાન બની શકે છે.

કરિયર: આર્થિક લાભ મેળવવા માટે કરેલ ઇન્વેસ્ટમેન્ટથી લાભ થઈ શકે છે. કામકાજ સંબંધી પ્લાન વિસ્તરી શકે છે.

સ્વાસ્થ્ય: જરૂરી ન હોય તેવા વિચારોને લીધે મુશ્કેલી વધી શકે છે. ચિતાને લીધે મન શાંત નહીં રહે. કામમાં મુશ્કેલી વધશે.

લકી કલર: લાલ
લકી નંબર: 9
--------------

ધન

પોઝિટિવ: કામકાજને લઈને તણાવ ઉત્પન્ન થઇ શકે છે પરંતુ કામકાજમાં સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના પણ બની રહેશે. તમે કરેલા પ્રયત્નોના સારા પરિણામ મળી શકે છે. સ્થિતિ સામાન્યપણે શુભ રહેશે.

નેગેટિવ: સ્થિતિ સારી થઇ શકે છે પરંતુ શરૂઆતમાં સ્થિતિ તણાવપૂર્ણ હોઈ શકે છે. જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારે વધુ મુસાફરી કરવી પડી શકે છે. કામકાજને લઈને એક્ટિવ
રહેવાની જરૂર છે.

લવ: જો આ સમયે તમારા પ્રેમીજનને કોઈ દિલની વાત કહેવા ઈચ્છો છો તો કરી શકો છો. દામ્પત્ય જીવનને લઈને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે. એકબીજા પ્રત્યે સારી ભાવના નહીં રહે.

કરિયર: મહેનત કરવાથી ન ડરો, મન લગાવીને કોઈપણ કામ કરો. સમય અનુસાર લાભ મળશે. ધનનું આદાન-પ્રદાન કરી શકો છો તથા આ સમયે ઇન્વેસ્ટમેન્ટ કરવું પણ ફળદાયક થઇ શકે
છે.

સ્વાસ્થ્ય: તમારા પિતા સાથે સંબંધો સામાન્ય બનાવવાના પ્રયાસ કરો અને તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. સંતાનના સ્વાસ્થ્યથી ચિંતિત રહી શકો છો.

લકી કલર: પીળો
લકી નંબર: 3
--------------

મકર
પોઝિટિવ: કેટલાક નવા કાર્યોની યોજના બનશે.આર્થિક ધન લાભ થશે. આકસ્મિક રીતે ધન પ્રાપ્તિ થશે. જો કોઈને પૈસા આપેલા હશે તો તેની પ્રાપ્તિ થશે.

નેગેટિવ: વધુ સારી સ્થિતિ જોવા નહીં મળે. શારીરિક શ્રમથી સારું ફળ મળશે. તમારા કર્મોને સારા બનાવવાનો પ્રયાસ કરો.

લવ: એકબીજા સાથે તણાવ ઉત્પ્ન્ન થઇ શકે છે. બોલચાલ થશે જેનાથી જુદા થવાની સ્થિતિનું સર્જન થશે.આ સમયે પરિસ્થિતિ તણાવપૂર્ણ રહેશે.

કરિયર: આર્થિક લાભના સંકેત છે. આર્થિક લાભ માટેનો પ્રયાસ સફળ થવાની સંભાવના છે. આ સમયે ભાગ્ય સારો સાથ આપશે.

સ્વાસ્થ્ય: તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે.

લકી કલર: નારંગી
લકી નંબર: 3
--------------

કુંભ

પોઝિટિવ- આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કોઈ પણ કાર્ય સંબંધિત આર્થિક લાભ થવાની તક પ્રાપ્ત થઈ શકે છે. આ સમયમાં કાર્યને લઈને સ્થિતિ સારી થઈ શકે છે. નાણાંની સાથે સાથે માન સન્માન પ્રાપ્ત થવાની સંભાવના છે.

નેગેટિવઃ પેસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી તામારા માટે લાભકારક હોઈ શકે છે. આર્થિક દ્રષ્ટિએ તમારા સમય માટે ફાયદાકારક હોઈ શકે છે. અંત કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું પ્લાન હોય તો કરી શકો છો. પરંતુ કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલાં પૂરી જાણકારી મેળવી લેવી જરૂરી છે.

લવ: કોઈ પણ પ્રકારની મુશિબતથી બચવાનો પ્રયાસ કરવો. નાની નાની સમસ્યાઓને દૂર કરવા અને સંબંધો મધુર બનાવવા પ્રયાસ કરવા. ત્યારે તમને સારી સફળતા મળી શકે છે.

કરિયર: મહેનત જ તમને સફળતા અપાવી શકશે. તમે ગંભીર પ્રકૃતિના વ્યક્તિ છો. એટલા માટે ગંભીરતાની સાથે જ કાર્ય કરવું. ઉતાવળમાં કોઈ પણ કાર્ય કરવાથી નુકસાન થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. શારીરિક થાક અનુભવી શકો છો.

લકી કલરઃ સોનેરી
લકી નંબર: 6

--------------

મીન
પોઝિટિવઃ તમારી કલ્પનાઓનો પ્રભાવ, રોકડ અને જાતિ સંબંધિત તમારી ભયાનક લાગણીઓને પ્રગટ કરી રહી છે. પોતાના અચેતન વ્યક્તિત્વ દ્વારા આપાવામાં આવેલા સંકેતોના આધાર પર તમારે આ તક પ્રમાણે કાર્ય કરવું જોઈએ. અર્ધજાગ્રતનું સાંભળવું આજે તમારા માટે લાભકારક હોઈ શકે છે, કેમ કે, તમને ત્યાંથી ઘણા હકારાત્મક સંકેતો મળી રહ્યા છે.

નેગેટિવઃ જ્યારે તમે સંઘર્ષ કરી રહ્યા અને અહેસાસ કરી રહ્યા હશો તો પણ એક સારા ભવિષ્યનું સપનું જોવાનું તમે બંધ નહીં કરો. કંઈક અભૂતપૂર્વ પ્રાપ્ત કરો અને બહાર ફરવા જવું.

લવ: જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત ન થતા તમને ઘણા પ્રકારની સમસ્યા થઈ શકે છે. એટલા માટે જીવનસાથી સાથે મધુર સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ કરવો નહીં આર્થિક નુકસાન થઈ શકે છે.

કરિયર: કામકાજ સંબંધિત તાનાણપૂર્ણ સ્થિતિમાં રહેવાની શક્યતા છે. ભાગદોડ અને તણાવ પૂર્ણ સ્થિતિમાં તમને લાભ પ્રાપ્ત થવાની શક્યતા છે. સ્વાસ્થ્ય: આ દરમિયાન તમારા સ્વાસ્થ્ય પ્રત્યે યોગ્ય ધ્યાન રાખવું જરૂરી છે. પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે એટલા માટે જમવામાં ધ્યાન રાખવું.

લકી કલરઃ લીલો
લકી નંબર: 2

X
Capricorn people planning new work, wish to buy house or carriage of bride zodiac species may be fulfilled
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી